ગાયોની વહારે ચડનાર ઘોઘાજી ચૌહાણ

ભારતમા વિભિન્ન જીલ્લાઓમા નાગદેવતાની પૂજા થતી જોવા મળે છે. એમા ગુજરાતમા અને સૌરાષ્ટ્રમા નાગપુજા ના કેટલાક જુના જાણીતા સ્થાનકો આવેલાં છે. ભુજંગ નાગ ભુજિયા ડુંગર પર એક હાજર વર્ષ થી પુજાઇ છે. એમ માલાબાપા માણેકવાડા વાસુકી બાડીયા બેલી પંચાળમા આમ જુદા જુદા સ્થાનકો છે જેને લોકો ચરમાળીયા ગોગા ઘોઘા નાગદેવ વાસુકી વગેરે નામથી પુજે છે.

એવુજ એક સ્થાનક મારા ગામમા જે ઘણુ અતિ પ્રાચિન છે જે ધંધુકા તાલુકાના ખસ્તા ગામમા ઘોઘા બાપા કે ઘોઘા ચવ્હાણ ના નામે એક પુરાતન મંદિર છે. જેમા ઘોઘા કે ગોગાજી ની મુર્તિ છે જેની સાથે હનુમાનજી ની પણ મુર્તિ છે. કહેવાય છે કે ઘોઘો ચવ્હાણ [ચૌહાણ] કારડીયા રાજપુત હતા. જેઓ ગાયો ના રક્ષણ માટે વિરગતી પામ્યા. જેને સવારના સુરજ ઊગતાની સાથે ગાયોના સમાચાર મળતા જ ઘોઘાજી ગાયો વાળનારની પાછળ ગયા અને શહિદ થયા ને નાગબનીને બેઠા છે જેની બારોટના ચોપડે નોંધ મળે છે.

આ ઘોધા બાપજીની ગામ આખું શ્રદ્ધા પુર્વક પુજા કરે છે અને ઘોધાજી ગામનું રક્ષણ પણ કરે છે. નાગદેવ બનીને બેઠેલા ઘોધા ચવ્હાણે અનેક પરચાઓ પુર્યા છે ને હાલ પણ પુરે છે. આ ઘોધા ચવ્હાણ નો શ્રાવણ માસ ના પહેલા સોમવારે ઘોધાજી ના વંશજો તેમને નિવેદ કરે છે જે નિવેધ ગામ પેલા થાય છે ત્યાર પછી નો શ્રાવણ માસનો બીજો સોમવારે આખાં ગામને લાપસી ને તલવટ ઝારવાના હોય છે ને ગામ આ ઘોધાજીને તેમના તલવટ શ્રદ્ધા થી કરે છે લોકો સોમવાર નો ઊપવાસ કરે છે અને બીજુ આજ રાત્રે બાર મહિને એકવાર તેમનો રાહડો ગવાય છે જે રાહડો આ પ્રમાણે છે. ઘણા વર્ષો જુનો રાહડો છે જે ભાલપંથકમા આજે પણ ગવાય છે …

…. આજ સાતમ ને સોમવાર ઘોઘો ચુવાણ દાતણ કરે રે
પાણી ભરે રે લાસીબા બહેન નાવા બેઠો ઘોઘો ચુવાણ
ને બાર બેડે ઘોઘો નાહી ઉઠ્યા રે…..

આમા લાસીબા નામ છે પણ ભાલ પ્રદેશમાં નાગપુજાના ઉત્સવ મા છોકરાઓ માટીના ઘોઘાદેવ કે નાગની મુર્તિ બનાવી એક ગીત કે રાહડો બોલે છે … શુ બોલે

ઘોઘો ઘોઘો ઘોઘ સલામ ને નાથીબાઇના વીર સલામ
આગલો બંધુકદાર પાછલો ચોકીદાર

આમ આ ગીતમા નાથીબાઇ શબ્દ ઉલ્લેખ થયો છે ને અમુક પાસે નાથીબા નામનો ઉલ્લેખ મળેલ છે તેમના બેન નાથીબા હતા છતા સંશોધન થાય તો ઘણુ જાણવા મળે એ પાકુ

આ રાહડો શ્રાવણના સોમવાર ના દિવસે જ ગવાય છે બાકી આડા દિવસે ગવાતો નથી એનો મતલબ કે જે બેન ગાઇ છે તેમને યાદ જ નથી રહેતુ કે કડીઓ યાદ નથી આવતી બાકી શ્રાવણના સોમવાર ના દિવસે ઓટોમેટિક ફીટ થાય ને એકપણ ભુલ વગર આખો બોલી ને ગાય છે જેની સાથે બીજી બેઠલ સ્ત્રીઓ પણ બોલે છે એ એટલુ મીઠુ લાગે છે પણ બીજા દિવસે બોલાવો તો ન બોલી શકે.. એ હકીકત છે આ બલિદાન નો રાહડો એ બલિદાન ના દિવસે જ ગાઇ શકાઇ ને એ એજ દિવસે રૂડો લાગે.

સોમવારે રાત્રે ગામ આખું આ રાહડો સાભળવા એકઠું થઈ તેના આગણામા ડાયરો જામે છે કહુબા પાણી, ચા તથા ફરાળ ને સાકર અને શ્રીફળની શેષ લઈ સૌ છુટા પડે છે. ગામની તમામ સ્ત્રીઓ એકઠી મળી આ રાહડો લાંબા રાગે ગાય છે. એકસાથે ગવાતો આ રાહડો વિરના બલિદાન ની યાદ અપાવે છે. આ ઘટના ની માહિતી અનેક પુસ્તક મા છે
જેમા લોકસાહિત્ય ની નાગકથાઓ.. જોરવરસિહ જાદવ, આપણી લોકસંસ્કુતી… જયમલ્લ પરમાર, સેવા ધરમના અમરધામ જયમલ્લ પરમાર, ગુજરાતની લોકસંસ્કુતી .ડો.હસુતાબેન શશીકાન્ત સેદાણી, જેવા અનેક લેખકોએ આ વાતને બુકોમા આલેખી આ ગામનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. આ સિવાય મનુભાઇ જોધાણીએ પણ આ વાતનો ઉલ્લેખ કરેલ એવુ જાણવા મળેલ છે …

આવા અનેક વીરો પોતાના પ્રાણ કે પરીવાર ની પરવા કર્યા વગર મોતને મીંઠુ કરી કાયમની કિર્તી કરીને પુજાઇ ગયા છે. અંદાજીત ચારસો વર્ષથી વધારે આ વાતને થઈ ગયા હશે છતા બારોટ ના ચોપડે જોવામા આવેતો પાકો સમય મળી શકે છે. આજ દિન સુધી મારા ગામમા નાગદંશ થી કોઈ મુત્યુ પામ્યુ નથી મને યાદ છે ત્યા લગી, બાકી એ પેહલા ઘટના બનેલી ખરી કે કેમ એ જાણવુ રહ્યુ. કદાચ બની પણ હોય પણ આપડે એ વાત ક્યારેક વિગતથી કરીશુ કે જે તમને આશ્ચર્ય મા નાંખી દેશે એ સો ટકા કરીશુ ઠીક ત્યારે મળવી જય ઘોધાજી..

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ………….卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!