ગુજરાત ને ગામડે ગામડે દિ ઉગેને આથમે ત્યા સુધીમા કેટલાય ગામને પાદરે બુંબિયો કે બુગીંયા ઢોલની ઊપર દાંડીયો અને હાથની થપાટો રીડીબાંગ રીડીબાંગ….ધ્રુબાંગ ધ્રુબાંગ…વાગતી ન સંભાળાય એવો એક દિવસ ખાલી નથી ગયો.
એ ઢોલના નાંદ સાથે જોડાયેલ અનોખો તાર શુરવીરની ભુજાઓ અને તેના પગ ફરકવા લાગે જાણે એના માટે જ આ નાંદ થયો હોય એમ ઉતવળે પગે હાથનો પંજો સીધો તલવાર ઝાલવા પોહોળો થઈ ને તલવાર ની મુઠને ધુડ કરી નાખે એવી તાકતથી પકડી સીધો આવતા નાંદ તરફ પગ હાલવા માંડે છે પછી ગાય હોય કે કોઈ બેન બેટી કે પછી ગામનુ રક્ષણ માટે આવા વીરોએ પાછી પાની નથી કરી એવા અનેક પાળીયાઓ આવી વાતની સાક્ષી રૂપી આજ હાથમા તલવાર ઢાલ અને ભાલો ને પાણીપંથા ઘોડા માથે અસ્વાર થઈ આખાય શરીરે સિંદુરયા રંગે રંગાઈ ને ખોડાઇ ગયા છે જેને શુરાપુરા કે સુરધન કહીએ છીએ જે ઢોલના નાંદ પર નોય્ચ્છાવર થઈ પોતાના પ્રાણની પરવા કર્યા વગર ભાલે વિધાઇ ગયા..
એવોજ એક ત્રાંબાળુ ઢોલ દેત્રૌજ તાલુકાના ગુંજાલા ગામે વાગ્યો. જે ઢોલે વીરને સાબદો કર્યા, રીડીબાંગ રીડીબાંગ ધ્રીજાંગ છાતી સોસરવો નીકળતા આ નાંદે વીરને અમર વીરતા બતાવવા બહાર કાઢ્યો. એવો એક વીર નરવૈયો રત્નાભાઈ ચાવડા ગુંજાલા ગામનો નાડોદો રાજપુત જેણે ઢોલના તાલે ધીંગાણુ કર્યુ..
એ ભા ધોડજો બાપલીયો ધોડજો કાળમુખાઓ ગાયો વાળી જાય ને ગામ ની આબરૂ જાય મા ગવતરી જાય..અરે ભાઇ ઇ જણ જાજા છે ને ગામમાં કોઈ આગેવન હોય તો કો કે ગામની ગાયો નહી પણ આબરૂ જાય છે આમ રીડા પાડતી ઊભેલી બાળા ગામને ગજવી રહી છે ત્યા તેની નજરે ધુળ ઉડતી દેખાઈ ને દિકરીએ સામે દોડ દિધી એ રત્નાભા એ ભા ઊભા રહો હુ આવુ છે. રત્નાભાઈ એ ઘોડીને દિકરી તરફ કરી પાસે ઊભી રાખી રત્નાભા એ રત્નાભા કા બેટા હાફી હાલી છુ ને ગાયો ક્યા છે. બાપુ સામે ઝાળાને માથે માર્ગ લુંટારૂએ લીધો છે ને પાચ જણ આ તલાવડીએ ઉતાર્યા છે. શી ખબર શુ લેવા ઉતાર્યા હશે ને બીજા આગળ નીકળી ગયા છે. ઠીક છે બેટા થોડુંક પાણી હોયતો પા ગળુ સુકાઇ છે હા ભા ગળુ ભીનુ થાય એટલુ છે. લાવ આપ ને જા બેટા ગામમા વાવડ દે હુ જાવ છુ પાછળ ત્યા ધીમો વાગતો ઢોલ પાછળ સંભાળાણો ને રત્નાભાઈ એ ધોડીને ઢીલી મુકી ને ઝાળાને માર્ગ ઉડતી ધુળ તરફ હાકી આગળ જતા લુટારુઓ દેખાઈ છે ગાયો પણ દેખાઈ છે ને ધોડી પુર ઝડપે ધોડાવી લુંટારૂઓ ની નજીક આવી ગયા પણ દિકરીએ કિધેલી વાત ભુલી ગયા કે તલાવડીમાં પાંચ જણ ઉતર્યા
આમ આગળ લુંટારૂ ને પાછળ પણ લુંટારૂ વચ્ચે રત્નાભાઈ વચમા આવી ગયા પણ હવે કોઈ કરામત હાલે એવુ ન હતુ પણ ત્યા ઢોલ સંભળાયો લુંટારૂ વચ્ચે ઊભેલા વીર પુરૂષ હાક મારી અરે ખુટલો એકતો હલકુ કામ કરી ગાયો વાળી પાછા લડવામા પણ લુચ્ચાઇ કરી હત તારીની પણ થાજો માટી અરે ભા ઘરે જાવ નાહક કુટાઇ જશો ને જાવ જીવાઇ એટલુ જીવો. હુ જીવુ કે મરૂ એ તમારે નહી પણ મારી તલવાર નક્કી કર છે ફિફા નો ખાંડો. … ભલા થઈ ને કા ગાયો મેલી દો તમે તમારે માર્ગ ને હુ મારા અલ્યા ગાય મેલી દેવા નહી પણ લઈ જવા આવ્યા છીએ આતો તારી દયા આવી એટલે કિધુ. અરે ભાઇ દયા ન ખાશો હુ કરગરવા નથી આયો આતો નાહક કુટવા એના કરતા સમજી જાવ એમા ભલાઇ છે બાકી થાઓ માટી
આમ સામસામે ભવાની ખુલ્લી થઈ ને તાળીઓ પડવા લાગી ત્યા તલાવડીએ પાછળ વાળા રત્નાભાઈ ની પાછળ આંબી ગયા આગળથી ઘા પાછળથી ઘા છતા કાંડાનુ કૌતક બતવતો આ વીર ઝઝુમી રહ્યો છે ત્યા ઢોલ સાવ નજીક આવ્યો આછો સંભાળાતો નાંદ ઘેરો થયો ને ઝનૂન વધ્યુ ને લુંટારૂમાથે જોર કરીને તલવાર ઝીકવા માંડી ત્રણના ઢીમ ઢાળી આગળ વધતા ત્યા પાછળ આવેલ લુંટારૂએ રત્નાભાઈ નુ દગાથી માથું ઊતારી લીધુ ને લોહીનો ફુઆરો વછુટીયો મસ્તક વગરનુ ધડ ધીંગાણે ચડયુ ને લુંટારૂના ઢીમ ઢાળવા મંડયુ. આ અચાનક આવેલી વીરની આફત સામે લુંટારૂએ લડવા જરાય પ્રયત્ન કર્યા વગર હથીયાર મેલી આડા અવળા ભાગવા માંડયા ને ધડ પાછળ પાછળ લગભગ ચારેક કિમી ચાલ્યુ ને ધડ શાંત થઈ ને ઢળી પડ્યુ ને રોળુ ઢાઢુ પડયુ પણ વિધાતાએ લખેલ લેખ પ્રમાણે વીર વીરગતિને વરી સ્વર્ગ સિધાવ્યો આ બાજુ રત્નાભાઈ ના પત્ની દેવુબાને ખબર પડતા પોતાના પતીના મસ્તક ને લઈ જન્મ જન્મનો સાથ દેતા સતી થયા ને સ્વર્ગ પધાર્યા.
આ ધટના વિક્રમ સવંત ૧૧૯૨ ની આસપાસ બની હતી ફોટો તથા માહીતી મહેશભાઇ ચાવડાએ મોકલેલ છે જેમના સુરાપુરા તરીકે પુજાય છે. રત્નાભાઈ ની એક ખાંભી ગુંજાલા મા ને ધડની ખાંભી ગામથી દુર બીજા ગામે પુજાઇ છે. મિત્રો આવો ઢોલ તમારા ગામને પાદરે પણ વાગ્યો હશે જેની સાક્ષી વિરોના પાળીયાઓ આપશે……….
● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- જસરાજ માણેક
- શૂરવીર વેલાદાદા અને વાલાદાદા
- ગામને ખાતર
- દાના દાદા રાઠોડ
- જોગડો ઢોલી
- સિંદુરે ચમકતી અગિયાર ખાંભીઓની વાત
- ચોસઠ ખાંભીઓ
- મરદ માનવી માલાજી મોરબીયા
- રાતી દેવડીના જેઠીજી ઝાલા અને ઢોલી