🚩 હલ્દીઘાટીના યુદ્ધનાં કેટલાંક રોચક તથ્યો🚩

હલ્દીઘાટીના યુદ્ધ એ કારણે થયું હતું કે —–
કારણ કે મહારાણા પ્રતાપે અકબરનું આધિપત્ય સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જયારે તે સમય સુધીમાં રાજસ્થાનના તમામ રાજાઓએ અકબર સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

મહારાણા પ્રતાપના ગૌરવ અને પ્રતિષ્ઠા એટલાં, માટે વધુ છે કારણકે અડધા કરતાં વધારે હિન્દુસ્તાન પર શાસન કરનાર મોગલો સાથે તેમણે માત્ર પોતાના વતનને બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો. જ્યારે તેની પાસે સૈન્યની તાકાત ઓછી હતી. !!!!

હલ્દીઘાટીની લડાઈ ઘણા દિવસો સુધી ન હતી પણ એક જ દિવસમાં સમાપ્ત થઈ. તે માત્ર ચાર જ કલાકમાં, જ્યારે મહારાણા પ્રતાપ અને અકબરની સૈન્ય ૨૧ જૂન ૧૫૭૬ ના રોજ આમને સામને આવ્યું હતું !!!!

મહારાણા પ્રતાપની સેનામાં મુખ્ય સેનાપતિ
ગ્વાલિયરના રામ સિંહ તંવર,
કૃષ્ણદાસ ચુંડાવત,
રામદાસ રાઠોડ ઝાલા ,
પુરોહિત ગોપીનાથ,
શંકરદાસ,
ચરણ જૈસા
પુરોહિત જગન્નાથ જેવા યોદ્ધા હતા.

મહારાણા પ્રતાપના સૈન્યનું નેતૃત્વ અફઘાન યોદ્ધા હકીમ ખા સુરે કર્યું હતું. જેનાં પરિવાર સાથે અકબરને બહુ જુનું વેર હતું !!!! જ્યારે મુઘલોએ સુરી રાજવંશના શેરશાહ સુરીને હરાવ્યા હતાં અને એટલાંજ માટે પ્રતાપ સાથે મળીને મોગલોને હરાવવા માંગતા હતાં !!!!

મહારાણા પ્રતાપ તરફ આદિવાસી સેનાના રૂપમાં ૪૦૦–૫૦૦ ભીલ પણ સામેલ હતા. જેનું નેતૃત્વ ભીલ રાજા પૂંજ કરતાં હતાં. ભીલજાતિ શરૂઆતથી રાજપૂતોની સ્વામીભક્ત રહી છે !!!!

રાજસ્થાનનો ઇતિહાસ લખવાંવાળાં જેમ્સ ટોડ મુજબ, હલ્દીઘાટીના યુધ્ધમાં મહારાણા પ્રતાપના સૈન્યમાં ૨૨૦૦૦ સૈનિકો અને અકબરના સૈન્યમાં ૮૦૦૦૦ સૈનિકો હતાં !!!!

બીજી તરફ, અકબરની સેનાનું ન્રેતૃત્વ કરવાં માટે ખુદ અકબર નહોતો આવ્યો. જ્યારે તેણે આમેરના રાજપૂત રાજા માનસિંહને સેનાપતિ બનાવીને મહારાણા પ્રતાપ સામે લડવા મોકલ્યો હતો !!!! આ પણ એક વિશિષ્ટ સંયોગ હતો કે રાજપૂત રાજપૂત સામેં લડતા હતા.

અકબરના સૈન્યમાં સેનાપતિ માનસિંહ ઉપરાંત
સૈયદ હાસિમ, સઇદ
અહેમદ ખાન,
બહાલોલ ખાન,
મુલ્તાન ખાન
ગાઝી ખાન,
ભોકાલ સિંહ ,
ખોરાસન
અને વસિમ ખાન જેવા યોદ્ધાઓ હતા. જેઓએ મોગલો માટે આ પહેલાં પણ ઘણાં યુદ્ધમાં ભાગ લીધો હતો.

મહારાણા પ્રતાપાની સેનાને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવી હતી.
સૌથી આગળ (હરાવલ) પર હકીમ ખાં
સૌથી પાછળ (ચંદ્રવલ) પર રાવ પૂંજા
જમણી બાજુ પર ઝાલા માનસિંહ
અને ડાબી બાજુ પર રામસિંહ તંવર હતાં !!!
પ્રતાપ પોતે પોતાના મંત્રી ભામાશા સાથે મધ્યમાં તૈનાત હતાં !!!!

૧૫૭૬ માં, અકબરે માનસિંહને અને આસફ ખાનને મહારાણા પ્રતાપની સેના સામે લડવા માટે મોકલ્યા જે ખમનોર જઈને થંભી ગઈ, બીજી તરફ પ્રતાપની સેના હલદીઘાટી પહોંચી ગઈ !!!!

મહારાણા પ્રતાપ માટે સૌથી મોટી દુઃખદ બાબત એ હતી કે
એમનો જ સગો ભાઈ શક્તિસિંહ મોગલોની સાથે હતો …….
અને તે પર્વતીય પ્રદેશમાં યુદ્ધ માટેની વ્યૂહરચના બનાવવા માટે મોગલોને મદદ કરી રહ્યા હતા. જેથી યુદ્ધમાં ઓછામાં ઓછું મોગલોને નુકશાન થાય !!!!!

૨૧ જૂન, ૧૫૭૬ ના રોજ, બંને સેનાઓ આગળ વધી અને રક્ત્તતલાઈ પર બંને સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું જે માત્ર ૪ જ કલાકમાં સંપન થઇ ગયું !!!!

પહાડી ક્ષેત્રોમાં યુદ્ધ થવાના કારણે એનો સીધેસીધો ફાયદો મહારાણા પ્રતાપને થયો કારણકે તેઓ બચપણથી આ ઈલાકાઓથી પુરેપુરા વાકેફ હતાં ……

ઇતિહાસમાં આ યુધ્ધને અનિર્ણાયક માનવામાં આવ્યું
પરંતુ …….. મહારાણા પ્રતાપની સેનાએ અકબરના છક્કા છોડાવી દીધાં હતાં.

હલ્દીઘાટીના યુધ્ધમાં મહારાણા પ્રતાપની સૈન્ય તરફથી તેના સેનાપતિ , હકીમ ખાન સુર, ડોડિયા ભીલ, માનસિંહ ઝાલા , માનસિંહ તંવર અને તેમના પુત્ર સહિત ઘણા રાજપૂત યોદ્ધાઓ શહીદ થયા હતા. અકબરની સેનામાંથી માનસિહ સિવાય તમામ મહાન યોદ્ધાઓ માર્યા ગયા હતા. !!!!

હલ્દીઘાટીના યુધ્ધમાં સૌથી ઐતિહાસિક ઘટના એ હતી. જ્યારે મહારાણા પ્રતાપ માનસિંહ નજીક પહોંચ્યા અને તેણે પોતાના ઘોડો ચેતકને માનસિંહના હાથી પર ચડાવી દીધો અને ભાલાથી માનસિહ પર હુમલો કર્યો, પરંતુ માનસિંહ તો બચી ગયા પરંતુ તેમના મહાવત મૃત્યુ પામ્યા હતા. જ્યારે ચેતક હાથી પરથી ઉતર્યો ત્યારે હાથની સૂંઢમાં અપાયેલી તલવાર થી ચેતાકનો એક પગ બુરી તરહથી ઘાયલ થઇ ગયો હતો !!!!

ચેતક માત્ર ત્રણ પગોથી લગભગ ૫ કિલોમીટર સુધી દોડતો દોડતો પોતાના સ્વામી મહારાણા પ્રતાપને રણભૂમિથી દૂર લઇ ગયો અને એક મોટી ખાઈ પસાર કરવાની હતી તો ચેતકે એક પહાડ પરથી બીજાં પહાડ પર મોટી છલાંગ લગાવી. આ છલાંગને લીધે જ ચેતાકના પ્રાણ જતાં રહ્યાં પણ એને મહારાનાનો જીવ બચાવ્યો. ઈતિહાસ અને પ્રજાજનો ચેતકની આ કુરબાનીને કયારેય એળે નહીં જવા દે !!!
સલામ ચેતક સલામ
એલ નહીં લાખો સલામ !!!
ચેતકના કુદયા પછી
તે સમયે મહારાણા પ્રતાપના ભાઈ શક્તિસિંહ એમની પાછળ જ હતાં અને શક્તિસિંહને એમની ભૂલનો એહસાસ થતાં તેમણે મહારાણા પ્રતાપની મદદ કરી હતી !!!!

બીજી બાજુ, જયારે મહારાણા પ્રતાપ રણભૂમિમાંથી જતાં રહ્યાં ત્યારે એમનાં સ્થાને એમના જેવાં જ લાગતાં હમશકલ એવાં ઝાલા માનસિંહે એમનો મુગટ પહેરીને મોગલોને ભ્રર્મિત કર્યાં !!! અને રણમેદાનમાં કુદી પડયાં …… મોગલો એમને પ્રતાપ સમજીને એના પર તૂટી પડયાં અને એમાં ઝાલા માનસિહ પણ શહીદ થઇ ગયાં !!!

હલ્દીઘાટીના યુધ્ધ પછી ચેતકના મૃત્યુબાદ એમનું દિલ ભરાઈ ગયું અને મોગલો સાથે જીતવાં સુધી અને ત્યારબાદ પણ તેમણે રાજસી ઠાઠમાઠનો ત્યાગ કરીને જંગલોમાં પોતાનું જીવન વિતાવવાનો નિર્ણય કર્યો !!! અને ભવિષ્યમાં માત્ર ચિત્તોડને બાદ કરતાં સંપૂર્ણ મેવાડ પર કબજો કર્યો !!!!

——— જનમેજય અધ્વર્યુ

⚔⚔⚔⚔⚔⚔⚔⚔

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– આદિવાસી લડવૈયો બિરસા મુંડા 

– વીર પુરુષ શ્રી મોખડાજી ગોહિલ

– મેવાડના રાજા બપ્પા રાવલ

– મહારાણા કુંભા

– હમીર દેવ ચૌહાણ

– મહારાણા સાંગા

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!