મહર્ષિ અત્રિ વૈદિક મંત્રદ્રષ્ટા ઋષિ છે. સંપૂર્ણ ઋગ્વેદ દસ મંડળોમાં પ્રવિભક્ત છે !!! પ્રત્યેક મંડળના મંત્રોના ઋષિ અલગ-અલગ છે. એમાંથી ઋગ્વેદના પાંચમાં મંડલનાં દ્રષ્ટા મહર્ષિ અત્રિ છે. એટલા માટે આ મંડલને આત્રેય મંડલ કહેવાય છે. આ મંડલમાં ૮૭ સુકતો છે ……… જેમાં મહર્ષિ અત્રિ દ્વારા વિશેષરૂપમાં અગ્નિ , ઇન્દ્ર, મરુત, વિશ્વેદેવ તથા સવિતા આદિ દેવોની મહ્નીય સ્તુતિઓ ગ્રથિત છે !!! ઇન્દ્ર તથા અગ્નિદેવતાના મહાનીય કર્મોનું વર્ણન છે. અત્રી બ્રહ્માના પુત્ર હતાં જે એમના નેત્રોમાંથી ઉત્પન્ન થયાં હતાં. એ સોમના પિતા હતા જે એમના નેત્રોમાંથી આવિર્ભુત થયાં હતાં. એમણે કર્દમની પુત્રી અનુસુયા સાથે વિવાહ કર્યો હતો. આ બંનેના પુત્ર હતાં દતાત્રેય !!! એમણે અલર્ક, પહલાદ આદિને અન્વીક્ષની શિક્ષા આપી હતી. ભીષ્મ જયારે શરશૈયા પર પડયાં હતાં ત્યારે એસમ્યે એમને મળવાં ગયાં હતાં.
પરીક્ષિત જયારે પ્રાયોપવેશનો અભ્યાસ કરી રહ્યા હતાં તો એ એમને જોવાં ગયાં હતાં !!!! પુત્રોત્પત્તિ માટે એમણે ઋક્ષ પર્વત પર જઈને પત્ની સાથે તપ કર્યું હતું. એમણે ત્રીમુર્તીઓની પ્રાર્થના કરી હતી જેનાથી ત્રિદેવોના અંશ રૂપમાં દત્ત(વિષ્ણુ) દુર્વાસા (શિવ) અને સોમ (બ્રહ્મા) ઉત્પન્ન થયાં હતાં. એમણે બે વાર પૃથુના ઘોડા ચોરીને ભાગતાં ઇન્દ્રને બતાવ્યો હતો તથા એની હત્યા કરવાનું પણ કહ્યું હતું !!!!
એ વૈવસ્વત યુગના મુનિ હતાં !!! મંત્રકારના રૂપમાં એમણે ઉત્તાનપાદને પોતાનાં પુત્રના રૂપમાં ગ્રહણ કર્યો હતો. એમને બ્રહ્મવાદિની નામની કન્યા હતી. પરશુરામ જયારે ધ્યાનાવસ્થિત રૂપમાં હતાં એ સમયે એમની પાસે ગયાં હતાં. એમણે શ્રાદ્ધ દ્વારા પિતૃઓની આરાધના કરી હતી અને સોમને રાજક્ષમા નમન રોગથી મુક્ત કર્યો હતો. બ્રહ્મા દ્વારા સૃષ્ટિની રચના માટે નિયુક્ત કરાયા પછી એમણે અનુત્તમ તપ કર્યું હતું. જ્યારે શિવ એમને મળ્યા હતાં. સોમના રાજસૂય યજ્ઞમાં એમણે હોતાનું કાર્ય કર્યું હતું. ત્રિપુરના વિનાશ માટે એમણે શિવની આરાધના કરી હતી. વનવાસના સમયે ભગવાન શ્રી રામ અત્રિનાં આશ્રમમાં પણ ગયાં હતાં !!!!
વૈદિક મંત્રદ્રષ્ટા ———–
પુરાણોમાં એમનાં આવિર્ભાવનું તથા ઉદાત્ત ચરિત્રનું બહુજ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આમાંના વર્ણન અનુસાર મહર્ષિ અત્રિ બ્રહ્માજીના માનસ પુત્ર છે અને એમનાં ચક્ષુભાગમાંથી એમનો પ્રાદુર્ભાવ થયો હતો !!! સપ્તાર્શીઓમાં મહર્ષિ અત્રિનું પરિગણન છે. સાથેજ એમને “પ્રજાપતિ” પણ કહેવામાં આવ્યાં છે. મહર્ષિ અત્રિની પત્ની અનુસુયાજી છે , જે કર્દમ પ્રજાપતિ અને દેવહુતિની પુત્રી છે. દેવી અનુસુયા પતિવ્રતાઓની આદર્શભૂતા અને મહાન દિવ્યતેજથી સંપન્ન હોય છે !!! મહર્ષિ અત્રી જ્યાં જ્ઞાન, તપસ્યા, સદાચાર, ભક્તિ એવં મંત્રશક્તિ ના મૂર્તિમાન સ્વરૂપ છે. ત્યાં દેવી અનુસુયા પતિવ્રતા ધર્મ એવં શીલની મૂર્તિમતી વિગ્રહ છે. ભગવાન શ્રી રામ પોતાનાં ભક્ત મહર્ષિ અત્રિ એવં દેવી અનુસુયાની ભક્તિને સફળ કરવાં માટે એમનાં આશ્રમમાં પધાર્યા.
માતા અનુસુયાએ દેવી સીતાને પતીવ્રતાનો ઉપદેશ આપ્યો. એમણે પોતાનાં પતિવ્રતા બળ ઉપર શૈવ્યા બ્રાહ્મણોનાં મૃત પતિને જીવિત કર્યો હતો તથા બાધિત સૂર્યને ઉદિત કરાવીને સંસારનું કલ્યાણ કર્યું હતું. દેવી અનુસુયાનું નામ જ બહુજ મહત્વનું છે !!!! અનુસુયાનું નામ છે —–પરદોષ દર્શનનાં – ગુણોમાં પણ દોષ-બુદ્ધિનાં અને જે આ વિકારોથી રહિત છે એજ અનુસુયા છે !! આજ પ્રકારે મહર્ષિ અત્રિ પણ અ +ત્રિ છે અર્તઃત એ ત્રણે ગુણો (સત્વ, રજસ, તમસ)થી અતિત છે – ગુણાતીત છે !!! આ પ્રકારે મહર્ષિ અત્રિ- દંપતિ એવં પોતાનાં નામસ્વરૂપ જીવન યાપન કરીને સદચાર પરાયણ છે. ચિત્રકૂટના તપોવનમાં રહેતાં હતાં. અત્રિ પત્ની અનુસુયા તપોવાનમાંથી જ ભાગીરથી ગંગાની એક પવિત્ર ધારા ચિત્રકૂટમાં પ્રવિષ્ટ થઇ અને મંદાકિની નામથી પ્રસિદ્ધ થઇ !!!!
સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે આ દંપતિને બ્રહ્માજીએ સૃષ્ટિવર્ધનની આજ્ઞા આપી. તો એમણે ઉસ અને ઉન્મુખ ના થઈને તપસ્યાનો જ આશ્રય લીધો. એમની તપસ્યાથી બ્રહ્મા, વિષ્ણુ ,મહેશે પ્રસન્ન થઈને એમને દર્શન આપ્યાં અને દંપતિની પ્રાર્થના પર એમાં ના પુત્ર બનવાનો સ્વીકાર કર્યો !!! અત્રિ દંપતિની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતા ના ફલસ્વરૂપ વિષ્ણુના અંશથી મહાયોગી દત્તાત્રેય, બ્રહ્માના અંશથી ચંદ્રમા તથા શંકરના અંશથી મહામુનિ દુર્વાસા. મહર્ષિ અત્રિ એવં દેવી અનુસુયાના પુત્રરૂપમાં આવિર્ભૂત થયાં!!!
વેદોમાં ઉપૃક્ત વૃત્તાંત યથાવત નથી મળતું , ક્યાંક કયાંક નામોમાં અંતર પણ છે. ઋગ્વેદમાં “અત્રિસાંખ્ય” કહેવામાં આવ્યાં છે. વેદોમાં આ સ્પષ્ટ રૂપમાં વર્ણન છે કે મહર્ષિ અત્રિએ અશ્વિનીકુમારોની કૃપા પ્રાપ્ત કરી હતી. એક વાર જ્યારે એ સમાધિસ્થ હતાં ત્યારે દૈત્યોએ એમને ઉઠાવીને શતદ્વાર યંત્રમાં નાંખી દીધાં હતાં અને આગ લગાવીને એમને જલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અત્રિને એનું કંઈપણ જ્ઞાન નહોતું !!! એ સમયે અશ્વિનીકુમારોએ ત્યાં પહોંચીને એમેને બચાવ્યાં. ઋગ્વેદના પ્રથમ મંડલના ૫૧મા તથા ૧૨મા સૂકતમાં આ કથા આવી છે. ઋગ્વેદના દશમ મંડલમાં મહર્ષિ અત્રિ ની દીર્ઘ તપસ્યાના અનુષ્ઠાનનું વર્ણન આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે કે યજ્ઞ તથા તપ આદિ કરતાં કરતાં જયારે અત્રિ વૃદ્ધ થઇ ગયાં ત્યારે અશ્વિનીકુમારોએ એમને નવયૌવન પ્રદાન કર્યું હતું !!!
ઋગ્વેદના પાંચમાં મંડલમાં અત્રિનાં વસુયુ, સપ્તવઘ્ર્રી નામના અનેક પુત્રોનું વૃત્તાંત આવ્યું છે. જે અનેક મંત્રોના દ્રષ્ટા રહ્યાં છે. આ પ્રકારે અત્રિના ગોત્રજ આત્રેયગણ ઋગ્વેદના બહુજ બધાં મંત્રોના દ્રષ્ટા છે !!!!
ઋગ્વેદના પાંચમાં ” આત્રેય મંડલ” નું “કલ્યાણ સૂક્ત” ઋગ્વેદીય “સ્વસ્તિ-સૂક્ત” છે. એ મહર્ષિ અત્રિની ઋતમ્ભરા પરગના થી જ આપણને પ્રાપ્ત થાય છે. આ સૂક્ત “કલ્યાણ સૂક્ત”, મંગલ સૂક્ત, તથા શ્ર્રેય સૂક્ત પણ કહેવાય છે. જે આજે પણ પ્રત્યેક માંગલિક કાર્યો, શુભ સંસ્કારો તથા પૂજા ,અનુષ્ઠાનોમાં સ્વસ્તિ-પ્રાપ્તિ , કલ્યાણ-પ્રાપ્તિ , અભ્યુદય – પ્રાપ્તિ, ભગવતકૃપા -પ્રાપ્તિ તથા અમંગળ ના વિનાશ માટે સસ્વર પઠિત થાય છે. આ માંગલિક સૂકતમાં અશ્વિની , ભગ, અદિતિ, પૂષા, પૃથ્વી , બૃહસ્પતિ , આદિત્ય , વૈશ્વાનર , સવિતા તથા મિત્રા, વરુણ અને સૂર્ય -ચંદ્રમા આદિ દેવતાઓથી પ્રાણીમાત્ર માટે સ્વસ્તેની પ્રાર્થના કરવામાં આવે છે. આનાથી મહર્ષિ અત્રિના ઉદાત્ત -ભાવ તથા લોક -કલ્યાણની ભાવનાની કિંચિત સ્થાપન થાય છે
આ પ્રકારે મહર્ષિ અત્રિએ મંડલની પૂર્ણતામાં પણ સવિતા દેવને એજ પ્રાર્થના કરી છે કે ” હે સવિતા દેવ, આપ અમારાં સમ્પ્પૂર્ણ દુખોને -અનીષ્ટોને શોક-કષ્ટોને દૂર કરી દો અને અમારાં માટે જે હિતકાર છે , કલ્યાણકારી છે, એને ઉપલબ્ધ કરવો. આ પ્રકારે સ્પષ્ટ થાય છે કે મહર્ષિ અત્રિની ભાવના અત્યંત જ કલ્યાણકારી હતી અને એમાં ત્યાગ,તપસ્યા, શૌચ, સંતોષ, અપરિગ્રહ, અનાસક્તિ તથા વિશ્વ કલ્યાણની પરાકાષ્ટા વિદ્યમાન હતી.
એક તરફ જ્યાં એમણે વૈદિક રુચાઓનું વર્ણન કર્યું. ત્યાં બીજી તરફ એમણે પોતાની પ્રજાને સદાચાર અને ધર્માચરણપૂર્વક એક ઉત્તમ જીવનકાર્યમાં પ્રવૃત્ત થવાં માટે પ્રેરિત કર્યા છે તથા કર્તવ્યા – કર્તવ્યનો નિર્દેશ આપ્યો છે !!! આ શિક્ષોપદેશોને એમણે પોતાનાં દ્વારા નિર્મિત આત્રેય ધર્મશાસ્ત્રમાં ઉપનિબદ્ધ કર્યા છે. આહિયા એમણે વેદોના સુક્તોને તથા મંત્રોની અત્યાંત મહિમા બતાવી છે ‘ અત્રિસ્મૃતિનો છઠ્ઠો અધ્યાય વેદ્માંન્ત્રોની મહિમામાં પર્યવાસિત છે. અહીંયા અદ્યમર્ષણના મંત્ર, સૂર્યોપસ્થાનના આ ” ઉદુ ત્યં જાતવેદસં મંત્ર , પાવમાની ઋચાઓ. શતકદ્રિય, ગો-સૂક્ત, અશ્વ-સૂક્ત એવં ઇન્દ્ર-સૂક્ત આદિનો નિર્દેશ કરીને એમનો મહિમા અને પાઠ નાં ફળો પણ બતાવ્યા છે
આનથી એ તો સ્પષ્ટ થઇ ગયું કે મહર્ષિ અત્રિને વેદમંત્રોમાં કેટલી દ્રઢ નિષ્ઠા હતી !!! મહર્ષિ અત્રિનું કહેવું છે કે વૈદિક મંત્રોના અધિકારપૂર્વક જપથી બધાંજ પ્રકારના પાપ -કલેશોનો વિનાશ થાય છે. પાઠકર્તાઓ પવિત્ર થઇ જાય છે, એમને જનમાંતરીય જ્ઞાન પ્રાપ્ત થાય છે – જાતિ-સ્મરતા પ્રાપ્ત થાય છે અને એ જે ઈચ્છે છે એ એને પ્રાપ્ત થાય છે !!!!
આવાં વિદ્વાન અને ગુણી પુરુષ અને પતિવ્રતા મહાસતી અનુસુયાના પતિ અને સાક્શાત ભગવાનના દર્શન કરનાર અને એમના અંશાવાતાર ના પિતા એવા મહાઋષિ અત્રિને
શત શત નમન !!!!
———- જનમેજય અધ્વર્યુ
જો તમે ભારતના મહાન ઋષીઓની કથા વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-