★ મહારાણા સાંગા ★

  • જન્મ – માર્ચ ૨૪ ૧૪૮૧
  • પિતા – મહારાણા રાયમલ
  • માતા – મહારાણી રતન કંવર (ગુજરાતમાં હળવદના ૨૪ મા રાજ સાહેબ ર રાજધરજીની પુત્રી) –
  • આ મહારાણીને પુત્રો હતા – ૧) કુંવર પૃથ્વીરાજ અને ૨) કુંવર સંગ્રામ સિંહ
  • ઉપનામ – માનવોના ખંડેરો (ઘણાં ઘાને કારણે), સૈનિકોનું ભિગ્નાવેશ, સૈનિકનો અંશ હિન્દુપત
  • તેમના બે મોટા ભાઈઓ પૃથ્વીરાજ અને જયામલ સાથેના સંઘર્ષ બાદ, કુવર સંગ્રામ સિંહએ તેમની ઓળખ છુપાવી અને કરમચંદ પનવર સાથે સામાન્ય સૈનિક તરીકે અહીં રહેવાનું શરૂ કર્યું

એક દિવસ કુંવર સંગ્રામસિંહ એક વૃક્ષ હેઠળ સૂતાં હતા, ત્યારે તેમના સાપે તાપથી બચાવવા એનાં ઉપર પોતાની ફેણથી છાંયડો કરી દીધો. આ નજારો જ્યારે કરમચંદ પંવરે જોયો તો પછી કુંવરે કહ્યું કે તે મહારાણા રાયમલનો પુત્ર છે. કે પૃથ્વીરાજ અને કુંવર જયમલના દેહાંત પછી મહારાણા રાયમલને ખબર પડી કે કુંવર સંગ્રામસિંહ જીવિત છે તરત એમને કુંવરને બોલાવ્યો

૪ મે ૧૫૦૮ ———

મહારાણા રાયમલનો દેહાંત અને મહારાણા ના ત્રીજા પુત્ર કુંવર સંગ્રામ સિંહનનો રાજ્યાભિષેક, કુંવાર સંગ્રામ સિંહ, મહારાણા સાંગાના નામથી મશહૂર થયાં. મહારાણા સાંગા એ છેલ્લો શાસક હતો, જેણે રાજપૂતાનાનું નેતૃત્વ કર્યું હતું. આ મહારાણાનું કદ મધ્યમ , ચહેરો મોટો, મોટી મોટી આંખો લાંબા હાથ અને રંગે ઘુવારનો હતો.  દિલના વિશાળ અને નેતૃત્વકળામાં હોંશિયાર હતાં.  યુદ્ધમાં લડવાના એવા શોખીન કે જાય માત્ર પોતાની સેના મોકલીને જ કામ ચલાવી લેતાં હતાં જો કે, ગ્રંથોમાં એમના શરીર પર ૮૪ ઘા નોંધાયેલા છે. તેમણી એક આંખ કુવર પૃથ્વીરાજે ફોડી નાખેલી હતી. જ્યારે મહારાણા સાંગા સિંહાસન પર બેઠા ત્યારે કરમચંદ પંવરને અજમેરની જાગીર આપી અને અવ્વલ નંબરના પણ બનાવ્યા.

માર્ચ ૧૫૧૫ ————-

રાયમલ અને ભીમસિંહ ઇડરની રાજગાદી માટે સંઘર્ષ કરી રહ્યા હતા.  મહારાણા સાંગાએ રાયમલ અને સુલતાન મુઝફર ગુજરાતી એ ભીમ સિંહને ટેકો આપ્યો. છેવટે, મહારાણાના પ્રયત્નો ને લીધે એ ઇડરના સિંહાસન પર બેઠા.

ઇસવીસન ૧૫૧૭ ———-

ખોતોલીનું યુદ્ધ “

સામ્રાજ્યના વિસ્તરણના સમાચાર સાંભળીને, મહારાણા સેને કહ્યા પ્રમાણે, દિલ્હીના સમ્રાટ ઇબ્રાહિમ લોદી તેના કુલ સૈન્ય સાથે મેવાડમાં આવ્યા. મહારાણા સાંગા પણ મેવાડી બહાદૂરો સાથે એમનો સામનો કરવાં નીકળી પડયાં. હાડૌતીની સીમા પર ખાતોલી ગામમાં બંને ફોજોનો મુકાબલો થયો.  બપોર સુધી આ લડાઈ ચાલી અને બાદશાહી ભાગી નીકળી ત્યાંથી !!!! ઇબ્રાહિમ લોદીએ તેની સેનાને અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ થયો ન હતો. બાદશાહના પુત્રએ પાછાં વળીને મહારાણાના લશ્કર પર હુમલો કર્યો. શેહજાદો મેવાડની સેનાના હાથે પકડાઈ ગયો. ખાતોલી ના આ યુધ્ધમાં મહારાણા સાંગાએ વિજય પ્રાપ્ત કર્યો. પણ એમનો એક હાથ એમાં કપાઈ ગયો અને પગમાં એવું તો સખત તીર વાગ્યું હતું કે એ પગે કામ જ કરવાનું બંધ કરી દીધું !!! ચિત્તોડ પહોંચ્યા પછી મહારાણા સાંગા એ શેહઝાદા પાસેથી કેટલોક દંડ વસૂલ કર્યો અને એને છોડી મુક્યો !!!!

ચંદેરીના ગૌડ રાજાએ બળવો કર્યો. મહારાણા સાંગાએ કરમચંદ પંવરના પુત્ર જગમલને સેના લઈને ચંદેરી મોકલ્યો.  રાજાએ મહારાણાની આધીનતા સ્વીકારી લીધી. મહારાણા સાંગા એ જગમલને “રાવ”નો ખિતાબ આપ્યો

ઇસવીસન ૧૫૧૮ ———-

ગાગરોનનું યુદ્ધ “

મંડુના સુલ્તાન મહમુદ ખલિજીએ ગગરોન કિલ્લા પર હુમલો કર્યો. આ સમયે ગાગરોન મેદિનીરાયના તાબામાં હતું. મેદિનીરાયે મહારાણા સાંગાને કહ્યું કે આ મહમૂદ અમને વારંવાર ખંડેર કરી દે છે. મહારાણા સાંગાએ મહમૂદ ખિલજીનો સામનો કરવાં ગાગરોન પર ચઢાઈ કરી. માંજ્મુદના ખાસ ૩૨ સિપાહી સાલારઆસફ ખાંહુજરતી અને એનાં પુત્રો સમેત હજારો સૈનિકો માર્યા ગયાં. મહમુદ સખત જખમી થઈને ઘોડા પરથી પડી ગયો. મહારાણા સાંગા મહમૂદ અને બે દીકરાઓને ચિત્તોડ લઇ આવ્યો !!!!

ઇસવીસન ૧૫૧૮ ———-

મહારાણા સાંગાણી ઇડર પર ચઢાઈ

ગુજરાતના સુલતાન મુઝફ્ફરએ ઇડર પર કબજો કર્યો અને ત્યાં મુબારિજુલમુલ્કને તૈનાત કર્યો. એક ભાટે મુબારિજુલમુલ્કની સામે મહારાણાની પ્રશંસા કરી હતી, જેનાથી નારાજ થઈને મુબારિજુલમુલ્કે એક જાનવરનું નામ સંગ્રામસિંહ રાખીને એને ઈડરના દરવાજા પર બાંધી દીધું. જ્યારે મહારાણા સાંગાને આ વાતની ખબર પડી તો એમને તરતજ ઇડર પર ચઢાઈ કરી. રસ્તામાં ડુંગરપુરના રાવલ ઉદયસિંહ પોતાની ફોજ સાથે મહારાણાની સેવામાં હાજર થયો ,,,,, મુબારિજુલમુલકે સુલતાન મુઝફર પાસેથી મદદ માંગી, પણ એણે કોઈ જ મદદ ના કરી મુબારિજુલમુલ્ક લડવા માટે કિલ્લાની બહાર નીકળ્યો, પણ મહારાણાની ફોજ જોઇને એ વિના લડે ભાગી જઈને અહમદનગરના કિલ્લા તરફ રવાના થયો અને મહારાણા સાંગાએ ઇડર પર પોતાનો અધિકાર જમાવ્યો !!!

મહારાણા સાંગાની અહમદનગર પર ચઢાઈ ———-

મહારાણાએ અહમદનગરના કિલ્લાને ઘેરી લીધો. મહારાણા સાંગા તરફથી બદનૌરના જાગીરદાર ડુંગરસિંહ ચૌહાણ સખત જખમી થયાં અને ડુંગરસિંહનાં બધાં જ ભાઈઓ અને પુત્રો વીરગતિ પામ્યાં. ડુંગરસિંહના પુત્ર કાન્હાસિંહ ચૌહાને બહુજ બહાદુરી બતાવી. કાન્હાસિંહે મહાવતને કહ્યું કે હાથીથી કિલાના દરવાજાઓ તોડી નંખાવો.હાથીઓએ દરવાજા પર લાગેલા ભાલાઓને કારણે હુમલો ના કર્યો. જેનાં કારણે કાન્હાસિંહે દરવાજા પર લાગેલા ભાલોઓને પકડ્યા અને હઠી ને કહ્યું કે હવે ટક્કર મારો. હાથીઓએ ટક્કર મારી અને દરવાજાઓ ખુલી ગયાં. પણ કાન્હાસિંહના શરીરમાંથી ભાલા આરપાર બહાર નીકળી ગયાં અને એ ત્યાને ત્યાં જ મૃત્યુ પામ્યાં.

મુબારિજુલમુલ્ક પોતાની ફોજ સમેત કિલ્લાની બહાર નીકળીને નદીની તરફ જતો રહ્યો. મહારાણા સાંગાએ અહમદનગરનો કિલ્લો જીતી લીધો અને મુબારિજુલમુલ્કના મુકાબલા માટે નદી તરફ નીકળ્યા. નદી કિનારે મુબારિજુલમુલ્કે ૧૨૦૦ જંગી સવાર અને ૧૦૦૦ પાયદળની સેના સાથે મહારાણા સાંગાની ફોજનો સામનો કર્યો. મુબારિજુલમુલ્કનો સિપાહી સાલાર અસત ખાં માર્યો ગયો. મુબારિજુલમુલ્ક જખમી હાલતમાં ભાગી જઈને અમદાવાદ જતો રહ્યો. મહારાણા સાંગાએ એજ દિવસ અહમદનગરને લુંટયુ. બીજા દિવસે મહારાણા સાંગા વડનગર પહોંચ્યો. જ્યાં બ્રાહ્મણોએ વિનંતી કરી કે તેઓ વડનગરને ના લૂંટે !!! મહારાણા સંગાએ એમની વાત માની જઈને ત્યાંથી પ્રસ્થાન કરી દીધું !!મુબારિજુલમુલ્કના સૈનિકોએ કિલ્લાનું પ્રવેશ દ્વાર બંધ કરી દીધું અને કિલ્લામાંથી જ હુમલો કર્યો.

rana-sanga-history

મહારાણા સાંગા વિસનગર પહોંચ્યા

વિસનગરના હાકીમ માલિક માર્યો ગયો. મહારાણાએ વિસનગર લુંટી લીધું. મહારાણા સાંગાએ ગુજરાતના કઈ કેટલાંયે શાહી ઇલાકાઓમાં લુંટમાર કરીને એ પાછાં ચિત્તોડ પહોંચ્યા !!!!

ડિસેમ્બર ૧૫૨૦ ——-

મહારાણા સાંગા દ્વારા ગુજરાતની લૂંટને કારણે, ગુજરાતના સુલ્તાન મુઝફ્ફરએ મલિક અયાઝને ૧૦૦ હાથી અને હજારો યોદ્ધાઓને મેવાડ તરફ રવાના કર્યાં. સુલતાન મુઝફ્ફરે બીજી સેના પણ મેવાડ મોકલી એને તાજ ખાં અને મુબારિજુલમુલ્કને કેટલાંક હજર જંગી સવારો આપીને મોકલ્યા. મલિક આયાઝે ડુંગરપુર-બાંસવાડાને બરબાદ કર્યું અને ત્યાં આગળ રાવલ ઉદયસંહનો મુકાબલો કર્યો. ૮૦ રાજપૂત વીરગતિ પામ્યાં અને રાવલ ઉદયસિંહ સખત જખમી થયાં. મલિક આયઝે મંદસૌરના કિલ્લાને ઘેરી લીધો અને તેમાં સુરંગ ખોદીને બારુદથી કિલ્લાની દીવાલને ઉડાવી દીધી.
મહારાણા સાંગાએ મંદસૌરમાં અશોક્મલને તૈનાત જ રાખ્યો હતો. મહારાણા સાંગા પણ મંદસૌર પહોંચ્યા. માલિક અયાઝ અને મહારાણા સાંગા વચ્ચે સુલેહ થઇ. મલિક આયાઝ અને મહારાણા વચ્ચે સમાધાન થયું, જે પછી બંને તેમના સંબંધિત દેશોમાં પરત ફર્યા (સમાધાનની વાત મેવાડ અને ગુજરાત બંનેની તરવારીખમાં લખાયેેલી છે)

ઇસવીસન ૧૫૨૪

? ગુજરાતના સુલતાન મુઝફ્ફરના પુત્ર બહાદુર ખાન, કોક રીતે નાખુશ થઈને મહારાણાના આશ્રયમાં આવ્યા. મહારાણાએ તેને પોતાની પાસે ચિત્તોડમાં રાખ્યો અને મહારાણી માતા બાઈજી રાજ ઝાલાજીએ શહેઝાદાને પોતાનો પુત્ર બનાવ્યો. એક જલસા દરમિયાન નશામાં ખુદ શેહઝાદા બહાદુર ખાને મહારાણા સાંગાના ભત્રીજાની હત્યા કરી દીધી
મહારાણા સાંગા એને મૃત્યુદંડ આપે એ પહેલાં જ બાઈજીરાજના આદેશથી એને જીવિત છોડી દીધો બહાદૂર ખાન મેવાડની તરફ જતો રહ્યો !!!!

૧૫ ફેબ્રુઆરી ૧૫૨૬

ગુજરાતના સુલતાન મુઝફ્ફરનું મૃત્યુ થયું.  તેનો મોટા પુત્ર સિકંદર તખ્ત પર બેઠા. સિકંદરના નાના ભાઈ લતીફ ખાં બગાવત કરીને ચિત્તોડ આવતો રહ્યો. સુલતાન સિકંદરે શરજાહ ખાંને લતીફની માં ને પકડવા ચિત્તોડ મોકલ્યા
મહારાણા સાંગાએ પહાડી નાકા વગેરે બધુંજ બંધ કરી દીધું
મેવાડી બહાદૂર સૈનિકોએ શરજાહ ખાંને ૧૭૦૦ માણસો સહિત કતલ કરી દીધી.

મે,  જુન ૧૫૨૬ ————-
તખ્તનશીનના ૩ થી ૪ મહિના પછી સુલતાન સિકંદરનું મૃત્યુ થયું. બહાદુરશાહ ગુજરાતનો સુલતાન બન્યો

ઇસવીસન ૧૫૨૬ ————

પાણીપતનું યુદ્ધ ——– મુગલ બાદશાહ બાબર અને ઈબ્રાહીમ લોદી વચ્ચે થયું. એમાં બાબરે ઈબ્રાહીમ લોદીને હરાવ્યો અને લોદીવંશનો અંત આણ્યો અને હિન્દુસ્તાનમાં બાબરે પોતાનો અમલ કાયમ કર્યો. મુગલ સલ્તનતના પાયા ત્યારથી જ નંખાયા. હિન્દુસ્તાનના ઇતિહાસમાં તોપ્ અને તોપગોળાઓનો ઉપયોગ પહેલી જ વખત બાબરે કર્યો !!!!

ઇસવીસન ૧૫૨૬ ————

મહારાણા સાંગાના જયેષ્ઠ પુત્ર ભોજરાજ {મીરાબાઈના પતિ)કોઈ યુધમાં વીરગતિ પામ્યાં. આજ વર્ષોમાં મહારાણા સાંગાના ૪ બીજાં પુત્રો કુંવર કૃષ્ણદાસ સિંહ , કુંવર પરબતસિંહ , કુંવર કર્ણસિહ અને કુંવર ઉદેસિંહનો દેહાંત થઇ ગયો (મહારાણા સાંગાના પુત્રોમાં ઉદયસિંહ નામના ૨ પુત્રો હતાં જેમાં મોટાં ઉદયસિંહ એ મહારાણા પ્રતાપના પિતા હતાં ……… જેનો દેહાંત થયો એ નાનો ઉદયસિંહ હતો )

મહારાણા સાંગાના જતેષ્ઠ પુત્ર ભોજરાજના દેહાંત પછી કુંવર રત્નસિંહ મેવાડના ઉત્તરાધીકારી બન્યાં, પછીથી કોઈ સમસ્યા ઉભી નાં થાય તે હેતુસર મહારાણા સાંગાએ રણથંભોર દુર્ગની જાગીર કુંવર વિક્રમાદિત્ય અને કુંવર ઉદયસિંહને આપી દીધી. આ બંને હાડી રાણી કર્મવતીના પુત્રો હતાં તથા ઉંમરમાં નાના પણ હતાં એટલે રાણી કર્માવતીના ભાઈ સૂર્યમલ ને એમનાં સંરક્ષક બનાવ્યાં. મહારાણા સાંગાએ હસનને પરાજિત કરીને ખંડારનો કિલ્લો જીતી લીધો !!!!!

ઇસવીસન ૧૫૨૭ ————

બયાના નું યુદ્ધ

મુગલ બાદશાહ બાબારે ઈબ્રાહીમ લોદીને પરાજિત કરીને હિન્દુસ્તાન પર પોતાનો સિક્કો જમાવ્યો હતો. એ રાજપૂતોને જીતવાની ફીરાકમાં જ હતો. બાબર ખુબ સારી રીતે જાણતો હતો કે રાણા સાંગાને પરાજિત કર્યાં વગર એ રાજપૂતોને કયારેય નહીં જીતી શકે !!!!

૨૧-૨૨ ફેબ્રુઆરી ૧૫૨૭ ————

મહારાણા સાંગા અને મુગલ બાદશાહ બાબર વચ્ચે થયેલી આ લડાઈમાં મહારાણા સાંગા વિજયી બન્યાં. મહારાણા સાંગાએ બયાના દુર્ગ પર કબજો કરીને ત્યાં લૂંટફાટ કરી. બબર્નામાં અનુસાર ૭૦ -૮૦ સૈનિકો મહારાણા સાંગના પણ પકડાતા હતાં. મહારાણા સાંગાએ બયાના વિજય મા રણ કંકણ , વર્દી , વિતાન , કનાતે વગેરે જપ્ત કર્યું

માર્ચ ૧૫૨૭ ————-

બયાનાનું યુદ્ધ

બાબર તુઝુક-એ-બાબરીમાં લખે છે: “અમારી ફતેહ દિલ્હી, આગ્રા , જૌનપુર વગેરેમાં થઇ. હિંદુ – મુસલમાન એ બધાંએ આમારી તાબેદારી સ્વીકારી માત્ર રાણા સાંગાએ બધાં મુખાલોકોના સર ગિરોહ બનીને સિર ઘેરા. એ વોલાય્ત હિંદમાં ઇસ તરહ ગાલિબ થા કિ જિન રાજા ઔર રાવોને કીસિકી તાબેદારી નહીં કી થી વે ભી અપને બડપ્પન છોડકર ઉસકે ઝંડે કે નીચે આયે.

૨૦૦ મુસ્લિમ શહેરો તેમના નિયંત્રણ હેઠળ હતા. મસ્જિદો એણે જબર કરી નાંખી હતો. કાયદા અનુસાર, તેમના દેશની વાર્ષિક આવક ૧૦ કરોડ રૂપિયા હતી. મોટાં મોટાં નામી સરદારો ઇસ્લામની અદાવતમાં એની સાથે હતાં. એ બધાંજ રાણા સાંગાના ધ્વજ હેઠળ ઇસ્લામ સામે આવ્યા ” બયાનાના યુદ્ધ પછી એક મહિના પછી મહારાણા સાંગા અને બાબર વચ્ચે ફરીથી યુદ્ધ થયું. મહારાણા સાંગા જો બયાનાના વિજય પછી તરતજ જો બાબર પર એક હુમલો કરી દેત તો સંભવ છે કે ખાનવાનું યુદ્ધ જ ના થયું હોત. કારણકે એ સમયે બાદશાહી ફોજનો હોંસલો હતાશ હતો. યુદ્ધની શરૂઆતમાં જ એક લાબુલી જયોતિષી મુહંમદ શરીફે બાબરને કહ્યું હતું કેમંગળનો તારો સામે છે એટલા માટે બાદશાહી ફોજની હાર નિશ્ચિત જ છે

આ ભવિષ્યવાણીથી બાદશાહી ફોજ હતાશ થઈ ગઈ અને એમનું મનોબળ તૂટી ગયું !!! મુગલ બાદશાહ બાબરે પોતાનાં બુલંદ અવાજથી પોતાની ફૌજનો હોંસલો વધાર્યો. બાબરના આ શબ્દો ખાન્વાની લડાઈમાં ત્યાં મૌજુદ લેખકોએ પોતાની તવારીખોમાં અંકિત કરેલાં છે. એ આ પ્રમાણે છે ——— ” જબ મજહબી તૌર પર લીયે ગયે અપને તમામ ગુનાહોંદળે તૌબા કરતે હૈ —– શરાબ પીના છોડતે હૈ,  સોને ચાંદીકે બર્તન ફકીરોમે લુંટાતે હૈ ઔર ખુદા સે અહદ કરતે હૈ કિ અગર લડાઈમે હમ જીતતે હૈ તો દાઢી મુંડાના ઔર મુસલમાનો સે મહ્સૂલ વસૂલ કરના છોડ દેંગે …….. ભાગકર બેઈજ્જતી કે સાથ જીને સે તો મૌત બહેતર હૈ !!!! તુમ સબકો કુરાનકી કસમ હૈ કિ કોઈ ભી મુંહ નહીં ફેરેગા. અગર લડાઈમે મરોગે તો શહીદ હોંગે ઔર જિન્દા રહેંગે તો ગાઝી કહલાઓગે !!!!”

માર્ચ ૧૫૨૭ ————

ખાનવાનું યુદ્ધ

વીરવિનોદ, બાબર નામા વગેરેમાં બાબરના લશ્કરના સૈનિકોની સંખ્યા ૨૦ હજાર વર્ણવાઈ છે. જયારે મહારાણા સાંગાની ફૌજની સંખ્યા ૨ લાખ બતાવાઈ છે. જો આને સાચું માનીને રાજપુતાના ની તવારીખમાં પણ આજ સંખ્યા નોંધવામાં આવેલી છે. ખાસ ધ્યાન ખેંચે એવી વાતો એ છે કે અકબરે જ્યારે ચિત્તોડ પર હુમલો કર્યો ત્યારે મહારાણા ઉદયસિંહની ફોજ ૫૦૦૦ હતી. તો પછી એમનાં પિતા પાસે ૨ લાખ સૈનિકો હોવાની વાત સંભવ જ નથી !!!! માન્યુ કે બાબર પાસે તોપો હતી પણ ૨૦ હાજર સૈનીકો ૨ લાખ સૈનીકોને ખતમ કરીદે એ વાત જ હજામ નથી થતી
મહારાણા સાંગાની ફોજમાં શામિલ રાયસેનના રાજા ખિલહદી તંવર પોતામાં ૬૦૦૦ સૈનિકો સમેત બાબરની ફોજમાં સામેલ થઇ ગયો હતો. બાબર પાસે યુદ્ધ જીતવાની ૨ સૌથી મોટી જાર્ગત તરકીબ હતી. એક એની પાસે તોપો હતી અને બીજી અને સૌથી મહત્વની એની યુદ્ધ લડવાની ——- “તુલુગામ પદ્ધતિ”

મહારાણા સાંગા હાથી પર યુુધ્ધ લડી રહ્યાં હતાં ત્યારે એક તીર જોરથી એમનાં ચહેરા પર લાગ્યું અને એ બેહોશ થઇ ગયાં. હળવદના ઝાલા અજ્જા મહારાણા સાંગા ના છત્ર -ચંવર વગેરે ધારણ કરીને હાથી પર બેસીને યુદ્ધ કરવાં લાગ્યાં. ઝાલા અજ્જાના ભાઈ સજ્જા અને કેટલાંક સરદાર મહારાણા સાંગાને યુદ્ધભૂમિથી દૂર લઇ ગયાં. આ લડાઈમાં મેવાડ તરફથી મેદિનીરાય જીવિત રહ્યાં. યુદ્ધ પછી બાબરે હિંદુઓના કપાયેલાં માથાઓનો એક મિનારો બનાવ્યો બાબરને ખાન્વાનું યુદ્ધ જીતવાની કોઈ જ આશા નહોતી ……… તુજુક – એ – બાબરીમાં લખ્યું છે ——- “મેં ઇસ્લામ કે લીયે ઇસ લાદી કે જંગલમે આવારા હુઆ ઈસમે મેંને શહીદ હોના ઠાન લીયા થા …….. લેકીન ખુદા કા શુક્ર હૈ કિ ગાઝી બનકર જીતા રહા !!!!

મહારાણા સાંગાનો દેહાંત ———

મુઘલ સમ્રાટ બાબરે ખાનવા લડાઇમાં વિજય મેળવ્યો અને “ગાઝી” ના ખિતાબથી પોતે વિખ્યાત બન્યા. મહારાણા સાંગાને જયારે હોશ આવ્યાં ત્યારે  એ વાતથી ક્રોધિત થઇ ગયાં કે એને કેમ યુદ્ધભૂમિથી દૂર લઇ જવામાં આવ્યો !!!! મહારાણા સાંગાએ ફરીથી બચેલા કેટલાંક સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો અને કહ્યું કે હું હારીને તો ચિત્તોડ નહીં જાઉં. મહારાણાની આ જીદથી નારાજ કેટલાંક દગાબાજોએ એમને ઝેર આપી દીધું જેનાથી મહારાણા સાંગા પરલોક સિધાવી ગયાં. ૪૭ વર્ષની ઉંમરે એપ્રિલ ૧૫૨૭ માં મહારાણા સાંગાનો દેહાંત થયો. મહારાણાની કુલ ૨૮ રાણીઓ હતી જેમાંથી ઘણી બધી સતી થઇ !!!!

મહારાણા સાંગાની એક પુત્રીનો વિવાહ બુંદીના સૂરજમલ હાડા અને બીજી પુત્રીનો વિવાહ જેસલમેરના રાવલ લૂણકરણ સાથે થયો !!!

ઈતિહાસ જો અને તો માં કયારેય વિશ્વાસ નથી રાખતો. ખેર …… જે થવાનું હતું તે થઇ ગયું. પણ બાબરને પણ જેની સામે જીતવાની જરાય આશા નહતી. એવા વીર રાણા સાંગાને શત શત નમન !!!!!

——— જનમેજય અધ્વર્યું

જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર નાથાભગત મોઢવાડીયા

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

– છત્રપતિ શિવાજી મહારાજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!