નવદુર્ગાનું નવમું સ્વરૂપ ✽ દેવી સિદ્ધિદાત્રી ✽

સિદ્ધગન્ધર્વયક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ ।
સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ॥

મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. તેઓ સર્વે સિદ્ધિઓને આપનારાં છે. માર્કંડેયપુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ-આ આઠ સિદ્ધિઓ હોય છે. બ્રહ્મવૈવર્તપુરાણના શ્રીકૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢારની દર્શાવવામા આવી છે. તેમના નામ
આ પ્રમાણે છે:

૧. અણિમા
૨. લધિમા
૩. પ્રાપ્તિ
૪. પ્રાકામ્ય
૫. મહિમા
૬. ઈશિત્વ, વાશિત્વ
૭. સર્વકામાવસાયિતા
૮. સર્વજ્ઞત્વ
૯. દૂરશ્રવણ
૧૦. પરકાયપ્રવેશન
૧૧. વાકસિદ્ધિ
૧૨. કલ્પવૃક્ષત્વ
૧૩. સૃષ્ટિ
૧૪. સંહારકરણસામર્થ્ય
૧૫. અમરત્વ
૧૬. સર્વન્યાયકત્વ
૧૭. ભાવના
૧૮. સિદ્ધિ

મા સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ સર્વે સિદ્ધિઓ પ્રદાન કરવા સમર્થ છે. દેવીપુરાણ મુજબ ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, તેમની અનુકમ્પાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું. આ જ કારણે તેઓ આ લોકમાં ‘અર્ધનારીશ્વર’ નામે પ્રસિદ્ધ થયા. મા સિદ્ધિદાત્રી ચાર બુજાઓવાળા છે. તેમનું વાહન સિંહ છે. તેઓ કમળ પર પણ બિરાજમાન થાય છે. એમના જમણી બાજુના નીચેના હાથમાં ચક, ઉપરવાળા હાથમાં ગદા તેમજ ડાબી બાજુના નીચેના હાથમાં શંખ અને ઉપરવાળા હાથમાં કમળ શોભાયમાન છે. નવરાત્રિ-પૂજનના નવમા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે સાધના કરનારા સાધકને સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે. સૃષ્ટિમાં કંઈ પણ તેના માટે અગમ્ય રહેતું નથી. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેનામાં આવી જાય છે.

Sidhdhidatri

પ્રત્યેક મનુષ્યનું એ કર્તવ્ય છે કે તે મા સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ નિરંતર કરે. તેમની આરાધના કરવા આગળ વધે. તમની કૃપાથી અનંત દુ:ખરૂપ સંસારમાં નિર્લિપ્ત રહીને સમસ્ત સુખોનો ભોગ કરતાં કરતાં તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.

નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી છેલ્લાં છે. અન્ય આઠ દુર્ગાઓંનીં પૂજા-ઉપાસના શાસ્ત્રીય વિધિવિધાન અનુસાર કરતાં કરતાં ભકત દુર્ગાપૂજાના નવમા દિવસે એમની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે. આ સિદ્ધિદાત્રી
માની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોની લૌકિક-પારલૌક્રિક સર્વે પ્રકારની કામનાઓની પૂર્તિ થઈ જાય છે; પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભકતના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી, જે તે પૂર્ણ કરવા માગે. તેની બધી સાંસારિંક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઉઠીને માનસિક રૂપે મા ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતાં અંને તેમના કૃપા-રસ-પિયુષનું નિરંતર પાન કરતાં કરતાં વિષપન્ભોગ-શૂન્ય થઈ જાય છે. મા ભગવતીનું પરમ સાનિધ્ય જ તેનું સર્વસ્વ બની જાય છે. આ પરમપદને પામ્યા બાદ તેને અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી જ નથી.

માના ચરણોનું આ સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે આપણે નિરંતર નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. મા ભગવતીનુ સ્મરણ, ધ્યાન, પૂજન આપણને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃતપદ તરફ લઈ જનાર છે.

યા દેવી સર્વભૂતેષુ માંઁસિદ્ધિદાત્રીરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
બીજ મંત્રઃ ह्रीं क्लीं ऐं सिद्धये नम:॥

? પ્રેષિત-સંક્લન:
મયુર.સિધ્ધપુરા-જામનગર

જો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

– નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- બ્રહ્મચારિણી

– નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ:- ચંદ્રઘણ્ટા

– નવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- કૂષ્માણ્ડા

– નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- સ્કન્દમાતા

– નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ:- કાત્યાયની

– નવદુર્ગાનું સાતમું સ્વરૂપ:- કાળરાત્રિ

– નવદુર્ગાનું આઠમું સ્વરૂપ:- મહાગૌરી

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!