સંત શ્રી સવૈયા નાથ

સંત શ્રીસવૈયાનાથે વણકર સમાજ માં જન્મ લઇ ૧૭મી સદી દરમિયાન મેઘવળ સમાજના વિકાસમાં અનેક સામાજીક પ્રવૃતિઓ કરીને પોતાનું નામ વિખ્યાત કર્યૂ હતું. તેવો સવગુણ, સવાભગત, સવગણદાદા અને સંત સવૈયાનાથથી જાણીતા બન્યા. મહેસાણા જિલ્લાના ટૂંડિયા ગામેથી શાણાભગત ટૂંડિયા પોતાના પરિવાર સાથે મજુરી કરવા નિકળી પડ્યા.પ્રથમ બાવળા અને ત્યાર બાદ હડાલા ભાલ ને છેવટે ઝાંઝરકા માં પોતાનું કાયમી ઘર બનાવીને પડાવ નાખ્યો. શાણાભગતનો પુત્ર સુરાભગત , સુરાભગતે વંશપરંપરાગત વણાટ્કામનો ધંધો સ્વીકાર્યો હતો. આ સમય દરમિયાન ધંધુકા આજુ- બાજુના ગામડાઓનું વેપારી મથક ગણાતું સુરાભગત ધંધુકામાં પોતાની વણાટકામની વસ્તુંઓ જેવીકે વેજુ,પછેડી, ચોફળી કામળી, ધાબળા વગેરેને વેચીને આજીવિકા સાથે ખ્યાતી પણ મેળવી હતી.

સુરાભગતના પુત્ર એટ્લે સંતશ્રી સવૈયાનાથ. માતા ગરબીબાઇ. અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ઝાંઝરકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમના જન્મ વિશે ચોક્ક્સ પુરાવા મળતા નથી પણ સવંત ૧૮૯૮ (ઇ.સ.૧૭૪૨)ના ફાગણ સુદ ૧૩ને ગુરુવારના રોજ સમાધી લીધી હતી. ત્યારે ૮૩વર્ષ વટાવી ચુકયા હતા એટ્લે સવંતના આધારે તારણ કાઢીએ તો ૧૮૧૩(ઇ.સ.૧૭૫૭)ની આસ-પાસ તેમનો જન્મ થયો હશે. સવા ભગતને બાળપણથી જ ધાર્મિક વાતાવરણ અને સાધુ-સંતોના સંપર્કના લીધે તેમનાં માં ધાર્મિક ગુણોનું સિંચન થયું હતું. બાળપણમાં એમની માતા તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કારો અને બોધપાઠો શિખ્યા હતા. પિતાએ શાળ ચલાવી અને બોબીન ભરવાનું શિખવાડ્યું હતું..આથી સવાભગતને બાળપણથી કર્મ થી ધર્મ તરફનો માર્ગ મળ્યો હતો. ૧૫-૧૬વર્ષની ઉંમરે જ્ઞાતિના રીતિ-રિવાજો પ્રમાણે લીંબડી તાલુકાના ગેડી ગામે જાદવજીની દિકરી મેઘાબાઇ સાથે તેમના લગ્ન થયા અને સાંસારીક જીવનની શરૂઆત કરી.

સુરાભગતની સાથે આખો દિવસ વણાટકામ માં સખત પરિશ્રમ કરતા અને રાત્રીના સમયે ગામ લોકો, સાધુ- સંતોને મહેમાનો સાથે ભજન-કિર્તન કરતા. રાત્રીના ખુલ્લા આકાશ નીચે સુતેલા સવાભગતને અનેક પ્રશ્ર્નોની મુંઝવણ તેમને થતી અને મનોમન કહેતા કે “ ‘હું કોણ છું “” , ‘ “મારો જન્મ શા માટે થયો છે””? “ સત્ય શું છે ? ‘ , ‘ આત્મા અને પરમાત્મા શું છે ?“. સાચો ધર્મ કોને કહેવાય ? “ આવા સમય દરમિયાન ઝાંઝરકા માં સંત શ્રી તુલસીનાથનું આગમન થયું. સવૈયાનાથે સંત તુલશીનાથ પાસે પોતાના દરેક પ્રશ્ર્નો કહ્યા. અને સંત તુલસીનાથે સવાભગતના તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યુ. તે દિવસથી સવાભગતે તુલસીનાથને પોતાના ગુરૂ બનાવ્યા. સંત તુલસીનાથે તેમને દિક્ષા આપી અને “ “જે દે ટુકડો એને પ્રભુ ઢુંકડો” “ એ મંત્ર રહસ્યથી અલખના આરાધક, નિર્ગુણ ભક્તિના ઉપાસકમાં ભક્તિની જ્યોત જાગી.

સંત સવૈયાનાથે મેઘવાળ ઉધ્ધારની પ્રવ્રૃતિઓમાં ધણો જ સક્રિય ફાળો આપ્યો હતો. ૧૭મી સદી માં મેઘવાળ સમાજ અનેક યાતનાઓ અને પિડાઓનો ભોગ બન્યો હતો. ગામની બહાર તેમનો નિવાસના કારણે અનેક મુશ્કેલીઓ વેઢવી પડતી હતી. મેઘવાળ સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર, ગામનું મેલુ ઉપાડ્તા, ગામમા પ્રવેશનો નિષેધ, મંદિર પ્રવેશનો નિષેધ, વાસી ભોજન, પાણી નિષેધ વગેરે આવી અનેક પારવાર મુશ્કેલીઓ વેઠ્તા હતા. સર્વણ સમાજ સાથે આવો વ્યવહારના રાખે એવા કર્મ અને ધર્મનો ઉપદ્દેશ આપતા હતા. સંત સવૈયાનાથે એક સમાજ સુધારકનુ કાર્ય કર્યુ છે. મેઘવાળ સમાજ માં અંધશ્રધ્ધા, વહેમો, કુરીવાજો જેવા કે બાળલગ્નો પર પ્રતિબંધો મુક્યા, દારૂબંધી, માસનો ત્યાગ વગેરે મેઘવાળ ઉધ્ધારની પ્રવૃતિઓ હાથ ધરી હતી. તેવો મેઘવાળ સમાજને ઉપદેશ આપી મેઘવાળ સમાજ ને સાચા ધર્મ તરફ વાળ્યા હતા.

સવાભગત કહેતા કે “ સાચો ભગવાન માણસની અંદર રહેલો છે તેને મંદિર માં જાવાની જરૂર નથી. માણસના કર્મ એજ સાચા ધર્મ તરફ લઇ જાય એટલે આપણે નિરાકાર ઇશ્ર્વરની ભક્તિ કરવી.”આવા સરળ ઉપદ્દેશ થી સવાભગત સાચા ધર્મમશીહા તરીકે ખ્યાતી મેળવી હતી. આ ઉપરાંત સવાભગતે ધાર્મિક મેળાવડાઓ કરીને ભજન, કિર્તન, સંમેલનો, પાટોત્સવ, માંડવા વગેરેના આધારે ધાર્મિક એકતાની સાથી કોમી એકતા લાવવાનું કાર્ય કરીને સામાજીક સુધારણની પ્રવૃતિને વેગ આપ્યો હતો.આ ઉપરાંત અબોલ જનાવર માટે ધાસચારો, પક્ષીઓ માટે ચણ આપવી વગેરે કાર્યો કરતા હતા.

સવૈયાનાથે સૌ પ્રથમવાર સદાવ્રત પરંપરાની શરૂઆત કરી હતી. સદાવ્રત ચલાવા માટે કોઇની પાસે લાંબો હાથ કરીને ટેલ માંગતા ન હતા. પરંતુ વણાટકામના કપડા વેચી ને પૈસા મેળવતા. આ પૈસાથી સાધુ-સંતો, દુખિયાંને જમાડીને જ જમતા હતા. એવામાં ગામ લોકો હમેંશા દીન- દુખિયાંને મહેણા ટોણા મારીને કહેતા” “ જા પેલા સવાભગતને ત્યાં તને જમાડશે”.”, “ “ પેલો સવો તારા પેટની ભુખ ભાંગશે.” ” દુષ્કાળના સમયે પોતાની ધર્મપત્ની મેઘાબાઇના ઘરેણા વેચીને પણ લોકોની ભુખ ભાંગી હતી એવા સવાભગત પરોપકારી સંત હતા.

સંત સવૈયાનાથની વિખ્યાતી ચારેયકોર ફેલાવા લાગી હતી. એવામાં ધ્રાંગધ્રા નરેશ માનસિંહે પોતાના મહેલા માં સવાભગતને આમંત્રણ આપ્યું હતું. નરેશે સૌ પ્રથમવાર મેઘવાળ સંતને પોતાના મહેલમાં તેડાવ્યા અને સવાભગતનું સ્વાગાત કર્યુ હતું. જેના પરિણામ સ્વરૂપે ઊંચ-નીચના ભેદભાવ મિટાવવા માટે એક મિશાલ પુરી પાડી હતી. સંત સવૈયાનાથેને ધ્રાગધ્રા રાજવી પરીવાર પોતાના ગુરૂ માને છે અને આજેય પણ સવાભગતની સમાધીએ દર્શન કરવા આવે છે. સવાભગત સિધ્ધપુરૂષ હત્તા. તેમના અનેક પરચાઓ જોવા મળે છે. આપણા માજી વડાપ્રધાન મોરારજી દેસાઇ એ પણ ઝાંઝરકા જગ્યાની મુલાકાત લીધી હતી. તેવો એ ગુજરાત સમાચારમાં “ સવગણદાદા” ના શિર્ષક નીચે એક લેખ લખ્યો હતો તેમાં “ ભગતમાટે ભગવાન વેઠિયા બન્યા “ અને “ કાંકરાની સાંકર ને રેતીની ખાંડ “ જેવા પરચાનો ઉલ્લેખ કર્યો હતો.

સંત સવૈયાનાથની ત્રીકમસાહેબ, દાસીજીવણ, ભાણસાહેબ વગેરે સંતોની હરોળમાં ગણના થાય છે. મેઘવાળસમાજના ઉધ્ધારક સવાભગતે” આત્મનાંદ”થી સવંત ૧૮૯૮(ઇ.સ.૧૮૪૨)ના ફાગણ સુદ૧૩ને ગુરૂવારે ઝાંઝરકામાં સમાધી લીધી. આજેય શ્રધ્ધાળુંઓ સમાધી પર માનતા માનીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને આજે સવાભગતની સમાધી ઝાંઝરકામાં એક કિલોમિટરના અંતરે પથરાયેલી છે. ત્યાં સવાભગતે ચાલુ કરેલી સદાવ્રતની પરંપરા ચાલું છે.જ્યાં હજારો ભક્તો પ્રસાદ લે છે. આ જગ્યાને સંત તુલસીનાથ ભોજનાલય નામાકરણ કરવા માં આવ્યું છે. આ ઉપરાંત ઝાંઝરકાની જગ્યામાં વિશ્રામગૃહ, ધર્મશાળાઓ, ગૌશાળાઓ વગેરે આવેલા છે જ્યાં કોઇપણ જાત-જ્ઞાતિના ભેદ-ભાવ વગર અવિરત પણે સેવા કાર્ય ચાલુ છે.

આ ઉપરાંત ઝાંઝરકાના મંદિર તરફથી બીજી ધણી સામાજીક પ્રવૃતિઓ પણ થઇ રહી છે. જેમાં ધંધુકા અને સુરેંદ્રનગરમાં આશ્રમશાળાઓ ચાલું છે. તેની સાથે લોકોને હુન્નરઉધોગની પ્રવૃતિઓ દ્વારા કામ મળી રહે તેના માટે કામગીરી થઇ રહી છે. જેમાં લીમડી, સુરેન્દ્રનગર, વઢવાન, અમદાવાદ વગેરે તેના કેન્દ્રો છે. તેમજ સતસંગ મંડળ દ્રારા ધંધુકા અને તેની આજુ- બાજુના ગામડાઓમાં સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે છે.

સંત શ્રી સવાભગત્ત ના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ગુજરાતભર માથી અનેક સંતો – મહંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મોરારીબાપુ, સ્વામિ વિશ્ર્વભરભારથીજી, પ્રમુખ સ્વામિ વગેરે . તા; ૧/૧૨/૧૯૮૨ના રોજ મંદિરનો જીણોદ્ધાર કરીને શિખર બંધ કરવામાં આવ્યું હતું. દર બેસતા વર્ષના દિને સવાભગતનો ભંડારો ઉજવાય છે જેમાં હજારો ભકતો ભગતના દર્શને આવે છે અને મંદિર પર ધજા રોહણની વિધિ કરાય છે. હજારો ભક્તો રાત્રિના સમયે સંતવાણીના કાર્યક્રમમાં લોકડાયરો, ભજનમંડળી અને કિર્તન- રાસ વગેરે દ્વ્રારા ભક્તિમય વાતાવરણથી સતનામનું સ્મરણ કરે છે. કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સવાભગતના સમાધી સ્થળે ભક્તો પ્રસાદ લે છે.

સવાભગતની શિષ્ય પરંપરા નિરાલી છે. સવાભગતની માફક તેમના શિષ્યો પણ અલખના આરાધક હતા તેવો પણ ભગતની જેમ દિન દુખિયાની સેવા કરનારા હતા. ભગતના શિષ્યોમાં પાલાભગત, ઉગમશીભગત, ગોવિંદદાસજી, ભાણાભગત, મુળદાસજી બળદેવબાપુ વગેરે હતા. હાલ ઝાંઝરકાના ગાદી પર મહંતશ્રી શંભુનાથજી બિરાજમાન છે. જેવો જનસેવા કરી રહ્યા છે. ઝાંઝરકા(ધંધુકા) ઉપરાંત સવાભગતના શિષ્યોએ આશ્રમો સ્થાપ્યા હતા જેમાં વાસણા(અમદાવાદ), બોટાદ(ભાવનગર), જાળિલા( અમદાવાદ) વગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. આમ સવા ભગતે શરૂ કરેલી સમાજીક- ધાર્મિક સુધારણાની પ્રવૃતિઓ આજેય પણ ઝાંઝરકાની જગ્યાથી અવિરત પણે ચાલુ છે.

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!