મેવાડના રાજા બપ્પા રાવલ

આ હિંદુ રાજાએ ગાજર-મૂળાની જેમ આરબી મુસ્લિમ શાસકોને કાપી નાંખ્યા હતાં. આને લીધે લગભગ ૪૦૦ વર્ષ સુધી મુસ્લિમ હુમલાખોરો ભારતથી દૂર રહ્યાં હતાં

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

આ હિંદુ રાજપૂત સમ્રાટે આરબોને એવી રીતે તગેડી મુક્યા કે એ હુમલાખોરો ફરીથી ૪૦૦ વર્ષ સુધી ભારત તરફ ફરીને જોયું પણ નહીં અને ફરી આટલાં વર્ષો ભારત તરફ ફરક્યાં પણ નહીં !!! અરબીઓએ તેમનાં મુલ્ક અને અન્ય રાષ્ટ્રો સમેત હિન્દુઓની વધારે વસ્તી ધરાવતાં ભારતની ધરતી પર હિન્દુઓના ઈતિહાસ સાથે હંમેશા અન્યાય જ કર્યો છે અને હંમેશાથી કરતાં જ આવ્યાં છે !!! ના જાણે હિન્દુઓના ઈતિહાસ મીટાવવાના અને છુપાવવાના કંઈ કેટલાયે પ્રયત્નો થયાં પણ સત્ય કયારેય છુપાવી શકાતું નથી !!!!

મહારાણ પ્રતાપ
વીર છત્રપતિ શિવાજી
પુષ્યમિત્ર શ્રુંગ

રાજા દાહિર નામ તો સાંભળ્યું જ હશે પણ બપ્પા રાવલ ને ભાગ્યેજ કોઈ ઓળખતાં હશે.

બપ્પા રાવલ એક એવાં હિન્દૂ સમ્રાટ છે, જેમનાં નામ માત્રથી દુશ્મનોના હાથ-પગ ઠંડા પડી જતાં હતાં. જ્યારે ભારત પર ઇસવીસન ૭૩૪ માં આરબોએ આક્રમણ કર્યું, ત્યારે રાજસ્થાનમાં એક એવો પણ યોદ્ધો પેદા થયો હતો કે જેમણે એમને મારી મારીને એમને પાછાં એમનાં દેશમાં તગેડી મુક્યા હતાં. એમણે અરબી અને તુર્ક તથા ફારસી મુસ્લીમોના દિલમાં એટલી બધી દહેશત પેદા કરી દીધી હતી કે મુસ્લિમોએ ત્યાર પછીના ૪૦૦ વર્ષ સુધી હિન્દુસ્તાન તરફ આંખ ઉઠાવીને પણ નહોતું જોયું !!!

આવાં યોદ્ધા હતાં મેવાડ વંશના સંસ્થાપક કાલભોજના રાજકુમાર ——- બપ્પા રાવલ !!! સાથે એ શિવજીના એકલિંગ સવરૂપના ભક્ત. એકલિંગજીનું મંદિર તેમણે જ બંધાવ્યું હતું અને ચિત્તોડના કિલ્લાના નિર્માતા !!!!

Bappa Rawal

એમનાં પિતા મહેન્દ્ર રાવલ દ્વિતીયની આક્રમણકારીઓએ હત્યા કરી હતી !!!! અને એમનાં માતાજી પોતાની અસ્મિતા અને અસ્તિત્વ અને સત્વ બચાવવાં સતી થઇ ગયાં હતાં. બપ્પા રાવલનું પાલનપોષણ એમનાં કુલપુરોહિતે બહુજ લાડ પ્યારથી કર્યું હતું અને એકલિંગજીની ભક્તિ કરવાની સાથે સાથે સમસ્ત યુદ્ધકલાઓમાં પણ નિપુણ બનાવ્યાં હતાં !!! બપ્પા રાવલે પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું માત્ર ૨૧ વર્ષની ઉંમરે જ લઇ લીધું હતું !!!! અને એક કુશળ અને પ્રતાપી રાજાના સ્વરૂપમાં પોતે પોતાની જાતને પ્રસ્થાપિત કર્યાં !!!!

પછીથી જયારે આરબો ,તુર્કો અને ફાર્સીઓએ આક્રમણ કર્યાં ત્યારે બપ્પા રાવલે ના માત્ર એમને યુદ્ધમાં હરાવ્યાં પણ આરબોને છેક પોતાનાં વતન સુધી પાછા ધકેલી મુક્યાં. એવો હતો બપ્પા રાવલનો ખૌફ કે મુસલમાનોએ ત્યાર પછીના ૪૦૦ વર્ષ સુધી ભારત તરફ આંખ ઉઠાવીને જોયું સુધ્ધાં નહીં !!! અને એમની હિમત પણ ના ચાલી !!!

પણ ભારતના વામપંથીઓ એવં ભાડાના ઈતિહાસકારોએ એમનું નામ ઈતિહાસમાંથી મિટાવવાની અને છૂપાવવાણી કોશિશ કરી. રાવલપીંડીનું નામકરણ બપ્પા રાવલના નામ પરથી જ થયું હતું !!! એની પહેલાં રાવલપીંડીને ગઝની પ્રદેશ કહેવામાં આવતો હતો ….. ત્યારે કરાંચીનું નામ પણ બ્રાહ્મણાબાદ હતું !!!! ગઝની પ્રદેશમાં બપ્પા રાવલે પોતાનાં સૈન્યની એક છાવણી ઉભી કરી હતી !!!! ત્યાંથી એ પોતે અને એમનાં સૈનિકો આરબસેનાની ગતિવિધિઓ પર નજર રાખતાં હતાં. એમની વીરતા જોઇને જ અને એમનાથી પ્રભાવિત થઈને ગઝનીના સુલતાને પોતાની પુત્રીનો વિવાહ (લગ્ન) બપ્પા રાવલ સાથે કર્યો હતો !!!! મેવાડ અને અન્ય બીજા પ્રદેશોમાં આ વીર શાસકને બાપાના નામ થી પણ બોલાવતાં હતાં ……..

ઈડરના ગોહિલવંશી રાજા નાગાદિત્યની હત્યા થયાં બાદ તેમની પત્ની ત્રણ વર્ષના પુત્ર બપ્પાને લઈને વડનગરા(નાગર) જાતિના કામલાદેવીના વંશજો પાસે જતી રહી ……. એમનાં વંશજ ગોહિલ રાજવંશના કુળપુરોહિત હતાં !!!! ભીલોના આતંકનાં ફલસ્વરૂપ કમલાના વંશધર બ્રાહ્મણ બપ્પાને લઈને ભાંડેરનામના સ્થળ પર રહેવાં આવી ગયાં. અહીંયા બપ્પા ગાયો ચરાવવા લાગ્યાં !!!!

એના પછી તેઓ નાગદા ગયાં અને ત્યાં બ્રાહ્મણોની ગાયો ચરાવવા લાગ્યાં …… એમાંએક ગાય એવી હતી કે જે સૌથી વધારે દૂધ આપતી હતી !!!! સાંજે એ ગાયો જંગલમાંથી પાછી ફરતી હતી તો એમનાં આંચલમાંથી દૂધ નહોતું નીકળતું !!! બપ્પા દૂધ સાથે જોડાયેલાં રહસ્યને જાણવા માટે જંગલમાં એ ગાયની પાછળ પાછળ ગયાં !!!! ગાય જયારે નિર્જન કંદરામાં પહોંચી અને એને હારિત ઋષિને ત્યાં શિવલિંગ પર અભિષેક કરવાં માટે દૂધધાર કરતી જોઈ !!!!

એનાં પછી બપ્પ રાવલ હારિત ઋષિની સેવામાં લાગી ગયાં. આ ઋષિના આશીર્વાદથી જ બપ્પા મેવાડના રાજા બન્યાં. હારિત ઋષિ દ્વારા બતાવવામાં આવેલાં સ્થાન માંથી બપ્પાને ૧૫ કરોડના મુલ્યવાળી સુવર્ણમુદ્રાઓ મળી !!!! બપ્પાએ આ ધનરાશિથી એક મોટી વિશાળ સેના બનાવી અને મોરિયોથી ચિત્તોડ ના રાજ્યનો કબજો લીધો. બસ ત્યારથી જ મેવાડ વંશનો પાયો નંખાયો !!!!

હવે તમને ખબર પડે છેને કે ઈતિહાસકારો અને આપણા કહેવાતાં બુદ્ધિવાદીઓએ આ મહાન રાજાને કેટલો અન્યાય કર્યો છે તે મેવાડ અને સમગ્ર રાજસ્થાન નહીં પણ આખું ભારતવર્ષ સદાય એમનું ઋણી રહેશે !!!!

———–જનમેજય અધ્વર્યુ

જો તમે અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

– ★ મહારાજા ભોજ ★

– વાગડ ના વિર વરણેશ્વર પરમાર

– ચક્રવર્તી રાજા ભરત

– સમ્રાટ હર્ષવર્ધન

– શ્રી ભાથીજી મહારાજની શૌર્યગાથા

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!