સૌરાષ્ટ્રની રસધાર

ખોળામાં ખાંભી – સૌરાષ્ટ્રની રસધાર

રાંડીરાંડ રજપૂતાણીને સાત ખોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ.

“બાપુ!” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. “બાપુ, આજ અમારે બેઠાની ડાળ્ય ભાંગે છે; અને, દરબાર, આ મારો અભલો કોક ટાણે પાણીનો કળશિયો લઈને ઊભો રહેશે, હો!”

દરબારને અનુકંપા આવી. ગામને દખણાદે પડખે કંટાળુંમાં અભલાને જમીનનો એક કટકો આપ્યો. એક ખભે તરવાર અને બીજે ખભે પાણીની ભંભલી: એમ જુવાન અભલો હંમેશાં સાંતી હાંકે છે.

એક દિવસ ચૂડા ઉપર ધીંગાણાની વાદળી ચડી. પાળિયાદથી સોમલો ખાચર ચડ્યા છે. સામે દરબાર રાયસંગજીની ગિસ્ત મંડાઈ. વેળાવદર, કુંડલા અને ચૂડા વચ્ચે બગથળાની પાટીમાં ધીંગાણું મંડાણું. સાંતીડું હાંકતા હાંકતાં અભલે તરઘાયો સાંભળ્યો. સાંભળતાં જ એણે ગડગડતી દોટ મેલી. મોખરે રાયસંગજીનું કટક દોડે છે, અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગ જાય છે.

ચૂડા અને ધીંગાણાની વચ્ચે માર્ગે નાની વેણ્ય આવે છે. રાયસંગજી વેણ્યને બરોબર વળોટી ગયા તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઊભાં ઊભાં કાઠીનાં ઘોડાં ખોંખારી રહ્યાં છે.

“બાપુ!” અભે બૂમ પાડી: “બાપુ, થોડીક વાર વેણ્યમાં ઊભા રહો અને મારું ધીંગાણું જોઈ લ્યો.”
“અભા, બેટા વેણ્ય તો રાશવા વાંસે રહી ગઈ. હવે હું પાછાં ડગલાં શી રીતે દઉં? મારું મૉત બગડે, દીકરા!”

“બહુ સારું, બાપુ, તો મારે તમારા ખોળામાં મરવું છે.”
એટલું બોલીને અભો રાયસંગને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા. રજપૂતો થોડા હતા. રાયસંગજી ને અભો બેઉ ઘામાં વેતરાઈ ગયા.

મરતો મરતો અભો ઊઠ્યો. પૂંઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો નહોતો. દરબારના મોંમાં અંજલિ આપીને અભે યાદ દીધું: “બાપુ, આ પાણી; માનું વેણ….”

“અભલા! બેટા! તારી ખાંભી મારા ખોળામાં….” રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા.

બેઉના પ્રાણ છૂટી ગયા.

આજ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે બે જુદી જુદી ખાંભીઓ ઊભી છે. એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની અને પાછળ રાયસંગની. આજ પણ ‘અભલાની ખાંભી દરબારના ખોળામાં’ એમ બોલાય છે.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સેજકજી -સૌરાષ્ટ્રની રસધાર

– રાણજી ગોહિલ – સૌરાષ્ટ્રની રસધાર

–  બોળો – સૌરાષ્ટ્રની રસધાર

– ભીમોરાની લડાઈ -સૌરાષ્ટ્રની રસધાર

– ઓઢો ખુમાણ – સૌરાષ્ટ્રની રસધાર

– વાળાની હરણપૂજા – સૌરાષ્ટ્રની રસધાર

– આંચળ તાણનારા! – સૌરાષ્ટ્રની રસધાર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

ગુજરાતી શબ્દ રમત – મફત

ગુજરાતી શબ્દ શોધ

છુપાયેલા ગુજરાતી શબ્દો શોધો અને અક્ષરો જોડીને શબ્દ બનાવો. ઓફલાઇન ચાલે છે, કોઈ sign-up નહીં.

▶ Google Play પરથી મફત ડાઉનલોડ કરો

ટૅગ્સ

૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (43)અજાણી વાતો (130)અષ્ટવિનાયક (9)આગમવાણી (2)આજનો દિવસ (1)ઇતિહાસના પાનામાં (1)ઈતિહાસ (144)ઐતિહાસિક સ્થળો (1)કરણ ઘેલો (16)કાઠીયાવાડ (70)કુરબાનીની કથાઓ (20)ક્રાંતિકારી (2)ગુજરાતની ગરિમા (33)ગુજરાતનો ઇતિહાસ (93)ગ્રામ્ય જીવનના સ્તંભ (45)ચાવડાયુગ (9)જયંતિભાઈ આહીર (4)જયમલ્લ પરમાર (1)જીવન ગાથા (5)જોરાવરસિંહ જાદવ (132)જ્યોતિર્લીંગ (5)ઝવેરચંદ મેઘાણી (180)ડોશીમાંની વાતો (5)તહેવાર નો ઇતિહાસ (13)દાદાજીની વાતો (5)દોલત ભટ્ટ (44)ધાર્મિક (13)ધાર્મિક સ્થળો (3)નવદુર્ગા (9)નાનાભાઈ જેબલિયા (37)પાળિયા કથા (75)ભગવાન (16)ભારતનાં અદભૂત શિલ્પો (9)ભારતના રાજવંશો (13)ભારતનો ઈતિહાસ (11)ભારતનો ભવ્ય મંદિર વારસો (37)મંદિર (155)મહા સતીઓ (5)મહાન ઋષિઓ (20)મહાપુરુષો (26)યાત્રા ધામ (6)રા' ગંગાજળિયો (31)રાજવીઓ (1)લોક સાહિત્ય (115)લોકવાર્તા (156)વીર કથાઓ (4)વીર પુરુષો (60)વીરાંગનાઓ (10)વ્યક્તિ વિશેષ (2)શિવ મંદિર (27)શૈલેશ સગપરીયા (7)સંત દેવીદાસ (32)સંતો (29)સિધ્ધરાજ જયસિંહ (19)સોરઠ ના સંતો (46)સોરઠી બહારવટિયા (30)સોલંકીયુગ (22)સૌરાષ્ટ્ર (8)સૌરાષ્ટ્રની રસધાર (88)સ્ટોરી (10)