અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

જીવનને પવિત્ર બનાવવા માટે જપ વિના બીજું કંઈ સાધન નથી. મંત્રથી બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામશે. વાસનાનો અંધકાર દૂર થશે. પરમાત્માનો પ્રકાશ ફેલાશે. આમ રામ નામ મંત્રી જીવનની શુદ્ધિ માટેનો મંત્ર છે.

માનવી જે શરીરને સુખો આપે છે, લાડ લડાવે છે તેનું જતન કરે છે, વેરઝેર આ શરીરથી વધારે છે તે શરીર નાશવંત છે. તે એક દિવસ સ્મશાનમાં ભસ્મ થઈ જવાનું છે.

ભોળાનાથ આ માટે જ શરીર ઉપર ભસ્મ લગાવીને લોકોને અમર સંદેશ આપે છે કે ગમે તેવો રાજા, પ્રધાન, ગરીબ કે તવંગર કે સૌંદર્યવાન હશે. પ્રત્યેકનું શરીર ખાકમાં બળીને ભસ્મ થઈ જવાનું છે. આ શરીર પંચમહાભૂતોમાં મળવાનું છે. આથી જ ઘણાને સ્મશાનમાં વૈરાગ્ય આવી જાય છે. આથી જ ભસ્મ દ્વારા લોકોને સંદેશ છે કે આવા માનવ તનની ચિંતા શું કામ કરો છો ? આ શરીર અગ્નિની જ્વાળામાં ભસ્મ થઈ જવાનું છે.

જીવના કલ્યાણ માટે મંત્ર નામ શ્રેષ્ઠ ઉપાય છે. રામ નામ મંત્ર જપવાથી જીવનું કલ્યાણ થાય છે. વૃધ્ધાવસ્થામાં તો ખાસ કારણ કે આ જીવ આખરે શ્રીરામના ચરણોમાં જવાનો છે.

શ્રી રામનું ચરણ તેનું અંતિમ સ્થાન છે. ‘રામ’ શબ્દ જીવને આરામ આપનારો છે. રામાયણમાં શ્રી રામનો મહિમા વર્ણવ્યો છે ઃ

‘રામ રામેતિ રમે રમે મનોરમે,
સહસ્ત્રનામ તત્તુલ્યં રામનામ વરાનને’

ભગવાન શંકર પાર્વતીજીને સમજાવે છે કે હે દેવી ! રામ નામથી અધિક આ જગમાં જપ કરવા યોગ્ય કશું નથી. રામનો મંત્ર શતકોટિ મંત્રોથી શ્રેષ્ઠ છે. તેના મંત્રથી પાપો બળી જાય છે. રામનામ સંતોને અને ભક્તોનું પ્યારું છે. ભૂલથી પણ રામનામનું રટણ અંત સમયે આવી જાય તો સદ્‌ગતિ થાય છે.

જશ્રી રામે રાક્ષસોને મારી સૌને સદ્‌ગતિ આપી છે. જગત એ સર્વેશ્વરને આધીન છે પણ ઈશ્વર એ નામને આધીન છે. નામ એજ બ્રહ્મ છે. પરમાત્મા કરતાં પરમાત્માનું નામ શ્રેષ્ઠ છે.

રામાયણમાં પ્રસંગ છે કે વાનરોએ સેતુબંદ બાંધ્યો આ બંધ બાંધવામાં અનેક પત્થરોનો ઉપયોગ પત્થર ઉપર ‘રામ’ નામ શબ્દ લખી કર્યો. એવું માનવામાં આવે છે કે સામાન્ય રીતે પથ્તર પાણીમાં નાખવામાં આવે તો ડૂબી જાય પણ આ ‘રામ’ નામ લખેલા પથ્થરો પાણીમાં તર્યા છે. જો રામ નામથી જ પથ્થરો તરત હોય તો તેનું સ્મરણ કરવાથી જીવનું કલ્યાણ કેમ ન થાય ?

એકવાર શ્રી રામને વિચાર આવ્યો કે મારા નામથી પથ્થરો તરે છે તો હું પણ પ્રયોગ કરું. રામજી સમુદ્રમાં પથ્થરો સમુદ્રમાં નાખ્યા તે બધા જ ડૂબી ગયા. શ્રી રામને ઉદાસ જોઈ બાજુમાં બેઠેલા હનુમાનજીએ પૂછ્‌યું કે પ્રભુ આપ ઉદાસ કેમ છો ? હનુમાનજી સર્વ વાત જાણતા હતા. પ્રભુને કહ્યું કે પ્રભુ !

આપ તો કૃપાના સાગર છો. રામ જેને અપનાવે તેજ સંસારમાં તેર છે. તેનો બેડો પાર થઈ જાય છે. તમો જેનો ત્યાગ કરો તો તે કેવી રીતે તરે ? આમ ‘રામ’ કરતાં રામ-નામ મંત્ર શ્રેષ્ઠ છે. તે જીવને અંતિમ સ્મરણે તારનારો છે !

જગતમાં જ્યાં સુધી જીવ બીજાનો છે. સામાજીક શરણું સ્વીકારે છે ત્યાં સુધી તે ભગવાનનો થઈ શકતો નથી. પણ ભગવાનની પાસે જાય છે તો તે શ્રી હરિ તેને અપનાવે છે.

આમ મૃતાત્માના અંતિમ સમયે ‘શ્રી રામ બોલો ભાઈ રામ’ બોલવાથી મૃતાત્માને શાંતિ મળે છે તેના કાયના કલ્યાણ માટે ‘રામ નામ’ બોલવામાં આવે છે.

જે જીવ પરમાત્મા પાસે જઈ રહ્યો છે તે પરમાત્મા જીવનું કલ્યાણ કરશે તેવો તેનો ભાવ છે. અંતે તો રામ નામ સત્ય છે ને ? જીવનની અંતિમ યાત્રામાં રામ નામ સત્ય હૈ | રામ બોલો ભાઈ રામ | બોલવામાં આવે છે તેનું કારણ આ વિશ્વમાં પ્રભુ જ સર્વસ્વ છે.

શ્રી રામ પુરૂષોત્તમ સ્વરૂપે છે. તેમના નામમાં જ ખુબ જ તાકાત છે. ભગવાનનું નામ જીવને શાશ્વત શાંતિ આપે છે. ‘રામ’ નામ કલ્યાણકારી છે.

ઈશ્વર કોઈ મત, પંથ, મજહબની દિવાલોમાં સીમીત નથી તે પ્રાણીમાત્રના હૃદયમાં બિરાજે છે. ઈશ્વર તો સર્વેશ્વર છે. અનંત બ્રહ્માંડમાં વ્યાપી રહેલો છે.

ઈશ્વર કર્મનો બદલો આપે છે. કર્મનો બદલો જન્મ-જન્માંતર લઈને પણ ચુકવવો પડતો હોય છે. માટે માણસે કર્મ કરવામાં સાવધાની રાખવાની જરૂર છે.

બ્રહ્મે જ પરમાર્થ માટે રામનું રૂપ ધારણ કર્યું. અવધિપતિ રામ પ્રગટ થયા અને માનવોને શીખવ્યું કે ઉન્નત જીવન કેવી રીતે જીવી શકાય. બધી પરિસ્થિતિમાં રામનું જીવન ૃ- આચરણ શ્રેષ્ઠ રહ્યું છે. સુખ, દુઃખમાં રામ ચલિત થયા નથી. રામનું નામ જ જીવનના કલ્યાણ માટે શ્રેષ્ઠ રહ્યું છે.

જીવની અંતીમ ગતિ રામમાં જ છે. જીવ પ્રભુની ત્યાંથી આવ્યો છે…

અંતે તેને પ્રભુનું જ શરણ પકડવાનું છે. જીવની પ્રભુ સિવાય બીજે કાંઈ ગતિ શક્ય નથી. બાકી બધી મહેનત વ્યથા કે જેને ત્યાં જ જવાનું જ છે તેની સાથે પ્રીતી કેમ ન કરવી ?

કમનસીબે માણસ આખી જિંદગી પાવડે પાવડે ધન એકઠું, કરવામાં પડ્યો હોય છે. ‘રામ’ નામ ભૂલી જાય છે અંતે ડાઘુઓ તેને યાદ કરાવે છે કે અલ્યા ભાઈ !

રામ નામ જ સત્ય છે !

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોની રસપ્રદ વાતો

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– વૈદિકકાળની સર્પવિદ્યાની રસપ્રદ વાતો

error: Content is protected !!