વસિષ્ઠ ઋષિ

વેદવેદાંતમાં પારંગત,
ધનુર્વિદ્યામાં કુશળ,
તત્વજ્ઞ, તપસ્વી,
ઉત્સાહી,
કર્મકાંડી,
સત્યવક્તા,
ત્રિકાલદર્શી
અને
ઉત્તમવક્તા
એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરુ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. તેમનો આશ્રમ હિમાલયના એક શિખર ઉપર હતો. એ ઉપરથી એ શિખર હજુ પણ વસિષ્ઠના નામથી ઓળખાય છે.

જન્મ ——

પ્રથમ જન્મમાં વસિષ્ઠ બ્રહ્માના અયોનિજ માનસિક પુત્ર હતા. શ્રીમદ્ ભાગવતમાં વસિષ્ઠને બ્રહ્માના દશ માનસ પુત્રમાંના એક કહ્યા છે. ભગવાન મનુ પણ એમ જ કહે છે. આમ, વસિષ્ઠ અયોનિજ હતા. એમ કહેવાય છે કે, એક રાત્રીના સમારંભમાં દેવો એકઠા મળ્યા હશે. ત્યાં મિત્ર અને વરુણ ઉર્વશીને જોઈ ક્ષોભ પામ્યા અને વીર્ય સ્ખલિત થયું. તે અર્ધું એક કુંભ એટલે ઘડામાં પડ્યું અને અર્ધું વસુ એટલે પાણીમાં પડ્યું. આ રીતે વસુમાંથી જે પ્રગટ્યા તેને વસિષ્ઠ કહે છે.

લગ્ન અને સંતાન ——

આવીજ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો-

તેઓ કર્દમ ઋષિની દીકરી અરુંધતી સાથે પરણ્યા હતા. તેમને બીજી ઊર્જા નામની પણ સ્ત્રી હતી. તેમણે અરુંધતીને કેળવણી આપી જ્ઞાની બનાવી હતી. ઇક્ષ્વાકુ કુળના વિકુક્ષિ રાજાના તે કુળગુરુ થયા. અરુંધતીને શક્તિ વગેરે સૌ પુત્રો થયા હતા. અરુંધતીએ વેદ ઉપર ભાષ્ય કર્યું છે.

Maharshi Vashisth

નંદિની ———

નંદિની નામની કામધેનુનું તે ઉત્તમ બળ હતું. તે વડે એ અતિથિનો તેમની ઇચ્છા પ્રમાણે સત્કાર કરી શકતા. વસિષ્ઠે પોતાની નંદિની નામની ધેનુ દિલીપ રાજાને આપી હતી.

કાર્યો ———-

વસિષ્ઠ દશરથ રાજાના પુરોહિત અને મોટા પ્રધાન હતા. તેમની સલાહ પ્રમાણે રાજ્યકારભાર ચાલતો. દશરથને પુત્ર ન હોવાથી વસિષ્ઠે તેમને પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો તેથી રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન એ ચાર પુત્રો થયા. વસિષ્ઠે રામને વેદ, વેદાંગ, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ન્યાય, નીતિ અને સકળ કળા વગેરે ચૌદ વિદ્યાનું શિક્ષણ આપ્યું હતું. તેમ જ તેમણે રામને આધ્યાત્મિક જ્ઞાન તથા યોગ સમજાવ્યો હતો. એનો ગ્રંથ આજેયોગવાસિષ્ઠ અથવા મહારામાયણ નામથી પ્રસિદ્ધ છે. વળી વસિષ્ઠે સ્મૃતિગ્રંથ રચેલો છે તેને વસિષ્ઠસ્મૃતિ કહે છે તથા તેમણે રચેલી સંહિતાને વસિષ્ઠસંહિતા કહેવામાં આવે છે. તે ૨૧ અધ્યાયની છે. યોગધર્મના તેઓ આચાર્ય હતા. આ યોગધર્મ વેદના જ્ઞાનકાંડ અને વેદાંતશાસ્ત્રના વલણ ઉપરથી રચાયો હતો.

આ ધર્મમાં ગોરખ, મત્સ્યેંદ્ર, જાલંધર, નવનાથ, ચોર્યાશી સિદ્ધ, જૈનોના નવ યોગેશ્વર વગેરે યોગીઓ તેમ જ ગોપીચંદ,ભરથરી, વિક્રમ વગેરે મહારાજાઓ આ ધર્મના નિયમ ઉપર ચાલી ગયા છે.

શિષ્ય બનવું હોય તો ગુરુ વશિષ્ઠ જ હોવાં જોઈએ
જે ભગવાન રામે કર્યું હતું
હું પણ હોઉં તો આવું જ કરું
શત શત નમન ગુરુ વસિષ્ઠને !!!!!
——જનમેજય અધ્વર્યુ

જો તમે ભારતના મહાન ઋષીઓની કથા વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

મહર્ષિ અષ્ટાવક્ર

મહાન ઋષિઓ સપ્તર્ષિ

– મહર્ષિ માર્કંડેય

– મહર્ષિ અગસ્ત્ય

– મહર્ષિ ગૌતમ

– મહર્ષિ દુર્વાસા

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle