ગુજરાતને કુદરતે છૂટાહાથે ડુંગર, દરિયો અને રણની અપાર સમૃદ્ધિ આપી છે. સોહામણા સૌરાષ્ટ્રને સાંપડયો છે ૧૬૦૦ કિ.મિ. લાંબો સાગરકિનારો. સૌરાષ્ટ્રની સંસ્કૃતિના મહત્ત્વના ચાર સ્થંભો સાગરસંસ્કૃતિ, ગોપસંસ્કૃતિ, કૃષિસંસ્કૃતિ અને લોકસંસ્કૃતિ. …
કોઈ નવોઢા નારીના નખના પરવાળા જેવી નાનકી એવી કહેવત લોકસમાજના માનવીની સમજણ અને વ્યવહારકુશળતાની કેવડી મોટી વાત કહી જાય છે ? ‘ઘર તોડી જો. ને વિવાહ માંડી જો.’ ઘર …
ગુજરાતની ધરતી પર અનેક જાતિઓએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે. એમાંની એક પ્રકૃતિના ખોળે પાંગરેલી આદિવાસી સંસ્કૃતિ છે. ગુજરાતની ૬ કરોડની વસતિમાં ૧૪.૯૨ ટકા જેટલી વસતિ આદિવાસી …
લોકજીવનમાં જૂના કાળે મનોરંજનનું માધ્યમ બનેલી સોગઠાબાજી કે ચોપાટની રમત આજે પ્રચાર માધ્યમોની ભરમાર વચ્ચે ભલે ભૂલાઈ ગઈ હોય પણ લોકગીતોમાં એ ચિરંજીવ બની છેઃ રામ સીતા બે સોગઠે …
કહેવતમાં સાચું જ કહ્યું છે કે, ‘સળગતો અગ્નિ અને વહેતું પાણી કોઈનીય શરમ ભરતાં નથી.’ ઊંડા પાણીમાં ઊતરો ને તરતા ન આવડતું હોય તો એ ડુબાડી જ દે. સળગતું …
ગુજરાતના પંચમહાલ, સાબરકાંઠા, ભરૂચ, વડોદરા, ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામોમાં હોળીના તહેવારે યોજાતા ચુલ મેળા અને તેમાં ધગધગતા અંગારા પર ચાલતા આસ્તિકોના અદ્ભુત અને રોમાંચક કરતબોની રસપ્રદ વાતો ફાગણ …
એમ કહેવાય છે કે સોહામણી સૃષ્ટિ એ પ્રજાપિતા બ્રહ્માજીનું સર્વોત્તમ સર્જન છે. પ્રચ્છન્ન સર્જન વડે સૌ કોઈની આંખોમાં અને અંતરમાં વસી જનારી રૂપસુંદરી નારી એ બ્રહ્માજીની ફુરસદનું નમણું નજરાણું …
રાષ્ટ્રીય શાયર સદ્ગત ઝવેરચંદ મેઘાણી માત્ર બે પંક્તિમાં સૌરાષ્ટ્રના ગામડાનો સરસ પરિચય કરાવે છે: નાના શા ગામડાના નાના વિસામા ચૉરો ને ચબૂતરો જી રે. ચૉરે બેસીને ગીત ગાતાં પટેલિયા …
‘પરકમ્મા’ પુસ્તકનાં પાનાં પર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉલટાવી નાખનાર એક વાક્ય લખ્યું છે ઃ ‘બંદૂકો આવી ને બહાદૂરો રડ્યા.’ ગુજરાત ને કચ્છ-કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની બીકથી નહોતા રડ્યા, પણ …
કહેવત એ ભાષાનું લટકણિયું નહીં પણ એનું ઘાટિલું ઘરેણું છે. નગરમાં વસનારા શિષ્ટ નાગરિકોએ બોલચાલમાંથી કહેવતોને જાણે કે દેશવટો દઇ દીધો છે. પણ કચ્છ કાઠિયાવાડની લોકબોલીમાં, લોકજીવનમાં માનવીની સમજણ …