દિન-દુ:ખીયાની સેવા કરનાર સંત શ્રી મહીદાસ

મિત્રો આ એજ સંતની સમાધી છે જેમણે તમામ દુખીયાની સેવા કરી સ્વધામ સિધાવ્યા……હુ જે વાત કરવાનો છું એ મોરબીથી દશ માઇલ દુર બગથળા ગામનાં સંત મહીદાસજી ની. મહીદાસજી એટલે પરમાત્મા સાથે રુબરુ વાત કરવા વાળા સંત શ્રી મહીદાસજી રોગી બીમારની સેવામાં તત્પર રહેતા કોઈ પણ દુખીયા નો આશરો એટલે મહીદાસ ગામ લોકો પણ એમનો આદર કરતાં પણ એમને એવું બધું ન ગમતું તેઓ કહેતા કે મને બહુ આદરથી ના બોલાવો મને અભિમાન આવી જશે આવા સંત..

એક દિવસ આશ્રમમાં એક ભાભા ચીસો પાડતાં હતા ત્યાં મહીદાસ આવ્યા તમને પુછયું લખમણદા ભાભા કેમ ચીસો પાડે છે.. બાપુ ગુમડા એ તો હવે હા કહેરાવી છે હવે પીડા સહન નથીં થતી.. ઠીક લખમણદા તમે ગરમ પાણી લાવો ને રૂનુ પોતું લાવો. લખમણદા પાણીને પોતું લાવ્યા મહીદાસ ગંધાતા ભાભા પાસે જઇ સુવરાવી પરુ લૂછવા લાગ્યા સાફ કરી પોતે બનાવેલ ચંદનનો લેપ કર્યો.. ત્યાં લખમણદા એ આવી ખબર દિધા કે મોરબીના ઠાકોર પૃથુરાજજી આવ્યા છે ને તમને મળવા માંગે છે. મહીદાસ ઉભા થઇ પરુ વાળા હાથ ધોઈ આ આવ્યો કહીં બહાર આવી રાજાને મહીદાસે અભિવાદન કર્યુ શુ આવવું થયુ ઠાકોર. તમારાં સુધી થોડાં કામ સારું, ખુશીથી વદો..

આજ અષાઢ બેસવા આવ્યો તોય વરસાદ કેમ વરસતો નથીં..સંત મહીદાસ જાણતા હતા કે ઠાકોર વરસાદ નુ પુછવા આવ્યા તે વસ્તીની પીડાએ નહીં પણ વરસાદ નહીં વરસે તો પોતાને જમીનની મહેસુલ કરવેરાની ઉપજ નહી આવે એજ વાત. એતો ઇશ્વર ના ઘરની વાત છે ઠાકોર. ઠાકોર કહે તમે તો સંત છો તમારી જાણ બહાર આ વસ્તુ ન હોય. અરે ઠાકોર એના ઘરે શી શી ક્રિયાઓ ચાલતી હશે એની ખબર મારા જેવા પામર જીવને ક્યાંથી હોય. ટુકમા ઠાકોર ને સંત પાસે મોટી આશા હતીં પણ મહીદાસ કે હુ તો બસ હરીનો ટેલવો છુ. ઠાકોર કહે તમે તો ચમત્કારિક સંત છો. અરે ઠાકોર ચમત્કાર તો જાદુગર કરે.. ઠાકોર પુછતાં હતાં ને સંતનું હ્રદય વલોવાતુ હતું અંદર અભ્યાગતોને રોટી ખવડાવાનો સમય થય ગયો હતો જીણો જીણો અવાજ સંભળાતો હતો. અરે મહીદાસ કિધર ગયાં ભુખ લગી. બીજો રોગી કણસતા અવાજે બોલ્યો. મારા બોખા દાંતે ચવાય એવો રોટલાનો ભુકો કરીને દેજે. આવા અવાજો કરવત ધાર સંતના હૈયા પર ફરતી હતી. બહાર મોરબી ના ઠાકોર જીદ લઇને ઊભાં ઊભાં ખોટી કરતા હતા. સંત પુરા અકળાતા હતાં અંતે નિર્ણય કર્યો. નિર્ણય કરતાં પેહલા બેઉ આંખો બંધ કરી ગેબમા જાણે કોઈક સાથે વાત કરી લીધી.

ઠાકોર જલદી મોરબી ભણી ચાલવા માંડો મોરબી પહોચ્યા પેહલા વરસાદ તમને આંબી જશે જાવ. તમારો બગથળા નો ફેરો અફળ નહી જાય. ઠાકોર બોલ્યા એમ વરસાદ વરસાવી જાણો છો ને પાછાં વિલંબ કરી વાતુંમા કા રાખો બાવાજી. એમ કહી ઠાકોરે ઘોડીનુ મો ફેરવ્યું ને મોરબી ભણે દોડાવી મુકી… બીજે દિવસે સવારે મોરબીથી એક ઘોડેસ્વારે સંત જ્યારે મઢુલી પર એકલાં હતાં આવીને કીધું મોરબી ઠાકોર પૃથ્વીરાજજી જગ્યાને બે સાતીની જમીન આપે છે. ભાઈ ઠાકોર ને કેહજો મારે તમારી જમીન જોઇતી નથીં અમનેતો ઉપરવાળા નો આશરો હોય ટુંક મા મહીદાસ જમીનનો અસ્વિકાર કર્યો..

વરસાદ નો પ્રસંગ પછી કોઈ સાથે વાત પણ કરતાં નથી. ગેબી વાત કરવા માંડી હે પ્રભુ મે આ શુ કર્યુ રાજાને રીઝવવા મે તારાં નામને વટાવ્યુ મે તારાં સમીપ હોવાની બડાઈ કરી, ત્રિકાળજ્ઞાની હોવાનો જગત સમક્ષ દાવો કર્યો. બાપુનાં સેવકોએ કહ્યું કે બે સાતીની જમીન એટલે માંગવા ન જવું પડેત ને ટેલ કરવા ઘોડીયુ પર બેસીને જાત.. મહીદાસ બાપુ સાધુઓનો ધર્મ જગ્યા બાંધી પરચા પુરવાનો નહીં પણ આ માદાઓના લોહીપરૂ સાફ કરવાનો, અશકતોના મોમાં રોટલાનો બટકા પુરવાનો ને સન્માર્ગે ચાલવા પ્રેરણા આપવાનો છે.. મહીદાસજીએ સંતોને બોલાવ્યા મોરલીદાસ, ગોવિદદાસ, લખમણદાસ આજે રાત્રે ભજન થયાં પછી મારે આસને આવજો આજતો ભજન રૂડી રીતે ગાવા છે રાત પડી ભજનો જામ્યા.

દા લાગ્યો ડુંગરમાં અમે કેમ કરીએ
કેમ કરીએ અમે ક્યાં જઇ વસીયે દા લાગ્યો રે….

ભજન પત્યા પછી શિષ્યો મહીદાસ પાસે આવ્યા. હવે સાંભળો મારે સમાધ લેવી છે. પણ બાપુ કાઇ ગુનો. હા હું સાધુ મટી જાદુગર થયો. પણ બાપુ, હવે પણને બણ કંકોત્રી લખવા માંડો. પણ બાપુ હવે બંધુ ભુલી જાવ જે થયું તે. ના ભાઈ ના એનુ એક બીજું કારણ છે. કયું?
૧૮૬૯ મા આ ધરતી પર મહાન દુષ્કાળ પડવાનો છે વરસાદ નું એક ટીપુંય પડશે નહીં.

આજુબાજુના લોકો પુછવા આવશે ઠાકોરો મને પુછવા આવશે. એકવાર મે આગાહી કરી એ મારી ભુલ થઈ છે. ઠાકોરો ને લોકો પુછવા આવશે બોલ બાવા વરસાદ કેદી આવશે ત્યારે કદાચ હું કહીશ કે વરસાદ નથીં વરસવાનો ત્યારે મને ચમત્કારીક માની મને સતાવશે. અરે કદાચ મારી નાખવા પણ તૈયાર થઈ જશે. માટે મારે જીવતા સમાધી લેવી છે. કોઈ ઉપાય નથી બાપુ બીજો. ના ભાઈ એક દિવસ આ માટી માટીમાં મળી જવાની છે. પ્રભાત થયું શિષ્યો કંકોત્રી લખવા બેઠા. અમારા પુણ્ય સંચિતથી જ્યાં જતી અને સતીએ આખરનો વિસામો મેળવ્યો છે એ હરીના ધામમાં અલખને દરબાર જવાની અમને મત સુઝી છે. અસુરુ કરવું અમને પોષાય તેમ નથીં તો સંવત ૧૮૬૦ના આસો સુદ ૧૧ના રોજ હરીના ધામમાં વળામણા કરવા તથા છેવટના જે સીતારામ કરી લેવા મોરબી રાજના બગથળા ગામે અમારી મઢુલીએ આસો સુદ ૧૦ની ગૌધુલી સમયે ૧૧॥ની સવારે મા, રાજ ઉગતાં અમો સમાધમા બેસશુ… લી ચરણરજ મહીદાસના સીતારામ.

કંકોતરા લખાણા વાંકાનેરનુ કેરળા, મોરબી પાસેનું નાના દહિસરા, જામનગર, જામ ખંભાળિયા, ગરવા ગીરના ગેબી સંતો, પંચાળ નુ ભક્ત મંડળ, સતાધાર, વાંકાને, સીમરોલી, મોરબી વગેરે. ટુંકમાં મહીદાસજી એ આસો સુદ ૧૧ની સમાધિ લીધી..મળશુ અલખને દરબાર મળશુ સાહેબ ને દરબાર મળશુ જતી સતી હો જી…..

મોરબી ઠાકોર પૃથ્વીરાજજી મોરબી પોહચેં તે પહેલાં વરસાદ તેમને આંબી ગયો હતો એટલે તેમને બે સાતીની જમીન આપી હતી પણ મહીદાસજીએ ના પાડી હતી. આજની સો વીઘા જેટલી જમીન થાય. આવા સંતો ને ઇશ્વરના આશકો કહેવાય બાકી અત્યારે ભેગું કરવા વાળા સંતો જ છે ધણાખરા.

નોધ.. સંતની આગાહી મુજબ ૧૮૬૯મા દુષ્કાળ પડ્યો હતો. બગથળા ગામની મધ્યમાં આ સંત મહીદાસ ની સમાધ મોજુદ છે લોકો માનતાઓ કર છે અને મહીદા બાપા તરીકે યાદ કરે છે.

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!