શ્રી ઘંટાકર્ણ મહાવીર – મહુડી

શ્રી મહુડી (મધુપુરી) તીર્થમાં મુળ સ્થાનક ધરાવનારા શ્રી ઘંટાકર્ણ મહાવીર કલીયુગમાં ભક્તોનું દુઃખ દૂર કરનારા જાગતા દેવ તરીકે ઓળખાય છે. આ તીર્થ ઉત્તર ગુજરાતનું ગૌરવવંતુ ધર્મસ્થાનક તરીકે આલેખાય છે. જેની પ્રતિષ્ઠા પરમ પુજ્ય યોગનિષ્ટ, અખંડ બ્રહ્મચારી, જૈન જ્યોતિર્ધર શ્રીમદ્‌ બુધ્ધિસાગરસુરિ મહારાજના હસ્તે થયેલ છે.

જૈન દર્શનમાં દર્શાવ્યા પ્રમાણે બાવન વીરો અને ચોસઠ યોગીનીઓ પૈકી કોઈને પણ જૈનમુનિઓ મંત્રથી પ્રત્યક્ષ કરી બોધ આપીને દેવ-ગુરૂ- ધર્મના શ્રદ્ધાવાળા કરીને તેમને જૈન શાસન રક્ષક તરીકે સ્થાપી શકે છે.

તેમ વિચારી અઢારે આલમના અવધુત, સુરિસીરોમણી શ્રી બુધ્ધિસાગર સુરિ મહારાજએ જૈનો-જૈનોતરોને અંધશ્રધ્ધાથી પાછા વાળવા, અધર્મ માર્ગે જતા રોકવા અને ધર્મ માર્ગે પ્રસ્થાપીત કરવા બાવનવીરોમાંથી તીસમાં વીર શ્રી ઘંટાકર્ણ મહાવીરને પ્રત્યક્ષ કર્યા અને કહ્યું.

‘‘હે વીર મિથ્યાત્વી દેવો શિકારબની લોકો અંધશ્રધ્ધાથી અધર્મ માર્ગે જતા અટકી સદ્દધર્મ (અહિંસા પરમો ધર્મ)ને પામે માટે તમારે તેઓને રક્ષણ આપવું જોઈએ’’ વીરે તે વાતને આજ્ઞા સમજી કહ્યું કે, ‘‘હે ભગવંત, જે કોઈ પણ વ્યક્તિના હૃદયમાં ધર્મ, આંખોમાં નિર્વિકારીતા અને જિહ્યામાં સત્યતા ગ્રહણ કરીને પદ્મપ્રભુ આદિ જિનેશ્વરોના દર્શન કરી મારી પાસે આવશે તેને હું અવશ્ય સહાય કરીશ’’ ત્યારબાદ શ્રીમદ્દ બુધ્ધિસાગરસૂરિ મહારાજ સાહેબે સં-૧૯૭૪ માગસર સુદ ૩ ના શુભ દિવસે મહુડી તીર્થમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિષ્ઠા કરી.

એ વાતને આજે એંશી ઉપર વરસો વીતી ગયા પણ ઘંટાકર્ણ મહાવીર તીર તાણીને લોકોને ધર્મકાર્યમાં રાત-દિવસ સહાય કરે છે.
ધર્મીઓના ભય હરે છે. બાહ્ય અને અભ્યંતર આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખોનો સંહાર કરી રિધ્ધિ સિધ્ધિથી ભરપુર કરી સુખ, શાન્તિ, સમૃધ્ધિ, સમાધિ અને સદ્દગતિ એટલે સિધ્ધ પદ – મોક્ષસુખ અપાવવામાં સહાયભૂત બને છે.

પ.પુ. યોગનિષ્ટ, ૧૪૦ મહાન ગ્રંથના સર્જક, અધ્યાત્મ કવિ, કર્મયોગ જેવા મહાન ગ્રંથના સર્જક શ્રીમદ્‌ બુધ્ધિસાગરસુરિ મહારાજ સાહેબના શિષ્ટા પ.પુ. પ્રશાંતમુર્તિ આચાર્યદેવ શ્રી કીર્તિસાગરસુરિ મહારાજાના શિષ્ટ પ.પુ. વર્તમાન ગચ્છાધિપતિ, નિડર વક્તા આચાર્યદેવેશ શ્રીમદ્‌ સુબોધસાગર સુરિ મહારાજ સાહેબની અસિમ કૃપાથી આ તીર્થ દિન પ્રતિદિન ફુલ્યું ફાલ્યું થઈ રહ્યું છે. આસો વદ ૧૪ના દિવસે (કાળી ચૌદસે) અહિં વર્ષમાં એક જ વાર શ્રી ઘંટાકર્ણ મહાવીરને પ્રક્ષાલ પુજા કરવામાં આવે છે તે દિવસે તેમના દર્શન કરવા એ એક લ્હાવો ગણાય છે.

તે દિવસે યોજવામાં આવતા હવનમાં લાખો શ્રધ્ધાળુઓ તેમાં હાજરી આપી લાભ લેતા હોય છે.
શાસ્ત્રોમાં તેમના પુર્વભવની વિગત એવી મલે છે કે તેઓ આર્ય રાજા હતા.
તેઓ સતિઓનું અને સાધુઓનું તથા ધર્મી મનુષ્યોનું રક્ષણ કરતા હતા. દુષ્ટ મનુષ્યોના હુમલાઓથી પ્રજાનું રક્ષણ કરતા હતા.

કુંવારી કન્યાઓના શિયળનું રક્ષણ કરતા હતા.
ધનુષ્ય બાણ વડે અનેક દુષ્ટરાજાઓ જોડે યુધ્ધ કરીને તેઓને જીત્યા અને આર્ય દેશોમાં શાંતી ફેલાવી.

તેમને સુખડી અતિ પ્રિય હતી. અતિથિઓની સેવા-ભક્તિ પુરા ભાવથી કરતા હતા અને ઘણા શુરા હતા.

તેથી તેઓ મરણ પામીને દેવ થયા અને બાવનવીરોમાં ત્રીશમાં દેવ તરીકે તેમની ગણના થઈ.

પુર્વભવમાં જેમ તેમને બધા માનતા હતા તેમ આ ભવમાં પણ ઘંટાકર્ણ મહાવીરને જૈન, હિન્દુ, બૌદ્ધ વગેરે ધર્મવાળાઓ માને છે અને પુજે છે.\

સુખ અપાવે સુખડી વીર જાગતા છે

શ્રી ઘંટાકર્ણ મહાવીરે ‘‘હું અવશ્ય સહાય કરીશ’’ તેવું ગુરૂભગવંતને વચન આપતા કહ્યું હતું કે ‘‘ફક્ત એક ધ્યાન રાખવું કે મને જે સુખડી ચડે તે મહુડી બહાર લઈ જવી નહિ’’ અને આ વાતને વરસો વિત્યા છતાં આજે કોઈ સુખડી મહુડી બહાર લઈ જઈ શકતું નથી. જૈનો-જૈનેતરો લાખો મણ સુખડી ચડાવે છે અને ત્યાં જ સુખથી વહેંચીને ખાય છે અને સુખી થાય છે. પર્વો-તહેવારો વખતે આખા ગામમાં ભરપુર સુખડીની વહેંચણી થાય છે. શાળાઓના બાળકોને તથા ગરીબોને અવારનવાર સુખડી આપવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે જે સુખડીનો સ્વાદ અહિં આવે છે તે બીજે ક્યાંય પણ સારામાં સારો રસોઈયો પણ લાવી શકતો નથી. રોજની લાખો કીલો સુખડી બને છે પણ કાયમ તેનો સ્વાદ એક સરખો જ હોય છે. ચોખ્ખા ઘીની બનતી આ સુખડીની સુગંધ આહ્‌લાદક હોય છે ન ખાનારાઓ પણ પ્રસાદી તરીકે સુખડી અહિં આવી ખાતા હોય છે.

પુર્વાચાર્યો પ્રમાણ

જગદ્દગુરૂ શ્રીમદ્દ હીરવિજયસુરિ મહારાજાના સમયમાં અષ્ટોત્તરી શાંતીસ્નાત્ર તથા લઘુશાંતી સ્નાત્રની રચના થયેલ છે તેમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવે છે. સત્તરભેદી પુજા, બાર ભાવના, ધ્યાન દીપિકા, પ્રતિષ્ઠાકલ્પ આદિના રચયીતા શ્રીમદ્દ સકલચંદ્રજી ઉપાધ્યાયે પ્રતિષ્ઠા કલ્પમાં તેમને સ્થાન આપ્યું છે. વળી તેમના શિષ્ટ ગણિ વિમલચંદ્રજી મહારાજે એક્કોતેર શ્લોક પ્રમાણ શ્રી ઘંટાકર્ણ મહાવીર સ્તોત્ર બનાવ્યું છે. ચૌદસોને ચુમ્માલીસ ગ્રંથના રચયીતા શ્રીમદ્દ હરિભદ્રસુરિ મહારાજાના શિષ્યશ્રીએ જૈનધર્મની ઉન્નતી માટે ગુરૂના ઉપદેશથી તેમની ઉપાસના કરી હતી. પ્રતિષ્ઠિત મંત્ર કલ્પમાં ઘંટાકર્ણવીરની મંત્રયંત્રવાળી થાળી અને તેને સુખડી ધરાવવાની વિધિ આજ સુધી તપાગચ્છ જૈનોમાં પ્રવર્તે છે. અંજન – શલાકા… પ્રતિષ્ઠા વખતે ઘંટાકર્ણ મંત્રને સ્થાપન કરવામાં આવે છે. ધર્મકાર્યોમાં આવતા વિઘ્નોને અટકાવવા દેવોને આહ્યાહિત કરાય છે અને તે આહ્‌વાન સાંભળી તેઓ રક્ષા કરે જ છે. એકંદરે આપણા સંઘની-ધર્મની-સમાજની-સંસ્કૃતિની – દેશની રક્ષા માટે મુનિભગવંતો – સુસાધુભગવંતોએ દેવોની જ સહાય લીધી છે – લે છે અને લેવાના છે.

श्री घंटाकर्ण महावीर सिद्धिदायक चमत्कारिक मन्त्र

ॐ घंटाकर्णो महावीरः सर्वव्याधि-विनाशकः।
विस्फोटक भयं प्राप्ते, रक्ष-रक्ष महाबलः ॥1॥
यत्र त्व तिष्ठसे देव! लिखितो ऽक्षर-पंक्तिभिः।
रोगास्तत्र प्रणश्यन्ति, वात पित्त कफोद्भवाः ॥2॥
तत्र राजभयं नास्ति, यान्ति कर्णे जपात्क्षयम्‌।
शाकिनी-भूत वेताला, राक्षसाः प्रभवन्ति नो ॥3॥
नाकाले मरण तस्य, न च सर्पेण दृश्यते।
अग्नि चौर भयं नास्ति, ॐ ह्वीं श्रीं घंटाकर्ण।
नमोस्तुते! ऊँ नरवीर! ठः ठः ठः स्वाहा।।

जय श्री घंटाकर्ण महावीर

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– તિલકનું વિજ્ઞાન

– શ્રી બળિયાદેવનું મંદિર – પોર

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!