સિંદુરે ચમકતી અગિયાર ખાંભીઓની વાત

સોરઠ દેશ સોહામણો ગઢ જુનો વિખ્યાત
સંત શુરા સતીઓ નીપજાવતી આ ધરતીની અમીરાત

ગૌરક્ષકના ઉતમ ઊદારણ જોવા હોયતો તો સોરઠ ધરાની ખાંભીઓ અને પાળીયાઓ જુઓ એટલે આપોઆપ એક વિર કે વિરાંગનાનુ ચિત્ર તમારી સમક્ષ ખડુ થઈ જાય કે કોઈ વિર પુરૂષે ગાય માટે કે કોઈ સ્ત્રીએ જીવન હોમી દઈ સુર્ય, ચંદ્ર તપે ત્યાં સુધીની કિર્તી કરીને ખોડાઇ ગયા છે.અને હા આ ભાવના ખાલી ગાય એક માટે નહી પણ તમામ જીવના રક્ષણ કાજ આ ધરતીએ પાછી પાની નથી કરી એવા અનેક મહારથીઓ ના દાખલા પડયા છે. જેમકે એક રોઝ ની પાછળ બાવીશ બહેનોએ અગ્નિદેવને પ્રગટ કરી જ્વાળાઓ ની સાથે હોમય ને ખોડાઇ ગયા. આવીજ ઘટના રોઝીગામે પણ બની હોવાનુ જણાય છે ત્યા ખાંભીઓ નો થડો છે. એવીજ ધટના જશાપર કાટકોરા પાસે એક વેકરીને કાંઠે પણ રોઝ પાછળ સતી થયાનો દાખલો છે. એવોજ દાખલો પોરબંદર ના રોઝડા ગામે પણ છે આવા અનેક પાળીયા આવી રીતે ઇતિહાસ સર્જી ઊભા છે

એવીજ એક ઘટના જામનગર ના હડીયાણામા પણ બની છે. એક મંદિરની અંદર સિંદુરે ચમકતી અગિયાર ખાંભીઓ ઊભી છે દસ સતી અને એક શુરવીરની જે નાગદેવ ખેતલા તરીકે માને છે. હડીયાણાના પાદરે દસ બ્રાહ્મણ કન્યાઓ વડની નીચે ગામથી થોડે દૂર રમત રમતીયુ હતી એવા ટાણે બપોરે ગવતરીનો ભાભરડો સંભાળાણો, દેકારો હાકો કાઢો ગાયો આમથી આમ થોર સાથે દોડીને ભટકાતી ને બુકાનીબંધ બંધુકધારી લુંટારૂઓ વાળતા ને ગાયો ઘુમડે ચડીને બચવા કરે ને ગામમા જવા કરે, પણ જાજા ઘોડા હોવાથી ગાયો ગામભણી મોઢુ થવા નથી દેતા.

એ ટાણે પાદરમા રમતી દસ દિકરીઓ એ આ દશ્ય જોયુ. આ ગાયોને આમ હેરાન કેમ કરતા હશે પરાણે કા વાળે છે ચાલો બેહનો જઇને જોઈએ. આ કોણ છે આમ હાથમા રમવાના ડીડકા લઈ ગાય તરફ દોટ દિધી. ઓ ભાઇ શુ લેવા આ ગવતરી ને સંતાપો છો? શુ બગાડી ગઈ તમારૂ? આવા નિર્દય ના બનો આ ગાયને શીંગડાનુ ખોભળુ નિકળી ગયુ છે. લોહીની છેડ ફુટે છે. એ ભાઇ મારા વાલાનો કોપ ઊતરશે મુકી ને હાલતા થાઓ ને ગાયોને ગામમા જવાદો એના વાછરૂ ભુખ્યાડાહ હશે. નિહાકા લાગશે પણ આમ રેંઢી ગાય વારંવાર ન મળે. આવો લાભ જવાદે ખરા. હા બાળકો તમે જાવ હો તમે રમવાનુ ચાલુ રાખો. દિકરીની વાતને ગણકારી નહી પાછા ગાયોને ચડાવી અવળા રસ્તે ને આ દિકરીઓ આ જોઈને પાછળ દોટ દિધી.

અલ્યા ભાઇ વાત કેમ સમજતા નથી ને મુકો તમારી માને નકર જોવા જેવી થશે પણ જણ જાજા હોવાથી દિકરીઓ ને ફાવવા ન દીધા ને દિકરીઓ ને રંજડતા ગાયોને લઈ લુંટારૂએ પોતાનો માર્ગ પકડી ગાયોને લઈ જવામા સફળ થયા ને આ બાજુ દિકરીઓને ગાયને ન બચાવી શકવાનો વસવસો છે પણ હવે જીવવુ ધિકકાર છે આમ જાની પરીવાર ની નવ દિકરીઓ ગાયને લુટારૂને બચાવી ન શકતા સતી થાય છે આ જોઈ ત્રિવેદી પરીવારની એક દિકરી પણ સતી થઈ. આ દશ્ય જોનર નાગદેવ પણ આ વાતનો સાક્ષી હતો આ ઘટનામા ગાય અને દિકરીઓને બચાવવા જતા નાગદેવ પણ શહિદ થયેલ… આમ ગાય ની રક્ષા ન થતા પોતે જીવનને ટુકાવી સતી થયા. આ વાતની સાક્ષી પુરતી અગિયારેય ખાંભીઓ આ ઇતિહાસ ને ગાતી ઊભી છે

નોંધ:- આ નવ દિકરીઓ જાની પરીવાર ની હતી એક દિકરી ત્રિવેદી પરીવાર ની હતી ને નાગદેવ પોતે જે હાલ આ મંદિર મા ખેતલા બાપા તરીકે પુજાઇ છે જે ગાય માટે કામ આવ્યા. આ વાત ચંદ્રેશભાઇ યાજ્ઞિકે કરી હતી

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ………..卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!