ભારતના વીર પુત્ર – મહારાણા પ્રતાપ

  • જન્મ કુંભલગઢમાં,
  • બાળપણ ચિત્તોડમાં,
  • રાજ્યાભિષેક ચાવંડમાં,
  • મૃત્યુ જંગલોમાં (હલદીઘાટીના )

જે માણસ ચિત્તોડ માટે લડ્યો એ પછી કયારેય ચિત્તોડ ગયો જ નથી. આવો માણસ એટલે —— મહારાણા પ્રતાપ. આજે આખું ચિત્તોડ એ મહારાણા પ્રતાપના નામથીજ ઓળખાય છે !!!! અરે ચિત્તોડ જ શું કામ !!! આખું મેવાડ અને આખું રાજસ્થાન અને આખું ભારત એમનાં પર નાઝ કરે છે

મહારાણા પ્રતાપ એ મેવાડના રાજા અને અને એક વીર યોધ્ધા હતાં. જેમણે ક્યારેય અકબરની આધિનતા સ્વીકારી નહીતી. એમનો જન્મદિવસ “મહારાણા પ્રતાપ જયંતિ” દરવર્ષે જેઠ સુદ ત્રીજે મનાવવા માં આવે છે. મહારાણા પ્રતાપ ઉદયપુરના સ્થાપક ઉદયસિંહ દ્વિતીય અને મહારાણી જયવંતાં બાઈનાં જયેષ્ઠ પુત્ર હતાં. એમનો જન્મ સિસોદિયા કુળમાં થયો હતો. મેવાડમાં આ સીસોદીયાવંશ બહુ જ પ્રચલિત છે !!!! મહારાણા પ્રતાપ જીવનપર્યંત મોગલો સાથે લડતાં રહ્યાં, પણ કયારેય હાર ના માની !!!! આજના યુવાનો અને પ્રત્યેક રાજપૂતો અને કદાચ સમગ્ર હિંદુઓ માટે મહારાણા પ્રતાપ  પોતાની અપ્રતિમ વીરતા અને કુશળતા માટે એક પ્રેરણાદાયક યોદ્ધા છે.

મહારાણા પ્રતાપનું પ્રારંભિક જીવન

મહારાણા પ્રતાપનો જન્મ ૯ મે ૧૫૪૦ના રોજ રાજસ્થાનના એક અદભુત કિલ્લા કુંભલગઢ માં થયો હતો. તેમના પિતાનું નામ મહારાણા ઉદય સિંહ દ્વિતીય હતું અને માતાનું નામ રાની જીવંત કંવર [જયવંત બાઇ] હતું. મહારાણા ઉદયસિંહ બીજા મેવાડના શાસક હતા અને તેમની રાજધાની ચિત્તોડ હતી. મહારાણા પ્રતાપ તેમના ૨૫ ભાઇઓમાં સૌથી મોટાં હતા. તેથી તેમને મેવાડના અનુગામી બનાવવામાં આવ્યાં હતાં  તેમને સિસોદિયા વંશના ૫૪મા રાજા કહેવામાં આવે છે.

મહારાણા પ્રતાપને બાળપણય્થી જ તલવાર ચલાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. કારણકે તેના પિતા ઇચ્છતા હતા કે તે પોતે કુશળ યોદ્ધા બને !!! બાળ પ્રતાપે નાની ઉંમરે તેમની અવિશ્વસનીય હિંમત રજૂ કરી હતી. જયારે તેઓ બાળકો સાથે રમવાં નીકળતાં  તો વોતોવાતોમાં એક દળનું ગઠન કરી લેતાં હતાં. દળના દરેક બાળકોની સાથોસાથ તેઓ તલવાર ચલાવ્વવાનો પણ અભ્યાસ કરતાં હતાં. આનથી તેઓ હથિયાર ચલાવવમાં પારંગત બની ગયાં. ધીરે ધીરે સમય વહેતો ગયો. દિવસ મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં પરિવર્તિત થતાં ગયાં. આ વર્ષોમાં પ્રતાપ અસ્ત્ર શસ્ત્ર ચલ્વવામાં પાવરધા બની ગયાં  અને પ્રતાપનો આત્મવિશ્વાસ જોઇને ઉદયસિંહ ફૂલ્યા નહોતાં સમાતાં !!!!

મહારાણા પ્રતાપના કાળમાં દિલ્હી પર અકબરનું શાસન હતું. અને અકબરની નીતિ હિંદુ રાજાઓની શક્તિનો ઉપયોગ કરીને  બીજાં હિંદુ રાજાને પોતાનાં નિયંત્રણ હેઠળ લાવવાનો હતો. ૧૫૬૭માં જયારે રાજકુમાર પ્રતાપને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યો ત્યારે એની ઉંમર માત્ર ૨૭ વર્ષ હતી અને મોગલ સેનાએ ચિત્તોડને ચારે બાજુથી ઘેરી લીધું હતું !!!! એ સમયે મહારાણા ઉદયસિંહ મોગલો સાથે લડવાને બદલે  ચિત્તોડ છોડીને ગોગુન્દા જતાં રહ્યાં. વયસ્ક પ્રતાપસિંહ ફરીથી ચિત્તોડ જઈને મોગલોનો સામનો કરવાં ઇચ્છતાં હતાં !!!! પરતું એના પરિવારે એને ચિત્તોડ જવાની મનાઈ ફરમાવી દીધી !!!

Maha Rana Pratap

સિંહાસન માટે સંઘર્ષ અને મહારાણા પ્રતાપનો રાજ્યાભિષેક

ગોગુન્દામાં રહેતા, ઉદયસિંહ અને તેમના વિશ્વાસુ લોકોએ મેવાડની એક અસ્થાયી સરકારની રચના કરી હતી. ૧૫૭૨માં મહારાણા ઉદયસિંહ પોતાનાં પુત્ર પ્રતાપને મહારાણાનો ખિતાબ આપીને આપીને મૃત્યુ પામ્યા. મહારાણા ઉદયસિંહ, તેમના છેલ્લા સમયમાં, તેમની પ્રિય પત્ની રાની ભાટિયાની પ્રભાવ હેઠળ આવીને એનાં પુત્ર જગમાલને સિંહાસન પર બેસાડવા માંગતા હતાં. મહારાણા ઉદયસિંહના મૃત્યુ બાદ જ્યારે તેમના પાર્થિવશરીરને સ્મશાન સુધી લઇ જઈ રહ્યાં હતાં ત્યારે પ્રતાપ પણ એ અંતિમવિધિમાં જોડાયા જયારે પરંપરા પ્રમાણે, રાજ્તિલકના સમયે રાજકુમાર પ્રતાપને તેમના પિતાના શરીર સાથે જવાની મંજૂરી નહોતી. એનાથી ઉલટું એને રાજતિલકની તૈયારીમાં લાગેલું રહેવું પડતું હતું. પ્રતાપે આ રાજ્યપરિવારની પરંપરાને તોડી અને ત્યાર પછી પણ એમણે એ પરંપરા કયારેય ના નિભાવી !!!!

પ્રતાપે તેમના પિતાની છેલ્લી ઇચ્છા મુજબ પોતાના સાવકા ભાઈ જગમલને રાજા બનાવવાનો નિર્ધાર કર્યો. પરંતુ મેવાડના વિશ્વાસપાત્ર ચુંડાવત રાજપૂતોએ જગમાલને સિંહાસન પર બેસાડવાને વિનાશકારી પગલું માનીને જગમાલને સિંહાસન છોડી જવાની ફરજ પાડી હતી. જગમાલને સિંહાસન છોડવામાં જારાય રસ નહોતો !!!! પરંતુ તે વેર લેવા માટે અજમેરમાં ગયો અને અકબરના સૈન્યમાં જોડાયો અને એને એના બદલામાં જહાજ્પુરની જાગીર મળી ગઈ…….

આ દરમિયાન રાજકુમાર પ્રતાપને મેવાડનાં ૫૪માં શાસક ની સાથે સાથે મહારાણાનો પણ ખિતાબ મળ્યો !!!!

૧૫૭૨માં પ્રતાપસિંહ મેવાડના મહારાણા બન્યા, પરંતુ તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં કયારેય ચિત્તોડની મુલાકાત લીધી નથી. મહારાણા પ્રતાપને તેમના જન્મસ્થળ અને ચિત્તોડનો કિલ્લો બોલાવતા હતા. મહારાણા પ્રતાપ તેમના પિતને ચિત્તોડને પુન: જોયા વિના મૃત્યુ થઇ જવાં પર બહુજ અફસોસ થતો હતો. અકબરે ચિત્તોડ પર કબજો કર્યો હતો. પરંતુ મેવાડનું શાસન હજુ પણ તેમનાથી દૂર હતું. અકબરે ઘણીવાર પોતાના હિન્દુસ્તાનના જહાંપનાહ બનવાની ચાહતમા કેટલાંય દૂતોને રાણા પ્રતાપ સાથે સંધિ કરાર પર હસ્તાક્ષર લાવવાં મોકલ્યા…… પરંતુ દરેક વખતે મહારાણા પ્રતાપે શાંતિ સંધિ કરવાની વાત સ્વીકારી પણ મેવાડનું પ્રભુત્વ તો એમની જ પાસે રહેશે એમ કહીને એને પાછો મોકલતાં રહ્યાં !!!

મહારાણા પ્રતાપનો સંધિ પ્રસ્તાવ ઠુકરાવવો અને માનસિહનું અભિયાન

૧૫૭૩ માં, અકબરે ૬ રાજ્નાયાકોને મોકલીને રાણા પ્રતાપને સમર્પણની વાત કરી પરંતુ રાણા પ્રતાપ દર વખતે એમને નકાર્યા !!! છેલ્લી વાર અકબરે પોતાના સાળા અને રાણી જોધાબાઈના ભાઈ માનસિહને રાણા પ્રતાપ પાસે મોકલ્યા. મહારાણા પ્રતાપ માનસિંહને જોઇને ગુસ્સે થયા અને કહ્યું કે– “એક રાજપૂત તેમના રાજપૂત ભાઇઓ માટે તેમના સમર્પણ વિશે વાત કરે છે” અને રાજા માનસિંહને શરમભેર પાછાં મોકલવામાં આવ્યા .હવે અકબર સમજી ગયો કે મહારાણા પ્રતાપ ક્યારેય સમર્પણ નહીં કરે એટલે જ અકબરે પોતાની સેનાને મેવાડને કચડી નાંખવા માટે તૈયાર કરી !!!!!

૧૫૭૩ માં સંધિની દરખાસ્તોનો ઇનકાર કર્યા પછી અકબરે મેવાડના બાહ્ય રાજ્યો સાથે સંપર્ક તોડ્યો અને મેવાડના સહયોગી દળોને અલગ અલગ કરી નાંખ્યા .જેમાંના કેટલાક મહારાણા પ્રતાપના મિત્ર અને સંબંધીઓ હતા. અકબરે ચિત્તોડના તમામ લોકોને પ્રતાપને સહાય ન કરવાં કહ્યું. અકબરે રાણા પ્રતાપના નાના ભાઈ કુંવર સાગરસિંહને વિજયી ક્ષેત્ર પર રાજ કરવા માટે નિયુક્ત કરી દીધો….પરંતુ સાગરસિંહે પોતાની માતૃભૂમિ સાથે દગો કરવાને બદલે મોગલ દરબારમાં પોતાની જાતને કટાર ભોંકીને પોતાનાં જીવનનો અંત આણી દીધો. રાણા પ્રતાપના નાના ભાઈ શક્તિસિંહ મોગલ લશ્કરમાં હતા અને તેના ભાઇને અકબરના વિચારોથી વાકેફ કર્યા હતાં.

મહારાણા પ્રતાપનો જંગલોમાં નિવાસ

મહારાણા પ્રતાપએ મુગલોનો સામનો કરવા માટે તેમની સેનાને સાવચેત કરી. પ્રતાપે મેવાડની રાજધાની કુંભલગઢમાં પોતાનું લશ્કર મોકલ્યું. તેમણે પોતાના સૈનિકોને અરવલીના પર્વતો પર ચાલ્યા જવાનો આદેશ આપ્યો અને દુશ્મન પાછળ પોતાની સેનાની કોઈ ટુકડી ના મોકલી….મહારાણા યુદ્ધ એ પર્વતીય વિસ્તારમાં લડવા માગતો હતો. જેના વિષે મેવાડ સેના પુરેપુરી વાકેફ હતી પરંતુ મોગલ સૈન્યને આનો કોઇ જ અનુભવ નહોતો. ત્યારે મેવાડની સેના એ પહાડો તરફ કૂચ કરી ગઈ અને અરવલ્લીના પર્વતો પર ભિલો પણ એમની સાથે થઇ ગયાં !!!!

મહારાણા પ્રતાપ પોતે જંગલમાં રહ્યા….. જેથી તેઓ જાણી શકે કે સ્વતંત્રતા અને અધિકારો પ્રાપ્ત કરવા માટે તેમને કેટલો પીડા સહન કરવી પડે છે. તેમણે પાંદડા માં ભોજન લીધું, જમીન પર બેસી રહ્યા અને દાઢી પણ ના કરી !!!! ગરીબીના સમયગાળામાં, તેઓ કાચી ઝૂંપડીઓમાં રહેતા હતા જે માટી અને વાંસની બનેલી હતી ….. મોગલ લશ્કરે મેવાડને દિલ્હીથી સુરત સુધી ઘેરી લીધું હતું !!!! તેમના સૈન્યના કેટલાક સૈનિકોને હલ્દીઘાટીના તમામ રસ્તાઓનો અનુભવ હતો તેથી, તેમની દિશા મુજબ, ઉદયપુર જવાનો એક માત્ર રસ્તો ઉત્તરમાં હતો. અકબરનું સૈન્ય સેનાપતિ માનસિંહ અને કેટલાક કુશળ મોગલ સૈનિકો સાથે મંડલગઢ પહોંચ્યું. જયારે બીજી બાજુ, મહારાણા પ્રતાપની સેનામાં ઝાલામાન, દોડિયા ભીલ, રામદાસ રાઠોડ અને હકીમ ખસુર જેવાં શુરવીર હતાં !!!! મોગલ સેના પાસે કંઈ કેટલીયે તોપો અને વિશાળ સેના હતી ……… પરંતુ પ્રતાપના સૈન્ય પાસે કેવળ હિંમત અને સાહસી જાંબાઝોમી સેના સિવાય કશું જ નહોતું !!!!

હલદીઘાટીનો મહાસંગ્રામ

૧૫૭૬માં હલ્દીઘાટીની લડાઇ ૨૦૦૦૦ રાજપૂતો અને મોગલ લશ્કરના ૮૦૦૦૦ સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી. તે સમયે, અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી. મહારાણા પ્રતાપની સેના મોગલોની સેનાને પાછી ધકેલી રહી હતી !!!! મહારાણા પ્રતાપની સેના પરાજિત તો ના થઇ પરંતુ મહારાણા પ્રયાપ ખુદ મોગલોના ઘેરામાં આવી ગયાં હતાં !!!!

મહારાણા પ્રતાપ વિષે એવું કહેવાય છે કે એમનાં ભાલાનું વજન ૮૦ કિલો અને બખ્તારનું વજન ૭૨ કિલો હતું !!!! અને આરીતે જોવાં જઈએ તો એમનાં ભાલા, ઢાલ અને ૨ તલવારો મળીને કુલ ૨૦૦ કિલોના વજન સાથે તેઓ યુદ્ધ કરતાં હતાં !!!! તો જરા વિચારો કે – કેવી રીતે આટલો બધો ભાર લઈને તેઓ યુદ્ધ કરતાં હશે !!!!! શક્તિસિંહ જે પહેલાં મોગલ સૈન્ય વતી લડ્યો હતો તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીરગતિ પામ્યો હતો !!!!!

મહારાણા પ્રતાપને ભામાશાની મદદ

યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું !!! અને આ યુદ્ધ પછી, અકબરે ઘણી વખત મેવારને હડપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે દર વખતે માહારણા પ્રતાપે એને હરાવ્યો હતો. મહારાણા પ્રતાપ કોઈકને કોઈક રીતે ચિત્તોડ પર ગારીથી પોતાનો કબજો મેળવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ મોગલોના સતત હુમલાને લીધે, તેની સેના ખૂબ જ નબળી થઈ ગઈ હતી અને તેમની પાસે સૈન્યનું નિર્વહન કરવાં માટે પૂરતા પૈસા પણ ન હતાં. તે સમયે મુશ્કેલીમાં, તેમના એક મંત્રી ભામાશહે રાણા પ્રતાપને તેમની બધીજ સંપત્તિ સોંપી દીધી !!!! અને તે નાણાં એટલાં બધાં હતાં કે ૧૨ વર્ષ સુધી ૨૫૦૦૦ સૈનિકોનું ભરણપોષણ કરી શકે મહારાણા પ્રતાપ તેમના સામ્રાજ્યના લોકોને જોઈને બહુ દુખી થયાં !!!! અને અકબર સામે લડવા માટે તેમની તાકાત નબળી પડતી જતી હતી.

પૃથ્વીરાજ ચૌહાણનો પત્ર અને હૃદય પરિવર્તન —

બીજી ઘટનામાં, મહારાણા પ્રાતાપને ખૂબ જ દુઃખ થાય છે જ્યારે એક કૂતરો પોતાનાં બાળકો માટે ઘઉંની રોટલી ચોરી કરીને લઇ જતો હોય છે આ ઘટનાએ રાણા પ્રતાપના હૃદયને હલાવી દીધો . હવે પ્રતાપને પોતાનો નિર્ણય ખોટો લાગવા માંડ્યો કે તેમનો આ નિર્ણય અકબર આગળ સમર્પણ નહિ કરવાનો શું સાચો હતો ? તેમનો આ નિર્ણય સાચો કે ખોટો !!!! આ વિચારની ક્ષણોમાં, તેમણે અકબરને પત્ર લખ્યો જેમાં તેમણે શરણાગતિ વિશે વાત કરી હતી. અકબર પર લખાયેલા આ પત્રને જયારે અકબરના દરબારમાં પૃથ્વીરાજ ચૌહાણે વાંચ્યો તો અકબરે સાર્વજનિક આનંદ ઉત્સવનું આયોજન કર્યું કારણકે તેના બહાદુર શત્રુએ આત્મસમર્પણ વિશે વાત કરી હતી !!!! [નોંધ – પૃથ્વીરાજ ચૌહાણ એ દિલ્હી ના રાજા નઈ પણ બીજા]

પૃથ્વીરાજ ચૌહાણ મારવાડ પ્રાંતના બિકાનેર રાજ્યના રાજા રાય સિંહનો નાનો ભાઈ હતો. તેમણે મુગલોને આત્મસમર્પણ કર્યું અને તેમના અદાલતમાં સેવા આપવાનું શરૂ કર્યું. પૃથ્વીરાજ ચૌહાણ પોતે મહાન મહારાણા પ્રતાપના યોદ્ધા અને પ્રશંસક હતા. આ પત્ર વાંચીને તે આશ્ચર્યચકિત થઇ ગયાં અને રાણા પ્રતાપના આ નિર્ણય પર બહુજ દુખી દુખી થઇ ગયાં

તેમણે અકબરને કહ્યું હતું કે રાણા પ્રતાપના કોઈ દુશ્મને પ્રતાપની છબી બદનામ કરવા નકલી પત્ર મોકલ્યો હશે !!!! પૃથ્વીરાજે કહ્યું કે તે રાણા પ્રતાપ છે. તેઓએ માટે જાણીતાં છે કે તેઓ તેમના જીવનમાં ક્યારેય સમર્પણ નહીં કરે. પૃથ્વીરાજે અકબરને પ્રતાપને એક પત્ર મોકલવા માટે વિનંતિ કરી !!!! જેથી ખરેખર સત્ય શું છે એ જાણી શકાય ? પૃથ્વીરાજે તેના પત્રમાં કેટલાક દોહાઓ લખીને પ્રતાપને મોકલ્યાં
જે આજે પણ, પૃથ્વીરાજ ની દેશભક્તિના ઉદાહરણ સવરૂપ છે !!!!

“હિન્દુઓની આશા હિંદુઓ પર જ ટકેલી છે પછી ભલેને રાણા એને છોડી દે …… એકલા આપણી દોડમાં એક બાધા છે અને એ બધું જ ખરીદી શકે છે પરંતુ તે રાણા ઉદયસિંહના પુત્રને કદાપી નહિ ખરીદી શકે !!! શું એક સાચો રાજપૂત ચિત્તોડ પર ફરીથી વિજય પ્રાપ્ત કરી શકશે !!!!”

આ પ્રસિદ્ધ પત્રે પ્રતાપને તેના નિર્ણય બદલવાની ફરજ પાડી. અને મોગલો આગળ સમર્પણ કરવાની ના પાડી દીધી !!! ૧૫૮૭ માં, અકબરે રાણા પ્રતાપ આગળ પોતાના ઘૂંટણા ટેકવી દીધા …… અને પોતાની સેનાને પંજાબ પાછી બોલાવી દીધી. પ્રતાપે તેમના જીવનના છેલ્લા દસ વર્ષોમાં શાંતિપૂર્ણ રીતે શાસન કર્યું અને મેવાડ પ્રાંતના મોટાભાગના પ્રાંતને મુક્ત કર્યા. તેઓએ ઉદયપુર અને કુંભલગઢ કબજે કર્યું. પરંતુ તેઓ ચિત્તોડ પર ફરીથી પોતાનો કબજો જમાવી શક્યાં નહીં !!!! મહારાણા પ્રતાપને હિન્દુ સમુદાયના કિરણ અને જીવન તરીકે ઓળખવામાં આવે છે. પ્રતાપ કલાના સંરક્ષક હતાં ……… અને તેમણે પોતાના શાશનમાં પદામાવતી ચરિતા અને એવી બીજી અનેક કવિતાઓ લખી હતી. ઉમેશ્વર મહેલ , કમલાનાથ મહેલ અને ચાવંડ મહેલ એમની સ્થાપત્ય કલાના અનન્ય નમુનાઓ છે. આ ઇમારતો ગાઢ જંગલોમાં લશ્કરી પદ્ધતિઓથી બનેલી છે. !!!!

મહારાણા પ્રતાપનો પરિવાર અને અંતિમ સમય —

મહારાણા પ્રતાપની પ્રથમ અને પ્રિય રાણી અજબ્દે પંવાર હતી એણે દરેક મુશ્કેલીમાં પ્રતાપને સમર્થન આપ્યું હતું પરંતુ એ રાણી ૩૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતાં !!! અજબ્દે પંવાર સિવાય પર્તાપની બધી જ રાણીઓ એ રાજકીય સમજુતીની દેન હતી. મહારાણા પ્રતાપની ૧૧ રાણીઓ અને ૧૭ પુત્રો અને ૫ પુત્રીઓ હતી !!! તેમનાં પ્રથમ પુત્ર અમરસિંહ, સિસોદિયાએ વંશને આગળ વધાર્યો અને રાજગાદી સંભાળી !!!

હવે પ્રતાપના જીવનનાં કિરણો કમજોર જણાતા હતાં તેમના જીવનના છેલ્લા દિવસોમાં તેમણે તેમના પુત્ર અમર સિંહને સિંહાસન પર બેસાડ્યા. મહારાણા પ્રતાપ ચિત્તોડમાં ક્યારેય પાછા ન જઈ શક્યાં પરંતુ તેઓ આજીવન ચિત્તોડને હાંસલ કરવાં માટે પ્રયત્ન કરતાં રહ્યાં !!!! જાન્યુઆરી `૧૫૯૭ માં, મેવાડના આ મહાનાયક રાણા પ્રતાપ શિકાર કરતાં હતાં તે સમયે તેઓ ઘાયલ થઇ ગયાં …… અને ૫૬ વર્ષની આયુમાં એમનું મૃત્યુ થઇ ગયું. મૃત્યુ પહેલાં પ્રતાપે અમર સિંહને મોગલો આગળ કયારેય સમર્પણ ના કરવાનું વચન લીધું !!! અને ફરીથી ચિત્તોડગઢ ફરી જીતવા કહ્યું. અને ચિત્તોડગઢ પર ફરીથી પોતાનો કબજો જમાવવાનું કહ્યું !!!!

મહારાણા પ્રતાપ ના મૃત્યુ પર અકબર ની પ્રતિક્રિયા —

અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની અા લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ ન હતું, જોકે સિધ્ધાંતો ની લડાઈ હતી. હું જ એક એવો હતો કે પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે પ્રતાપ પોતાની માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા.

મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. અા સમાચાર થી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.

‘ પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવાંવીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ. ‘

એવું કહેવાય છે કે રાણાપ્રતાપના મૃત્ય પર અકબર બહુજ રડયો હતો. ત્યારબાદ પ્રતાપના પાર્થિવ શરીરને ૧૯ જાન્યુઆરી ૧૫૯૭માં ચાવંડ લાવવામાં આવ્યો ત્યાં એમની અંતિમ ક્રિયા કરવામાં આવી !!!! અને આ રીતે મહારાણા પ્રતાપ ઇતિહાસના પાનાઓમાં પોતાની બહાદુરી અને ટેક માટે અમર થઇ ગયાં !!!!

સપનાંમાં પણ મહારાણા પ્રતાપથી કંપતો હતો અકબર એને પરસેવો વળી જતો હતો. કર્નલ ટોડે રાણા પ્રતાપને જ મહારાણા પ્રતાપ કહ્યો છે બીજાબધાઓ તો માત્ર રાણા જ હતાં. જે ખરેખર સાચું છે. પ્રતાપ બે તલવારો રાખતો હતો એનું કારણ એ છે કે એ દુશ્મનને સ્વબચાવની એક તક આપાવામાં માનતો હતો. એ દુશ્મનને કયારેય નીહથ્થો મારવામાં નહોતો માનતો …….

ઈતિહાસ યાદ રાખે છે મહારાણા પ્રતાપને એમની “ટેક”ને લીધે જ અને એટલાંજ માટે કહેવાય છે કે ” ટેક તો મહારાણ પ્રતાપની જ …….. !!!” હલદીઘાટી નામ એટલાં માટે પડતું છે કે ત્યાની આજુબાજુના વિસ્તારની માટી પીળી હળદર જેવી છે !!!!

રાજસ્થાનની પ્રસુતાઓ આજેપણ એ માટી કેસરની જગ્યાએ ખાય છે કારણકે —-આવનારું બાળક પ્રતાપ જેવું મહાન અને શુરવીર બને !!!!

હું તો દરરોજ જ પ્રતાપનું સ્મરણ કરું છું અને એમને વંદન કરું છું !!!! કારણકે – અમે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ એ પ્રતાપના જ એક ફાંટાના વંશજ છીએ અને એકલિંગજી અમારાં ઇષ્ટદેવ!!!!

શત શત વંદન મહારાણ પ્રતાપની વીરતા અને ટેકને !!!!
——- જનામેજય અધ્વર્યુ.

જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર નાથાભગત મોઢવાડીયા

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!