દાના દાદા રાઠોડ

સંવત ૧૯૩૫ થી૧૯૪૦ના અરસામા જામનગર પાસે આવેલ જુનાનાગ ના ગામે તંત્ર વિદ્યા મા બળવાન દાના દાદા રાઠોડ થઈ ગયેલ. તે વખતે જામનગર ની ગાદીએ જામ વિભાજી રાજ કરતા હતા. ત્યારે જામનગરમાં વાંઝા જ્ઞાતિ તે સમયે પૈસા ટકે સુખી અને માનભેર રહેતા. તેમની મંત્રવિધ્યા અદભુત કારીગર એનો મુકાબલો કરવો એ કોઈ નાની વાત નહી.

એ સમયે મંત્ર વિદ્યા કારગત અને સફળ કામ કરતી. ઊભા ઝાડ ફુક મારી સુકવી નાખતા. ટુકમા એ વખતે તત્રમંત્રનો દહકો હતો. એ સમયે જુનાનાગ ગામ ખાસ ચિત્ર મા નહી, પણ ક્યારેક ચર્ચા થતી થોડુ નામ ખરૂ આ બાબતમા. એ મા વાંઝાઓનુ પણ સારૂ નામ વિદ્યા થકી સારી લાગવગ કરી જાણતા. પ્રજાને ભોળવી ખાતા, એ સમયમા દાના રાઠોડ વાંઝાનો મુકબાલો કરતા.

એક દિવસ જુનાનાગ અને જામનગર વચ્ચે આવેલા પુરાતની મહાદેવના મંદિરમા વાંઝા આવેલા અને ચોબારીયા હનુમાને પણ વાંઝા કાળી ચૌદસ ના દિવસે આ વાઝાઓ એ નક્ષત્રમાથી તારો ઊતારી જાપ કરતા હતા ને દાના રાઠોડ આવતા સામસામા પ્રશ્ન થયા ને એકબીજાનુ વિદ્યાબળ અજમાવી રહ્યા હતા. તેમા દાના રાઠોડ વધી જતા તે સમયે પાસે પડેલા મોટા પથ્થર વાંઝાની વિદ્યા હુકમથી લડવા લાગ્યા. અગ્નિ ઝરવા માંડી ત્યારે દાનદાદાએ શાંત થવા કિધુ. તરતજ જે સ્થાન પર હતા ત્યા સ્થિર થઈ ગયા રાઠોડ બોલ્યા આજ તમારી પરીક્ષા લેવી જોઈએ માટે હુ પથરને કુસ્તી કરાવુ તમે જુદા કરીદો જે હારે તે જગ્યા છોડી હાર માની લેવી અને માફી માંગવી. વાંઝાઓ કહ્યું કબુલ છે.

કુસ્તી કરતા પથ્થર પર વાંઝાએ ખુબ ઝોર કર્યુ પણ કોઈ કારી ફાવી નહી પછી હાર માની પણ માંફી ન માંગી ને વાત વટે ભરાઇ. પથ્થર ને દાનાએ શાંત કર્યા પણ વાંઝાએ માંફી મંગવાનો ઇનકાર કર્યો. એકબીજા પર રોષ રહ્યો આમ વાંઝાઓનો જાપ પુરો થતા તારો આકાશમા ચડાવવાનો હતો એટલે તારો ચડાવવા તમામ પ્રયાસ કરી ચુક્યા પણ તારો ચડતો નથી. થાકીને રાઠોડને પગે પડ્યા વિનંતી કરી માંફી માંગી ત્યારે દાનાદાદાએ શરત કરી હવે કોઈ દિવસ તમારે આ જગ્યાએ આવવુ નહી તો તારો ચડાવી દઉ વાંઝાએ કબુલ કર્યુ ને તારો ચડાવી દિધો.

ત્યાર બાદ જામના રાજમા મંત્ર વિદ્યા અજમાવી ખેડુતોનો કર માફ કરાવેલો કારણ ખેડુત આર્થિક રીતે નબળો છે તેમનુ મૃત્યુ કહે છેકે તેની ભાભી તે પણ તંત્ર મંત્ર ની ખુબજ જાણકાર હતી ને દિયર ભોજાઈ ને બનતુ નહી હોય ને કોઈ કવેળા ના સમયે વિદ્યા નો વાર કર્યો ને દાના રાઠોડ મૃત્યુ પામ્યા. મૃત્યુ બાદ તેમનુ ખેતર ગૌચર તરીકે જાહેર કરતા ગયેલ. આજે પણ દરિયાકિનારે આવેલ તેમનુ ખેતર ખેડી શકતા નથી. ગૌચર માટે જ વપરાય છે અને તેજ ખેતરમા દાના રાઠોડ ની સિંદુર કરેલી ખાંભી ઊભી છે. તેની માનતાઓ હાલે છે આમ દાના રાઠોડ અનેક પરચાઓ આપ્યા છે હાલ તેમનુ ભવ્ય મંદિર પણ છે અને તેમા તેમની ખાંભી પણ છે.

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!