સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી

સેવા ધરમનાં અમરધામ(૧)
શંકરને આદિપુરુષ, નાથપંથના આદ્યપ્રવર્તક, પાર્વતીપતી, સ્કંદ-ગણપતિના પિતા, સિધ્ધયોગી, અલખપુરુષ, ભૂતનાથ, ભોળિયાદેવ, અવધૂત દિગંબર, દેવોના દેવ મહાદેવ, એમ વિવિધ સ્વરૂપે આપણા ઋષીમુનીઓ તથા સંતો-ભક્તોએ આરાદ્યા છે. સંગીતના ઉદગાતા તરીકે તેમજ નૃત્યક્ળાનાં મહાનાયક નટરાજ પણ શીવને જ માનવામાં આવે છે.

શંકરના આસન આદિકાળથી પ્રકૃતિરમ્ય સ્થળે વસતીથી દૂર રહેતા આવ્યા છે.વાંકાનેરથી દશ કિલોમીટર દૂર રતન ટેલરી ઉપર આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય અંગે એક રસિક કથા કેહવામાં આવે છે.

ક્ચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવીને હાલારમાં પોતાનું રાજ્ય સ્થાપનાર જામનગરના પ્રથમ રાજવી જામ રાવળને માથાનો અસહ્ય દુઃખાવો રેહતો હતો. કેટલાય વૈધો, હકીમો, જંત્ર-મંત્રાદી ક્રિયાઓના કેટલાય ઉપચારો કરવા છતાં શિરવેદના મટતી ન હતી. કોઇના કેહવાથી ધ્રોળના ત્રિકાળજ્ઞાની જ્યોતિષી પંજુ ભટ્ટની સલાહ લેવામાં આવી.પંજુ ભટ્ટ વિદ્વાન પુરુષ અને જ્ઞાતીએ સારસ્વત બ્રાહ્મણ હતા. એ સમયમાં દેશ દેશાવરના રાજાઓમાં તેનુ ખુબ માન હતુ. તેમને જામ રાવળની કુંડળી જોઇને કહયુ કે “અહિંથી પૂર્વમાં આશરે ૨૫-૩૦ ગાઉ ઉપર જંગલમાં એક મોટી ટેકરી(ધાર) છે તે ઉપર “અરણી”નું ઝાડ છે, તેમાં પવનના ઝપાટાથી જયારે આંચકો લાગે ત્યારે તમારા માથામાં દરદ થાય છે. જો તે બંધ પડેતો તુરંતજ દરદ બંધ થઇ જાય છે.

આ સાંભળી સભાના સર્વેલોકો અશ્વચર્ય પામ્યા અને સર્વેને એ વાત અસંભવિત લાગી,પણ પછી જાતે જઇને તપાસ કરવાનો નિશ્ચય કર્યો. રાવળ જામશ્રી પોતાની સવારી સાથે ઘણા વિદ્રાનો અને ત્રીકાળદર્શી એવા પંજુ ભટ્ટજીને સાથે લઇ એ ટેકરી પર ગયા અને સર્વેને “અરણી” નું ઝાડ દેખાડ્યુ, એ વખતે પવન ધીમો હોવાથી જામરાવળજીને માથામાં દરદ ન હતું. ત્રિકાળદર્શીને ખાત્રી કરી આપવાનું કેહતા તેણે તરત ઉભા થઇને અરણીના ઝાડની ડાળ ઝાલી જોરથી આંચકો મારતા જામરાવળશ્રીને અસહ્ય માથાની પીડાથી રાડ પાડી ઉભા થઇ ગયા, તેથી સર્વેને પુર્ણ ખાતરી થઇ.પછી જામસાહેબશ્રીએ પોતાના દર્દનો ઉપાય પુછ્યો.

Jadeshwar mahadev

અહીથી થોડે દૂર ‘અરણીટીંબા’ નામનુ ગામ છે.ત્યાં એક સોની રેહતો હતો તેની ગાયો અને આખાગામની ગાયો ત્યાનો એક ભરવાડ જે એક મોટો માલધારી અને ગાયોના મોટા ટોળા વારો ગોવાળ હતો. ભરવાડે પોતાની ગાયો ચરાવવવા એક છોકરો રાખ્યો હતો તેનું નામ ભગો ભરવાડ હતું પણ તેના મા-બાપ નામપણથી ગુજરી ગયા હોવાથી તે ભરવાડની ગાયો ચરાવી ગુજરાન ચલાવતો. સોનીની તાજી વિયાયેલી ગાય દૂધ આપતી બંધ થઇ ગઇ. તમે કારણ શોધવા પ્રયત્ન કરો. ગાયુનું ધણ જયારે ગામ તરફ પાછું ફરતુ હતુ. ત્યારે આ ગાય ધણમાંથી છુટી પડીને રતન ટેકરી તરફ ચાલી નીક્ળતી. ગોવાળ તેની પાછળ ગયો. પત્થરના એક ઢગલા પાસે જઇ ગાય ઉભી રહી. તેના આંચળમાંથી દૂધની શેરો છુટવા લાગી. ગોવાળે આશ્ચર્ય સાથે એ પથરાનો ઢગલો ખસેડીયો તો તેની નીચેથી મહાદેવનું બાણ (શીવલીંગ) પ્રગટ થયું.

ગોવાળે બનેલી વાત અરણીટીંબામા જઇ બ્રાહ્મણો અને સોનીને કરી. આખુ ગામ ટેકરી માંથે ભેગુ થયુ અને લોકોને શીવલીંગ પર આસ્થા બંધાણી. થોડો સમય જતા લોકો પુજા કરવા એક્ઠા થવા લાગ્યા અને તેમાથી કોઇકે આ ગોવાળને કહ્યુ કે આ શંભુ સ્વયંભુ કેહવાય કેમકે તે પોતાની ઇચ્છાથી પ્રગટ થયેલ છે, આના ઉપર આસ્થા રાખે તેને ધાર્યુ ફ્ળ મળે. આ વાક્યો ચાલક ગોવાળે સમજી લીધા અને બીજે દહાડે મધ્યાહન કાળે નાહી ધોહી, સ્વચ્છ વસ્ત્રો ધારણકરીને ‘કમળપુજા’ કરવાનો વિચાર કરી મહાદેવ સમક્ષ બેસી પોતાનજ હાથે માથું કાપીને (માથારૂપી) ક્મળ ચડાવી પુજન કર્યુ. આમ માથું ક્પાણા પછી ધડે પુજન કર્યુ. એ પુરુષ ઉપર મહાદેવ રીઝયા અને તે જીવનો તમારી માતાજીના પેટે અવતાર આપ્યો,ને રાવળજામના નામે પ્રસિધ્ધ થયા. આ સાંભળી રાવળ જામશ્રી પોતાના પુર્વ જન્મ વિશેની વિરતાથી ખુશ થયા.

તે પછી અરણીના ઝાડ વિષે ક્હ્યુ કે ક્મળ પુજા કર્યા પછી તે માથું મહાદેવજીની જળાધારી ઉપરથી રળતા રળતા આ જગ્યાએ ખાડો હતો તેમાં આવ્યું અને તેમા વર્ષો જતાં એ ખોપરી(તુંબલી)માં અરણીનું ઝાડ ઉગ્યું, હવે એ ઝાડનો સોટો હલે એટલે જામશ્રીના માથામાં આ તુંબલીનો પૂર્વાશ્રમનો સબંધ હોવાથી વેદના થાય છે. પછી તેનો ઉપાય પુછવાથી પંજુ ભટ્ટજીએ કહ્યુ કે તુંબલીને કાંઇ અડચણના આવે તેમ આ ઝાડના સોટાને કાપી નાખો. જોષીના કેહવા પ્રમાણે આસપાસની જગ્યા ખોદાવી, તુંબલીને ઇજા ન થાય તેમ તે તુંબલીને પવિત્ર બ્રાહ્મણો ના હાથે કઢાવી, ને જોશીએ તે મશરૂમમાં વીંટીં એક કરંડીયામાં રૂના પોલ મેલી તેમા રખાવી તેનું રક્ષણ કરવાનું કહી જામશ્રીના તંબુમાં મેલાવી. તે વખતથી જ જામરાવળના માથાનું દરદ મટી ગયું.

જામનગર આવી જોશીના કેહવા પ્રમાણે તે તુંબલીનો કરંડીયો એક ઓરડાના આળીયામાં રખાવ્યો, અને ત્યાં ધુપ દીવો કરી તેની પુજા હંમેશા કરવા લાગ્યાં. અને ત્રીકાળદર્શી પંજુ ભટ્ટને પુષ્ક્ળ દ્રવ્યો આપી વિદાય કર્યા.

મોસમમાં દાણા તૈયાર થતા ખેડુતો દરબારી ભાગનાં દાણા ભરીને આવવા લાગ્યાં. એ વખતે એક ખેડુતે તુંબળીવાળા ઓરડા પાસે બળદ બાંધ્યા, પછી દાણા ઉતારી બળદને ગાડે જોડી હાલતો થયો, તે પછી જામરાવળજી ત્યાં નિક્ળ્યા અને એ ઓરડા પાસે બે બળદ બાંધેલા જોઇ, ખેડુત બળદ ભુલી ગયો હશે તેવુ વિચારી સીપાહીયો સાથે બળદ પાછા મોક્લાવી આપ્યા. ખેડુતે કહ્યુ કે મારા બળદ તો આ રહ્યા તેથી સીપાઇ ખેડુત અને બળદને લઇ પાછો આવ્યો, ત્યા ઓરડા પાસે તેવાજ રંગના બીજા બે બળદો જોઈ જામશ્રી ને આશ્ચર્ય થયુ. તેથી ફરી પંજુ ભટ્ટને તેળાવી કારણ પુછ્યુ. ત્રીકાળદર્શીએ કહ્યુ કે “મહાદેવ તમને સહાય થયા છે, માટે તમે તેની સ્થાપના કરો અને તુંબલીને પણ સાથે લઇ ત્યાં વિધીપુર્વક તેનો અગ્નીસંસ્કાર કરો”. પછી જામ રાવળશ્રીએ સર્વ અમીર ઉમરાવો અને બ્રાહ્મણોને સાથે લઇ મોટા રસાલા સાથે તે જંગલમાં આવ્યા અને ત્રીકાળદર્શી પાસે અરણીના ઝાડની જડ ઉપર મહાદેવની સ્થાપના કરાવી.

પોતાને તે પુર્વાશ્રમમાં જંગલોમાંથી જડ્યા હોવાથી તેનું નામ ‘જડેશ્વર’ રાખ્યુ. મહાદેવની પશ્ચીમે થોડે દૂર તુંબલીનો વિધીપુર્વમ અગ્નીસંસ્કાર કર્યો અને ત્યાં રાવળેશ્વર મહાદેવની સ્થાપના કરી. જામશ્રીએ ત્યાં શીખરબંધ મંદીર બંધાવી ચોરાશીઓ કરી બ્રહ્મભોજ કરાવી ખુબ દક્ષીણા આપી સંતુષ્ટ કર્યા. ત્યાર પછી પંજુ ભટ્ટજીએ કહ્યુ કે તમારા બે સારા ઘોડાઓ લાવી અહીં બાંધો અને એક પ્રહર પછી છોડી દેજો જામશ્રીએ તેમ કર્યુ અને તેવાજ બીજા બે ધોડા બાંધેલા દીઠા, ફરી એ ધોડાઓ છોડી લીધા તેપણ ત્યાં તેવાજ બે ધોડાઓ બાંધેલા દીઠા. જેમ જેમ ધોડા છોડતા જાઇ તેમ ત્યાં ધોડા ફરી બાંધેલા જોવા મળ્યા, આથી ભટ્ટજીએ બોલ્યા કે “આ મહાદેવની કૃપાથી તમારો ધણો મોટો પ્રતાપ વધશે. અને આખો હાલાર દેશ તમારા ક્બજે થશે, વળી મહાદેવની અજ્ઞા છે કે, જે ઓરડામાં તે તુંબલી રાખી હતી તે ઓરડામાં તમે ધોડાઓ બાંધજો અને સવારે તેમનુ દાન કરવાથી ત્યાં તેટલાજ બીજા ધોડાઓ થશે અને સાંજે ઘોડાઓ છોડો તે લશ્કરમાં રાખજો, મહાદેવ તમારા ઉપર અતી પ્રસન્ન છે.” આમ કહી સહુ જામનગર ગયા અને પંજુ ભટ્ટજીનો યોગ્ય સ્તકાર કર્યો. તેમને રેહવા માટે ધરો આપવામાં આવ્યા અને તેમના નામને અને યાદને જીવંત રાખવા જામશ્રી એ જામનગરમાં એક વિશાળ ‘પંજુ ભટ્ટજીની વાવ’ ખોદાવી.

ત્રિકાળદર્શીના કેહવા મુજબ તે ઓરડામાં ઘોડાઓ બાંધી સવાર થતા છોડી દઈ ચારણ, બ્રાહ્મણો, ભાટ વગેરેને ધોડા દાનમાં આપતા જામશ્રીની દેશ-વિદેશમાં કિર્તી પ્રસરી ગઇ, તેમજ સાંજે ધોડાઓ છોડતા એક જબરી ફોજ એક્ઠી કરીને આખો હાલાર પ્રદેશ જીતી લીધો તે ઉપરથી પ્રાચીન દુહો છે કેઃ

॥ દુહો ॥

જડીયો જંગલમાં વસે,ધોડાનો દાતાર।
ત્રૂઠો રાવળ જામને, હાંકી દીધો હાલાર॥

એ પ્રતાપી જડેશ્વર મહાદેવની જગ્યા હાલપણ ઘણીજ પ્રસીધ્ધ છે. તે મોરબીથી ૫-૬ ગાઉ ઉપર દક્ષીણે અને વાંકાનેરથી ત્રણ ગાઉ ઉપર પશ્ચીમે છે. જડેશ્વરના મંદીરમાં વિશાળ ગૌશાળા છે. અહીં ગાયોના દુધનું ધી બનાવી શકાતુ નથી જે દુધ વેચી શકાતુ નથી. તેની પાછળ પણ એક કથા છે. ગૌશાળાની ગાયો એક વખત સંધીઓ હાકી જતા હતા. મંદીરની ઉતરાખંડના ખાખી સાધુઓની જમાતનો મુકામ હતો. જમાત ગૌધનની વહારે ચડી. સાધુઓ સાથેના ધીંગાણામાં સાધુઓ અને જમાતના મહંત કામ આવ્યા. ગૌધન માટે ખપી જનાર પુણ્યાત્માઓની સ્મૃતિમાં જડેશ્વરમાં દુધમાંથી ધી બનાવાતુ નથી, વલોણુ કરાતુ નથી. દરરોજ જે દુધ ઉતપન્ન થાય છે તે પુજા અને યાત્રાળુ માટે વાપરી નાખવામાં આવે છે.

જડેશ્વર મહાદેવમાં ત્રણબાજુ શૃંગાર ચોકીવાળો સભામંડપ, નાગરાદિ શ્રેણીવાળો શિખરભાગ મંડોવર,ગોળ ધુમ્મટ વગેરે સાદા છતા આકર્ષક દેખાય છે. ટેકરી ઉપર ચડીને ઉંચો ગઢ જેવો દરવાજો વટાવી મંદીરમાં પ્રવેશાય છે. તળેટી ઉપર જવાના પગથિયાં કચ્છનાં સુંદરજી ખત્રીએ બંધાવી આપ્યા હતા. સુંદર ધર્મશાળા સાથે રેહવાની વ્યવસ્થા છે. શ્રાવણ માસના સોમવારે ત્યાં વિશાળ મેળો ભરાય છે અને જગ્યામાં સાધુ મહંતો અને બ્રાહ્મણો મોટી સંખ્યામાં આવી ત્યાં આખો માસ પુજા અર્ચના કરે છે. જામ રાવળજીના વખતથી કાયમ ધીનો દીવો અને પુજન માટે પ્રબંધ બાંધેલ છે તે હજુ સુધી ચાલુ જ છે. મહારાજા જામ રણજીતજી સાહેબ બહાદુરે ત્યાં પધારી ચોરાશી કરી કાયમના માટે મોટી રક્મ બંધાવી આપેલ છે. પાસે રમનારા હજી પણ “દેજો રાવળજામનો ઘોડો” તેમ કહી પાસાઓ નાખે છે અને જડેશ્વર દાદાના પ્રતાપે પાસા સવળા જ પડે છે. જડેશ્વર મંદીરનાં મહંત પદે દંડીસ્વામી અચ્યુતાશ્રમજી હતા. સૌરાષ્ટ્રના તત્કાલીન સાધુઓમાં તેમનુ આદરભર્યુ સ્થાન હતું. તે પછી કુષ્ણપ્રકાશજી ગાદીએ આવ્યા અને તેમના પછી રવિપ્રકાશજી મહંત પદે આવ્યા.

અન્ય માહિતી પ્રમાણે આ રતનટેકરી પર જીર્ણોધ્ધાર જામરાવલજી એ કરાવ્યો. પણ મંદિર બહું પ્રાચિન છે તેની સ્થાપના જેઠવા વંશ ની 98 મી પેઢીમાં ગોવિંદજી જેઠવા થયા. ગોવિંદજી જેઠવા ની રાજધાની મોરબી હતી ને ”નાયોજી” અને” ધાકોજી” એ બે ભાઇઓ હતા. તેમને મોરબી થાણાના તાબાના મુલકનું ઉપરીપણું સોપેલું હતું. તેમણે વાંકાનેરથી ત્રણ ગાઉ દૂર આવેલા જડેશ્વર મહાદેવની સ્થાપના કરી ; વળી ધાકોજીએ ટંકારામાં વાવ બંધાવી જે ”ધોકા વાવ ” નામે કહેવાય છે. આ વાત ની પૃષ્ટી હનુમાનવંશી જેઠવા રાજપૂતો ની શૌર્ય ગાથા નામના પુસ્તક માં કરાયેલો છે.

शिव स्तवन

दोहा

नमौ पिनाकी धूर्जटी, खर्पराशि खट्वांग।
कापालिक दिग वसन धर, पियै गरल अर भांग॥1

मेध घटा शंकर जटा, तडित छटा जनु गंग।
नाचै नटराजम प्रभु, गरजन जाण मृदंग॥2

शंकर अभयंकर सुखद, प्रलयंकर परमेश।
गिरजावर कैलासघर, हिमगिरि रहण हमेश॥3

☘ छंद :त्रिभंगी☘

वसतौ गिरि हिम पर,अर गिरिजावर,तन बाघांबर , है धारी।
गळ राखत विषधर, भाल चंद्रधर,जटा गंगधर , त्रिपुरारी।

मन धरत उमंगधर जिणनै मुनिवर,देव दिगंबर, महादेवम्।
जय जय शिवशंकर, हे प्रलयंकर, सुंदर सुखकर, सत्य शिवम्॥1॥

नाचत नटराजम्, नवरस राजम् ,धूंधर बाजम्, छम छम छम।
जाणक घन गाजम्, झांझ पखाजम्, अजब अवाजम्, मिरदंगम्।

संग भूत समाजम्,वृषभ विराजम् गिरजाराजम् चितहरणम्।
जय जय शिव शंकर, हे प्रलयंकर, सुंदर सुखकर सत्य शिवम्॥2

शमशान रहावै,धूनि धखावै, जोग जगावै, नित प्रत हर।
डक डाक बजावै,भूत नचावै, राख रमावै निज तन पर।

अठ सिध घर आवै, नव निधि पावै, जो जश गावै, पिता परम्।
जय जय शिव शंकर हे प्रलयंकर सुंदर सुख कर सत्य शिवम्॥3

हे वासी काशी, वेस सन्यासी, अज अविनाशी, सुख राशी।
सरिता-तट- वासी, गिरि आवासी ,अरक उजासी , मित भाषी।

काटै जम फांसी, विपद विनाशी,नव निधि दासी, निरमलतम्।
जय जय शिव शंकर हे प्रलयंकर सुंदर सुखकर सत्य शिवम्॥4

माळा उतबंगा,कंठ भूजंगा,नंग धडंगा, सिर गंगा।
शगति अरधंगा, पीवण भंगा,हणण अनंगा, बिन खंगा।

उर भरण उमंगा,लहर तरंगा, मो मन रंगा, तव चरणम्।
जय जय शिव शंकर हे प्रलयंकर सुंदर सुखकर सत्य शिवम्॥5।

जय जय विषपायी, जन सुखदायी, मन सरलाई, महिमायी।
वांछित वर दाई, रहौ सहाई , पडतौ पाई, शरणाई।

कविजन कविताई, जिण बिरदाई, यश अधिकाई, उण वधियम्
जय जय शिव शंकर, हे प्रलयंकर, सुंदर सुखकर सत्य शिवम्॥6

कर धरण पिनाकम्, हाकं बाकम्, डम्म डमाकम्, डं डाकम्।
तौ सेव सदाकम्,वांछित पाकम्,सिर पर जाकम्, पति राकम्।

धरणि पर धाकम्, आप अथाकम्, धर फरसाकम्, पी गरलम्।
जय जय शिव शंकर, हे प्रलयंकर, सुंदर सुखकर सत्य शिवम्॥7

दाहक पति रत्ती, जोगी जत्ती,संग शगत्ती, पारवती।
कर कविता कत्थी, जिम सुरसत्ती, दयी उकत्ती, आप प्रती।

सुत नरपत वृत्ति, रहत चरण रति , औ ज विनत्ती, रख शरणम्।
जय जय शिव शंकर, हे प्रलयंकर, सुंदर सुख कर, सत्य शिवम्॥8

छप्पय

महादेव मदनान्त,पिनाकी जटी परसुधर।
धुर्जट धारण गंग, अंग भसमंग धरण हर।

त्र्यंबक अंब अरधंग, दिगंबर देव अघोरी।
कापालिक करुणेश,पति गिरि राज किशोरी।

नित नरपत नें निज जाण शिशु, स्नेह सरित सरसावजो।
शिव आप तणौ शरणौ गह्यौ, दया द्रष्टि दरसावजो॥
*नरपत आवड दान आशिया”वैतालिक”कृत*

શિવ-સ્તવન સાભારઃ
કવિશ્રી નરપતદાનજી આશિયા-વૈતાલિક

પોસ્ટ-સંદર્ભઃ
યદુવંશ પ્રકાશ પુસ્તકમાંથી..

પ્રેષિત-ટાઇપઃ
મયુર.સિધ્ધપુરા-જામનગર
મોબાઇલઃ 9725630698

તો મિત્રો આ હતો સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી કનકાઇ માતાજી મંદિર- ગીર નો ઇતિહાસ

– શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ

– આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!