વીર રાવ હમીર દેવ ચૌહાણ 

ભારતમાં કુંભલગઢના કીલાની દીવાલ ૩૬ કિલોમીટર લાંબી છે. બીજા નંબરે ચિત્તોડનો કિલ્લો આવે છે જેની દીવાલ ૧૩ કિલોમીટર લાંબી છે અને ત્રીજા નંબરે રણથમ્ભોરનો કિલ્લો આવે છે જેની દીવાલ ૫ કીલોમીટર લાંબી છે. ચિત્તોડનો કિલ્લો જીત્યો છે અને હરાવ્યો છે અને અદભૂત બનાવ્યો છે રાણા કુંભાએ અને ચીત્તોડ સાથે જો કોઈનું નામ સંકળાયેલું હોય તો તે છે મહારાણા પ્રતાપનું. દુનિયા આખી ચિત્તોડને મહારાણા પ્રતાપની નગરી અને કિલ્લા તરીકે ઓળખે છે. જોકે બાળપણ વિતાવ્યા પછી મહારાણા પ્રતાપ ત્યાં જૈય શૈકા જ નથી કે નથી એને જીતી શક્યા !!! પણ રાજપુતાના સિસોદિયા વંશમાં જો કોઈને મહારાણાની પદવી મળી હોય તો તે છે ——“રાણા પ્રતાપ“ને જ !!!!

આજ વંશમાં પ્રતાપની પહેલા રાજા રતન સિંહ થયો હતો. રાજધાની ચિત્તોડ અને કિલ્લો પણ ચિત્તોડ બસ ખાલી એમને બંધાવેલા મહેલો જુદાં. રતનસિંહ એટલો નામી રાજા નહોતો એનું નામ અમર થયું હોય તો રાણી પદ્મિની ને કારણે જ અને રાણી પદ્મિની બહુજ હોંશિયાર અને ચતુર સ્ત્રી હતી. એમન વિષે હું અહીં “રાણી પદ્માવતી એ લખી જ ચુક્યો છું
જેને આપ સૌએ ખુબજ પ્રેમથી વધાવી હતી. એમાટે હું આપનો ઋણી છું !!! રાણી પદ્મિનીની વાત જ ના જન્મી હોત જો અલાઉદ્દીન ખીલજી જેવો લંપટ માણસ જો પદ્મિનીને મેળવવાની લાલસામાં ચિત્તોડ નાં આવ્યો હોત !! ઈતિહાસકારોએ એ નાનકડી વાતને એટલી બધી ચગાવી કે એમાં પદ્મિની બાજુ પર રહી અને જેને લીલા તોરણે પાછા જવું પડ્યું હતું તે અલૌદ્દ્દીન ખીલજી તે અમર થઇ ગયો  ………
પદ્મિનીનું અભૂતપૂર્વ કાર્ય હોય તો તે છે જૌહરનું !!! પણ આલૌદ્દીન ખીલજીને હંફાવનાર અને હરાવનાર પણ એક રાજા થયો હતો એની ઇતિહાસે નોંધ જ લીધી નથી. ચિત્તોડ એટલું બધું મહત્વનું બન્યું કે લોકો રણથંભોરને ભૂલી જ ગયાં છે. અરે ……… એટલે સુધી કે લોકો રણથંભોર જાય છે તે રણથંભોર નેશનલ પાર્કમાં વાઘ જોવાં એના મુખ્ય દરવાજાની સામેજ આવેલો આ રણથંભોરનો જાજરમાન અને અદ્ભુત કિલ્લો જોવાં ભાગ્યે જ કોઈ જાય છે !!!!

હવે …….. આ રણથંભોરમાં એક શાસક થયો.
એમનું નામ છે  ——–રાવ હમીર દેવ !!!! જેમણે અલ્લાઉદીન ખીલ્જીને ૨ વાર હરાવ્યો હતો એના દાંત ખાટાં કરી દીધા હતાં. આવાતને ઈતિહાસકારો અને સમગ્ર ભારત ભૂલી જ ગયું છે !!! મને તો લાગે છે કે ભારતીયોને ભૂલવાની ટેવ ઘણી સારી છે!!!! પણ હું છું ત્યાં સુધી તો નહીં જ ભૂલવા દઉં કોઈને પણ પછીએ ભણશાલી હોય કે ભારત સરકાર !!! આ વાત દરેકે જાણવા જેવી છે. એ કોનો વંશજ હતો એટલે તમને એમાં આપો આપ રસ પડશે. એ ભારતના મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો !!!! હવે તો રસ પડયોને !!!!

? આ રાણા હમીર વિષે વિગતે જોઈએ આપણે

રાણા હમીર દેવ રણથંભોર “રણતભંવર” ના શાસક હતાં. એ પૃથ્વીરાજ ચૌહાણના વંશજ હતાં. રાવ હામીરદેવનો જન્મ ૭ જુલાઈ ૧૨૭૨ના રોજ રણથંભોરમાં થયો હતો. એમનાં પિતાનું નામ જૈત્રસિંહ હતું !!! એ ઇતિહાસમાં “હઠી હમીર”ના નામથી પ્રસિદ્ધ છે. એ ચૌહાણ વંશના શાસક હતા. આ ચૌહાણ વંશની રણથંભોર શાખના હતાં. આ રણથંભોરનાં ચૌહાણ વંશની નીમ પૃથ્વીરાજ તૃતીયના પુત્ર ગોવિંદરાજે ૧૧૯૪માં કુત્બુદ્દીન ઐબકની સહાયતાથી કરી હતી. રાજા હમીર દેવ જૈત્રસિંહ ચૌહાણના ત્રીજા પુત્ર હતાં. એમની માતાનું નામ હીરાદેવી હતું !!! એ ઇસવીસન ૧૨૮૨માં (વિક્રમસંવત ૧૩૩૯) માં રણથંભોરની ગાદી પર બેઠા. એમની પત્નીનું નામ પણ મહારાણી રંગદેવી હતું અને પુત્રીનું નામ  દેવલ દે હતું !!!! ત્યારે રણથંભોરના ઈતિહાસમાં એક નવો અધ્યાય પ્રારંભ થાય છે. હમીર દેવ રણથંભોરના ચૌહાણ વંશના સર્વાધિક શક્તિશાળી રાજા હતાં…. હમીરદેવે પોતાના બાહુબળથી વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું હતું !!!!

તે વખતે ભારતમાં “રાસૌ” કાવ્યપ્રકારની બોલબાલા હતી. આવા અનેક રાસો ભારતમાં રાજાના કાર્યો અને તેમની પ્રશસ્તિ કરવાં માટે લખાયાં છે. એમાં પણ ચૌહાણવંશના રાજાઓ વિષે વિપુલ માત્રામાં રાસો કાવ્યો રચાયાં છે. એની શરુતા કયાંથી થઇ એ પ્રશ્ન છે? પણ ચંદ બરદાઈ કૃત “પૃથ્વીરાજ રાસો” એ શિરમોર સમું છે એને પ્રથમ હિન્દી મહાકાવ્ય તરીકેનું બિરુદ પ્રાપ્ત છે. કાવ્યમતાની સામે પ્રશષ્ટિ ઝાંખી પડે છે એમાં એ આપનું ઉત્તમ “રાસૌ” કાવ્ય છે એમાં બેમત તો નથી જ !!! આમેય ભારતનો શક્તિશાળી રાજા પૃથ્વીરાજ જ છે ને !!!!

હવે …..એના પછી બીજું એક “રાસૌ”કાવ્ય લખાયું.
એનું નામ છે ——– “હમીર રાસો ” !!!! હમીરદેવ વિષે વિગતો એમાંથી જ પ્રાપ્ત થાય છે આપણને !!! જોકે એમના વિષે કુલ ત્રણ મહાકાવ્યો રચાયાં છે

[૧] નાનચંદ સૂરી દ્વારા રચિત “હમીર મહાકાવ્ય”
[૩] જોધરાજ કૃત “હમીર રાસો ”
[૩] ચંદ્રશેખર કૃત “હમીર હઠ”
વગેરેમાંથી આપણને પ્રાપ્ત થાય છે

“સંઘ ગમન સાપુરસિ વચન, કેળી ફળે યક બાર ।
ત્રિયા તેલ હમીર હઠ, ચઢે ન દૂજી બાર ।

હમીર દેવે ગાદી સંભાળતા જ સૌથી પહેલાં ભમ્રસના રાજા અર્જુનને હરાવ્યાં અને પછી દક્ષિણમાં પરમાર શાસક ભોજને હરાવ્યાં અને ત્યારબાદ ઘણાંબધાં વિજયો મેળવીને એ રણથંભોર પાછા આવ્યાં અને એક ઉચ્ચ કોટીનો યજ્ઞ કરાવ્યો. માત્ર થોડાંક જ સમયમાં હમીરદેવે પોતાનું રાજ્ય શિવપુરી(ગ્વાલિયર), બલબન (કોટા) અને શાકંભરી સુધી વિસ્તારી દીધું !!!!

રાજા હમીરદેવ અને દિલ્હીનો સુલતાન જલાલુદ્દીન ખિલજી  ———–

ઇસવીસન ૧૨૯૦માં જલાલુદ્દીન ખિલજી દિલ્હીની ગાદી પર બેઠો. એ પોતાના રાજ્યની રક્ષાના હેતુસર રણથંભોર સુધી આવી ગયો. ત્યારે હમીરદેવે ૧૦,૦૦૦ સૈનિકો સાથે મુસ્લિમ સેનાનો મુકાબલો કરવાં માટે સેનાપતિ ગુરુદાસ સૈનીને મોકલ્યો પણ એની હાર થઇ !!! અને મુસ્લિમ સેના એ ઝાઈનના દુર્ગ પર કબજો કરી લીધો !!! આનાથી જલાલુદ્દીનનું સાહસ વધી ગયું અને એણે રણથંભોર દુર્ગ પર ઘેરો ઘાલ્યો !!! અને એને જીતવાનો પ્રયાસ કર્યો પણ એ એમાં અસફળ રહ્યો અને પોતાની સેનાને પાછી ફરવાનું કહ્યું. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) તથા એમ પણ કહ્યું હતું કે “આવા ૧૦ કિલ્લાને મુસલમાન એક વાળ જેટલું પણ મહત્વ નથી આપતાં” એના પાછાં જતા જ હમીરની સેનાએ પાછો ઝાઈનનો દુર્ગ મેળવી લીધો !!!!

હમીરદેવ અને અલ્લાઉદ્દીન ખિલજી  ——

ઇસવીસન ૧૨૯૬માં સુલતાન જલૌદ્દીનની હત્યા કરીને અલાઉદ્દીન ખિલજી દિલ્હીની ગાડીએ બેઠો. એણે ૧૨૯૯મા ગુજરાત પર આક્રમન કર્યું અને વિજય પછી પાછી ફરતી વખતે મુસ્લિમ સેના એ માલની વહેંચણી કરવાં માટે મોંગોલ સૈનિકોએ વિદ્રોક કર્યો. જેમાં મુખ્યનેતા મુહમ્મદ શાહ અને  કેબરુ હતાં. જે આ વિદ્રોહ પછી અલાઉદ્દીનનાં સેનાપત્યો અને દમનને કારણે હમીરની શરણમાં આવતાં રહ્યા. જયારે અલ્લૌદ્દીને હમીરને એને પાછો આપવાનું ફરમાન કર્યું તો હમીરદેવે એને ના ફરમાવી દીધી. જેને કારણે અલ્લાઉદ્દીન ખિલજીએ રણથંભોર પર આક્રમન કરવાનો મનોમન નિશ્ચય કરી લીધો !!!!

ઇસવીસન ૧૨૯૯માં અલ્લાઉંદ્દીન ખિલજીએ નુસરત ખાં, અલ્પ ખાં અને ઉલગુખાંના નેતૃત્વમાં એક મોટી સેના રણથંભોર પર આક્રમણ કરવા મોકલી. પરંતુ નુસરત ખાં કિલ્લામાંથી છોડાયેલા તોપના ગોળાથી માર્યો ગયો  …….
અને હમીર દેવે ભીમસિંહના નેતૃત્વમાં એ તુર્કોનો સામનો કરવા માટે સેના મોકલી. પરંતુ એમાં તુર્કોનો પરાજય થયો અને પાછા ફરતી સમયે સેનાપતિ ઉલગુ ખાંએ એક અચાનક ઘા કરીને ભીમસિંહને મારી નાંખ્યો !!!

હમીર દેવ અને અલૌદ્દીનના આ યુદ્ધ વિષે થોડુંક વધારે  ———

અલ્લાઉદ્દીનની સેનાએ સર્વપ્રથમ છાણગઢ પર આક્રમણ કર્યું
એનો અહીંયા આસાનાથી અધિકાર થઇ ગયો. છાણગઢ પર મુસ્લિમોએ આસાનાથી અધિકાર પ્રાપ્ત કરી લીધો. આ સમાચાર સાંભળીને હમીરે રણથંભોરથી સેના મોકલી. ચૌહાણ સેના એ મુસ્લિમ સૈનિકોને પરાસ્ત કરી દીધા. મુસ્લિમ સેના પરાજિત થઈને ભાગી ગઈ. ચૌહાણોએ એમના દ્વારા લુંટાયેલા ધન અને અસ્ત્ર-શસ્ત્રલુંટી લીધાં. વિક્રમ સંવત ૧૩૫૮ (ઇસવીસન ૧૩૦૧) માં અલ્લાઉદ્દીન ખિલજીએ બીજીવાર ચૌહાણો પર આક્રમણ કર્યું !! છાણગઢમાં બંને સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુધ્ધમાં હમીર સ્વયં યુધ્દ્ધમાં નહોતો ગયો. વીર ચૌહાણોએ વીરતાપૂર્વક યુદ્ધ કર્યું
પરંતુ વિશાળ મુસ્લિમ સેના આગળ તેઓ ક્યા સુધી ટકતાં !!!! અંતમાં સુલતાનનો છાણગઢ પર અધિકાર થઇ ગયો !!!

તત્પશ્ચાત મુસ્લિમ સેના રણથંભોર તરફ આગળ વધી તુર્કી સેનાનાયકોએ હમીર દેવને સુચના મોકલી કે અમને અમારા વિદ્રોહીઓ પાછા સોંપી દો જેમને તમે શરણ આપી છે !!!
અમારી સેના પાછી દિલ્હી જતી રહેશે. પરંતુ હમીર પોતાનાં વચન પર કાયમ રહ્યો. એમણે શરણાગતોને આપવાં અથવા પોતાના રાજ્યમાંથી નિર્વાસિત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો !!!! તુર્કી સેનાએ રણથંભોર પર ઘેરો ઘાલી દીધો. તુર્કી સેનાએ નુસરત ખાંને ઉલુગ ખાંનાં નેતૃત્વમાં રણથંભોર પર આક્રમણ કર્યું. દુર્ગ બહુજ ઉંચે પહાડ પર હોવાનાં કારણે શત્રુઓનું ત્યાં પહોંચવું બહુજ મુશ્કેલ હતું. મુસ્લિમ સેનાએ ઘેરો વધુ મજબુત કર્યો અને પછી આક્રમણ કર્યું. પરણતી દુર્ગ રક્ષકોએ એમના પર પથ્થરો ને બાણોની વર્ષા કરી. જેમાં અલાઉદ્દીનની સેનાને બહુ જ નુકશાન થતું હતું. મુસ્લિમ સેનાનો આરીતનો ઘેરો બહુજ દિવસો સુધી ચાલ્તો રહ્યો તો પણ તેમનો રણથંભોર પર અધિકાર પ્રાપ્ત થયો નહીં !!!

અલાઉદ્દીને રાવ હમીર પાસે બીજી વાર દૂત મોકલ્યો કે અમને વિદ્રોહી સૈનિકો પાછા આપી દો. અમારી સેના પાછી દિલ્હી જતી રહેશે પણ તોય હમીર દેવ પોતાના વચન પર અડગ જ રહ્યો. ઘણાં બધા દિવસો સુધી મુસ્લિમ સેનાનો ઘેરો અવિરત ચાલુ જ રહ્યો અને ચૌહાણ સેના મુકાબલો કરતી જ રહી. અલ્લાઉદ્દીનને રણથંભોર પર અધિકાર જમાવવાનું મુશ્કેલ લાગી રહ્યું હતું એટલે એણે છળ-કપટનો સહારો લીધો !!!
હમીર દેવની પાસે સંધિનો પ્રસ્તાવ મોકલ્યો જેને મેળવીને હમીર દેવે પોતાનાં માણસોને સુલતાન પાસે મોકલ્યાં. એ માણસોમાં એક અર્જુન કોઠયારી ( રસદ આદિની વ્યવસ્થા કરવાવાળો ) વગેરે કેટલાંક સેના નાયકો હતા. અલ્લાઉદ્દીને એમને લોભ અને લાલચ આપીને પોતાની તરફ મિલાવી દેવાનો પ્રયત્ન કર્યો. એમાંથી કેટલાંક ગુપ્ત રીતે સુલતાનની તરફ થઇ ગયાં.

દુર્ગનો ઘેરો ઘણા દિવસો સુધી ચાલુ જ હતો જેને કારણેદુર્ગમાં રસદ આદિ ઓછું થઇ ગયું હતું. દુર્ગવાળાંઓએ હવે અંતિમ નિર્ણાયક યુદ્ધનો વિચાર કર્યો. રાજપૂતોએ કેસરિયા વસ્ત્ર ધારણ કરીને શાકા કર્યું. રાજપૂત સેનાએ દુર્ગના દરવાજા ખોલી દીધાં !!! ભીષણ યુદ્ધનો પ્રારંભ થયો. બંને સેનાઓ આમને સામને આવી ગઈ હતી અને યુદ્ધ માટે સજ્જ હતી !!!! એક તરફ અલ્પ સંખ્યામાં રાજપૂતો હતાં તો બીજી તરફ સુલતાનની અતિવિશાળ સેના !!!! જેમની પાસે પર્યાપ્ત યુધ્ધાદિ સામગ્રી એવં રસદ હતી !!!! રાજપુતોનાં પરાક્રમની સામે મુસલમાન સૈનિકો ના ટકી શક્યાં એ લોકો ભાગી છુટ્યા …… મુસલમાન સૈનિકોના ઝંડા રાજપૂતોએ છીનવી લીધા અને એ લઈને સેના દુર્ગ તરફ દોડી ગઈ !!!!

વિધિની વિચિત્રતા તો હવે આવે છે !!! દુર્ગ પર રાણીઓ એ મુસલમાનોના ઝંડાને દુર્ગ તરફ આવતાં જોઇને એવું સમજી કે રાજપૂતો હારી ગયાં છે. અત: એમણે જૌહર કરીને પોતાની જાતને અગ્નીને સમર્પિત કરી દીધી !!! કિલ્લામાં પ્રવેશતા જ હમીર દેવે જૌહરની જ્વાળાઓ જોઇને હમીર દેવને પોતાની ભૂલનો એહસાસ થયો. એમને પ્રાયશ્ચિત કરવાંના હેતુસર કિલ્લમાં સ્થિત શિવ મંદિર પર પોતાનું મસ્તક જાતે જ કાપીને શંકર ભગવાનના શિવલિંગ પર ચઢાવી દીધું !!!! અલ્લાઉદ્દીનને જયારે આ ઘટનાની ખબર પડી તો એને પાછા ફરીને રણથંભોર કિલ્લા પર પોતાનો કબજો જમાવી દીધો !!!!

? આ તે કેવો અંત !!!! ના હાર
જીત્યા હોવા છતાં પણ રાજપુતોનું રણથંભોર નાં રહ્યું. ઓલ્યો લંપટ નાલાયક તુર્કી વગર મહેનતે મફતમાં રણથંભોર પડાવી ગયો -મેળવી ગયો. જોકે ત્યાર પછી પાછું ત્યાં રાજપુતોનું શાસન આવ્યું હતું ખરું અને મોગલ સમયમાં અકબરે તેના પર કબજો મેળવ્યો હતો !!! આમાં મુસ્લિમ ઈતિહાસકારો એમ મને છે કે હમીર દેવ અલાઉદ્દીન સામે હાર્યો હતો અને એને કેદ કરવામાં આવ્યો હતો. પછી એને પોતાનું બલિદાન આપ્યું. આવાત સદંતર ખોટી છે. હમીર દેવ હાર્યો હતો એક જ વાર પણ છાણગઢના યુધ્ધમાં. ગદારીએ એને બહુજ હેરાન કર્યો હતો એ વાત સાચી પણ બધુજ કઈ પૃથ્વીરાજ જેવું ના થાય અને આમેય પૃથ્વીરાજે અંતે તો મહંમદ ઘોરીને માર્ય હતો જ ને વંશજના ગુણ તો આવે જ ને ભાઈ !!!!

પૃથ્વીરાજ મહાન રાજા હતો તો હમીરદેવ પણ કઈ કમ નહોતો. એ વાત ઈતિહાસકારો ભૂલી ગયાં છે. એમને અલાઉદ્દીનનો બચાવ જ કરવો હતો શું ચિત્તોડ કે શું  રણથંભોર? કેટલીક વાતો ઈતિહાસકારોએ રણથંભોરના હમીરદેવમાંથી ઉઠાવાયેલી છે. કારણકે ચિત્તોડનો નક્કર પુરાવો તો જુહાર જ છે અને પદ્મીનીનો મહેલ જે સાહસ અને શૌર્ય હમીરદેવમાં હતાં તે રાણા રતન સિંહમાં હતા જ નહીં. એમાય ભીમનું નામ છે અને ઓમાય ભીમસિંહ છે. આ બંનેમાં કશુંક તો સામ્ય મને લાગે જ છે. બાદલ એક ખાલી ચિત્તોળનું વીર પાત્ર છે. હમીર દેવની રાની ગૌણ હતી જયારે પદ્મિની સ્વરૂપવાન અને ચતુર હતી. દગો ત્યાય થયો હતો અને અહીયા પણ થયો હતો. પાના નાં સાહિત્યિક પુરાવાઓ છે જે ચૌહાણ વંશની ખાસિયત છે એને કોઈ પણ હિસાબે નકારી ના શકાય જ !!!!
“હર હર મહાદેવના નારા ”  એ રણથંભોરની દેન છે નહિ કે ચિત્તોડની !!! થોડીક ટીપ્પણી પછી અંતમાં કરીશ

પાછી હમીર દેવ ચૌહાણની વાત આગળ વધારીએ એતો મર્યો હતો વીરની જેમ પણ હમીર માટે એક મુહાવરો પ્રચલિત થયો છે “હમીર હઠ ” !!!!
જે આજ નામાના મહાકાવ્યમાં આવે છે !!!!

હમીર દેવ ચૌહાણ માટે એમ કહેવામાં આવે છે કે એ પોતાના વચન નો પાક્કો અને તલવારનો નિષ્ણાત હતો. એમને માટે એમ કહેવાય છે કે  —— “તિતરિયા તેલ હમીર હઠ ચઢેના દુજી બાર ”

ભારતના ઇતિહાસમાં રાવ હમીર દેવ ચૌહાણને એમની વીરતાની સાથે એમની હઠ માટે પણ યાદ કરવામાં આવે છે
એમની એ હઠ માટે એક કહેવત પ્રસિદ્ધ છે  ——-

” સિંહ ચમન તત્પુરુષ વચન, કદલી ફ્લે ઇક બાર ।
ત્રિય તેલ હમ્મીર હઠ, ચઢે ન દુજી બાર  ॥

? રાણા હમીરદેવના ૧૬ વિજયો  ———–

[૧] ભીમસર શાસક અર્જુન પર વિજય
[૨] મંડળ્ગઢ ઉદયપુર પર વિજય
[૩] ચિત્તોડગઢ સહીત પ્રતાપગઢ પર વિજય
[૪] માળવા પ્રદેશ પર વિજય
[૫] આબુ સિરોહીના શાસકો પર વિજય
[૬] કાઠીયાવાડના સામ્રાજ્ય પર વિજય
[૭] પુષ્કર રાજ અજમેર પર વિજય એવં પુષ્કર સરોવરમાં શાહી સ્નાન
[૮] ચંપાનગરી ત્રિભુવનગરી પર વિજય
[૯] ગ્વાલિયર શ્યોપુર સમ્રાજય પર વિજય
[૧૦] ટોંક ડિગ્ગીના નવાબો પર વિજય
[૧૧] વિરાટનગર ,જયપુર એવં મધ્ય પ્રદેશ પર વિજય
[૧૨] જલાલુદ્દીન ખિલજી પર વિજય
[૧૩] ઉલગુ ખાં, અલ્પ ખાં એવં નુસરત ખાં ઓ પર વિજય
[૧૪] ઉજ્જૈન સમ્રાજ્ય પર વિજય એવં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનું પુનનિર્માણ કરાવીને ક્ષિપ્રા નદીમાં મહાકાલેશ્વરની પૂજાકરી.
[૧૫] મથુરા પ્રદેશ એવં જાટ સામ્રાજ્ય પર વિજય
[૧૬] ઝાઈન અને બુંદી -તારાગઢ સંપૂર્ણ હાડૌતી ક્ષેત્ર પર વિજય

૧૭ યુદ્ધોમાં ૧૬માં વિજય એકમાત્ર છાણગઢમાં એમની સેનાનો પરાજય. ઈતિહાસકારો એ આ એક પરાજયને જ આગળ કર્યો છે અને તે પણ મારી મચડીને જલાલુદ્દીનના વખાણ કરવાનો એમનો કોઈ જ આશય હતો જ નહીં. પણ
અલ્લાઉદ્દીન ખિલજી તેમને મન મહાન શાસક હતો. એની જ યશોગાથા ગાવી એવોજ એમનો ઉદ્દેશ હતો. કારણકે તે તુર્કી હતો અને મોન્ગોલની સેના બનાવી હતી. તુર્કસ્તાન બે ખંડોમાં વહેંચાયેલું છે એક એશિયા અને બીજું યુરોપ. તુર્ક્સ્તાના ના મુખ્ય શહેર ઇસ્તાનબુલમાં જ આના બે ભાગ પડ્યા છે અને ત્યાંથી જ એની સરહદો શરુ થાય છે. અત્રે એ યાદ અપાવી દઉ કે મહમુદ ગઝની પણ તુર્કી જ હતો !!! આવા માણસોના ખોટાં ગુણગાન ગાવા એજ એમનું અંતિમ લક્ષ્ય છે કારણકે એમને ભારત પર રાજ્ય જો કર્યું હતું !!!! અનેજ તેઓ આગળ વધારે છે ……….. નહીં કે એમનો જોરદાર મુકાબલો કરનાર રાજપૂતો-ક્ષત્રિયોને !!!!

ડોક્ટર ગોપીનાથ શર્મા એ હમીર્દેવ ચૌહાણને સોળ નૃત્ય મર્દાની એવં ડૉ. દશરથ શર્માએ ૧૬ વિજયોનો કારણ કહ્યો છે
હમીર દેવે જ્યાં જ્યાં આક્રમન કર્યું એ સામ્રાજ્ય રણથંભોર સમ્રાજયનો હિસ્સો બન્ની ગયું અને કદાચ આજ કારણે હમીર દેવ ચૌહાણ ને ભારતનો હઠીલો સમ્રાટ કહેવામાં આવે છે

” હમીર ષષ્ઠા એકાદાશમ વિજયા : હઠી રણપ્રદેશ: બસેં, ચૌહાન: મુકટા:, બિરચિતા: સૂરી સરણાગતમ રણદેસા રમૈ: ।

રાવ હમીર દેવ ચૌહાણ પરાક્રમી હોવાની સાથે જ વિદ્વાન કલાપ્રેમી, વાસ્તુવિદ એવં પ્રજારક્ષક રાજા હતા. પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય મહર્ષિ શારંગધરની “શારંગધર સંહિતા”માં હમીર દ્વારા રચિત શ્લોક મળે છે. રણથંભોરના ખંડેરોમાં વિદ્યમાન બજાર, વ્યવસ્થિત નગર, મહેલ, છત્રીઓ આદિ આ વાતની સાક્ષી પૂરે છે કે એમના રાજ્યમાં પ્રજા સુખશાંતિથી રહેતી હતી !!!!(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) યદિ એક મુસલમાન વિદ્રોહીઓને શરણ આપવાની હઠ એ ઠાનતા તો કદાચ ભારતનો ઈતિહાસ કૈંક ઓર જ હોત !!! વીર સાવરકર હિંદુ રાજાઓના આવા ગુણોને જ “સગુણ વિકૃતિ” કહ્યો છે !!!

રણથંભોરમાં આજે પણ વીર હમીર દેવ ચૌહાણની સ્મૃતિઓ કેટલીક અકબંધ જળવાયેલી છે. આમેય એ વાતને સવા સાતસો વર્ષ થવા આવ્યા છે. એટલે બદ્ધું તો અકબંધ તો નાજ હોય પણ કેટલીક કહ્ન્દિત ઇમારતો અને જગ્યાઓ એમની વીરતાની સાક્ષી પૂર્વા માટે પુરતા છે. રણથંભોર દુર્ગમાં એક સુરંગ છે જે આજે તો બંધ છે. જે કેટલાંક લાલચુ હિન્દુઓએ અલ્લાઉદ્દીન સાથે મળી જઈને એનો રસ્તો એમની સેનાને બતાવ્યો હતો. આ સુરંગ આજે પણ છે. આ રણથંભોરમાં કેટલાક માર્ગો છે જે જોવા જેવાં છે !!! એમાં એક છે એક અદ્ભુત આસ્થાવાળું ગણેશ મંદિર. જેનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે કઈ રીતે? અને શા માટે ? એતો એ હુ એને વિષે લખીશ ત્યારેજ ખબર પડશે !!!!

ઈતિહાસ પ્રત્યે ઉદાસીનતા સારી નહીં. ઇતિહાસને મારી મચડીને ખોટી રીતે રજુ કરવો એના કરતા તો ઈતિહાસ ભૂલી જવો વધારે સારો. ઇતિહાસમાં હકીકતને જ પ્રાધાન્ય અપાય …….કલ્પનાને નહીં જ.આવો ભૂલાયેલો ઈતિહાસ એજ આપનું ગૌરવ છે. જરૂરત છે એને ઉજાગર કરવાની. પહેલ થાય તો સારી બાબત છે. નહીતો ઈતિહાસને અશ્મિઓ બનતાં વાર નહીં લાગે. કેસરિયાનો એક અર્થ એવો પણ છે કે ભગવા વસ્ત્રો પહેરીને મારવાની તૈયારી સાથે યુદ્ધમેદાનમાં ઝંપલાવવું. કયારેક આવા મરણીયા વીરો વિજય પણ અપાવે જ છે જે રણથંભોરમાં રાવ હમીર દેવ સાથે બન્યું. પણ આ વીજયને એ લોકો પચાવી ના શક્ય ને એનો ત્વરીત જ અંત થયો એ વિધિની વક્રતા છે. ભલે જે થયું તે થયું પણ એનું ખોટું અર્થઘટન તો નાજ થવું જોઈએ !!!

વીર રાવ હમીરદેવમાત્ર ૨૯ વર્ષની આયુમાં જ ૧૧ જુલાઈ ૧૩૦૧ માં મૃત્યુ પામ્યા હતાં !!!

? રાવ હમીર દેવા ચૌહાણનો ઘટનાક્રમ  ——–

ઇસવીસન     ઘટનાક્રમ

૧૨૮૨      હમીરદેવનો રાજ્યારોહણ
૧૨૮૬     હમીરદેવ દ્વારા ગઢમંડલ પર વિજય એવં બદલ મહેલનું નિર્માણ
૧૨૮૮      હમીરદેવ ચૌહાણ દ્વારા રણથંભોર સામ્રાજ્યનો વિસ્તાર
૧૨૮૮     પરમાર શાસક ભીમ દ્વિતીય પર હમીરનો વિજય એવં ઉજ્જૈન પર અધિકાર, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પુનઃનિર્માણ અને ક્ષિપ્રા નદીમાં ભગવાન શિવની મહાપૂજા કરવી !!!!
૧૨૮૯      ટોંક, કરૌલી અર્થાત ત્રિભુવન ગોપાલપુર પર અધિકાર
૧૨૯૦     જલાલુદ્દીન ખિલજી પર પ્રથમ વિજય
૧૨૯૧     જલાલુદ્દીન ખિલજી પર હમીરદેવનો દ્વિતીય વિજય
૧૨૯૨      જલાલુદ્દીન ખિલજી પર હમીર દેવનો તૃતીય વિજય, ભીમસર શાસક અર્જુન પર હમીર દેવનો વિજય એવં ઉદયપુર માંડલગઢ પર હમીરનો વિજય !!!
૧૨૯૩      ચિત્તોડગઢ, પ્રતાપગઢ  પર હમીરનો વિજય એવં માળવા કાઠલ પ્રદેશના નરેશો પર હમીરનો વિજય
૧૨૯૪      રણથંભોર દુર્ગમાં હમીરદેવ દ્વારા રુદ્રાભિષેક કરાવવો …..
૧૨૯૫      કાઠીયાવાડ શાસકો પર હમીરનો વિજય
૧૨૯૬      પુશાક્ર- અજમેર પર વિજય એવં પુશાક્ર સરોવરમાં હમીર દ્વારા શાહી સ્નાન કરવું અને બ્રહ્માજીની ઉપાસન કરવી  ચમ્પનાગારી પર હમીરનો વિજય ગ્વાલિયર -શ્યોપુર એવં ઝાઈનપર હમીરનો વિજય  કોટા-બુંદી તારાગઢ એવંસંપૂર્ણ હાડૌતી ક્ષેત્ર પર હમીરનો વિજય ……..અને વિરાટનગર અર્થાત વર્તમાન જયપુર પર હમીરદેવનો વિજય  !!!
૧૨૯૭      ભરતપુરના જાટો પર અધિકાર
૧૨૯૮      મથુરા પર હમીર દેવનો અધિકાર
૧૨૯૯      દિલ્હી સલ્તનતની આસપાસ હમીર દેવ દ્વારા લૂંટફાટ કરાવવી
૧૨૯૯ -૧૩૦૦      ઉલુગુ ખાં એવં નુસરત ખાં પર હમીર દેવનું આક્રમણ
૧૨૯૯ -૧૩૦૦      અલ્લાઉદ્દીન ખિલજીઅને હમીર દેવની સેના વચ્ચે યુદ્ધ મોંગલોનો પરાજય
૧૩૦૦      રણથામ્ભોર દુર્ગ પર સુલતાન અલાઉદ્દીન ખિલજી દ્વારા ૯ મહિના ૧૬ દિવસનો વિશ્વનો સૌથી મોટો ઘેરો ઘાલવો !!!!
૧૩૦૦      રણથંભોર દુર્ગની કુદરતી ખાઈઓમાં અલાઉદ્દીન ખિલજી દ્વારા બારૂદ ભરાવવો
૧૭ ડીસે ૧૩૦૦       હમીર દેવ ચૌહાણ દ્વારા મહાકોટિયજજન યજ્ઞનો પ્રારંભ અને દેશ વિદેશના વિદ્વાનો દ્વારા ગુપ્ત રસ્તેથી રણથંભોરમાં આવવું
૧૭ ફેબ્રુ ૧૩૦૧       મહાકોટિયજજન યજ્ઞની પૂર્ણાહૂતી
૧૮ ફેબ્રુ ૧૩૦૧      હમીર દેવ ચૌહાણ અને અલાઉદ્દીન ખિલજી વચ્ચે રણથંભોરનું ભયંકર યુદ્ધ પ્રારંભ
૨ જુલાઈ ૧૩૦૧  રણથંભોર યુધ્ધમાં હમીરદેવના મોટા ભાઈ બીરમદેવનું વીરગતિ પામવું
૧૧ જુલાઈ ૧૩૦૧ મહારાજા હમીર દેવ ચૌહાણ દ્વારા મોંગોલો પર ચઢાઈ કરવી , હમીર દેવના સેના નાયકો અર્થાત એવં રતિપાલ દ્વારા રણથંભોર દુર્ગના ગુપ્ત માર્ગોથી મોંગોલને અવગત કરાવવું  હમીર દેવ ચૌહાણ દ્વારા ભગવાન શિવને માથું કાપીને ચઢાવવું  હમીર દેવની રાણી રંગ્દેવી દ્વારા સેંકડો દાસીઓની સાથે આગમાં કુદીને સતી થઇ જવું !!!

? ઈતિહાસ રચ્યો એ ભુલાયો ને લોકો અલાઉદ્દીન ખિલજી સાથે રતનસિંહ અને રાની પદ્મિનીને જ યાદ કરે છે. પદ્મિનીની ટેક કરતા રાવ હમીર દેવ ચૌહાણની હઠ લાખ દરજ્જે મહાન  અને ઉંચી છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. અલાઉદ્દીન ખિલજીને હરાવ્વામાંતે આપણે આપણી ચામડીના જૂતા પહેરાવવા જોઈએ આ મહાન રાજાને !!!! અલ્લાઉદ્દીન જે મ્લેચ્છો એ આપનું ગૌરવ નથી. આપનું ગૌરવ તો હમીર દેવ જેવા વીર પુરુષો છે. આવા પર જ ફિલ્મ બનાવાય નહીં કે રાની પદ્મિની પર. પણ આ વાત કોણ સમજશે? એ તો સમય જ બતાવશે !!!!

? બાકી  —– આવા મહાન ભારતીય સપુત, શિવ ભક્ત, પ્રજાપ્રેમી અને કળાપ્રેમી રાજા વીર રાવ હમીરદેવ ચૌહાણને લાખો સલામ  !!!!

————-  જનમેજય અધ્વર્યુ

✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

error: Content is protected !!