જસરાજ માણેક

ઓખાની ખડકાળ ધરતી માથે ઊંટકંડા કંટારાના શણગારે શોભતી કાઠી ધરતી માથે અર્જુનને ય માનવતાકતનો પરચો કાબા લોકોએ આપી દિધો ને ગવાયુ કાબે અર્જુન લુટીયો! એ કાબા કારા અને મોડાની આ ધરતી એજ ત્રણ બંકડા બંધવાના છૈયાએ ઊભરાતી આ ભોં માણેક કેર અને સુમણીયાના છૈયાંના બેસણા મંડાઈ ગયાં છે બેંતાળીશ ગામોમાંથી લગભગ તેવીશ ગામોમા અને માણેકનાં સોળ ગામોમાથી લાડવા તો અમરાપર પછીનુ મહત્વનુ સ્થાન અંગ્રેજોના ઇતિહાસમાં ભોગવે છે……

દ્વારકાધીશ દ્વારકામા રહે તેના પ્રતિહારો પોળીયાઓ દિવનો રાજ સિહાસન રાખે લાડવામા અને જ્યારે દ્વારકાધીશ માથે મનવારોમાથી ધગધગતા કાળજીભ જેવા લાલમલાલ લોહના ને સીસાના ગોળા છુટયા ત્યારે બેટમાંના મંદિરમાંથી દ્વારકાધીશ રણછોડ રાયની મુર્તિ ઓગણ ચાલીશ વરસ સુધી આ ગામડીમા ગુપ્તવાસે રહી. હા કદિયે અપુજ ન રહ્યા ગુપ્તવાસમાં ય તે દેવની સેવા પુરા ઠાઠથી થઈ એવા બંકા વાઘેરોની આ ગામડી આજતો માત્ર પેલા ટીંબા માથે ગણયા ગાઠ્યા ખોરડા અને પેલા ખંડેરશા ગઢના ઓરડાઓ છે એ લાડવા ગામ આજ ગામમા ……

કદિયે દ્રારકા જાવતો પુર્વ દિશામા મો રાખી ઊભો રેજો, ત્રણેક માઇલ છેટે ઊંચા ટીંબા માથે બિરાજે છે પુરા સો ફુટની ઊચાઇએ ખોરડા તગતગશે ટીંબા માથે આજેય માંડ ત્રીસેક ખોરડાની ગામડી ત્રણ ત્રણ વાર વસ્યુ ને ગાયકવાડી તોપ મુકાણી ગામડી ગાળીને ગારદમા ગળી જતી એજ ભૂમિ માથે વળી વળીને વાઘેરની મોવડી શાખાના માણેકોના બેસણા મંડાણા છે ને તોતિગ ગઢ બંધાણા.. એવો જ આ કુળમા જસરાજ માણેક થયા ભારે પરાક્રમી જસરાજ માણેકના ત્રણ જગ્યાએ પાળીયા છે પોશીત્રાને પાદર દ્રારકા અને લાડવા ગામે શા માટે ઊભા કર્યા હશે ?

માત્ર ખાંડી ગામના હબસીઓને પાંસરા કર્યા તે કાજે મુત્યની મેહફેલી માણી એ કાજે આ જસરાજ લાડવાનો મોવડી વાઘેર ટીંબા માથેના ગામનો ધણી દોમ સાહ્બી ની સાક્ષી પુરતો ગઢ ઊભો છે. ઇના ઘરમા તણતણ વાઘેરાણીઓ અને માંકબાઇ મેરાણી. જસરાજ ને સામેથી આવેલ માંકબાઇ મેરાણી હતા મોઢવાડાના. ત્યાના વકમશી મેરના ખોરડાને માકે અજવાળ્યા વકમશી રૂપમા એવો કાગડો દહિથરુ લઈ ગયો તો ને માંકબાઇ ના રૂપ ઓહ ઓહ આથી કોકવાર માક નીહાકા નાખે દુખતો કંઈ હશેતો ખરુ પોતે રૂપવાન વકમશી કાળા ભદકા ઇમા એકદી ઇની ફઇ સાસુ આ ઊહાહા નિહાહા સાંભળી ગયા ધડ દઇ તેને છાતીએ વેણ ચોડયુ. તમે નિહાહા મુકો છો ને મારો દિકરો છે એવો કદરૂપ પણ રૂપવાન ના ઘર માડવા હોયતો જાવ ઓલા લાડવા ગામે ન્યા છે જસરાજ માણેક અસ્મનીકુમાર રેખો માંકબાઇ ને ઝાળ લાગી પગથી માથા સુધી તેઓ મોઢવાડાથી હાલી નીકળ્યા વાટ પુછતા પુછતા ઓખામા આવ્યા. જસરાજ માણેક ના બેસણા પુછયા. ઓલ્યુ ઉગમણુ તગતગે ઇ લાડવા ન્યા છે જસરાજ માણેકના બેસણા.

માંકબાઇ હાલ્યા લાડવા ગામે જઈ કોક વાઘેરના પાણીયારેથી બેડુ લઈ જસરાજ માણેક ના ખોરડે આવી ઊભા રહ્યા ને સાદ દિધો જસરાજ માણેક ને મેડીએથી જસરાજે નજર કરી તો જાણે રૂપરૂપનો અંબાર સુરજ ફળિયામા ઊભો હોય. ઘડીક જસરાજ ને તમ્મર આવી ગયા ને ઉતર દિધો કા બાઇ કોના કામ છે. જસરાજ માણેક ના, હુ જસરાજ મેડીથી કટકટ ઉતરી માણેક ઓસરીની ધારે ઉભા, માણેક આ હેલ ઊતરાવો માણેક વાતનો મર્મ પામી બોલીયો હહે હેલ ઉતારવાની શેની હેલ્ય હા ન ઊતારાવી હોયતો નો કહો તો દેહ પટકી તમારા ખોરડે મારી ખાંભીઓ ખોડીશ, સ્ત્રીહત્યાએ ગઢને ગોઝારો કરીશ. માણેક આ વેણ સાંભળી વિચારે ચડી ગયા. ખરી થઈ ત્રણ ત્રણ વાઘેર બાઇઓ ખોરડામા છે આ ચોથી ક્યાં સમાવુ. વિચારચમકારો ચિતમા ઝબકી ગયો મેડા માથેથી ત્રણેય બાઇઓ દોડતી આવી. માણેકના મો માથે મુંઝવણ મોઝા મારે છે ઊભા રીયો કોઠાડાયા બ્રાહ્મણ ને પુછી જોવા દો. જસરાજ માણેક ઘોડેસ્વાર થઇ દ્રારકા હાલ્યા. તણ ભુવનના નાથના પગ પખાળનાર ગુગળી બ્રાહ્મદેવે પુછતા કહ્યુ પોતાની જાતે સમજીબુઝીની આવે એમા પાતક ન લાગે માણેક તમતમારે ખોરડે બેસારો અને માંકબાઇ ની હેલ ઊતારી ખોરડે બેસાડીયા. બરાડીમા વકમશીને જાણ થઈ કે માક જસરાજ ને ત્યા બેસી રૂવાડા સમસમી ગયા. મનમા થવા માડ્યુ કા મારૂ ને કા મરૂ ને વકમશી ડિલે રાખચોળી ખંભે જંતરી વળગાડી ચીપીયો માર્યો ને દાઢી વધારી એની આંખો લાલ ઝાળ ઓકી રહી છે. અહાલેક જગાવતો જસરાજ માણેક ના ઘરે આવ્યો આંખ કિકિ પગ થંભાવતો નથી, પગના કડા ખખડે ચિપિયો થંભતો નથી. જસરાજ માણેક સવારમા દાતણ કરી રહેલ નીચી નજરે ધડ દઇ ને ઊચુ જોયુ ને જોગંદરને સાદ દિધો અભ્યાગત ને લોટ ધો.

કટ કટ મેડીયેથી પગથીયા ઉતરી ભર્યા લોટદોથે માંકબાઇ ઓસરીમા થઈ ઓસરીની ધાર માથે આવ્યા. ત્યા જોગંદરની અને માંકબાઇ ની નજર એક થઈ ને ઓતાર શરૂ થયો. હાથ ધ્રુજી ઊઠયા લોટ આપતા આપતા ઉપણાઇ ગયો. જસરાજે આ દ્રશ્ય જોઈ રહ્યા ત્યા જોગી છલાંગ મારી કુદીયો. માણેક ચેતી ઊભા થઈ ગયા. માણેકના પડખામા માંકબાઇ લપાયા અરે શુ જોડુ શોભી રહ્યુ છે! શિવની ગોદમા પાર્વતી ભારે રૂપકડુ જોગંદર તાકીનેતાકીને નીરખી રહ્યો છે. જોડલાને તેની તરસ છિપતી નથી તો ય છેવટે બોલ્યો જસરાજ માણેક આ જોડુ ખાંડુ કરૂતો દુવારકાનો નાથ દુભાઇ તમતમારે ભોગવો ઘર સંસાર મારુ ઝેર આ રીતે ચુસી લીધુ. તમે કોણ હુ તમારા નવા ઘરવાળાનો ધરમનો ભાઈ વકમશી મોઢવાડાનો મેર હે માણેક ને ચીસ નીકળી ગઈ. સુખી થાવ તમતમારે હુ ગીરમા ગુફા ગોતી લઈશ એમ કહી ચિપીયો ખખડાવતો જોગંદર ગીરનાર તરફ ઊતરી ગયો.

ત્યા એક ઘોડીનો પાળીયો છે. વાત એમ હતી જસરાજ માણેક તેના માશીના દિકરાને મળવા પોશીત્રા જતા તા. ઘોડી માથે ત્યારે અજાણ્યા જણે તેમના માથે ધડાધડ ગોળીઓ છોડી તેમને પેટમા વાગી. ઘોડી માથેથી ઢળી પડ્યા ને ઘોડીને પણ ગોળીઓ વાગી. ઘોડીને તમ્મર થઇ ગઇ પણ પાછી સાબદી થઇ અને ઘોડીને ગળે વળગી પડ્યા જસરાજ માણેક. ઘોડીએ લાડવા ભણી દોડ દિધી પણ અધવચ્ચે આવતા જસરાજ માણેક પોટલુ થઈ ગયા. પ્રાણ તજી ઘોડી માથેથી પડી ગયા અને જસરાજ માણેક ના પાળીયાની દેરી થી પચાસ કદમ છેટે ખાંભી છે ત્યા ઘોડી ઢળી પડી.

આ જસરાજ માણેકનો પાળીયો લાડવાના આથમણે પાદરમાં દેરીમા આજેય ઊભો ઊભો જસરાજ માણેક ની વિરતાની વાત ગાતો અડીખમ ઊભો છે જે તમે જોઈ શકો છો પાળીયાએ થી થોડે દુર ઘોડીનો પાળીયો ઊભો છે.

ફોટો મોકલનાર લાડવા નિવાસી મિત્ર એવા હિરાભાઇ રાઠોડ જેમને સહકાર આપ્યો છે એ બદલ એમનો હુ ખુબ ખુબ આભારી છુ

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!