“બકરી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 11

ચુંડો રબારી જણાવ્યા મુજબ અગાઉના જમાનામાં રબારી કોમમાં માલ પરથી માલદાર ગણાતો..

માલ એટલે દૂધાળાં ઢોર.

એમાં ય વળી બે ભાગ..
એક મોટો માલને નાનો માલ ..

મોટો માલ એટલે ગાય,ભેંસ….
નાનો માલ એટલે ઘેટાં બકરાં..

મારા ગામમાં તો નહોતા નાના માલધણી પણ બાજુના ગામે ચુંડો રબારી નાનો માલ રાખતો હતો. ક્યાંકને ક્યારે ક તેનો ભેટો વગડામાં થઈ જતો. બકરાંને બીજા માલની જેમ ઝાઝાં સાચવવાં પડે નહીં. પેલી કહેવત બકરી મુકે કાંકરો ઉંટ મુકે કાંકરો.

બસ કાંકરા સિવાય જે મળે તેનાથી પેટ ભરી લે…

તેથી ચુંડો એ ય મજાનો છાંયડો કે કોઈ વાતો કરવાવાળુ મળી જાય તો બેસી જાય.. એકવાર મારો ભેટો તેની સાથે થઇ ગયેલો.. અમારો ચુંડો થોડું એટલે સાત ધોરણ સુધી ફરજ્યાત શિક્ષણ હોવાથી ભણેલો.. વાંચવાનો પણ શોખીન..

કમનસીબે તેની ૧૫ વરસની ઉમરે તેના બાપા દેવલોક થયા ત્યારથી તે બાપનાં બકરાં ચારે છે. તેની પાસે ૬૦ જેટલાં બકરાંને ૨૦ જેટલાં ઘેટાં હતા. પુછતાછ કરતાં ઘેટાં બકરાં માટેની તેની વિશેષ જાણકારી જાણી મને નવાઈ લાગી અને ગ્રામ્યજીવનના આ સ્તંભ પ્રતિ આદર પણ થયો..

આજે કેટલાક સમય પછી આ વિગતો મુકુ છું. આશા છે કે આપને પણ મારી જેમ પસંદ આવશે…

રબારીમાં બકરીને ભારતમાં ‘ગરીબ માણસની ગાય’ કહેવામાં આવે છે. સૂકી જમીન પર થતી ખેતીમાં બકરી અત્યંત મહત્વનું ઘટક છે. ગાય અને ભેંસ જેવા અન્ય પ્રકારના પ્રાણીઓ માટે અયોગ્ય એવી સીમાંત કે ખાડા ટેકરાવાળી જમીનોમાં બકરી શ્રેષ્ઠ વિકલ્પ છે.

અત્યંત ઓછા મૂડીરોકાણ સાથે બકરીનો ઉછેર નાના અને સીમાંત ખેડુતો માટે નફાકારક સાહસ બની શકે છે.

ભારતમાં બકરીઓની આટલી જાતો મારા ધ્યાને છે.

 • કાઠિયાવાડી
 • દેશી
 • ગોહિલવાડી
 • ઝાલાવાડી
 • કચ્છી
 • સુરતી
 • મહેસાણવી
 • સીરોહી
 • બીટલ
 • જમનાપારી/જમનાપરી

પરદેશમાં પણ આ જાતો પ્રખ્યાત છે.

 • અંગોરા/અંગોલા
 • બોઅરસા
 • નટોગનબર્ગ

બકરીઓની એવી વાતો જે મારા ધ્યાને કદી ય નહોતી તે પણ જણાવી.

૧.અધિકૃત રીતે બકરીઓની ૨૦૦ થી વધારે પ્રજાતિ છે.

૨.દરેક બકરીને શિંગડા નથી હોતા.

૩.બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

૪.આખી દુનિયામાં લગભગ ૪૫૦ મિલિયન બકરીઓ છે.

૫.બકરી અને બકરા બેયને દાઢી હોય છે.

૬.મારખોર પ્રજાતિની બકરી પાકિસ્તાનનું રાષ્ટ્રીય પશું છે.

૭.બકરીઓનાં શિંગડા જૂદી-જૂદી દિશામાં વધે છે અને તેની પેટર્ન પણ અનોખી હોય છે.

૮.બકરીનું બચ્ચું જ્યારે જન્મે છે, ત્યારે તેને શિંગડા નથી હોતા પણ ટૂંક સપ્તાહમાં વધવા લાગે છે.

૯.લોકો બકરીને ક્યારેક-ક્યારેક પિલ્લા કે બકરીનાં બચ્ચાની જેમ પણ ઉછેરે છે.

૧૦.બકરીઓ કઈ પણ જોવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. જો તમે કઈંક કરો છો તો તેમને ખૂબ જ વિચિત્ર રીતે જોયા કરે છે.

૧૧.બકરીઓની વિવિધ પ્રજાતિઓનો ઉપયોગ દૂધ, માંસ, ઊન માટે કરવામાં આવે છે.

૧૨.ક્યાંક-ક્યાંક કેટલાક લોકો બકરીઓથી બાળકોની નાની ગાડીઓ પણ ખેંચાવડાવે છે.

૧૩.બકરીઓ ખૂબ જ સ્ફૂર્તિ ધરાવે છે.

૧૪.બકરીઓને માત્ર નીચેના જડબામાં દાંત હોય છે અને ઉપર માત્ર તાળવું.

૧૫.બકરી અન્ય પશુઓની જેમ ચકોર હોય છે.

૧૬.બકરીઓનો રંગ કેટલાય પ્રકારનો હોય છે, તેમાં તેઓ જેટ બ્લેકથી લઈને ડાર્ક બ્લૂ રંગની પણ હોય છે.

૧૭.બકરીની ચામડીમાંથી હાથમોજાં પણ બનાવવામાં આવે છે, આ ખુબ જ સૉફ્ટ હોય છે તે ખુબ મજબૂત હોય છે.

૧૮.બકરીઓ કેટલાક અવાજમાં ઉચ્ચારણ કરે છે.

૧૯.બકરીના બચ્ચાને તેની માતાની આસપાસ ઉછળ-કૂદ કરવું ખૂબ ગમે છે, જ્યારે બકરી બેઠી હોય કે સૂતી હોય.

૨૦.બકરીની આંખો ગોળાકાર હોવાની જગ્યાએ લંબાઈમાં હોય છે, આનાથી તે સપાટીને દૂર સુધી જોવા માટે સક્ષમ હોય છે.

૨૧.બકરીઓ ટિનના કનસ્તરમાં નથી ખાતી.

૨૨.બકરીનો માલિક હમેશા તેના પશુધન ઉપર નજર નથી રાખતો.

૨૩.કેટલીક બકરીઓની હડપચીમાં ચામડીનું એક બંડલ હોય છે પણ તેનો ઉપયોગ કઈ જ નથી હોતો.

૨૪.મોટા ભાગની બકરીઓ ઘાસ ચરવાનું જ પસંદ કરે છે.

૨૫.જો બકરીનું પાલન-પોષણ જે પણ માણસ કરે છે, તે તેના પ્રત્યે વફાદાર થઈ જાય છે. તે તેના માલિકને ખૂબ જ પ્રેમ કરે છે.

૨૬.બકરીઓની પલડવું સહેજ પણ નથી ગમતું, પછી વરસાદથી ભરાયેલું પાણી જ કેમ ન હોય.

૨૭.બકરીનું ફર ધૂળ અને પાણી પ્રતિરોધી હોય છે.

૨૮.બકરી ઘાસનો ઉપરનો ભાગ જ ખાવાનું પસંદ કરે છે.

૨૯.બકરીઓની પ્રતિરોધ કરવાની ક્ષમતા હવે ઘટતી જઈ રહીં છે.

૩૦.અત્યાર સુધીમાં સૌથી ઉંચી બકરી 6 ફૂટની રહી છે.

૩૧.બકરીઓ જૂદા-જૂદા પ્રકારનાં અવાજો કાઢી શકે છે, જેનો અર્થ પણ જૂદો-જૂદો થતો હોવાનું જાણવા મળ્યું છે.

૩૨.વિદેશમાં કેટલીક કંપનીઓ બકરીઓને ઘાસનાં મેદાનમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનો બિઝનેસ પણ ચલાવે છે.

૩૩.પરંપરાગત એક પહાડી બકરી ઘેટા સાથે વધારે મળતી આવે છે. આ સામાન્ય બકરીઓથી ખાસ્સી જૂદી હોય છે.

૩૪. લામાંચા પ્રજાતિની બકરી જ્યારે જન્મે છે, તો તેના કાન નામમાત્રના હોય છે. એવું લાગે છે, જાણે તેને કોઈએ કાપી ખાધા હોય.

૩૫.અત્યારસુધીની સૌથી મોંઘી બકરીનું વેચાણ ૧,૯૪,૫૪૭ ડોલરમાં થયું છે.

૩૬.ન્યૂબિયન જાતની બકરી અમેરિકાનાં ડેરીફાર્મોમાં ખૂબ જ જોવા મળે છે.

૩૭.ન્યૂબિયન જાતીની બકરીનાં કાન એટલા લાંબા હોય છે કે નાકની આગળ પણ નીકળી આવે છે.

૩૮.ઈથોપિયામાં બકરીમાં સૌથી પહેલા ખાસ્સા બીન શોધવામાં આવ્યા હતા.

૩૯.આખી દુનિમાં સૌથી વધારે બકરીનું દૂધ લોકો પીવે છે, અન્ય પ્રાણીઓની સરખામણીએ.

૪૦.એક બકરીને 24 દાઢ હોય છે અને 8 દાંત હોય છે.

૪૧.બકરીઓ શિંગડા વગર અને સાથે પણ ક્યારેક જન્મતી હોય છે.

૪૨.બકરીના પેટમાં ખોરાક માટેના ચાર ચેમ્બર હોય છે.

૪૩.બકરી સૌથી સાફ સુથરા રહેતા પ્રાણીઓમાંથી એક છે.

૪૪.બકરી ગાય, ઘેટા, ભુંડ અને અહીં સુધી કે કૂતરાંથી પણ વધારે સ્વતંત્રતાપ્રિય હોય છે.

૪૫.બકરીઓ ક્યાંક મનુષ્યોથી વધારે ૫,૦૦૦ કરતાં ય વધારે જાતનો સ્વાદ ચાખી લેતી હોય છે.

૪૬. એન્ટાર્ટિકાને બાદ કરતા બાકી તમામ વિસ્તારોમાં બકરી જોવા મળે છે.

૪૭.બકરીઓને કૂદવું અને ટેકરીઓ ઉપર ચઢવાનું પસંદ કરે છે.

૪૮.બકરી જ્યારે કોઈ ટેકરી ઉપર ચઢે છે, ત્યારે તે પહેલેથી હાજર બીજી બકરીને નીચે ઉતારવા માટેના પ્રયત્નો કરે છે.

૪૯.બકરીઓને જે સારવાર આપવામાં આવે છે, તે બીજા પ્રાણીઓ માટે શોધવામાં આવેલી હોય છે.

૫૦.બકરીનું બચ્ચું જન્મતા જ થોડા સમયમાં ઊભું થઈ જાય છે.

૫૧.બકરીનું દૂધ ગાયનાં દૂધ કરતા ઓછું તાકાતવાન હોય છે.

૫૨.બકરીઓમાં આંસૂ નળી (ધમની)નથી હોતી.

૫૩.ચીન પાસે વિશ્વમાં સૌથી વધારે બકરીઓ છે.

૫૪.બકરી એક દિવસમાં એક ગેલન સુધીનું દૂધ દઈ શકે છે.

૫૫.કેટલીકવાર તમાકૂનો પ્રયોગ બકરીઓને ગરમ કરવા માટે કરે છે.

૫૬.બકરીઓનો જીવનકાળ ૧૫,૧૬વર્ષ છે. પરંતુ સૌથી વધારે જીવનારી બકરીનું આયુષ્ય ૨૨ વર્ષ ૬ મહિના હતું.

૫૭.બકરીનું દૂધ ગાયનાં દૂધથી વધારે સુપાચ્ય હોય છે.બકરીઓ દૂધને પચવામાં ૨૦ મિનિટનો સમય લાગે છે, જ્યારે ગાયનાં દૂધને પચતાં એક કલાક લાગે છે.

૫૮.બકરી ઘણી વખત તેના પાછળનાં બે પગના જોરે ઊભી પણ થઈ શકે છે. આવું તે ત્યારે કરે છે, જ્યારે તે કોઈ ઉંચે ઝાડીને ખાવા માંગતી હોય.

૫૮.બકરીનાં દૂધનો પ્રયોગ ક્યારેક સાબુમાં કરવામાં આવે છે.

૫૯.અમેરિકા બકરીઓની આયાત આખી દુનિયામાંથી કરે છે.

૬૦.કેટલીક બકરીઓ હમેશા તેના બચ્ચાને નજીક રાખવાનું પસંદ કરે છે, જ્યારે કેટલીક પસંદ નથી કરતી.

૬૧.ઑસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી વધારે બકરીઓની નિકાસ કરે છે.

૬૨.બકરીઓ મોટે ભાગે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે.

૬૩.બકરીઓ તેનાં બચ્ચાંની સુંઘથી પણ ઓળખી શકે છે.

૬૪. જો તેની ઉપર સેન્ટ છાંટી દેવામાં આવે તો પણ બકરીઓ તેનાં બચ્ચાંને ઓળખી લે છે,

૬૫.બકરીઓ પાસે 340 ડિગ્રી સુધીની વિઝન સિસ્ટમ હોય છે.

૬૬.બકરીઓ રાતમાં પણ સારી રીતે જોઈ શકે છે.

૬૭.જંગલી બકરી સુતી નથી.

૬૮.બકરીનાં દૂધમાં સ્વાભાવિક રીતે એકરૂપ્તા હોય છે.

૬૯.પ્રાચીન સમયમાં ધુમક્કડ લોકો બકરીની ચામડીનો ઉપયોગ પાણી ભરવાનાં પાત્ર તરીકે પણ કરતા.

૭૦.અમેરિકાનાં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનાં પુત્ર પણ બે બકરીઓને વ્હાઇટ હાઉસમાં રાખતા હતા.

૭૧.બકરીઓનાં શિંગડાની વૃદ્ધિ ક્યારેય રોકી નથી શકાતી.

૭૨.બકરીનાં દૂધમાંથી દૂધના ૨૫% પનીર બને છે.

૭૩.જ્યારે બકરીઓ એક ઝુંડમાં ચાલે છે ત્યારે તેની આગેવાની સૌથી વધુ ઉંમરની બકરી કરે છે.

૭૪.બકરીનું માંસ સૌથી ઓછી ચરબી વાળું રેડ મીટ છે.

૭૫.જુડાસ જાતિની બકરીને સમૂહમાં રહેવા માટે તાલીમ આપવામાં આવે છે,

૭૬.ઘરે પળાતી બકરી દરરોજ રાતે તે જ જગ્યાએ સુવાનું પસંદ કરે છે, જ્યાં તે પહેલેથી સૂતી આવી હોય.

૭૭.પહાડી બકરી ક્યારેક-ક્યારેક શેવાળ પણ ખાઈ લે છે.

૭૮.ચામડીની સારવાર માટે બકરીનાં દૂધમાંથી બનેલા સાબુનો ઉપયોગ પણ કરવામાં આવે છે.

૭૯.નાનાં બાળકોને મોં આવી જાય કે ચાંદા પડી જાય ત્યારે બકરીના દૂધની શેર તેના મોંમાં પાડવાથી મટી શકે છે.

૮૦.ઘરેલૂ બકરીનાં શિંગડાની લંબાઈ વધુમાં વધુ ૫૨ ઈંચ નોંધાઈ છે.

૮૧.બકરીઓમાં પ્રાકૃતિક રીતે તેલ હોય છે, જે તેને પ્રતિરોધ કરવામાં મદદ કરે છે.

ઘેટાં અંગેની ચુંડાની જાણકારી સિમીત લાગી છતાં પણ જે જાણકારી હતી તે મુજબ….

૧.ઘેટું પર્યાવરણને સારી રીતે અનુકૂળ છે.

૨.ઘેટું ઉન અને માંસ માટે અનુકૂળ

૩.દર વેતરે 1-2 બચ્ચા દર

૪.ઘેટાનો વાડો જમીનને ખાતર આપે

૫.આઠ મહિનાના ઘેટાની પ્રારંભિક કિંમત રૂ. રૂ.૧૨૦૦થી વધારે ગણાય છે.

૬.૬-૭વર્ષનું ઘેટુ રૂ. ૧૦૦૦થી વધારે કિમતે વેચાય છે.

૭.એક વર્ષ કે છ મહિનાનો નર ઘેટો રૂ. ર૦૦૦થી વધારે કિંમતે વેચાય.

૮.ઘેટુ વધુમાં વધુ ૫૦ ઘેટાંને તેના માલિકને વરસો સુધી યાદ રાખી શકે છે.

૯.ઘેટાંની શ્રવણશક્તિ પાવરધી હોય છે.

૧૦.ઘેટા પાસે ૩૬૦ ડિગ્રી સુધીની વિઝન સિસ્ટમ હોય છે.

૧૧.ઘેટાંનુ દૂધ પીવા કરતાં ચીઝ બનાવવામાં વધારે વપરાય છે.

૧૨.ઘેટાનુ આયુષ્ય ૫થી ૧૦ વરસનુ હોય છે.

૧૩.ઘેટાં આશરે ૧૦,૦૦૦ વરસ પહેલાં મધ્ય એશિયાથી આવેલ હોવાનો અંદાજ છે.

૧૪.ઘેટું લાંબી પુંછડી સાથે જન્મે છે.

૧૫.પુખ્ત ઘેટાનું વજન ૪૫ થી ૧૦૦ કિલો જેટલું હોય છે

૧૬.ઘેટુ ટોળામાં જ રહેવું પસંદ કરે છે.

રાજયમાં ઘેટાંની મુખ્યત્વે ત્રણ ઓલાદ જોવા મળે છે. જેવી કે

 • પાટણવાડી
 • મારવાડી
 • ડુમા

પાટણવાડી:

આ ઓલાદ તેના રોમન આકરાનું નાક તથા ઘેટાંનું મોઢા (ચહેરાથી) ગળા સુઘીનો તથા ચારેય પગ ઢીચણથી નીચે કથ્થાઈ થી ઘેરા કથ્થાઈ રંગ માટે જાણીતી છે. તેનું શરીર બેઠા ઘાટનું હોય છે. કુલા સહેજ દબાયેલા અને પેટ લચીલુ હોય છે. કાન વળેલા ટયુબ આકારના અને મઘ્યમ કદના હોય છે. આ ઓલાદના ઘેટા શીગડા વગરના હોય છે.

મારવાડી:

આ ઓલાદ કાળુ માથુ ઘરાવતા પર્સીયન ઘેટાંને મળતી આવે છે. પરંતુ તે કદમાં નાનુ અને દેખાવે સુંદર લાગે છે. આ ઓલાદની કઠણ ક્ષમતા (પ્રબળ સહન શકિત) ઘરાવવાની લાક્ષણિકતાના લીઘે વારંવાર પડતા દુષ્કાળ સમયે સ્થળાંતર કરવામાં ઘણા ઉપયોગી છે.

ડુમા:

આ ઓલાદના ઘેટાં શરીરે વઘુ વજનદાર અને વઘારે દૂઘ ઉત્પાદન વાળા હોય છે. આ જાનવરો રાજયના જામનગર અને રાજકોટ જિલ્લામાં જોવા મળે છે.

છેલ્લે બકરીની કેટલીક કહેવતો પણ કહી..

 • 🌹ઘરમાં વાધને બહાર બકરી
 • 🌹બકરી બરફ ખાઈ ગઈ
 • 🌹બકરૂં કાઢતાં ઉંટ પેઠું
 • 🌹બલિનો બકરો બનાવ્યો
 • 🌹બકરીબાઈને વળી ઉચાળા કેવા?
 • 🌹બોકડો વધેરવો

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!