॥ બ્રહ્મંચારી લક્ષ્મીરામદાસજી ભગવાનદાસજી ॥

(૧)
॥ આંખલા માટે ઊપવાસ ॥

ખસ્તા ગામની ધરતી પર અજવાળા પથરાવાની તૈયારી સુરજ નારાયણે કરી, કોક કોક દેખાતા તારલા સુરજના અંજવાળામા ધીરે ધીરે ડુબી રહ્યા છે, મોસુઝણુ થય રહ્યુ છે, ઠાકર મંદિરના દરવાજા ઊધડ્યા, ઊભી વાટની આરતી શણગારવામા આવી છે. દાંડીઓ હાથમા લઈ આવનાર ભગતો નગારા વગાડવાની રાહે છે. ત્રાંબાની ટુબડીમા સાકર તુલશીનુ પાણી ભરીને પુજારી લક્ષ્મીરામ શંખ વગાડે ન વગાડે ત્યા મુગા પશુની કારમી ચીસ સંભળાય. માહ માહ શંખ નીચે મુકી લખમીરામે આવતી કરૂણ ચીસ ભણી દોટ મુકી. મંદિર બહાર આવ્યા ત્યા સાંઢ ઊભો હોય એવું લાગે છે. ભગત મૌસુઝણુ ટાણુ છે કળાઇ તો સાઢ છે પણ આ ભાંભરે છે કેમ આવુ. ભગત કંઈ દેખાતુ નથી તેની પાસે જઇ લાવ ડીલ પર હાથ ફેરવુ આમ લખીરામે સાંઢ તરફ હાલ્યા નજીક જય શિવ ગણને હાથ ફેરવ્યો. બચકારો બોલાવતા બાપ્પો ને હાથ ફરતાતો મુખમાંથી શબ્દ નિકળ્યો હે રામ ઘોર કળયુગ, આ મુંગા જાનવરે કોનુ શુ બગાડ્યુ હશે? આખો હાથ લોહીમા બોળીઇ ને લાલ થયો અરરર… આમ કોઈની ઊપર ઘા કરાઇ. આરપાર ભાલો આખલાને કરી દિધો છે કિલો લોટ સમાઇ એવો ખાડો પાડી દિધો છે લાગે છે ચાર પાંચ ભાલાના ઘા કર્યા છે. આથી લોહીજાણ આખલો રામજી મંદિર ના આગણે ઊભો ઊભો મોઢેથી લાળ પાડી રહ્યો છે.

હાફી રહેલા સાંઢ પર આ કાળો કામો કર્યો કોને? અરે આતો શિવનો ગણ છે પાતક લાગશે આમ દેકારો થતા લોકો મંદિર તરફ આવ્યા. શુ થયુ? આ જુઓ આખલાની દશા. હશે બાપુ એમા એક ભગત બોલ્યા. અરે બાપુ જે થવાનુ એ થઈ ગયુ આપડે આરતી કરો. સવારમા નિત્યક્રમ પ્રમાણે આવતા ભગતે કહ્યુ. અરે ભાઇ ધુળ આરતી કરે આમા ઠાકર કોપે હો. આ વાત સારી નથી આજ હુ ઉપવાસ ઊપર ઊતરીશ. જ્યા સુધી આનો મારતલ ન મળે ત્યા સુધી મારે ખાવુ પીવુ નથી. ભલે પ્રાણ જાય પણ બાપુ ગામને કઈ નથી તમે શુ લેવા મથાકુટમા પડો છો. શુ બોલ્યા આમા તમે બોલી શકો હુતો રહ્યો પુજારી પણ ગામના નાગરિક તરીકે તમારી ફરજ પેલી હોય. તમે મંદિર રોજ આવો છો પણ અંદરનો આત્મા મરી ગયો લાગે છે. અરે પણ તમે મને રોકશો નહી. મારે આજ ગામદેવીના પારે ઊપવાસ કરીશ. હુ ગામદેવીએ જાવશુ કોઈ પાછળ ન આવે આમ કહી લખમીરામ ગામદેવીએ ગયા.

બાર એક બે ને ત્રણ વાગ્યા ગામમા ચર્ચા ઊપડી શુ કરશુ? બાપુ માનશે? અરે મનાવો ને કરગરીને અપા છોડાવો. સાધુ ભુખ્યો રહે એ પણ પાપ છે જાવ ને કેજો કે હવે જે થયુ એ થયુ ચાલો પાંચ જણ મારી સાથે આવો. મુખી બોલ્યા ને પાચ સાત જણ ધીમે પગલે મંદિર આવી બીતા બીતા માફી માંગવા લાગ્યા. હવે આવુ નહી થાઇ એ જવાબદારી અમે લેવી છીએ. અરે ઇમ હાલતુ હશે ગોતો બારનો કોઈ નથી ગામનો છે ને ઘણા જાણે પણ છે. શુ લેવા મુંગા રહી ગુનેગાર ઠરો છો ઇશ્વરના. હા વાત સાચી છે પણ આ વખતે જવાદો ને માફ કરો ને મંદિર ચાલો ને અપા છોડો એટલે બસ આમ ભુખ્યુ નો રેહવાય ચાલો ખાઇલો. અરે ભાઇ તમે બહુ કરી પણ આમા રોટલો ચેઇમ ગળે ઊતરે … પણ બાપુ તમે અમારા સામુ જુઓ કરવા વાળો ખાઇને સુતો હશે ને તમે સવારના નકોડા છો પણ અમે તમને કગરવી છીએ અમારૂ માનો તો સારૂ …. એતો બરાબર પણ આવુ નો થવુ જોવી સાચુ છે પણ હવે માની જાવ ઠીક છે પણ હવે આવુ ન બનવુ જોવી ને બને તો મને નો રોકતા.. ના બાપુ હવે આવુ બને તો તમે છુટા…ને ઇ જવાબદારી ગામની પછી બીજૂ બોલો કંઈ પણ તમે મંદિર ચાલો થોડુ ખાઇલો હા..ભાઇ હાલો તમતમારે ઘરે જાવ હુ મારી રીતે ભોજન કરીશ…સીતારામ સીતારામ..

(૨)
॥ તુ મારી બહેન તમે નારીને અમે સદા બ્રહ્મંચારી॥

આ સાંજ ટાણે આ ઢોલ શરણાઈ શેના વાગે છે કઇ પ્રસંગ છે ? હા સામૈયા થાય છે કંઈ જગ્યાએ રામજીમંદિરે વાગતો હોય એમ લાગે છે ને લખીરામ ની જાન આજ ગઈ તી એવા વાવડશછે હે….! લખીરામ ..

હા લક્ષ્મીરામબાપુ ની જાન આવી છે પણ બાપુને સંસારમા ક્યા રસ છે? સેજ નહી ને ખબર છેને પેલી વાર પરણ્યા ને તેમના પત્નીને પોતે બ્રહ્મંચારી રેવુ એવુ આ જીવન વ્રત છે એમ કહી બેન કરી ને છુટૂ કર્યુ ને પાછુ આ બીજીવાર કોણે ઠુઠુ ઝલાવ્યુ. કોઈએ નહી ગામે બાપુને ખુબ કરગરી કરગરીને માન મનાવ્યા છે. રોટલા ઘડવા વાળુ કોકતો જોવી કે નહી. આ જીવતો સંતોષી છે પણ ઘરનુ માણહ હોયતો ફેર પડે ઘડપણ મા, પણ હવે આજ શુ થાય ઇ જોવુ છે..

મીઠા શુર રેલાવતી શરણાઈ ના તાલે ઢોલ વાગી રહ્યો છે પીપરના તોરણ ઝાલી ઊભેલા બાળકો વરઘોડીયાને પોખાવે છે ને અબીલગુલાલને ચોખાથી વરઘોડીયાને વધાવ્યા ને કંકુ પગલા પાડી નવઢાએ ઓરડે પગ મુક્યો ઇશ્વરની સાક્ષીએ છેડાછેડી છુટી ને સૌ ગામ લોકો ઘરે ગયા. રામ રામ મારે ગામ લોકોએ કિધુ એમ કરવુ પડ્યુ કારણ ગામ મને ગુરૂ માને છે ને ના છૂટકે મારે જાન જોડવી પડી એટલે તમે કેવા શુ માંગો છો? જો તમે એવુનો રાખશો પણ હવે સાંભળો તમે લાડેકોડે તમારા બાપનુ આંગણુ છોડી મારુ આંગણ ઊજ્ળુ કરવા આવ્યા છો પણ હુ. શુ પણ જો તમે દુખ ના લગાડતા પણ શેનુ દુખ. બોલી નાખોને કયારના ગોટા વાળો છો. જુઓ આ મારા બીજીવાર લગ્ન થયા છે તો એમા છુ અરે તમે સાંભળો મારી પેલી પરણેતને મે બેન કરી રાખ્યા ને તેઓ તેમના પિયર બીજુ ઘર કરવા ચાલ્યા ગયા ને હવે તમે આવ્યા છો. હાતો શુ? જુઓ હુ રામરોટી લેવા બે ઘર ફરૂ છુ તમે આયા હવે પાંચ ઘર ફરીશ. ભુખ્યા નહી રાખુ ઇ મારૂ વચન છે, પણ પાછુ પણ શુ? પણ મારે નીમ છે. શેનુ મારે આજીવન બ્રહ્મંચારી રેહવાનુ, પણ આ ગામ ન માન્યુ ને મને પરાણે પરણાવ્યો. પણ આજથી હુ તમારો ભાઇ ને તમે મારા બહેન.

અરે રામ રામ આ શુ બોલો છો! હા પણ તમારે પેલા વિચાર કરવોતો હવે માયરે ચડીને લાવ્યા અને હવે અધવચ આમ રજળાવો ઇ સારૂ નહી. અરે પણ હજુ આપડે ક્યા ઘર સંસાર માંડયો છે એ માટે જ પેહલા કવ છુ ને ગામ ને મારી ચિંતા થતી કે ઘરનુ માહણા હોય તો સુખદુખમા સથવારો મળે એટલે મને કાલાવાલા કરી પરણવા મનાવ્યો ને ગામને સારૂ લાગે એ માટે મારે શરમ રાખી ને આ કાર્ય કરવુ પડયુ. પણ મને માફ કરજો પણ આપને જ્યા સુધી ગમે ત્યા સુધી રહી હરી ભજન કરી શકો છો….તમે સ્વતંત્ર છો હુ તમને કોઈ રોક ટોક નહી કરૂ પણ બહેન તરીકે ….આમ સદા બ્રહ્મંચારી અખંડ રહ્યા..

(૩)
॥ ચલ રામ લઈજા ॥

સુખ અને દુખની સાંજ અને સવાર પડતી ગઈ ને લખીરામના બીજા ઘરવાળા પણ પોતાનો સુખદુખનો સાથી ગોતવા પિયર ભણી હાલી નિકળ્યા. હવે લખીરામ રામ ભજનમા ઔત પ્રૌત રેહતા બસ એકજ નામ રામ રામ ને રામ બીજી વાત નહી. આ પરોપકારી જીવ બે ઘર થી રામ રોટી લાવી ગાય કુતરાને અને પોતે આરોગતા ને ભજન-કિર્તન ની રમઝટ એકાદશીએ મંડાતી ગામના માણસો પણ રામસાગર ના રણકાર અને મંજીરાના તાલે પખાજ પર થપાટુ વાગતી ને ભજન ઊપડતુ

.. હે જી ગુરૂજી આયો કાંઇ જુઠો રે જમાનો
કઠણ કળજુગ વારો આમા કેમ દિધો રે કિરતાર અવતાર અમારો રે

ને બાર વાગ્યે ઠાકરથાળી કરી સૌ આરધી ભજનો ઊપડતા ને સવારે પ્રભાતી કરી સૌ ઘરે જાતા. આમ એક દિવસ સવાર સવારમા ગામમાં છાની માની વાતોની ખુશપુશ ચાલી રહી છે. અરે ના હોય ભાઇ બિચારા કણબીનો બરડો તોડી નાખ્યો છે. સોળ ઊપડી ગઈ છે. માથામાં પણ વગાડયુ છે કોણે ? કોણ જાણે શુ થવા બેઠુ છે આ ગામનુ પણ લખીરામને આ વાત ન કરતા એ જીવડો દુખી થશે. ભલે ભલે ચાલો મારે રોટલા બાકી છે પણ સુરજ ઢાક્યો છાબડે રે ખરો સાંજ ટાણે લખીરામને વાવડ મળ્યા કે હરી હરખાને ઢોર માર માર્યો છે ને બોલી પણ નથી શકતો. સંતનુ કોમળ હ્રદય કકળી ઉઠ્યુ અરે મારા નાથ આ સ્વાર્થી જગત ક્યા સુધી નિર્બળ પર અત્યાચાર કર છે ને ક્યા સુધી તુ સાખીશ. હવેતો હદ થઈ ને મને શુ લેવા અહી રાખ્યો છે ત્યા રોજ મંદિર આવતા ભગતને કિધુ. આ ખરેખર બહુ ખોટુ થયુ આમ કણબીને મરાય તમે કો હાથમા ફરતી માળા ઊભી રાખી ભગત બોલ્યા. બાપુ ઇ ઇમનો ડખો છે તમે શુ લેવા પંચાયતમા પડો છો. આવુતો હાલ્યા જ કરવાનુ આપડે તો આપડે ભલાને આપડુ કામ ભલુ. તમે ખાલી ચિંતા કરો છો હે ભગત તમે પણ ભગવાનનો તો ડર રાખો. માણસ જ માણસનો દુશ્મન બન્યો માણસાઇ તો ક્યા મુકાઇ ગઇ તમે તો રામના સેવક છો તમને આવા વેણ ન શોભે. પણ બાપુ આપડે શુ કરી લેવાના ને કોકની સાટુ ઉઠ પાણા પગ પર કરવા. રામ રામ ભગત તમે ભક્તિરસ ખરો પચાવ્યો હો હે રામ…તે મને શુ અહી રાખ્યો છે આ પીડા કોને કહીએ.

આ પાપ જોવાના હે રામ! હવે તેય બહુ કરવા માંડી છે પણ આજ હુ આ જગત છોડીને તારી પાસે આવુ છું તુ આજ મારા વેણને નો ઊથાપતો આજ મારી વાત તારે માનવી પડશે કારણ હુ તારો ટેલીયો છું પણ ઘડીક વાર ઊભા રહો રામ. મારા ભગતોને મળી સાથે આવવા પુછી જોવ. માળા ફેરવી રહેલા ચાર પાંચ ભકતો પાસે આવી ને લખીરામે ભગતોને કહ્યુ સારા સમાચાર આપુ ભગતો. સૌ રાજી થઈ બોલો બોલો બાપુ શુ સમાચાર છે. સમચાર એમ છે કે ભગવાન વૈકુંઠ થી આપણને લેવા આવ્યા છે તમારે બધાને આવવુ છેને હે….હા આપડો રામ આયો છે તૈયાર છોને પણણ હવે પણને બણ આ ફેરો સુધારી લો આવો લાહ્વો વારંવાર નથી મળતો થાઓ તૈયાર ને કહો હા એટલે વિમાનમા બેસી વૈકુંઠ સિધાવ્યે. શુ વિચારો છો કેમ નથી આવવુ? બાપુ હજુ છોકરા છૈયા ને.. હવે ઇ બધુ તો છે પણ રામ કાયમ છે માટે અમુલખ ટાણું આંગણે ઊભુ છે વધાવી લેવાઇ. ના ના અરે રામ તારી માયાથી કોઈ પર નથી. ઠીક ત્યારે હું હવે રહેવા નથી માંગતો. ઘણા સમયથી આપડે સાથે હરીગુણ ગાયા સાથેના સાથે જો કોઈ મારાથી ભુલ થઈ હોય તો મને માફ કરજો ને આ મારા છેલુકી વારના ઝાઝા કરીને સીતારામ.

સૌ સંપીને રેજો કોઈ ગરીબને કનડતા નહી, ઝાઝુ તો શુ કવ પણ હવે હુ જાઊ છુ. તમે શુ બોલોશો. હા એતો મે તમને પણ સમજાવ્યા કે ચાલો ફેરો સુધારીલો પણ વૈકુંઠ બધાને નથી મળતુ ને મારી વાત પણ સમજી ન શક્યા. ઠીક ત્યારે મળશુ ધણીના દરબાર મા. આમ રામ રામ કરી રામની મુર્તિ આગળ પલાઠી વાળી આંર્દનાદ કરી રામની સામે અશ્રુભીની આંખે રામને જોતા વિનંતી કરીને એક હાથ જમીન પર પછાડી લખીરામના મોંઢે એક શબ્દ નિકળ્યો ચલ રામ લઈ જા, ચલ રામ લઈ જા ને ભગતને વશ ભગવાન તરતજ વૈકુંઠ થી ઊતરી આવ્યા ને આદેશ પ્રમાણે લખીરામ સમાધિસ્થ થયા ને ખોળીયુ ખાલી કરી વિક્રમ સંવત ૨૦૧૧ આસો વદ ને અગિયારશ ના રોજ આલોક છોડી પરલોક સિધાવ્યા. સૌ ભક્તો મુંઝવણ મા પડ્યા. બાપુને બે હાથે ઢંઢોળોવા લાગ્યા. બાપુ એ બાપુ શુ થયુ? પાણી લાવો, પવન નાખો, હવા આવવા દિયો પણ રામ ભગત રામની હારે ક્યારનો હાલી નિકળ્યો અહીતો ખાલી ખોળીયુ પડી રહ્યુ એને દુનિયાની કોઈ ચીજની જરૂર નતી લોકોની આંખોમા શ્રાવણ ભાદરવો ચાલુ થઈ ગયો ત્યા બેઠેલા કાયમીક ભક્તો માટે વૈકુંઠ જવાનો લાહ્વો ગુમાવ્યોના પસ્તાવા સિવાય બીજુ કંઈ ન હતુ.

.હંસો રાજા હાલ્યો એજી પીંજર એના પડ્યા રે મેલી
..અને છોડી હાલ્યો સરોવરીયા કેરી પાળ…..

સંસારી એને શુ પામે ગામમા વાયુ વેગે વાત ફેલાઈ લખીરામ દેવ થયા. હે શુ? હા લખીરામ દેવ થયા પણ એમને નખમાંય રોગ હતો નહી ને અચાનક આશુ થયુ? ઇતો હવે ઇ મારો રામ જાણે પણ દેવ થયા ઇ સાચુ. હું ત્યાજ જવશુ…ગામમા પાલખી ફેરવાની છે

નોંધ:: આ ઘટના હકીકત બનેલી. ભગતો જોવે એમ ચલ રામ લઈ જા એ જોવા વાળા ભગતો હમણે સુધી હતા. લક્ષ્મીરામ બાપુ એ ખસ્તા ગામની અંદર સાત વખત રામ રોટી ઊઘરાવી ગામ ધુમાડો કરેલો પોતે સંતોષી જીવ હતા પૈસા રૂપીયા અનાજ કદિયે ભેગુ ન કરતા એકજ વાત આગે આગે ગોરખ જાગે. કાલની વાત કાલ પાસે પણ ગામના દરેક નાનામા નાની વ્યકિત માટે તે જીવ બાળતા કોઈનુ દુખ ન જોઈ શકતા એ ઊદાર દયાળુ આત્મા અમારા ગામના હતા એ વાતનો મારા ગામને ગર્વ છે…. જય ગુરૂ મહારાજ..

🙏 લક્ષ્મીરામ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન 🙏

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!