તિલકનું વિજ્ઞાન

હિંદુ પરંપરામાં મસ્તક પર તિલક કરવાનું ધાર્મિક કાર્યો સાથે જોડાયલું છે. દરેક શુભ અવસરે આવું કરવાનું પ્રસન્નતાનું, સાત્વિકતાનું, સફળતાનું ચિહ્ન માનવામાં આવે છે. કોઈ મહત્વના કાર્ય કે વિજય અભિયાનમાં જતી વખતે અબીલ, હળદર, ચંદન કે કંકુનું તિલક કરવામાં આવે છે.

ઉપાસનામાં ષટકર્મનું આ એક અભિન્ન અંગ છે. તીર્થોમાં દેવ દર્શન માટે જઈએ ત્યાં માથે તિલક કરીને શુભ કામના કરવામાં આવે છે. પર્વ, તહેવારોમાં અને મહેમાનોનું આગમન થાય છે ત્યારે એમને તિલક કરીને એમનું સ્વાગત કરવામાં આવે છે. તથા મંગલ કામના વ્યક્ત કરવામાં આવે છે. આ બધું એક સામાન્ય અને ઔપચારિક કૃત્ય જેવું લાગતું હોવા છતાં એનું અસામાન્ય મહત્વ છે.

એના દાર્શનિક અને વૈજ્ઞાનિક પાસાઓ પર વિચાર કરવાથી આશ્ચર્યચકિત રહી જવું પડે છે. ભારતીય સંસ્કૃતિમાં કર્મકાંડો, પરંપરાઓ અને અનેક પ્રથાઓ નિર્માણ કરનારા આપણા પ્રાચીન ૠષિ એક સાથે વૈજ્ઞાનિક પણ હતા અને મહાન દાર્શનિક પણ તેઓ હતા.

તેથી કોઈપણ શુભ પ્રચલનની સ્થાપનામાં એમણે આ બન્ને દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખ્યા હતા કે જેથી કોઈ એક પાસુ સર્વથા ઉપેક્ષિત અને ગૌણ ન રહે તથા બીજાના દુરુપયોગની સંભાવના ન વધે. આની પાછળ સંતુલન, સમીકરણનું પ્રયોજન જ મુખ્ય હતું. જેથી બન્ને વર્ગના અનુયાયીઓ સંતુષ્ટ થઈ શકે અને સ્થાપનાને સમાન મહત્વ આપી શકે. સૌ પ્રથમ એના વિજ્ઞાન પક્ષને લઈએ.

લલાટ પર જે આને તિલક કરવામાં આવે છે. ભુમધ્ય કે આશા ચક્ર છે. શરીર શાસ્ત્રની દ્રષ્ટિએ આ સ્થાન પીનિયલ ગ્રંથિનું છે. પ્રયોગો દ્વારા એ સિધ્ધ થઈ ચુક્યું છે કે પ્રકાશ સાથે તેનો ઉંડો સંબંધ છે.

પ્રયોગોમાં કોઈ વ્યક્તિની આંખો પર પટ્ટી બાંધીને માથાને સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવ્યું ત્યારે તેના મસ્તકની અંદર પ્રકાશની અનુભૂતિ થઈ. આ વાતને પ્રમાણિત કરે છે કે ધ્યાન ધારણાના માધ્યમથી સાધકમાં જે પ્રકાશનું આચારક્રમા અવતરણ થાય છે તેના સ્થુળ અવયવ સાથે કોઈને કોઈ સંબંધ અવશ્ય છે.

ૠષિઓને આ તત્વની સંપૂર્ણ જાણકારી હતી માટે એમણે તિલક કરવાની પ્રથાને પુજા, ઉપાસનાની સાથે સાથે દરેક શુભ કાર્ય સાથે જોડી તેને ધાર્મિક કર્મકાંડનું એક અભિન્ન અંગ બનાવી દીધું.

તંત્ર માર્ગમાં માત્ર પરંપરાવશ તિલક કરવામાં આવતું નથી ત્યાં એનું પ્રયોજન વધુ ગહન છે. આ માથા પરનું ઈષ્ટનું પ્રતિક છે, ઈષ્ટની સ્મૃતિ સદા રહેવી જોઈએ, પછી શરીર સંપૂર્ણ રીતે ભલે વિસરાઈ જાય.

આ ધારણાને કારણે મન સતત એ જ કેન્દ્રબિંદુ તરફ લાગેલું રહે છે. યોગ વિજ્ઞાન અનુસાર પેડુમાં કંદ સ્તાનેથી બોંતેર હજાર નાડીઓ નીકળીને શરીરના બધા ભાગોમાં ફેલાઈ જાય છે.

એમાં ત્રણ મુખ્ય છે. ઈડા, પિંગલા અને સુષુમણા. આ ત્રણે મેરુદંડ માર્ગથી ઉપરની તરફ આવી મસ્તકના ત્રણે ભાગોનો જુદો જુદો સ્પર્શ કરે છે. તે પછી ત્યાંથી ત્રણ નાડીઓ દોરડાની જેમ પરસ્પર ગુંથાઈને કપાળ પ્રદેશ ઉપરથી નીચે તરફ જાય છે.

તે પછી ભુમધ્ય પર છુટી પડી જાય છે, સુષુમણા આશાચક્ર કે ત્રીજા નેત્રના સ્થાને તેની યાત્રા સમાપ્ત કરી દે છે, જ્યારે ઈડા અને પિંગલા બન્ને નેત્રોની કર્ણિકાઓનો સ્પર્શ કરી તેમની રક્તવાહિની તંતુઓના રૂપમાં ફેરવાઈ જાય છે.

આ બન્ને નાડીઓના સંબંધ બન્ને આંખોના માધ્યમથી જાગૃત અને સ્વપ્નાવસ્થા સાથે છે. આથી વિપરીત સુષુમણાનો સંબંધ ત્રીજા નેત્રના માધ્યમથી સુષુપ્તિ, તુરીય અને તુરીયાતીત અવસ્થા સાથે ચે. યોગીજન ભુમધ્યમાં ચિત્તને એકાગ્રકરી સુષુમણા માર્ગે આ અવસ્થાઓ દ્વારા જ અંતર્જગતમાં પ્રવેશ કરે છે.આ તિલકનું તત્વદર્શન અનેક પ્રેરણાઓ સાથે જોડાયેલું છે. તિલક એ ત્રિપુંડ મોટેભાગે ચંદનનું હોય છે. ચંદનની પ્રકૃતિ શીતળ હોય છે. શીતળ ચંદન જ્યારે મસ્તક પર લગાડવામાં આવે છે તો તેની પાછળ એ ભાવ હોય છે કે ચિંતનનું જે કેન્દ્રીય તંત્ર મસ્તિષ્કના રૂપમાં માથાની અંદર બિરાજમાન છે…

તે હંમેશા શીતળ રહે, તેના વિચાર અને ભાવ એટલા શ્રેષ્ઠ હોય કે પોતાની જેમ બીજાને પણ શીતળતા અને પ્રસન્નતા પ્રદાન કરતું રહે…અસ્તુ !

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોની રસપ્રદ વાતો

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– વૈદિકકાળની સર્પવિદ્યાની રસપ્રદ વાતો

error: Content is protected !!