★ મહાસતી અનુસુયા ★

અનુસુયા અત્રી ઋષિની પત્ની છે. એમની પતિ-ભક્તિ અર્થાત સતીત્વનું તેજ એટલું વધારે હતું કે એને કારણે આકાશમાર્ગે જતાંદેવોને એમના પ્રતાપનો અનુભવ થતો હતો એને જ કારણે એમને “સતી અનુસુયા” પણ કહેવામાં આવે છે !!!

એકવાર બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ એ ત્રણેય ભગવાને એમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું.  નારદજી લક્ષ્મીજી ,સરસ્વતીજી અને પાર્વતીજી પાસે પહોંચ્યા. અત્રિ મહામુનીની પત્ની અનુસુયાના અસાધારણ પતિવ્રત વિષે બતાવ્યું. આનાં પર ત્રિદેવીયોનાં મનમાં અનુસુયા પ્રત્યે ઈર્ષ્યા પેદા થઇ. એ દેવીઓએ અનુસુયાના પતિવ્રત્યને નષ્ટ કરવા માટે પોતાનાં પતિઓને એમની પાસે મોકલ્યાં!!! બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ યતિઓના વેશ ધારણ કરીને અત્રિઋષિના આશ્રમમાં પહોંચ્યા
અને “ભવતુ ભિક્ષાં દેહિ” કહીને દરવાજા બહાર ઊભાં રહી ગયા. એ સમયે અત્રિ મહામુનિ પોતાની તપસ્યા સમાપ્ત કરીને આશ્રમ પાછાં ફર્યા નહોતાં. એ અતિથી સત્કારની જવાબદારી અનુસુયા પર છોડીને ગયાં હતાં. અનુસુયાએ ત્રિમૂર્તિઓનું ઉચિત રૂપનું સ્વાગત કરીને એમને ભોજન માટે આમંત્રિત કર્યા
એ સમયે કપટ યતિ એકજ સ્વરમાં બોલ્યાં ” હે સાધ્વી …… આમારો એક નિયમ છે …….. તેમાં નમ્ર થઈને પીરસશો તોજ આમે આવીને ભોજન કરીશું !!!”

અનુસુયાએ —–“ઓહ એમ વાત છે ” એમ કહીને એમના પર જલ છાંટ્યું. આનાથી ત્રણે અતીથીઓ ત્રણ પ્યારા શિશુઓનાં રૂપમાં બદલાઈ ગયાં. અનુસુયાના હૃદયમાં વાત્સલ્ય ભાવ પ્રકટ થયો !!!! શિશુઓને દૂધ-ભાત ખવડાવ્યાં !!! ત્રિમૂર્તિ શિશુ રૂપમાં જ અનુસુયાની ગોદમાં સુઈ ગયાં !!!
અનુસુયા ત્રણેને ઝૂલામાં સુવડાવીને બોલી ——
“ત્રણે લોક પર શાસન કરવાંવાળાં ત્રિમૂર્તિ મારાં શિશુ બની ગયાં મારા ભાગ્યને શું કહેવાય !!!!
બ્રહ્માંડ જ એમનો ઝૂલો છે
ચાર વેદ એ ઝૂલાના પલ્લાની જંજીરો છે
ઓમકાર પ્રણવનાદ જ એમને માટે હાલરડાં છે
અને એ મધુર સવારે હાલરડું ગાવાં લાગી …..!!!!”

એ સમયે ક્યાંકથી એક સફેદ બળદ આશ્રમમાં આવ્યો અને દ્વારની સમ્મુખ ઉબા રહીને માથું હલાવીને એ પોતાની ઘંટડીઓનો અવાજ કરવાં લાગ્યો. એક વિશાળ ગરુડ પાંખો ફફડાવતું આશ્રમ પર ઊડવા લાગ્યું. એક રાજહંસ વિકસિત કમળને ચાંચમાં લઈને આવ્યો આને દ્વાર પર ઉતર્યો !!!
એ સમયે મહંતી વીણાપર નીલાંબરી રાગનો આલાપ કરતાં કરતાં નારદજી અને એમની પાછળ લક્ષ્મીજી, સરસ્વતીજી અને પાર્વતીજી આવી પહોંચ્યા …….
નારદજીએ અનુસુયાને કહ્યું ——-
” માતાજી ….. પોતાના પતિઓ જોડે સંબંધિત પ્રાણીઓને પોતાના દ્વાર પર પામીને એ ત્રણે દેવીઓ અહિયા આવી પહોંચી છે. એ પોતાના પતિઓના વિયોગમાં દુઃખથી તડપી રહી છે. એમાંના પતિઓને કૃપા કરીને એમને સોંપી દો!!!”

અનુસુયાએ વિનયપૂર્વક એ ત્રણે દેવીઓને પ્રણામ કરીને કહ્યું —- ” માતાઓ …… એ ઝૂલામાં સુતેલાં શિશુઓ જો તમારાં પતિઓ હોય તો તમે એમને લઇ જઈ શકો છો !!!” ત્રણે દેવીઓએ ચકિત થઈને જોયું. એક સમાન લાગતાંત્રણે શિશુઓ ગાઢી નિદ્રામાં સુઈ રહ્યા હતાં. એના પર લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી સંકોચ કરવાં લાગ્યાં
ત્યારે નારદજીએ એમને પૂછ્યું ——-
” તમે શું તમારાં પતિઓને નથી ઓળખતાં. તમે લજજાઓ નહીં ….. જલ્દીથી એમને ગોદમાં ઉઠાવી લો. દેવીઓએ જલ્દી જલ્દી એક -એક શિશુને ઉઠાવી લીધાં !!!

એ શિશુઓ એક સાથે ત્રિમૂર્તિ ના રૂપમાં ઉભા થઇ ગયાં
ત્યારે એમને ખબર પડી કે સરસ્વતીએ શિવજીને , લક્ષ્મીએ બ્રહ્માજીને અને પાર્વતીએ વિષ્ણુજી ને ઉઠાવ્યાં હતાં. ત્રણે દેવીઓ શરમના માર્યા દુર જઈને ઊભાં રહી ગયાં. આના પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવી રીતે ખટકીને ઊભાં રહી ગયાં
જાણે ત્રણે એક જ મૂર્તિના રૂપમાં એમને ના મળ્યાં હોય !!!!

એજ સમયે અત્રિ મહર્ષિ પોતાના ઘરે પાછા ફર્યા. પોતાને ઘરે ત્રિમૂર્તિઓને જોઇને હાથ જોડવાં લાગ્યાં. ત્રિમૂર્તિએ પ્રસન્ન થઈને અત્રિ એવં અનુસુયાને વરદાન આપ્યું કે એ બધાં સ્વયં એમનાં પુત્રના રૂપમાં અવતાર લેશે !!!! કાલાંતરમાં ત્રિમૂર્તિઓના અંશથી અત્રિને ત્રણ પુત્રો થયાં

સોમ (બ્રહ્મા)
દત્તાત્રેય (વિષ્ણુ)
અને દુર્વાસા (શિવ)

ક્યાંક ક્યાંક દત્તાત્રેયને ત્રીમુર્તીના સમુચ્ય રૂપ પણ કહ્યાં છે.

જેનામાં સાત, તેજ અને આભા હોય એજ સતી કહેવાય અને એટલેજ સ્વયમ ભગવાન પણ એમની આગળ પાણી – પાણી થઇ જાય છે. આવી તેજોમય સતી અનુસુયાને શત શત વંદન !!!!

——- જનમેજય અધ્વર્યુ

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ગુજરાત

– શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!