Tag: કરણ ઘેલો
જીજુવાડાના પાટડી ગામમાં એક મોટો મેહેલ બાંધેલો હતો. તેની એક બારીએ કોઈ સ્ત્રીપુરૂષ બેઠેલાં હતાં. તેઓ બંને પુખ્ત ઉમરે પોંહોંચેલા હતા. તેમાંથી પુરુષનું મ્હોડું ચિન્તાતુર દેખાતું હતું. જ્યારથી અણહિલપુર …
બીજે દહાડે સાંજ પડવાની વખતે એક નાના ગામમાં ગડબડ થઈ રહી હતી, ઠેકાણે ઠેકાણેથી ઘોડાનો હણહણાટ સંભળાતો હતો, તથા ચેારા ઉપર ઘણાએક સવારો તથા સીપાઈઓ એકઠા થઈ બેઠા હતા. …
કરણ રાજાની છાવણીમાં ભીમદેવ આવ્યો, અને તેને અટકાવવાને મોકલેલાં માણસોનું શું થયું એ વાતની કાંઈ ખબર પડી નહી, ત્યારે અલફખાને ઘણી ચિન્તા થઈ. તેણે પોતાના સીપાઈઓના શા હવાલ થયા, …
જુવાન પુરૂષ અથવા સ્ત્રી જે પેહેલી જ વાર પ્રીતિ બાંધે છે તેમાં અટકાવ થવાથી તેને જે દુ:ખ ઉપજે છે તે સૌથી આકરૂં છે. એમ થવાથી તેનું હૈયું ફાટી જાય …
અરે ભગવાન ! તું કીડીને કુંજર, તથા તરણાનો મેરુ કરી શકે છે, તારી ગતિનો પાર કોઈ પામી શકતું નથી.” એ પ્રમાણે દિલ્હીના સરિયામ રસ્તા ઉપર એક મોટા મહેલ આગળ …
સૃષ્ટિમાંનાં ઘણાં રમણિય સ્થળો જ્યાં અપ્સરાઓ પણ રમવા આવે, તથા સ્વર્ગવાસીઓને પણ વાસ કરવો ગમે, એવા એક રળિયામણા સ્થળમાં એક કિલ્લો બાંધેલો હતો, અને તેની નીચે એક સુંદર નાનું …
કરણ રાજા પડ્યો, તેનું લશ્કર સઘળું કપાઈ ગયું, તથા તુરકડાઓનું સઘળું સૈન્ય પાટણ ઉપર આવે છે એ દુ:ખદાયક સમાચાર સાંભળીને શેહેરમાં હાહાકાર થઈ ગયો. દ્રવ્યવાન લોકો પોતાની દોલતની ફિકર …
ગુજરાતની સરહદ ઉપર અલાઉદ્દિન ખિલજીનું લશ્કર છાવણી નાંખીને પડ્યું હતું. લશ્કરની સંખ્યા, તથા તેના મુખ્ય સરદારના અધિકાર, જે દેશ જીતવાનો હતો તેના મહત્વને લાયક જ હતા. છાવણીમાં એક લાખ …
બાબરા ભૂતના ત્રાસથી તથા ઉપદ્રવથી કરણ રાજા, ફુલારાણી તથા રાજમહેલના સઘળા લોકો, અને પાટણના સર્વ રહેવાસીઓ છુટ્યા, તેથી બેસતા વર્ષને દહાડે સઘળે આનંદ થઈ રહ્યો. ઘેરઘેર ખરી દીવાળી તો …
પાટણથી સિદ્ધપુર અને ત્યાંથી અંબાભવાની, આબુ, મેવાડ, મારવાડ વગેરેમાં થઈને દિલ્હી શેહેર આપણે જોયું; ત્યાંની શોભા, પાદશાહની રીતભાત તથા રાજ્યનીતિ સઘળું આપણા જાણ્યામાં થોડુંએક આવ્યું. હવે પાછા આપણે અણહિલપુર …