Category: લોકવાર્તા
ધર્મ, અર્થ, કામ અન મોક્ષને સિધ્ધ કરવાના સાધનરુપ સુર્યદેવ ઝેકોળો કરી રહયો છે. ભગવાન શ્રીકૃષ્ણની વેણુના નાદે કાલીદીના કાંઠે વિહવળ થયેલી વ્રજનારીઓના ઉર જેવી ભોમકામાંથી વરાળું ઉઠી રહી છે. …
રાતા કમળની રજથી રોળાયેલા તળાવડીના પાણીમાં ઉઠતા તરંગ જેવા ઉગમણા આભારમાંથી ઉષાના તેજ કિરણો ત્રબંકી રહ્યા છે. ચંદન વૃક્ષોના વનમાં આળોટીને ઉઠેલા વસંતનો વાયુ વિહરી રહ્યો છે. વઢવાણ નગરનો …
અધરાત ભાંગી રહી છે. આજીના જળ જંપી ગયા છે. અંધકારના ઓળાઓ અવનીને આંટો લઈને અરુણના અજવાળાને અવરોધવા આડાશ ઉભી કરીને ઉંઘી રહયા છે. એવે ટાણે રાજેણાની રીયાસતનો સુવાંગ ધણી …
મુંબઈ માથે મંદાર પુષ્પની છડી જેવી ઉષા ઉગી ગઈ છે. અન્ય સ્ત્રીમાં આશક્ત થયેલા ઈન્દ્રની આંખ જેવો અરૂણ આભને ઝરૂખે ટલ્લા દઈ રહયો છે. ચંચળ લહેરોથી ઉછળતો સાગર ઘૂઘવાટા …
ધ્રાંગધ્રા ઉપર વિધાતાના તિલક જેવા સવારના સૂર્યના કિરણો રમી રહ્યાં છે. રાજમહેલના વિશાળ ઉપવનની વૃક્ષ ઘટામાંથી વૈશાખી કોયલના ટહુકા વેરાઈ રહ્યાં છે. રસભોગી મકરંદોના ગુંજને કળીઓ ખીલીને ફુલ બની …
આજે દેશમાં અને ગુજરાતમાં પરિવર્તનનો પવન સૂસવાટા નાખતો ફૂંકાઈ રહ્યો છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે સંયુક્ત કુટુંબો કડડભૂસ થવા માંડયા છે. વૃદ્ધાશ્રમો ઘરડાં મા-બાપના આશ્રયસ્થાનો બનવા માંડયા છે. …
સુમન સુવાસથી મઘમઘતી, યૌવનથી વિલસતા દેહવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, લાવણ્યમાં તરબતર થયેલા તનવાળી, પરવાળા જેવા અધરોષ્ઠે ઓપતી અંગનાની આંખમાં ઉઘડેલા રંગ જેવી ઉગમણા આભમાં ઉષાનો ઉજાસ ઉઘડી રહયો છે. …
રૂપેણ નદીના કાંઠે વાંકિયા (સાણો) નામનું નાનકડું ગામ આવેલું છે. વાંકિયાના ગામધણી ભાણ કોટીલો એની ડેલીએ મિત્રો અને બારોટ ચારણના ડાયરા ભરી બેઠો છે. ડેલીના ખાનામાં માળવાઇ અફીણના ગાંગડા …
સૌ ને બપોરા કરાવીને પાંચાળની ચોડી ભોમકા ઉપર સૂરજ મહારાજ સવારથી બપોર સુધીનો હિસાબ લખવા આકાશને અડીએ અટક્યા હતા…પોતાના છાંયડાને ખોળામાં લઇને, પાંચાળ મલકનાં આછાંપાછાં ઝાડવાં તડકાના પડાળને માથા …
error: Content is protected !!