રાજુલા ની ઉતર દિશાએ બે કિમી દૂર ગઢની રાંગનો વિસ્તાર આવેલો છે ત્યાથી આગળ ઘાણો નદીને કાઠે ઘુધરિયાળી માતાનું મંદિર છે આમતો આને વિશે બે ત્રણ લોકકથા ચાલે છે.
નવી પરણેતરનુ શોભાયમાન વેલડુ ધુળિયા રસ્તા પાસેથી વિશાળ જગ્યામાં વિસામો લઇ રહયુ હતુ. વેલડા ના રક્ષણ કરવા બે વોળાવિયા જસો કોળી અને મામદ સિપાઈ વાતે વળગ્યા હતાં ત્યાં ચાર ઘોડેસ્વારોએ વેલડા ને ઘેરી લીધું ઘોડેસ્વારનો આગેવાન જસા ને ઓળખતો હતો. જસા તું? ઘોડેસ્વાર આગેવાને પુછયું.
ભોજા કેણી કોર પરીયાણ જસાએ પુછયું. અમને વાવડ મળ્યા છે કે વેલડા મા ઘરેણાં ગાઠા છે. અરે ભુડા આ વેલડાનો હું વોળાવિયા છું વેલડુ લુટાઇ તો જનેતા લાજે. ભોજો કહે અમારે કાઈ સાંભળવું નથીં બસ ઘરેણાં જોઇએ. જસો કે છે આ ભવમાં તો નહીં બંને વેલડા મા અમારાં માંડી છે આઘો ખસ કામ કરવાં દે જસાની વાત ન માની. ઝાઝી વાતના ગાડાં ભરાય તું જાત ભાઇ છે ભોજાએ કહ્યું.
આ ઘડી તો હું વોળાવિયો છું ને વોળાવિયા ને કાંઇ જાત હોતી નથી રખેવાળુ ઇ મારો ધરમ છે. આઘો ખસ ધરમ તારો સગો નહીં થાય કે આ તલવાર ભોજો ત્રાટક્યો અને તલવાર વિઝવા માંડી જસાએ અને મામદ સિપાઈઓ લુંટારા સામે યુદ્ધ માંડયા બે લુંટારા ને પાડી જસો મરાણો ને મામદ બાકી બેની સામે મૃત્યુનો ખેલ ખેલી રહ્યો છે. મામદ ગાળાવાળાને ચેતવતા બોલ્યો ભાભા માંડીને લઇને નીકળી જાવ આ બે જણને હું રોકુ છું. પણ ત્યાં ચમત્કાર સર્જાય છે વેલડાનો પડદો હટાવી એક નારી બહાર આવે છે.
મામદભાઇ હું આહીરાણી છું એમ ભાગીજાવતો મારી એકોતેર પેઢી લાજે આ ધરતી પર કયા મોંઢે પગલાં પાડું? ભાઇ આજે મોટાં ગામતરાનુ ધીંગાણું ખેલી લઇએ. એમ કહીં નારીએ તલવાર વિઝવા માંડી લુટાર ને પડકાર ફેંક્યો ફટ છે તમારી જનેતાને તમે સ્ત્રીના ઘરેણાં માથે નજર કરી હવે સાબદા થાજો સાક્ષત જગદંબા નો અવતાર હોય એવી લાગે છે શરીર પર સોળે શણગાર સજ્યા છે સુરજના તાપમાં ઘરેણાં ચમકે છે એની ચુદડીની ચારેકોર ટાકેલી ઘુઘરીયો અવાજ કરી રહીં છે. મામદ સિપાઈ એકને મારી પોતે પડે છે અને આહીરાણી પોતે સદગતી ને પામે છે અનેક ઘાવને લીધે કણસતો ગાડાવાળો જગતને આ બનાવની સાખ પુરવા જીવતો રહયો છે
જે જગ્યાએ આહીરાણીનો દેહ પડ્યો એજ જગ્યાએ એના દેહને અગ્નિસંસ્કાર થયો એની ઊપર નાનો ઓટલો ચણી એક નાની દેરી બનાવી એની પાસે જસા નો પાળીયો ઊભો છે અને મામદ સિપાઇની યાદમાં દેરીને અડીને પીલુડી નું ઝાડ છે. ચુદડી ના છેડે ઘુઘરીયો ટાકેલી તેથી એ પ્રતાપી શૌર્ય અંકિત આહીરાણી ઘુઘરિયાળી માતા એવું નામ ધારણ કરી પુજાઇ છે.
મામદ સિપાઇની મર્દાનગીની યાદ આપતું પીલુનુ ઝાડ ઘુઘરિયાળી દેરી અને જસા કોળીના પાળીયા ને છાયો આપે છે ને હિન્દુ મુસ્લિમ ઐક્યનુ રહસ્ય સમજાવે છે. રંગ છે જસા ને અને મામદ સિપાઈ ને મા ઘુઘરિયાળી ને..
અત્યારે હાલ ઘુઘરિયાળી મેલડી તરીકે પુજાઇ છે પણ એની પાછળનું કારણ પણ છે જે આપડે ક્યારેક વાત કરીશું કારણ આ ઇતિહાસ પણ જાણવાં જેવો છે એમાં દેવીપુજક ની વાત છે તો વાત કરીશુ..
…
નોંધ- આમાં ઘુઘરિયાળી માતાનાં પુજારી મારા મિત્ર અશોકભાઈ નીમાવતનુ કહેવુ થોડું અલગ છે એ વાત જુનાગઢના કોઈ રાજા આ જગ્યાએ આવેલાં ને ચારણની દિકરી સાથે કાંઈ રકઝક થઇ હતીં આમ વાત ચાલે છે આપણે ગમે ત્યારે આનાં પર બીજી વાત લખશુ. આપણો ધ્યેય ધરા મા ધરબાઈ ગયેલા પાળીયા નો સાચો ઇતિહાસ ખોળવો બાકી કોઈ મિત્રો ને આના વિશે જાણ હોય તો જણાવી શકો છો .
● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- મરદ માનવી માલાજી મોરબીયા
- રાતી દેવડીના જેઠીજી ઝાલા અને ઢોલી
- ગાયોની વહારે ચડનાર ઘોઘાજી ચૌહાણ
- પુંજા બાપા – ગામ: વિરપુર ઘારી ગીર
- ગાયોની વહારે ચડનાર રત્નાભાઈ ચાવડા
- ઘનાવાડા ભાનુશાલી પરીવાર ના સતીઓ
- ભાડેરનું પાણી દીપાવનાર ગલો ઢોલી
- સંત શ્રી ડાયારામ બાપા