શ્રી ઉષ્ણ અંબા (ઉનાઈ) માતાજી મંદિર- ઉનાઇ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ઐતિહાસિક મહત્વ ધરાવતું ઉનાઈ માતાનું મંદિ૨ આવેલ છે. આ સ્થાનકમાં શ્રીરામ અવતા૨ સમયથી નૈસર્ગિક ગ૨મ પાણીના કુંડ આવેલા છે. ઉનાઈ માતાજીનું મંદિ૨ ખુબ પૌરાણિક અને ઐતિહાસિક છે.

જેની દંતકથા એવી છે કે શ્રી રામચંદ્ર ભગવાન એકવાર ફરતા ફરતા શરભંગ ઋષિના આશ્રમમાં આવેલા ત્યારે શરભંગ ઋષિએ રામચંદ્ર ભગવાનનો ભકતિભાવથી આદર સ્તકાર કર્યો પરંતુ ઋષિ પોતે કૂષ્ઠરોગથી પિડાતા હતા. શરીરમાંથી રકત અને પરુ વહિ જતુ હતુ આખુ શરીર ક્ષીણ થઇ ધ્રુજતુ હતુ.એટલે ભગવાન શ્રી રામચંદ્રજીની સેવા કરવામાં ક્ષોભ અનુભવતા ઋષીએ પોતાનુ આખુ શરીર યોગબળથી બદલી નાખ્યુ અને ભગવાન શ્રી રામચંદ્રની સેવા પુજા કરવા લાગ્યા.પુજા દરમ્યાન શ્રી લક્ષ્મણજીને ઋષીના દુઃખની ખબર પડી ગઇ પુજા પુરી થતા સર્વે હકિકત ઋષિ પાસેથી જાણી ઋષિની આવી અસહ્ય વેદનાની જાણ ભગવાન રામચંદ્રને કરી.

ઋષિની સેવાથી સંતુષ્ટ થઇ શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી આગળ વધ્યા અને તેમને વળાવવા ઋષી પણ આગળ ચાલ્યા.બે-ત્રણ માઇલ ચાલ્યા બાદ ઋષિને તેમનો રોગ કષ્ટ દેવા લાગ્યો અને તેમનુ શરીર અસહ્ય વેદનાથી ધ્રુજવા લાગ્યુ. ઋષિનુ કષ્ટ જોઇ ભગવાન રામચંદ્રજીએ તુરંત જ ધનુષ્ય માં બાણ ચડાવ્યુ અને પૃથ્વીના પેટાળમાં માર્યુ. પૃથ્વીનુ પડચીરી બાણ પાતાળમાં ચાલ્યુ ગયુ અને સાચેજ પૃથ્વીના પેટાળ માંથી અત્યંત ઉષ્ણ ઔષધી યુક્ત પાણીના અનેક ઝરણાઓ બહાર આવ્યા.અને સાથે એક દેવીની પ્રતિમાં (મૂર્તી) બહાર આવી ત્યારે રામે સીતાજીને કહ્યુ કે આ ઉષ્ણ અંબાની તમે અહિં પ્રતિષ્ઠા કરો અને શકતિ રૂપે અહિં જ નિવાસ કરો.હું પણ મારા અંશ જ રૂપે અહિં નિવાસ કરીશ. શરભંગ ઋષિને પાણીમાં સ્નાન કરાવી રોગ મુક્ત કર્યા.જે કોઇ રામ સીતા દ્રારા સ્થાપીત ઉષ્ણઅંબાના દર્શન કરી ઉષ્ણ જળમાં સ્નાન કરશે તેના સર્વે પ્રકારના રોગો દુર થશે તેવા આશીર્વાદ આપ્યા. ત્યારથી લોકો આ ગરમ પાણીના કુંડમા સ્નાન કરી પોતાના દુઃખનું નિવારણ કરે છે.

શરભંગઋષિની વિદાય બાદ સીતાજીએ ઉષ્ણ જળમાં સ્નાન કર્યુ. સ્નાન કર્યા બાદ શ્રી રામચંદ્રજીએ સીતાજીને પુછ્યુ તું નાહિ?ત્યારે સીતાજીએ જવાબ આપ્યો હું નાઇ?તેના પરથી અપભ્રંશ થઇને “ઉનાઇ” શબ્દ થયો. તેના પરથી ગામનું નામ પડ્યુ ઉનાઇ અને ઉષ્ણા અંબાનું નામ પણ ગામના નામ સાથે ઉનાઇ માતાજી પડયુ. હાલનું આ મંદિ૨ બાંધવાનો યશ વાંસદા સ્ટેટના મહારાજા સાહેબના ફાળે જાય છે.અહિં ચૈત્ર સુદ પુનમનાં રોજ મોટો મેળો ભરાય છે.આ સ્થાનકમાં યાત્રાળુઓ તેમની અપાર શ્રઘ્ધાના કા૨ણે આવે છે.અહિં ગ૨મ પાણીના કુંડમાં સ્નાન વિધિ, બાબરી, મુંડન વિધિ તથા જુદી જુદી માનતા, બાધા, માતાજીને ચઢાવવા યાત્રાળુઓ આવે છે.

ઉનાઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું મહત્વનું ગામ છે, તેમ જ આસપાસનાં ગામડાંઓ માટે વેપારમથક પણ છે. અહીં આવેલા ઉનાઇ માતાના મંદિર પાસેના ગરમ પાણીના કુંડને કારણે ગુજરાતભરમા ઉનાઇ ગામ પ્રખ્યાત છે. આ મંદિરે બારેમાસ દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે.ઉનાઇ સરા લાઇન તરીકે ઓળખાતી નેરોગેજ રેલ્વે દ્વારા બીલીમોરા સાથે જોડાયેલ છે, જે ગાડી દિવસમાં બે વાર બીલીમોરાથી વધઇ વચ્ચે દોડે છે અને પરત થાય છે.

ઉનાઇ ગામમાંથી વાપી-શામળાજી રાજ્ય ધોરી માર્ગ નં. ૫-અ પસાર થાય છે, જેના કારણે અહીંથી વિવિધ સ્થળોએ જવાની સગવડ સરળતાથી મળી રહે છે. આસપાસનાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાના પાયે બજાર વિકાસ પામ્યું છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પોલિસ મથક , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંચાયત ધર, દૂધની ડેરી વગેરે સગવડો પ્રાપ્ય છે.

ઉનાઇની આસપાસ ચરવી, સિણધઇ, ખંભાલીયા, ચઢાવ, બારતાડ વગેરે ગામો આવેલાં છે.

*માહિતી- ફોટોઃ* સંતપ્રેમી કાનજીભાઇ.આંબાભાઇ.ધડુક
*પ્રેષિત-સંકલનઃ* મયુર.સિધ્ધપુરા-જામનગર
9725630698

તો મિત્રો આ હતો શ્રી ઉષ્ણ અંબા (ઉનાઈ) માતાજી મંદિર નો પૌરાણિક ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– તિલકનું વિજ્ઞાન

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!