શૂરવીર વેલાદાદા અને વાલાદાદા

આ પાળીયા વેલાદાદાના નામથી વેલાણી તથા વાલાદાદાના નામથી વાસાણી પરીવાર તરીકે પ્રખ્યાત થયો. એમ કેહવાય છે કે વેલાદાદાને એક બહેન હતા રગાઇ જેમના પુત્ર વેલાબાપા અને પુત્રી સતી માનબાઇ હતા અને તે મુજબ વેલાદાદા અને વાલાદાદા મામો ભાણેજ થાય.

કથા…. એક સમયે ભારત દેશ પર મોગલોનુ શાસન હતુ. તેથી હિન્દુ પર વધારે જુલમ થતો એ વખતે બાપાએ ૧૫૯૮ મા સ્થળાતંર કરી પંજાબ થી ગુજરાત આવ્યા ૩૨ પરીવાર સાથે આમ આવી વસ્યા. અમદાવાદની બાજુના વિસ્તાર મા ખેતી કરવા લાગ્યા પણ મુગલોનુ શાસન હોવાથી તકલીફ તો હતી જ જેથી ફરી વખત સ્થળાતંર કરવા વિચાર્યુ.

મોગલોના શાસન થી ત્રાસીત થયેલ હોવાથી આ વખતે કોઈ હિન્દુ શાસિત રાજયમા જવુ એવું વિચારેલ અને કચ્છમા હિન્દુ રાજાનુ શાસન છે તેવુ જાણવા મળેલ અને કચ્છ બાજુ રવાના થયા. ઇસ. ૧૬૧૦ ભચાઉ ગામની ભાગોળે આવી પહોચ્યા અને ત્યાના ગરાસદારોને મળ્યા વિસ્તાર થી વાત કહી તેથી હમદર્દી દાખવતા ખેતી માટે જમીન આપી ભચાઉ ની બાજુમા શિકારા ગામ વસાવેલ અને શાંતીથી જીવન નિર્વાહ કરતા.

આ સમય દરમિયાન એક દિવસ દરબારના દિકરાઓ નિશાનબાજી ના ખેલ ખેલતા પરંતુ તેમનાથી નિશાન નહિ લાગતા દાદા એ નિશાન તાકી બતાવેલ. આ વાત ની જાણ ગામમા દરબારો સુધી પહોંચી ને દરબારે દાદાની પરીક્ષા લેવા વિચાર્યુ ને નક્કી થયુ તે મુજબ વેલાદાદાએ આઇ રગાઇના માથા પર સોપારી રાખીને નિશાન તાકી બતાવેલ. બન્ને મામા ભાણેજ ની નિશાનબાજી થી દરબારોમા શંકા ફેલાઇ ગઈ તેઓ વિચારવા લાગ્યા કે આ પટેલો જો અહીં રેહશે તો આપણા માટે સારૂ ન કેહવાય ભવિષ્યમા તકલીફ ઊભી થાય ખરી. આ વિચારી આમને અહીથી કેમ કાઢવા તેની યોજના ઘડવા લાગ્યા.

આ બાબતમા તેમના સંબધીઓ જે કચ્છના લાખાડીના દરબારોની સહાય લેવાનુ નક્કી કર્યુ અને આ યોજના મુજબ દરબારોએ લુંટારૂએ સાથે સમજોતો કરીને ગામની ગાયો હાકી જવાની યોજના અમલમા મુકી. સાંજ સુધીમા ગામની ગાયો ઘરે પાછી નહી આવતા આ વાતની જાણ થતા વેલાદાદા અને વાલાદાદા ગાયોની વહારે થયા. જેવા દાદા રવાના થવા ગયા ત્યા તેમના ઘરનાએ પુછયુ તમે ફક્ત મામો ભાણેજ જ ગાયની વારે જાઊ છો લુંટારૂઓ જાજી સંખ્યા છે હશે તો શુ થશે? દાદાએ હિમ્મત આપી અમોને કહી નહી થાય અને થાય તો નિશાન આપીએ છીએ તે ઘટના ઘટશે તમારો ચુડલો ભાંગશે, ઘરનો મોભ તુટશે, ઘોડી પાછી ઘરે આવશે, ઘંટીના પડ તુટશે. આવા નિશાન આપી બન્ને જણ ગાય ની વહારે થયા.

તપાસ કરતા પશ્ર્ચિમ બાજુ દેશલપર આવ્યા ત્યા સમચાર મળ્યા કે ધ્રુબાઆ ડુંગર પાસે ગાયો આવેલ છે બન્ને દાદા ત્યા પહોચ્યા ને ત્યા ધીંગાણુ ખેલાણું અને લુંટારૂને ઢાળતા ઢાળતા અનેકને કાપી નાખ્યા અમુક ભાગ્યા થોડાક બચેલા શરણે આવ્યા અને સમજુતી કરવામા આવી. લુંટારૂએ કિધુ આ દરબારૂ ના કેહવાથી અમે ગાયો હાકી છે માટે અમારો વાંક નથી ત્યા જ કહુંબો લેવાની વ્યવસ્થા થઈ. મેહફિલ મંડાઈ તે વખતે હજામ અને લગાઓ એ પાછળથી વાર કરી ધાયલ કર્યા ને શુરાતન ચડતા તલવાર હાથમા લઈ લડાઈ લડી ને ઘાયલ થયા. ત્યારે એક રબારી ભાઇએ પાણી આપ્યુ અને પ્રાણ ઉડી ગયા.

ત્યાથી ઘોડી શિકારા આવી તેમજ નિશાની જે આપી તે સાચી થવા લાગી ગામમા સૌ ચિંતા મા પડ્યા. આ બાજુ ગાયની વહારે ગયેલ માણસો પહોંચી ગયા ત્યા ગાયો તેમજ મામો ભાણેજ ને શિકારા ગામ લાવ્યા ને ત્યા વિધી કરવામા આવી ત્યાર પછી આ પરીવારે શિકારા છોડી દેવાનુ વિચાર્યુ ને માનકુવા આવ્યા.

વિક્રમ સંવત ૧૬૯૦ ભાદરવા વદ ૧૪ને જ્યા વિરગતી પામ્યા તે સ્થળ ધ્રુબુઆ ડુંગર પર દાદાનુ સ્થાનક બનાવામા આવ્યુ. શિકારા ગામે વેલાસર તળાવ છે તે દાદાએ બંધાવેલ છે ને હાલ મંદિર પણ છે જે આ વાતની યાદ અપાવે છે

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!