નવદુર્ગાનું આઠમું સ્વરૂપ ✽ દેવી મહાગૌરી ✽

શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિઃ ।
મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા ॥

માં દુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે. તેમની આ ગૌરતાની ઉપમા શંખ, ચન્દ્ર અને મોગરાના પુષ્પથી અપાઈ છે. તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવેલ છે – ‘અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી.’ તેમનાં સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનું વાહન વૃષભ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભયમુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરૂ છે અને નીચેના ડાબા હાથમાં વરમુદ્રા છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે.

પોતાના પાવતીરૂપપાં તેમણે ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતુ. તેમની પ્રતિજ્ઞા હતી કે ‘વિપ્રેડહં વરદં શમ્ભું નાન્યં દેવં મહેશ્વરત’ (નારદ પાગ્ચરાત્ર). ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમણે ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો.

જન્મ કોટિ લગિ રગર હમારી।
બરઉં સંભુ ન ત રહઉં કુંઆરી।।

આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું. તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુતપ્રભા જેવા અત્યંત કાન્તિમાન-ગૌર થઈ ઉઠ્યાં. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું.

દુર્ગાપૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે. તેમની શક્તિ અમોઘ અને તુરંત ફળ આપનારી છે. તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ ધોવાઈ જાય છે. તેના પૂર્વસંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દૈન્ય-દુઃખ તેની પાસે ક્યારેય આવતાં નથી. તે સર્વે પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે.

મા મહાગૌરીનાં ધ્યાન-સ્મરણ, પૂજન-આરાધન ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે. આપણે સદાય એમનું ધ્યાન કરવું જોઈએ. એમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મનને અનન્યભાવે એક્નિષ્ઠ કરી મનુષ્યે કાયમ એમના જ પાદારવિંદોનું ધ્યાન કરવું જોઈએ. ભક્તોના કષ્ટો તે અવશ્ય દૂર કરે છે. તેમની ઉપાસનાથી આર્તજનોનાં અસંભવ કાર્યો પણ સંભવ થઈ જાય છે. માટે એમના ચરણોમાં શરણ પામવા આપણે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. પુરાણમાં એમની મહિંમાનાં પ્રચૂર આખ્યાન અપાયાં છે. તેઓ મનુષ્યોની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને અસત્યનો વિનાશ કરે છે. આપણે પ્રપિત ભાવે સદાય એમના શરણાગત બનવું જોઈએ.

યા દેવી સર્વભૂતેષુ માંઁમહાગૌરીરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
બીજ મંત્રઃ श्री क्लीं ह्रीं वरदायै नम: ॥

? પ્રેષિત-સંક્લન:
મયુર.સિધ્ધપુરા-જામનગર

જો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

– નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- બ્રહ્મચારિણી

– નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ:- ચંદ્રઘણ્ટા

– નવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- કૂષ્માણ્ડા

– નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- સ્કન્દમાતા

– નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ:- કાત્યાયની

– નવદુર્ગાનું સાતમું સ્વરૂપ:- કાળરાત્રિ

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!