‘અમારો આ પંથક ‘નાઘેર’ ગણાય. ના ઘેર એટલે ઘેર નથી… બીજો અર્થ આ પંથકમાં નાઘોરીના રાજ હતાં એવો પણ થઇ શકે. પણ એની વાત પછી. આ પાળિયો જુઓ, આ …
અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ …
સં. ૧૯૬૭ના અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જયારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં …
ચોટીલાથી ત્રણ ગાઉ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે બે બાળકો છે : …
ઇ.સ. ૧૯૨૧ના જૂનની નવમી તારીખે લીંબડીના ચોકમાં મહાત્મા ગાંધીજીની સભા હતી. અંગ્રેજ સત્તાએ એની ચાબુક થાય એટલી લાંબી કરીને ભય પ્રસરાવ્યો હતો કે જેથી ગાંધીજીની સભામાં પ્રજા હાજરી ન …
આજે આસો સુદ નોમનો દિવસ છે. પાણકોરાના ચોરણા, પાસાબંધી આંગડીઓ ને માથે બાંધેલાં ભોજપરાંથી શોભતા હજારો રબારીઓ આજે બળેજમાં મમાઈને મઢે મેળે આવેલ છે. તેલમાં ભીંજાવેલા ગુલાલનો શણગાર તેમનાં …
એક બાજુ મહારાજ વખતસિંહજીના વિશાળ દરબારગઢના સંપત્તિ અને સમૃદ્ધિથી ઝળાંહળાં થતા કોટ-કાંગરા, કાતિલ રાજકારણની કાયમી કાનાફૂસી, સેંકડો ઘોડાના હણહણાટ, ધીંગાણાની નોબતો, ભાલા-બરછીઓ, તોપ અને તલવારોની જનોઇવઢ ઘા માટેની તૈયારીઓ …
સોરઠ દેશને દખણાદે કિનારે, માલણ નદીના કાંઠા ઉપર, મહુવા નામનું બંદર આવેલું છે. અરબી સમુદ્રનાં આસમાની મોજ રાતદિવસ મહુવાની ધરતીનાં વારણાં લીધા કરે છે. દરિયાની ગુંજારવ આઠે પહોર એ …
ખોબા જેવા નાનકડા ગામની પછવાડાની શેરીમાં, બેઠા ઘાટના મકાનની ઓસરીમાં પતિ પગરખાં સીવે છે, પત્ની પગરખાંમાં વાપરવાના દોરા વણે છે. ગામનાં તોરણ બંધાયાં એ વાતને સો વરસ થયાં અને …
પચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખુમાણ નામના એક કાઠી રહેતા હતા. આપા કાળાને ઘેરે આઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને …