સોરઠી સંત વિરાબાપા

કોડીનાર તાલુકામાં કારડીયા રાજપુત સમાજ ગૌરવ લઈ શકે એવા બે નર જેમા વિરાભગત અને બીજા દેદાબાપા જેના નામથી દેદાની દેવળી ઓળખાય છે એવા સમાજમાં એક ઐતિહાસિક સંત વિરાભગત થયા…

સંત ના હોત સંસારમે જલી જાત બ્રહ્માંડ
વોતો જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ

સોરઠ ધરા સંત શુરા અને સતીઓ થી ઓળખાય છે અને એની બીજી કોઈ ઓળખાણ નથી આ ત્રણ થકી આજ સોરઠ ઉજળો દેખાઈ છે જેમા અનેક સંતો શુરા ને સતી આ ધરતીને પવિત્ર કરી પરલોક પામ્યા છે અનેક પરચાઓ પુર્યા છે જેના દાખલા હજુ હયાત છે અને કેમ ના હોય ભક્તિ ક્યા કોઈના બાપની છે. કરે ઇ તરે. એવાજ એક સંત કોડીનાર ગીર સોમનાથ ના ડોળસા ગામે થયા. કારડીયા રાજપુત સમાજ મા જેમનુ જન્મ સ્થળ રાજુલાના ધાખડા ભોળાબાપુ એ આપેલ વાડીએ વિક્રમ સંવત ૧૮૪૪ ના કારતક સુદ ૧૧ના શુભ દિવસે ધર્માવતર બાળ વિરાભગતનો જન્મ વલકુમાની કુખે થયો હતો. આર્થિક પરિસ્થિતિ ને લઈ ઘરના ભરણ પોષણ માટે લેરકા રાજુલા જવાનુ થયેલ.

આ દિવ્ય આત્માને તેમના મામા તરફથી ડોળસા ગામેથી આમત્રણ સિવકારી ફરી લેરકા ગામે આવ્યા. તેમની ગુરૂ દિક્ષા આ દિવ્ય બાળક પોતે ગૌસેવા કરતા નિત્યક્રમ પ્રમાણે ઢોર ચરાવવા જતા એ સાત વર્ષ ની ઊમરે સંત શામળદાસ બાપુએ પોતાનામા રહેલી શક્તિઓ તેમને આપી સંત સમાગમ થયુ પણ દુખ ને સુખે તો સંતને પણ નથી છોડયા નાની ઉમરમા તેમના મોટાભાઈ દેહ છોડ્યો ત્યાર બાદ જોધાબાપા એ પણ દેહ છોડી સિધાવ્યા આ બીજી દુખદ ઘટના પણ સુખ દુઃખ આવેને જાય આતો ભક્તિતો ઘાટધાર છે જેમા કોઈ સંત વિરલા તરી જાય છે કારણ એ જાણે છે સુખ દુઃખ આવે વાલાની ઇચ્છા વડે આમ વિરાબાપા પ્રભુ ભજનમા રહેતા આમતો વિરાબાપાએ અનેક પરચાઓ પુર્યા છે પણ જેને હરીનો આશરો હોય એના કામ હરીને કરવા પડે છે નરસિંહ મહેતા કિધુ એમ પ્રભુ તારા બાનાની પત રાખ એમ વિરાભગત ની પણ પ્રભુએ પળે પળે પત રાખી અનેક પરચા પુર્યા છે

(૧) પેહલો પરચો.. લેરકા ગામે પોતાના નવા મકાનમાં આડસર ટુંકુ થતા અગિયાર વર્ષ ની ઊમરે દિવ્ય પ્રભાવથી આડસર લાંબુ થયુ

(૨) બીજો પરચો : લેરકા ગામની બાજુમાં પસાર થતી રૂપેણ નદિમાં વિક્રમ સવંત ૧૮૬૯નાં ભયંકર દુષ્કાળ વખતે નદિમાં પાણી વહાવી પાણીથી માણસોને તુપ્ત કરેલા

(૩) ત્રીજો પરચો ; લેરકા ગામે હરણ સજીવન કરેલુ

(૪) ચોથો પરચો: જુના વખતમાં મંત્ર વિદ્યાના જાણકારો અનાજ લઈ આકશ માર્ગ થી દિવ લઈ જતા તે લોકોને નીચે ઊતારેલ

(૫) સૈયદ છોકરો યોગબળે પાછો લાવેલા

લગ્ન વિધી ; ડોળસા ગામે મામને ત્યા લગ્ન થયા પરીવાર સુખરૂપ સમય શરૂ થયો. ઘર સંસાર ગુરૂની કુર્પાથી સારો ચાલતો હતો

(૬) છઠ્ઠો પરચો: ૧૮૬૯માં ભયંકર દુષ્કાળ પડેલો તે વખતે ચલાલા મુકામે અંશાવતાર ગણાતા દાન બાપુનુ મિલન થયુ કોઈ દેવીકૃપાથી અનાજ આંખુ વર્ષ ખુટયુ નહી અને લોકોને અખુટ ખવરાવયુ

આમ થતા એક દિવસ તેમનો પુત્ર બાળવયમા દહીની ગોળીમાં ડુબી ગયો ને મરણને શરણ થયો પાંચ પુત્રીઓ વચ્ચે પોતે નિરવંશ રહ્યા

(૭) સાતમો પરચો ; ડોળસા ગામે વાવણી સમયે ખેતરે કોઈએ મજાકમા માટીના મોદક મુકેલા તે ચુરમાના થયા

આવા ઘણા પરચાઓ ત્યાના લોકની જીભે રમે છે આમ તેઓ હરીગુણ ગાતા ગાતા વિક્રમ સવંત ૧૯૨૪માં લુહાણા ભક્ત સાથે લેરકાથી ડોળસા જતા લોકાચારથી નારાજ થઈ યોગબળે દેહ ત્યાગ કર્યો જે સ્થળ હાલનુ ડોળસા મંદિર

યાત્ર કરીને જ્યા ગુરૂ શામળદાસ ભિયળના લખમણદાસ ને મળે છે અને માહિતી મળે છે કે વિરાભગત સમાધિસ્થ થઈ સાંકેત ધામ ગયા આ સમચાર મળતા તુરંત ડોળસા ગામે આવ્યા ને વિરાબાપાની સમાધીએ વિરાભગત ઓ વિરાભગત સીતારામ વાલા સીતારામ ત્યાતો આ વિરાભગત ની ચેતન સમાધીએ થી પ્રત્યુતરમાં સીતારામ નો રણકાર ઉઠયો અવાજ થયો પધારો મારા પ્રભુજી આટલુ સાંભળીને વિરાભગતની કોટડા વાડીએ શામળદાસ બાપુએ ત્યાને ત્યાજ જીવતા સમાધી લીધી

સંતોની આવી ચેતન સમાધીઓ હજુ પણ હોકારા કરે છે હો પણ અંતરનાદ થવો જોઇએ બાકી મનને રાજી કરવા જવુ એ ગૌણ છે બાકી હજુ પણ રામ નામનો રણકાર કરતી આવી ચેતન સમાધીઓ સોરઠને ગામડે ગામડે ધર્મ ધ્વજ ફરકાવતી ઊભી છે ……. રામ રામ..

આ વાતની માહિતી ભાણાભાઈ મુળાભાઇ રાઠોડ દુદાણા દ્રારા મળેલ તથા જસપાલસિહ રાઠોડ જેમનો આભારી છુ

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!