સંત શ્રી ડાયારામ બાપા

સંત બીજ પલટે નહી જુગજાય અનંત
ઉચનીચ ઘર અવતરે આખર સંતનો સંત

આવા અનેક સંતો આપણી સોરઠ ધરા પર ભજન ની જમાવટ કરી ગયા ને અમર ઇતિહાસ મા સંત થઈ પુજાઇ ગયા એવા જ એક સંત સૌરાષ્ટ્ર ના ગામ બાંટવા ને અડીને.. નાનડીયા નામ નું રૂપકડા ગામે થયા. આ ગામમાં એક ડાયારામજી નામના ઉચ્ચ કોટીના સંત થયા છે.

નાનડીયા ગામ મા રાજાભાઇ કરમશી ભાઇ. ચાડસણીયા ને ત્યાં માતા યશોદા બાઇ ની કુખે આ પ્રતાપી સંત નો જન્મ ઇ.સ. 1889
25/મી ડિસેમ્બરે થયો હતો. તેઓ જ્ઞાતિ એ કડવા પટેલ હતા. તેઓની લગ્ન કરવાની ઇચ્છા નહતી છતાં માતા પિતા ની જીદ ને કારણે નાનડીયા ના જ લખમણભાઈ ગરાળા ની પુત્રી કંકુ બાઇ સાથે લગ્ન ગ્રંથી થી જોડાયા.

એક દિવસ ખેતી મોટા ભાઇ અને પિતા ને ભળાવી ખેતરની બાજુ મા જ ઝુપડી બાંધી.. રામ સ્મરણ મા રત રહેવા લાગયા. માણાવદર ના રાજપરીવાર ના બેગમ ફાતિમા નાનડીયા આવ્યા ત્યારે..ડાયારામજી ની ભક્તિ ની પરિક્ષા કરી. તેમા ભક્ત નો પ્રભાવ જોઈ ને. તેઓ પણ તેના પ્રશંસક બની ગયા. અને સાધના કરવા માટે તમામ સગવડ કરી આપી.

ગાત્રાળ..ધનજી ભગત નામના પ્રજા પતિ તેના શિષ્ય હતા. ચાંદી ગઢ ના મેર..રામભાઈ પણ તેઓ ના શિષ્ય બન્યા. કેશોદ તાલુકાનાં કેવદરા ગામે તેઓ એક દાયકો રહ્યા. કેવદરા નો આશ્રમ ભક્તિ મીલન નું સ્થાનક બન્યો. ગોલાણા ના ગંગારામજી..ડાલવાણીયા ગામ ના રામચરણ દાસજી બામણાસા ના મુકુંદરાયજી..તથા આલીદ્રા ના બ્રહ્મચારી જી જેવા સંતો સાથે ડાયારામજી ને નિકટ નો સંબધ બંધાયો.

કેવદ્રા થી તેઓ સોંદરડા આવ્યા કેશોદ વેરાવળ માર્ગ ઉપર પોતાનો આશ્રમ સ્થાપ્યો. ગૌ સેવા અને અન દાન ની ધૂણી ધખાવી. સોંદરડા ડાયારામજી અઢાર વરસ રહ્યા તેથી કેશોદ તાલુકા મા આજે પણ તેમનો બહુ મોટો સેવક વર્ગ છે. આમ કેવદ્રા…ચર..અને સોંદરડા ગૌ. સેવા અને અન્ન દાન ની જ્યોત જગાવી.

ડાયારામજી થી પ્રભાવિત બનેલા નાનડીયા ના ગામ લોકો એ જીવન નો શેષ ભાગ નાનડીયા ગાળવા વિનંતી કરી. સંવત 2013 ના દેવ દિવાળી ના દિવસે તેઓ નાનડીયા પધાર્યા ત્યારે બાંટવા થી નાનડીયા સુધી અનેક બળદ ગાડા શણગારી ભક્ત ડાયારામજી ના સામૈયુ કરવામાં આવ્યુ હતું. માધા ભાઇ કણસાગરા એ પોતાનું ખેતર ડાયારામજી ને આશ્રમ બાંધવા અર્પણ કર્યુ.

ઇ.સ.1958 સપ્ટેમ્બર ની 29 તારીખે તેઓ સ્વધામ સિધાવ્યા. આ પવિત્ર જગ્યા મા અસ્તિ પધરાવી તેના પર સમાધિ સ્થળ બાંધવા મા આવ્યુ. અત્યારે નાનડીયા ગામ મા ભક્ત ડાયારામજી નું સુંદર મંદિર બાંધવા મા આવ્યુ છે. આશ્રમ ની વિશાળ જગ્યા મા શુંદર બગીચો પણ છે. 1983 ની હોનારત મા આ આશ્રમ તરફથી રાહત કાર્યો કરવામાં આવેલાં

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!