લુંટારુઓ સાથે બાથ ભીડનાર તેજસીદાદા અને તેમના વફાદાર કુતરાના પરાક્રમની વાત

આજથી ચારસો વર્ષ મોર તેજસીદાદા બારા ગામે રેહતા હતા. ખેતીવાડી સાથે પશુપાલન પણ કરતા. તે સમયે લૂંટારાઓનો ખુબ ભય રહેતો. મારે એની તલવાર જોરતલાબી ની જમાનો હતો. તેથી તેજસી દાદાએ એક કુતરો પાળીયો હતો.

ગાયોને લઈ તેજસીદાદા વાડીયે જતા હતા સાથે કુતરો પણ હતો. સાંજનો સમય હતો એ સમયે ડાડા અને લુંટારૂઓનો ભેટો થયો. લુટના ઈરાદે તેજસીને ઘેરી લીધા પણ તેજસી કાઇ કાચોપોચો નહતો, પણ હિમ્મતવાન અને શરીરે સશક્ત તેથી લુંટારૂએ તેને સામે પડકાર ફેંકયો. તેથી ધીંગાણુ થયુ. બાકાઝીકી બોલી સામસામે તલવાર ની તાળીયો પડી પણ તેજસી જવા નથી દેતો.

કુતરો પણ વફાદાર બની તેજસીને સાથ આપતો. તે ઘણા લુંટારૂને કરડયો બટકા ભરી પીંડીંયુ કાઢી નાખી. તેજસીને રેઢો નથી પડવા દેતો એટલે લુંટારૂએ કુતરાનુ ઢીમ ઢાળી દીધુ. ભાલો આરપાર કરી નાખ્યો. આ મુંગા જાનવરને નિર્દયતા થી મરેલો જોઈ તેજસી ના અંગે જ્વાળા ભડકી, ક્રૌધ વ્યાપ્યો, ડબલ તાકતથી લડવા લાગ્યો ને તલવાર વિંઝવા માડી. બે જણને કાયમને માટે સુવડાવી દિધા. બીજા લુટારા હતા નોતો થઈ ગયા. ભંગાણ પડ્યુ પણ તેજસી ખુબજ ઘવાઇ ગયા છે. લોહી વહી જાય છે. માથે દુશ્મન બાજ ઝપટ કરી રહ્યા છે. હવે તો આ પાર કે પેલા પાર નિર્ધાર કર્યો. આમ લડતા લડતા ઉજળુ મોત કરી વીરગતીને વર્યા.

દ્રારકાના વચલા બારા મા કુતરો અને તેજસીદાદાની ખાંભીઓ આ ઇતિહાસ ની સાક્ષી પુરતી ઊભી છે. આમા જુદા જુદા ચાર બારા છે એમા આ વચલા બારામા આ બન્નેની ખાભીઓ ઊભી છે જે તમે જોઈ શકો છો.

નોંધ:- આ દાદાને નીવેધ પેલા કુતરાના નિવેધ સૌ પ્રથમ થાય છે. થોડાક ટાઇમ આ દાદાને નિવેદ કરતા પણ કુતરાને ભુલી જતા પણ દાદા સપનામા આવી કુતરાને નિવેદ કરવા કહ્યુ કે પહેલા મારા કુતરાના નિવેદ પછીજ હુ જમીશ.. આ વાત મને તેમના વંશજ બટુકભાઇ તન્ના એ કરી છે..

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!