ઘનાવાડા ભાનુશાલી પરીવાર ના સતીઓ

ઘનાવાડા ભાનુશાલી પરીવાર ના સતીઓ સાથે જાડેજા રાજપુત દરબાર ના બે સતીમાની ખાંભીઓ આ મંદિર મા બિરાજમાન છે

હારબંધ ખાંભીઓ ના દર્શન કરો

[૧] ગામ ગઢવાળાના શાખે મને આસરીયા ના મહામતાણીના પુત્ર માથે હાંસબાઇમા ખાનીયા, સંવત ૬૦૩૫ વૈશાખ સુદ બુધ સ્વર્ગ પધાર્યા

[૨] ગામ ગઢવાળા તથા નલિયા પોતાના ભાઈ છે તેમનો પાળીયો ગઢવાળા મા છે તે દેશળ મુળરાજ પુત્ર માથે મોઘાબાઇ સ્વર્ગ પધાર્યા છે સાથે રાજપુતાણી રૂપાબા સતી થયા છે સંવત ૬૦૯૪ જેઠ સુદ ૧૧ ને મંગળ ભટ્ટ ને સોનાના કડા દાન દિધા છે

[૩] ગામ ખટા ખડવાળા. ગામ ગઢવાણા શાખે ભદ્રા મેઘરાજ માથે પતી માટે સતી થયા છે પુંજા માટે લાલબાઇ માતાજી શાખે હરોડા તેમની સાથે રાજપુતાણી દેવકુવરબા ધર્મનો નાતો પાડવા સતી થયા છે સંવત ૭૦૧૭ મહાવદ ૧૩ રવિવાર

[૪] ગામ ગઢવાળા ના શાખે મંગે પેરાજ નાનજી પુત્ર પેરાજ માથે લાલબાઇ સ્વર્ગ પધાર્યા સંવત ૭૦૭૨ માગશર સુદ ૯ ને સોમવાર

[૫] ગામ ગઢવાળા શાખે મંગે ઊકેડજી કાયણજી પતિ ઉકેડજી માથે ખીયલબાઇ સતી થયા સંવત ૮૦૬૯ આસો વદ ૪ ને બુધ

[૬] ગામ ગઢવાળા મંગે ખીયામરજી માથે ચાંગબાઇ સતી થયા સંવત ૮૦૯૭ શ્રાવણ સુદ ૪ ને રવિવાર

[૭] ગામ પડથમ શાખે ભદ્રા જેસંગ વીરધોળના પુત્ર જેસંગ જી માથે માતજી ડાહીબાઇ સતી થયા સંવત ૯૦૭૭ કારતક સુદ ૫ ને રવિવાર

[૮] પ્રથમ ખયાપડવાળા ગામ ગઢવાળા ભદ્રા દિપાત કેશવ પુત્ર દિધાત માથે ખીયાબાઇ સતી થયા સંવત ૯૦૩૦ આસો સુદ ૫ રવિવાર

[૯] ગામ ગઢવાળા શાખ મંગે દેવશી પારપીયા પુત્ર દેવશી માથે માતજી લાડબાઇ સ્વર્ગ સિધાવ્યા સંવત ૧૦૧૧ ચૈત્ર સુદ ૯ને મંગળવાર

[૧૦] ગામ ગઢવાળાના શાખે મંગે કોરવારજી તેજાણી પુત્ર કોરયારજી માથે માતાજી રામબાઇ ઘોરડા પતિ કોરયાર માથે સતી થયા સંવત ૧૦૫૧ ભાદરવા સુદ ૩ ને મંગળવાર

[૧૧] ગામ ગઢવાળા શાખ મંગે કોરજી લખીયાણાજી પુત્ર કોરાજી માથે માથે માતાજી રતનબાઇ ગૌરી પુત્ર માથે સતી થયા સંવત ૧૩૬૫ ને વૈશાખ સુદ ૩ને ગુરૂવાર

[૧૨] ગામ ગઢવાળાના શાખે મંગે ગાભા લખાણેજીના પુત્ર ગાભા માથે માતાજી ફુલબાઇ મા પવિત્ર રતડા સ્વર્ગ પધાર્યા સંવત ૧૧૧૦ ના શ્રાવણ વદ ૮ ને બુધવાર

[૧૩] ગામ ગઢવાળા ના શાખે મંગે પતરામલજી દેવશી પુત્ર પતરામલ માથે માતાજી રાધાબાઇ ગૌરી સ્વર્ગ પધાર્યા સંવત ૧૧૬૦ ના માગશર સુદ ૨ ને સોમવાર

[૧૫] ગામ ખયા ખડ ગરમ ગઢવાળા ભદ્રા દેશળજી વેલા ના પુત્ર દેશળજી માથે માતાજી ચાંગબાઇ રતડા સ્વર્ગ પધાર્યા સંવત ૧૧૭૭ ના માગશર સુદ૭ ને ગુરૂવાર

[૧૬] ગામ ખયા ખડવાળા ગામ ગઢવાણા ભદ્રા દામોદર ઊકાણીજી પુત્ર દામોદર માથે માતાજી દેવકાબાઇ પવિત્ર કોડવરા સ્વર્ગ પધાર્યા છે સંવત ૧૨૦૫ ના મહા સુદ ૫ ને શુક્રવાર

[૧૭] ગામ ગઢવાળા ના મંગે પુત્ર હડધોરજી પ્રથમ ના પુત્ર હડધોર માથે માતાજી હાંસબાઇ મા ભદ્રા પતી હડધોર માથે સ્વર્ગ પધાર્યા છે

[૧૮] ગામ ગઢવાળા ના શાખે મંગે સુરાહાજી ખીટાસી ના પુત્ર સુદરજી માથે માતાજી દેવકીબાઇ દામા સ્વર્ગ પધાર્યા સંવત ૧૫૪૫ ના આસો સુદ ૧૧ ને રવિવાર

[૧૯] ગામ નરા ગઢવાળાના શાખે મંગે પરબતજી કાવડીયાજી પતિ પરબત માથે હાંસબાઇ સાખે ગૌરી પતિ માથે સ્વર્ગ પધાર્યા છે સંવત ૧૭૪૦ ના શ્રાવણ સુદ ૫ ને સોમવાર

[૨૦] ગામ ગઢવાળા ના શાખે મંગે ઉમરશી નાનજી ના પુત્ર ઉમરશી માથે ખીયલબાઇ દામા સ્વર્ગ પધાર્યા સંવત ૧૨૭૦ ના ફાગણ સુદ ૬ ને ગુરૂવાર

[૨૧] ગામ ગઢવાળાના મંગે સંમતજી સાગાણીના પુત્ર જેસંગ માથે માતાજી નાથીબાઇ પવિત્ર ગૌરી સ્વર્ગ પધાર્યા છે સંવત ૧૮૩૩ ના ચૈત્ર સુદ ૩ ને ગુરૂવાર

આ મંદિર કચ્છના ધનાવાડા ગામ છે હારબંધ ત્રેવીસ ખાંભીઓ ઊભી છે કોઈ પુત્ર પાછળ તો કોઈ પતિ પાછળ સરગાપરને સિધાવી છે

કરશનભાઇ ભાનુશાલી સાથે વાત કરતા કોઈ યુધ્ધ ની ઘટના નથી બની પણ કોઈ બીજા કારણ થી સતીઓ થયા છે જેમા એકવીશ ખાંભીઓ ભાનુશાલી પરીવાર ની અને બીજી બે ખાંભીઓ જાડેજા ગરાસિયા રાજપુત ની છે રૂપાબા અને દેવકુંવરબા સતીની એમ કુલ મળી ૨૩ ખાંભીઓ છે. કરશનભાઇ નુ એવુ કહેવુ છે કે ખાંભીઓ મુળ ગઢવાળા ગામે હતી પછી કોઈ કારણસર ધનાવાડા ફેરવતા બધી ખાંભીઓ એકસાથે જશે એકપણ ખાંભીઓ જુદી નહી થાય ને એવુજ બન્યુ ૨૩ ખાંભીઓ એકસાથે ગઢવાળા થી ધનાવાડા લાવી એક ભવ્ય મંદિર મા સ્થાપિત કરી છે. ઘટના ની જાણ આથી વધારે નથી પણ એક ભવ્ય મંદિર જોઈ આપ સમક્ષ રાખવાનુ મન થયુ એટલે આટલી જાણકારી કરશનભાઇ એ મોકલી જે તમારી સામે છે.

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!