વાઢી શબ્દ મરાઠી શબ્દ બાઢમે (પીરસવું) ઉપરથી ઊતરી આવ્યો હોય તેવો અંદાજ છે.
🔰વાઢી એટલે નાળચાવાળું એક માટીનું પાત્ર. હવે તો વાઢી ધાતુની પણ આવે છે.
🔰વાઢી એટલે ઘી પીરસવાનું પાત્ર. એ માટીનું હોય કે ધાતુનું એમાં ખાસ કરીને પિત્તળનું હોય…
🔰માટીની વાઢી એટલે કુંભારના ઉત્પાદનો પૈકીનુ શ્રેષ્ઠ કળાનુ નિશાન..
🔰પિત્તળની વાઢી પર સરસ મજાનો મોર કે હંસલાનો આકાર બનાવી તેના પર ઝીણું નકશીકામએ કંસારાના ઉત્પાદનનુ શ્રેષ્ઠ નિશાન…
🔰અરે એ તો ઠીક પણ રસોડાના ઠામમાં પણ તેનાથી ઘી જેવુ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક પીરસણું થતું હોઈ અવલ્લ સ્થાને જ ગણાય..
🔰અરે વાઢીનુ સરસ કામ તો ભુલાય જ કેમ?
🔰લાડો લાડી કંસાર તો જમે પણ ઘી તો આપણી વાઢી જ પીરસેને?
🔰ઘરે મહેમાનોની પંગત પડી હોય, પિરસણ કરનાર નીકળી પડ્યા હોય, થાળીઓ-વાડકા મુકાયા પછી ચૂરમા-કંસાર…
🔰તેના પછી જે પિરસનારને તેની પાછળ પાછળ નીકળે તેના હાથમાં #ઘીની_વાઢી હોય.
🔰વાઢીના નાળચા વડે જ ઘીની ધાર થાય. ઘી ભાણામાં પીરસાય, ચૂરમાં-કંસાર-લાપસીના પ્રમાણમાં ઘીની ધાર પાડવી પડે.
🔰મહેમાનની સગાઇ પ્રમાણે વાઢી નમાવવી પડે. વેવાઇ હોય, જમાઇ હોય તો વાઢી નમાવી તે નમાવી…
🔰જમનાર હાથ લગાવે તો ઊંચી કરે તો જ ધાર બંધ થાય, બાકી વાસણની બહાર નીકળી જાય તો પણ અટકાવાય નહીં.
🔰વાઢી ઘીની સાથે ઘરધણીની ભાવના પણ વહાવે,
🔰ઘરધણીની ઉદારતાનું માપ વાઢીની નમણ ઉપર’…
🔰વાઢીની ધાર ઉપરથી પીરસનારની પરિસ્થિતિનો કયાસ નીકળે.
🔰વાઢીની ઝાઝી વપરાશ ખાસ કરીને પાટીદાર,રજપુત,રબારી,ભરવાડ,કોળી કોમમાં વધારે પડતો થતો હતો.
🔰જુના સમયના અનુભવી જમવા બેઠા હોય ત્યારે લાપસીમાં ખામણાં કરેને ઘરની સ્ત્રી ઘીની વાઢી લઈ ઘી પિરસે ત્યારે જમનાર કોઈને કોઈ વાત બનાવી વાઢીની ધાર પરથી જાણી જોઈ નજર ફેરવી લે..
🔰જમનાર હાથ આડો ન કરે ત્યાં સુધી વાઢીની ધાર ચાલુ રાખવી જ પડે તે ધારો હતો…
🔰આમ કેટલીકવાર તો સમજેય ન પડે કે લાપસીમાં ઘી છે કે ઘીમાં લાપસી..
🔰આમ મહેમાનની આંખ,પેટને મને ય ઠરે..
🔰આટ આટલે ય કોઈને કોલસ્ટોલ થતાં જાણ્યાં ય નહોતાં..
🔰એક વાત કહેવી રોકાતી નથી કે આજની પિરસનારી જમનાર વાઢીની ધાર પરથી જાણીજોઈ નજર હટાવે તો ધાર તરત જ રોકી દે છેને જેવી ધાર તરફ નજર કરે ત્યારે ફરી ચાલુ કરી દે છે.
🔰અમારે પટેલોમાં ઉનાળામાં ખેતીવાડીથી પરવારી ગામેતરે જતા.બધા સગાવહાલે જાય..
🔰બે બે દિવસ રોકાયને આમ દશ બાર દિવસ નીકળી જાય.
🔰 તેને કોઠો ચોપડો કર્યો કહેતા.. ધરાઈને પોતે ખાતાને ખવડાવતા ય ખરા…
🔰વાઢીએ પીરસાયેલ જણ ઝટ તુટે નહીં તેમ ઘી પી પીને રીઢી થયેલી આપણી વાઢી ય પછડાયે તુટે ય નહીં.
કહે છે કે …
🔰જ્યાં વાઢી ત્યાં તબિયત ટાઢી..
🔰જ્યાં વાઢી ત્યાં પગે ન પડે વાઢીયા..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આ પોસ્ટનો હેતુ જુની પુરાણી સમૃધ્ધ જીવનશૈલી રજુ કરવાનો છે.
આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- “દાયણ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 28
- “બારોટ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 29
- “ઘડીયાળ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 30
- “કુંભાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 31
- “સુથાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 32
- “ગોસ્વામી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 33
- “સંગઠનભાવ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 34