નડિયાદ તાલુકા ના સુરાશામળ ગામના બે નવલોહિયા સગાભાઇઓ સુરા અને શામળ દ્વારા ગામને લુંટાતુ બચાવવા કરેલા જંગ અને વહોરેલી શહીદી ને આજે વર્ષો ના વહાણાં વીતી ગયા પરંતુ લોકોના હૃદય માં આજે પણ વસે છે શહીદી થી ગામ નું નામ પડ્યું હતું સુરાશામળ.
નડિયાદ તાલુકાના સુરાશામળ ગામનો ઇતિહાસ બહુ જૂનો છે 1950 ના વર્ષ માં ખેડા અને આણંદ જિલ્લા ના ગામો ના ઇતિહાસ માટે લેખન કાર્ય કરનાર ચરોતર સર્વ સંગ્રહ ના આદ્ય ટ્રસ્ટી ચંદ્રકાન્ત ભાઈ શાહ દ્વારા વિશાળ દ્રષ્ટિ થકી લોકોના સહકાર થી આજે પ્રજાજનો માહિતી થી ઇતિહાસ ને વાગોળે છે
નડિયાદ તાલુકાના સુરાશામળ ગામ માં પણ ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. ચંદ્રકાન્ત શાહ નોંધે છે કે આ માહિતી 1953 ના વર્ષ માં જીતાભાઈ રહીમભાઈ મીરે આપી હતી જેના આધારે ગામના ઇતિહાસ માં ડોકિયું કરવામાં આવ્યું હતું
સુરા અને શામળ નામના બે ક્ષત્રિય ભાઈઓના નામ ઉપરથી ગામનું નામ સુરાશામળ રાખવામાં આવ્યું હતું. મીરે જણાવ્યું હતું કે આઝાદી બાદ ના એ અરસામાં આ વિસ્તારમાં વસતા ધાડપાડુ ઓ દ્વારા આખા ગામો લૂંટી લેવામાં આવતા હતા અને ઘાતક હથિયારો સાથે ગામડાની ગરીબ પ્રજા ઉપર ત્રાસ ગુજારી ધાડ પાડવામાં આવતી હતી. આવા સમયે પ્રજાનું અને પોતાના ગામનું રખોપુ કરવાની બે સગા ભાઈઓ એ હામ ભીડી હતી મહેમદાવાદ થી પાવાગઢ વચ્ચે વસતી મુસ્લિમ પ્રજા દ્વારા આ લુંટો ને અંજામ આપવામાં આવતો હતો.
જેમ ભાથીજી મહારાજે ગાયો રક્ષણ માટે પોતાના દેહ નું બલિદાન આપ્યું હતું તેવી જ રીતે આ બે ક્ષત્રિય ભાઈઓ દ્વારા પોતાના ગામની આબરૂ બચાવવા બલિદાન આપ્યું હતું આજે પણ ગ્રામજનો ના મુખે શોર્યગાથા સાંભળવા મળે છે
સુરાશામળ ગામમા ધાડ પડી હોવાના અહેવાલે બે ભાઈઓ પોતાની તલવારો સાથે ધાડપાડુઓનો મુકાબલો કરવા માટે નીકળી પડ્યા હતા અને ધાડપાડુ ઓ સાથે જીવન સટોસટ ને ખેલ કરનાર સુરા અને શામળે ધાડપાડુ ઓને પોતાના ગામથી ખદેડી નાખ્યા હતા અને તેમનો પીછો કરી સુરાશામળ થી દસ કિલોમીટર દૂર આવેલા ઉંદરા ગામના સીમાડામાં ગોપીતળાવ વિસ્તારમાં લૂંટારુઓ સાથે લડતા લડતા બંને નરબંકા શહીદ થયા હતા.
વહેલી સવારે ગામના લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો અને બંને ભાઈઓ ન દેખાતા ગ્રામજનો શોધ માં નીકળ્યા હતા ત્યારે શહીદ થયેલા બંને ભાઈઓના મૃતદેહ ઉંદરા નજીક મળી આવ્યા હતા. જ્યાં ગ્રામજનોએ બંને ની યાદ માં પાળીયા બનાવ્યા હતા અને પોતાના ગામનું નામ તેમની ચિરકાલીન યાદગીરી અને શૌર્ય ને આવનાર પેઢી યાદ રાખે તેમાટે સુરાશામળ રાખવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લા ના આવા બે શહીદ વીર ભાઈઓના પાળીયા ને પગે લાગવાનું મન થાય તો મહુધા થી ઉંદરા ગામના બ્રિજ ઉતરીને ડાબે રસ્તે ગોપીતળાવ મુવાડી ની પ્રાથમિક શાળા પાસે પાળિયા આવેલા છે. સુરાશામળ ગ્રામજનો આજે પણ પાળિયાની પૂજા કરવાનું ચુકતા નથી. સમય નું ચક્ર ચાલતું રહે છે પરંતુ પોતાના દેશ ગામ સમાજ માટે કરેલા પરોપકારી કામો પ્રજા ચિરકાલીન યાદ રાખે છે
બંને વીર યોદ્ધા ને લાખ લાખ વંદન…
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- કાનપરી બાપૂની વીરતાની વાત
- હાલારના સાત તરવારીયા ચારણની વાત
- વાસાવડના વાણિયાની શૂરવીરતાની વાત
- ભાલ પંથકની ધરતી ના સંત જેરામભગત
- મીઢંળવંતી નારીની આબરુ જાળવનાર નરવીરોના પરાક્રમની વાત
- મામા ભાણેજ ના પાળીયા
- સાત ભાઈઓ અને એક બહેનની વીરતાની વાત