શ્રી વિશ્વકર્મા : જગતના સર્વશ્રેષ્ઠ આર્કિટેક્ટ

ભગવાન વિશ્વકર્માને વિશ્વના અનન્ય સ્થપતિ માનવામાં આવે છે.તેણે કરેલા બાંધકામના નિર્માણો પુરાણો અનુસાર બેજોડ હતાં.વિવિધ ઓજારોના જન્મદાતા પણ વિશ્વકર્માને માનવામાં આવે છે.ખેડુત અને લુહારના ઓજારો વિશ્વકર્મા દ્વારા નિર્મિત થયા હોવાનું કહેવાય છે.

વિશ્વકર્મા શિલ્પ અને વાસ્તુશાસ્ત્રના દેવતા મનાય છે.તેની જન્મજયંતિ નિમિત્તે વિવિધ સમુદાયના લોકો દ્વારા તેમની પૂજા થાય છે.કોઇપણ બાંધકામ કાર્ય માટે ગણપતિ સાથે વિશ્વકર્માને પણ આહવાન કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે કુબેરનું અને પછી રાવણના હાથમાં આવેલ “પુષ્પક” વિમાન વિશ્વકર્માએ જ બનાવેલ હતું….! આ ઉપરાંત ભગવાન વિષ્ણુનુ સુદર્શન ચક્ર પણ વિશ્વકર્મા દ્વારા નિર્માણ પામેલ છે,એમ જ ભગવાન શિવના ત્રિશુલનું નિર્માણ પણ વિશ્વકર્માએ કરેલું.

પુરાણ પ્રસિધ્ધ ભવ્ય નગરીઓના બાંધકામ પણ વિશ્વકર્માના જ હસ્તે થયાં છે.રાવણની સુર્વણમયી લંકા નગરી વિશ્વકર્માએ નિર્માણ કરેલ….! આ ઉપરાંત ઇન્દ્રપુરી,વરુણપુરી,સુદામાપુરી,પાંડવપુરી,વિષ્ણુપુરી,કુબેરપુરી અને શિવમંડલપુરી પણ વિશ્વકર્માએ બનાવેલ છે.

? વિશ્વકર્માના જન્મ વિશેની કથા

ભગવાન વિષ્ણુ અનંત ક્ષીર સાગરમાં શેષનાગ પર પોઢ્યા અને તેમની નાભિમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા.બ્રહ્માના સાતમા માનસપુત્ર એટલે “વાસ્તુદેવ”.[ વસ્તુ નામક કન્યા દ્વારા વાસ્તુદેવનો જન્મ થયો હોવાનું પણ કહેવાય છે. ] વાસ્તુદેવ પરથી જ આજના પ્રચલિત “વાસ્તુ” શબ્દનો જન્મ થયો હોવાનું શક્ય છે.એટલે કહી શકાય કે તે વાસ્તુશાસ્ત્રના પ્રથમ પ્રવર્તક હતાં.

આ વાસ્તુદેવ અને આંગિરસી નામની કન્યાથી “વિશ્વકર્મા”નો જન્મ થયો અને આગળ જતાં તે પિતાની જેમ વાસ્તુશાસ્ત્રના અદ્વિતીય આચાર્ય બન્યા.

વિશ્વકર્મા હંસ પર સવાર છે અને તેમના ચાર હાથ છે.એક હાથમાં પુસ્તક,બીજા હાથમાં કમંડલ,એકમાં કંદર્પસુત્ર અને એક હાથમાં જ્ઞાનસુત્ર ધારણ કરે છે.વિશ્વકર્માએ કરેલ કાર્યોમાં યમરાજના “કાલદંડ”નું પણ તેમણે નિર્માણ કરેલું છે.

વિશ્વકર્માના મુખમાંથી પાંચ સંતાન ઉત્પન્ન થયા.જે હતાં – મનુ,મય,ત્વષ્ટા,શિલ્પી અને દેવજ્ઞ.તે વખતે સૃષ્ટિનો આરંભકાળ હતો અને વિશ્વકર્મા પણ આદ્યદેવતા હતાં.તે વખતની સૃષ્ટિ “મંત્ર સૃષ્ટિ” હતી. અર્થાત્,આદિપુરુષના મુખમાંથી કે અન્ય કોઇ શરીરના અંગમાંથી સંતાન ઉત્પન્ન થતા. એ પછી બ્રહ્માના ડાબા-જમણા અંગમાંથી “મનુ” પુરુષ અને “શતરૂપા” નામક કન્યા જન્મયા.અને ત્યાર બાદ “મૈથુનસૃષ્ટિ”નો આરંભ થયો.

આજે પણ આખા દેશમાં ૧૭મી સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિવિધ ગૃહઉદ્યોગો બંધ રહે છે અને વિશ્વકર્માની પૂજા થાય છે.

– Kaushal Barad.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ

– શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ

– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!