પુંજા બાપા – ગામ: વિરપુર ઘારી ગીર

સોરઠ ધરા જગ જુની અને એમાંય જગ જુનો ગીરનાર
ત્યાં ના હાવજડા હેઝળ પીરહે ત્યાંના નમણા ઇ નર ને નાર

આજ મારે વાત કરવી છે એક શુરવિર યોદ્ધા ની જેણે ગૌમાતા ની રક્ષા કાજે પોતાનું હાડ હોમી દીધું. આપણા સૌરાષ્ટ્ર માં તો ધણા સતી સંતો અને શુરાઓ થય ગયા એની વાતો માંડીયે તો દિવસ ના દિવસ અને રાત્રુ ની રાત્રુ જતી રેય તો નો ખુટે તો એમાથીજ આ એક પુંજા બાપા સાવલિયા ની વાત કરવી છે.

ગીરની લીલુડી ખમીર વનતી ધરતી અને ધારી પરગણા નુ વિરપુર ગામ. આ ગામ માંથી અને આજુબાજુના ગામ ની ગાયોનું ધણ ભેગું થયને ચરવા જાય છે એક સમય ની વાત છે દસ થી પંદર હથીયાર બંધ લુટારા ઓ વિરપુર માધુપુર અને જીરા ની ગામ નું ગૌ ધણ વાળી વાળવાની મનસાયે સાંજ ના સમયે આવે છે

લુટારુ દ્વારા આ ત્રણ ગામ નું ધણ વાળી જાય છે આ ગામની ગાયુનુ ધણ વાળી ને આત્રણેય ગામની સીમ જ્યાં ભેગી થાય છે ત્યાં થી નીકળવાની તૈયારી છે ત્યાં ત્યાંથી વિર પુંજા બાપા ત્યાંથી નીકળે છે અને એકલા હાથે આ લુંટારાવ સાથે ધીંગાણું ખેલે છે અને ભયંકર ધીંગાણું ખેલાય છે ત્યાં પાછળ થી એક લુટારુ એ બાપા નુ મસ્તક ધડથી અલગ કરી નાખે છે

બાપા એ પ્રતીજ્ઞા કરેલી જ્યાં લગી આ માતા ઓને આ દુશ્મનો થી છોડાવુ નય અને એકે એક ને મોતને ઘાટ નો ઉતારું ત્યાં લગી સ્વર્ગ નો સીધાવું માતાજી ખોડીયાર માં નુ નામ લઈને બાપા નુ ધડ દુશ્મનો ઉપર તુટી પડે છે અને બાપા નુ ધડ એકે એક ને મોતને ઘાટ ઉતારે છે ત્યાર પછી વિરપુર માધુપુર અને જીરા ની સીમ જ્યાં ભેગી થાય છે ત્યાં બાપા શહિદિ ને વહાલિ કરી લે છે

સંવત ૨૦૬૩ ચૈત્ર વદ અમાસ ને તારીખ ૧૭/૪/૨૦૦૭ ને મંગળવાર ના રોજ બાપા જાગૃત થાય છે અને સાવલિયા પરીવાર ના સુરાપુરા દાદા તરીકે પુજાય છે હાલ કળીકાળ ની અંદર પણ બાપા દુખીયા ના દુર કરે છે અને પ્રગટ પરચા પુરે છે ખાલી બાપા ના નામ સ્મરણ માત્ર થી ગમે એવા દુઃખ દુર થાય છે હાલ એ જગ્યા પર ચોતરા મોટી મોલી વાસાવડ નેસડી અને મોણવેલ ના સાવલિયા પરીવાર દ્વારા દાદા ની ડેરી મંદિર બનાવવામાં આવ્યું છે.
જય પુંજાદાદા

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐…………….ॐ………….卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!