ટ્રેકટરમા જાન: ગ્રામ્ય જીવનના સ્તંભ- 23

ગાડામા જાન લઈ જવાનો તબક્કો આજથી પચાસ વર્ષ અગાઉ લગભગ બંધ થઈ ગયો. ત્યાર પછીની જાનો રીત રસમોને આજે જોઇએ.

ગામડાઓમા આજથી આશરે દશેક વર્ષ પહેલા સુધી ગાડાનુ સ્થાન ટ્રેકટરની ટ્રોલી અને ખટારાએ લીધેલુ. ટ્રકને ટ્રેકટરની જાનો પર એક નજર:-

સુખીને સંપન્ન ખટારો કરતાને મધ્યમ વાળા મિત્રો કે સગાના ટ્રેકટર જાન માટે બાધતા હોય ટ્રેકટરમા જતી જાન કેવી હોય???

વરરાજા રંગેચંગે તૈયાર થયી નીકળતા હોયને ટ્રેકટર પ્રતિ પ્રયાણ કરતા હોય ત્યારે સ્ત્રીઓ ગાતી હોય,

લાડણો પાન ચાવેને રસ ઢોળે,
લાડલો વળી પાછુ રે જુએ,

જાણે મારા દાદા સાથે આવે..
જાણે મારા સસરાનો રંગ રાખે

ટ્રેકટરનો ડ્રાઈવર નવા કપડા પહેરી મફતની સિગરેટ ફુકતો સ્ટીયરીગ બેઠોને ઠાઠ તો કે જાણે બોઇગ ૭૪૭નો પાયલોટ…!!!

સિગ્નલ મળે તે પહેલા ટ્રેકટરના વીઆઇપી લોન્જ બુસીયા પર અગાઉ બેઠેલાને ડ્રાઈવર ધમકાવી ઉતારતો હોય જાણે કોઈ મોટા જહાજનો કેપ્ટન !!!!!

વરરાજા આગળના બુશિયા પર ડ્રાઇવરની પાછળ પાટીયા પર રજાઈ પાથરી બેઠા હોય, કાચા રસ્તે બુશિયાને ટ્રોલી વચ્ચે ઉડતી ધૂળની ડમરીઓથી ગાડાની જાન જેવી જ દશા વરરાજાની થતી હોય,

ગાડામા તો વરરાજાને પડવાની બીક નહોતી તે આરામથી બેસતા પણ અહીયા તો લગ્ન મંડપે સલામત પહોચવાની બીકે વરરાજા ટ્રેકટરના છાપરાનીની પાઈપ મજબુત પકડીને બેઠા હોય,

ટેકટરને પાટા નાખવાનુ કંપની ભૂલી જ ગઈ છે.

સૌ જાનૈયા પોતાના સ્થાને ગોઠવાઇ ગયા હોય. સિગ્નલ મળે ટ્રેકટર ઉપડતુ હોય, જાન ગામને ગોદરે પહોચે ત્યા સુધીમા બે ચાર ખાડા આવ્યે આપોઆપ બેસવાની જગા થઈ હોય ત્યા જાનડીઓએ ગીત ઉપાડ્યુ હોય,

નગરીના લોકે પુછીયુ રે…
કયો રાણો પરણવા જાય
લીલુડા વાસની વાસણી રે
આડા મારગ વાગતી જાય્ય્ય્ય(ખાડો)
નગરીના લોકે પુછીયુ રે…
કયો રાણો પરણવા જાય..
નથી રાણો કે નથી રાજવી રે
મારા રમોભાઈ પરણવા જાય…

લગ્ન ગીતોના સુર શહેરમા ક્યાક મ્યુઝીકલ ફુવારા તેમ મ્યુઝીકની જગાએ ખાડા પ્રમાણે જાનડીઓની સાથે કૂદતા હોય તેમ સંભળાતુ હોય,

ખાડો આવે રજાઈ પાટીયા પરથી સરકતી જાય ,સાથે વરરાજા પણ સરરકતા જાય, માડ માડ કયાક સારો રસ્તો આવે મોકો મળે રાજા કોઇ ન જુએ તેમ ઉચા થયી પાછા યથાસ્થાને બિરાજતા હોય,

અણવર હોય ખરો પણ પંડનુ કરે કે વહુનુ???

પાછળ ટ્રોલીમા અનાજ ભેગુ કરવાનુ ખાતરની થેલીઓ સીવીને બનાવેલ પ્લાસ્ટીક પાથરી જાનડીઓ આગળના ભાગે બેઠી હોય, જાનડીઓ ગીત શરૂ કરે…

કેટલાક ઉમરલાયક જાનૈયાઓ ટ્રોલીના પાછલા ભાગે બેઠા હોય તેમ કહેવા કરતા બેઠા બેઠા જમ્પ લેતા હોય તેવુ લાગતુ,

કેટલાક ફેશનેબલ જુવાનિયા ટ્રોલીની નાની દિવાલને થાભલીઓ પકડી ઉભા,કેટલાકની નજર જાનડીઓ પર પણ હોય, તે પણ જાણે ખાડાસહ ડિસ્કો કરતા હોય,

રસ્તાની બાજુમા ઉગેલા બાવળથી સંભાળવુ એ તેમને પ્રતિષ્ઠાનો સવાલ હોય,ક્યાક કોઈ બાવળની કાટાળી ડાળી ચૂબન કરી ન જાય!!!! કેમ તેના ચુબનના ડાઘ દીર્ધાયુ હોય તેના જવાબે વિકટ હોય,

આમ રંગે ચંગે જાન જાતી હોય, કાચો રસ્તો પતી પાકો રસ્તો શરૂ થતો હોય. વર, અણવર, જાનડીઓને વડીલો હાસકારો લેતા હોય,

પાકા રસ્તા ની મજા ય લેતા હોય, જાનમા જવાનો લ્હાવો લેતા હોય, ડ્રાઈવર પાકા રસ્તે રેસનો પરચો બતાવતો હોય,

પોતાની હોશિયારીના બુશીયા પર બેઠેલા વરના મિત્રો ડ્રાઈવરને પોરો ચડાવતા હોય, જાનડીઓ ફરી લગ્નગીતો ગાતી હોય, સારા રસ્તા નો લાગ જોઈ વડીલોએ બીડી સિગરેટ ના કસ લેવાનુ ચાલુ કર્યુ હોય,

ફુલણશી કાગડા જેવો ડ્રાઈવર બમ્પ ચૂકતો હોય, વરરાજા સમેત આખી જાન બે વેત ઊચી થઈ પછડાતી હોય,

જે તે ઉમરવાળા ડ્રાઈવરને પોતાની ભાષાએ ભાડતા હોય, લગ્નગીતોમા ગેપ પડી ગયી હોય, બીડીઓ બુઝાવવી પડી હોય,

આમ કરતા વેવાઈનુ ગામ દેખાતુ હોય,

પાછા એ જ ગાડાવાળી જાનની જેમ જ ઉભા રહીને, વરને ઝાપડાતો હોય,,

જાનડીઓના માથાના વાળ મુકત આઝાદ થયી જાનમા જવાના આનંદે નાચતા હોય તેમ ફરકાતા હોય,

કોઈની ય પાસે કાસકો હોય નહી, ઢંગઢડા વગરનુ વાળનુ સમારકામ થતુ હોય,

જાનૈયા આડશો શોધી પેશાબ પાણીએ જતા હોય, જાનડીઓ અલગ દીશાએ જતી હોય,

છોકરા ભુખ લાગી છે તરસ લાગી છે તેવી બૂમાબુમ કરતા હોય,

જેમ તેમ સમાનવા થતા હોય ને જાન ગોદરે પહોચતી હોય,જાનડીઓ ગાતી હોય

કયા ગયા મારા નવલા વેવાઈ પાણી નહોતા તો શીદ તેડાવી મોટી જાન

વરરાજાના હાલ લગભગ ગાડાવાળા વરરાજા જેવા જ મેલા ઘેલાને ધૂળિયા થયેલા હોય,

સામૈયા થતા હોય, સામૈયુ કરવા આવેલી બાઈઓ કેટલાય દીની દાઝ કાઢતી હોય તેમ ચાલુ પડી જાય

કયાથી આવ્યો રે ક્યાથી
આ વિલાયતી વાદરો ક્યાથી આવ્યો
કાઢી મૂકો રે કાઢી મુકો એને કાઢી મૂકો

ત્યા બે ચાર ફટાણાની સ્પેસ્યાલીસ્ટ ચાલુ કરતી હોય, ગામના વડીલો ધમકાવી બંધ કરાવતા હોય,

લાડા લાડા ચ્યમ કાળો મેશ
તારી મા એ શુ ખાઈ જણ્યો રે

તારી માએ જાબૂ ખાઈને જણ્યો રે
એટલે કાળો મેશ…

ઉતારા થતા હોય, બપોરના લગ્નના મૂર્હત હોય,

હસ્તમેળાપ થતા હોય, શીખ કરિયાવર થતા હોય, ત્રણ ચાર વાગે જાન વળાવાતી હોય,

કન્યાના વિદાય આસુને પરસેવાનુ સંગમ થતુ હોય, ટેકટરની ટોલી તપેલી હોય, કન્યાને રજાઈ નાખી ટ્રોલીમા બિરાજમાન કરાતી હોય, સહુ પાછા યથાસ્થાને ગોઠવાતા હોય, તપેલી ટ્રોલીની ગરમીથી ઉગારવુ પ્લાસ્ટિકના પાથરણાના ગજા બહારનુ થઈ ગયુ હોય,

આવ્યા છીએ તો જવુ તો પડશે તેમ સમજી ડ્રાઇવર પર રોષ કાઢી બેસી જતા હોય,

કન્યા સિવાય સહુના પીછવાડા અસહ્ય તપતા હોય, પીછવાડુ તપતુ બચાવવા વધૂને દબાવી રજાઈ પર બેસવા કોશીસ કરતા હોય, તેને રાહત લેવા સહુ ઉચા નીચા થતા હોય તેમા પીછવાડાની પીડા હથેળીઓ લેતી હોય,

કંટાળી હથેળીઓ અસહકારનુ સસ્ત્ર ઉગામતી હોય, જવાનીયાઓ ટોલીની દિવાલે હાથ રૂમાલ હાથે લપેટી ટોલી પકડી ઉભા હોય, ધીમે ધીમે ટ્રોલી દયા કરી ઠરતી હોય, જાન ગામ બહાર નીકળતી હોય, ગરમ ગરમ લૂના સુસવાટા વાતા હોય, છોકરાનેમા સાડીએ ઢાકતી હોય. અધુરામા પુરૂ હોય તેમ રેલનો ફાટક આવતો હોય, અડખે પડખે છાયડો ના હોય ,ગાડી જલદી આવતી ન હોય, રસ્તો બદલવાની પસ્તાળ ડ્રાઇવર પર પડતી હોય, બન્નેમાથી કોઈ નમતુ જોખતુ ન હોય, ત્યા ગાડી આવી જતી હોય,સૌ ટ્રેકટરમા ગોઠવાઈ જતા હોય,

તમો સહુ લાબુ વાચતા કંટાળતા હોય, હુ મારી પોસ્ટ જાન ફાટકેથી વળાવી પુરી કરતો હોય,

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!