શુરવીર દાના ઢોલીની ખાંભીનો ઇતિહાસ

વેરાવળ, સોમનાથ પાટણ થી 15-17 કીમી દૂર મંડોર ગામ પાસે, અને ધાધડિયા તરીકે ઓળખાતી, જગ્યાએ જ્યાં પાચ પાંડવ ની ગુફા નહીં પણ (બૌદ્ધ ગુફા) આવેલી છે એ હિરણ નદી ના કાંઠે ચરલ ના ઝાડ નીચે અનુ.જાતી વાલ્મિકી સમાજના ઢોલી એવા દાના ઢોલી ની ખોખારા દેતી ખાંભી ઉભી છે, જેમાં સંવત 1700 ની સાલ વંચાય છે, વાલબાઈ નામ ની ક્રાંતિકારી મહિલા એ દેરી બનાવી છે, ગોવાળિયા ત્યાં બેઠા હોય છે, આજ કાલ ના લોકો ને ઇતિહાસ ની ક્યાં ખબર હોય છે.

વાત વિગત એવા પ્રકાર ની છે કે વેરાવળ તાલુકા નું નાનું એવુ ગામ મંડોર જે ઇતિહાસ મા મંડોરગઢ તરીકે ઓળખાય છે, અહીંયા બુદ્ધ ગુફા અને ભજગોતર પરિવાર ના ભીમ ભગત ની સમાધી પણ આવેલ છે, હિરણ નદી ના કાંઠા ઉપર આભ ને બાથ લઈને ચરલ નું ઝાડ એના ફૂલડાં ખાંભી ઉપર રોજ પાથરે છે, સાક્ષી પુરે છે, આ ખાંભી મા કોઇ નામ, ગામ, પંજા ના, ઘોડા, તલવાર ભાલા ના કોઈ કંડાર નથી છતાં અડબીડ શોર્ય ના ગીત ગાઈ છે

સામી છાતી એ લડી ખપી જનાર એ મર્દ આદમી અણલખ્ખો અનુ જાતી સમાજ વાલ્મિકી સમાજનો એક ઢોલી છે, ખઢેર ને ખોલો તો સમાજ અને દેશ માટે ખપી જનારા અમારા પણ ઇતિહાસ ધણા પડ્યા છે, બસ માનસિકતા સમાનતા વાળી હોવી જોઈએ, એ જમાના મા આઢારેય વરણ મા ભેદભાવ અભડછેટ ના ઘોડાપુર ચાલતા હતા. એવા સમય મા પણ પછાત અછૂત સમાજ ક્યારેય પાછળ ન હોય એની સાક્ષી પાળિયાઓ હજી પુરે છે. આમ દાના ઢોલી નો 300 વર્ષ પેલા નો પડકારો આજે પણ હિરણ ની ભેખડો મા પડછદો પુકાર કરે છે.

વાત એવી છે કે 300 વર્ષ પહેલા ગામડા મા જાન બળદ ગાડાં મા પરણવા જતી. આમ મંડોર ગામે સાત જેટલી દીકરી ના લગ્ન હતા અલગ અલગ ગામે થી જાનો આવી હતી. એમાં એક જાન સોમનાથ પાટણ થી આવેલી, અનુ જાતિ સમાજ વાલ્મિકી સમાજના દાના ઢોલી વિશે વધુ માહિતી નથી, એ ક્યાં પરિવાર મા થઇ ગયો છે, કારણ કે આપણો ઇતિહાસ દબાવવા મા જ આવ્યો છે, આમ તો એ જમાના મા લગ્ન મા ઢોલ શરણાઈ ના સૂર રેલાતા હતા એટલે 14 ઢોલી અને 14 જેટલાં શરણાઈ વાદક હતા એમાં પાટણ ની જાન નો દાનો ઢોલી, હોશિયાર અને બહાદુર હતો. રબ્બર ના દડા જેમ ઢોલ વગાડતો હતો, લોકો જોવા થનગણતા હોય, પરંતુ જાન મા ભૂંડપ ના ભારા જેવા એક માણસ ને દાનો જોઈ રહયો હતો, એ અજાણીયો જાનડીઓ ના ઘરેણાં ગણતો હતો એ અંદાજ પ્રમાણે દાના ને ખાતરી થઇ કે આ લૂંટારો લાગે છે બસ દાના નો તાલ તૂટી ગયો, વગડા મા આજે જાન લૂંટાસે જ! પણ વર ના બાપે શેખી હાંકી આપણી સાથે બંદૂકધારી જમાદાર છે, તલવારધારી ઘોડેસવાર છે ચિંતા કરોમાં,.. દાના ને ખાતરી હતી કે જાન લૂંટાવા ની છે જ, વળી ઢોલ વગાડતા ગરીબ માણસ ની કોણ વાત માને?

આમ મંડોર ગામે થી સાતેય જાનો પોત પોતાના ગામ તરફ રવાના થઇ, પણ પાછળ ના ગાડાં મા ઘરડા અને ઢોલીઓ હતા, દાનો ઢોલી જાત નો પછાત એટલે ગાડાં ની આગળ જવાય નહીં ઘણાએ આગળ જતા રોક્યો પણ દાનો તો વરરાજા નું મારે રખવાળું કરવા નું છે એમ કહેતો હતો, બસ આમ જાનો જાતિ હતી વાજીત્રો બંધ થતા તમામ માણસો જોલે ચડી ગયેલા. હિરણ ની ભેખડો, કોતરો નજીક આવતા દાના નું કાળજું થડક લેવા માંડ્યું ત્યાં તો ભેખડો પરથી એક સાથે દસેક જેટલાં લૂંટારા ખાબકિયાઅને ગાડીઓ ને ઘેરી લીધી, “જો ચુ કે ચા કરશો તો મારી નાખશું માટે ટપોટપ ઘરેણાંઓ ઉતારી નાખો,

એ સમયે દાનો ઢોલી બોલેલો કે રહેવા દો મર્દ હોય ઈ જાન ન લૂંટે, પાલવડા ન ચૂંથે તમે મર્દ છો કે બાયલાઓ? બાકી આજ તો ઢોલ ની સાથે સાથે ધીગાણા કરી લઈએ ને તલવાર પણ ચલાવવી છે,બસ આટલી વાર મા તો વર કન્યા ને પુરા કરી નાખેલા…. ઓહ, દાના એ વરરાજા ની તલવાર લઈને એક પછી એક એમ ત્રણ ચાર નો હોથ બોલાવી દીધો, ત્યારે લૂંટારાઓ એ ત્રાડ નાખી કે પૂરો કરી નાખો બાકી બધા કાળનો કોળિયો બની જશો,

આમ દાના ઉપર લાકડીઓ, ધારિયા, તલવાર થી તૂટી પડ્યા એમાં પેલા દાના નો ઢોલ પડ્યો પછી ત્રણ કટકા થઇ એ પડ્યો આમ લૂંટારા વર કન્યા જાન ને લૂંટી ને વગડા ના અંધકાર મા ઓગળી ગયેલા, રાત રોતી હતી દાનો ઢોલી સમરાગણે શુરાતન વાપરી ને ધરતી ઢંક થયો હતો. વર, કન્યા, લગ્ન ગીતો અને જાનડીઓ ના લોહી થી ખરડાઈ ને ધરતી નો ટુકડો, હિરણ નદી ગોજારી બની. ખળખળ વહેતા પાણી આંશુ બન્યા હતા કાલ નેય કંપાવે એવી ગોજારિ રાત, દાના ઢોલી ના મરણ ના મરસીયા આજ પણ ત્યાં સંભાળાય છે, ગવાઈ છે, હું જયારે જયારે બુદ્ધ ગુફા, ઘાઘડીયા નો ધોધ અને હિરણ નદી ની મુલાકાતે જઈએ ત્યારે ત્યારે હું આ પાળિયા ની પાસે બેસું છું

આ સિવાય ગુફાની આજુબાજુ મા વાવ અને છતરડી પાસે ઘણાંય પાળીયાઓ વિરગાથા ગાતા ઊભા છે દાના ઢોલીનો પાળીયો સાદો છે
(આ પાળિયા ની વિગત કવિ દાદ અને નાનાભાઈ જેબલીયા ના પુસ્તક માંથી જાણવા મળેલ છે)

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!