વડવાઓના ગરાસ ખાતર બહારવટું ખેડી ધીંગાણામાં કામ આવનાર શૂરવીર વકતાજીની વાત

આજથી ૨૫૦ વરસ પહેલાં નાની લાખાણી નામનું ગામ જે જામનગર રાજમાં આવતું હતું. તેમાં આજનું દરબાર વાળું ફરી કહેવાય સે જેમાં અનેક શૂરવીર યોદ્ધાઓ થયાં અને સુરાઓ થયાં. એમાં કાયાજી ને ચાર દીકરા થયાં. વકતાજી ,નારાયણજી, જાલમસંગ અને અદાભી. એમાં મોટા દીકરા વકતાજી એ જન્મ થી જ તાકાત વાળા હતાં.

એક વખત નો પ્રસંગ સે જ્યારે તેમના નાના ભાઈ જાલમસંગ પોતાની વાડીએથી ચૌદ મણની ભારી ઉપાડી ઘરે આવ્યા ત્યારે ગામ લોકો તેમના વખાણ કરવા લાગ્યા હતાં ત્યારે તેમના મોટા ભાઈ વકતાજી દાદા એ કીધું કે આ તો હું એક હાથે ઉપાડી લવ ત્યારે ગામ લોકો કહેવા લાગ્યા કે આ મુશ્કેલ કામ સે. ત્યારે વક્તાજી દાદા એ ચોરા ઉપર ઊભા ઊભા જમીન ઊપર થી પોતાના એક હાથે ચૌદ મણની ભારી ઉપાડી લીધી ત્યારે ગામ લોકો કહેવા લાગ્યા કે આ માણસ માં કેટલું બળ હસે. પોતાના ભાયાતો મળીને કુલ ૧૨૦૦ વીઘા ના ગરાસ દાર હતા.

એક વખત દાદા ને ગામની બહાર જવાનું થયું ત્યારે તેમના કોઈક દુશ્મન ને તેમની જમીન ઊપર પોતાનો હક બેસાડી દીધો. જ્યારે દાદા ગામમાં પાછાં ફર્યાં ત્યારે આ વાવડ મળ્યા. ત્યારે દાદા એકલા દુશ્મનનો પાક ને પોતાના બેય હાથથી તલવાર ફેરવી દુશ્મનોના પાક ને બગડવા લાગ્યાં. ત્યારે દુશ્મનોએ ગામના વાળંદ ને મોક્લી હજામત કરતી વખતે પાછળથી દગો કરવાનું નક્કી કર્યું. પોતાના સડયંત્ર મુજમ વાળંદ જ્યારે દાદા પાસે આવ્યો ત્યારે દાદા એ હજામત કરવા નું કહ્યુ ત્યારે પાછળ થી દુશ્મનો ના એક માણસે ઘા કર્યો, પરંતુ દાદા બળુકા હોવાથી પોતાની પીઠ ઉપર ઘા જીલી લીધો

પોતે ઘવાયેલ હોવા છતાં ઊભા થઈ પોતાની તલવાર ના એક જ ઘા થી દુશ્મનો ના માણસ ને મારી નાખ્યો અને છેવટે ધીંગાણું ખેલાયું અને અનેક ને મારી વીરગતિ પામી પોતાના વડવાઓના ગરાસ પાછાં મેળવિયા. આજે પણ તેમની રણ ખાંભી અને પાદરમાં તેમનો પાળિયો પૂજાય છે.

આજ કુળમાં તેમના નાના ભાઈ નારાયણજી ના ઘરે રાણાજી જે રાજાના રસાલા માં હતા. એ સુરાપુરા તરીકે પૂજાય છે. આજ કુળમાં સિંઘવી માં આવ્યા હતા અને આજે પણ તે પૂજાય સે અને આ પરિવાર તેમને નીવેધ કરે સે. આજે પણ વકતાજી દાદા ના વંશજ મહિપતસિંહ માવુંભા જાડેજા અને નવલસિંહ મવુભા જાડેજા અને પોતાના નાના ભાઈ નારાયણજી દાદા ના વંશજ નટુભા સીવુંભા જાડેજા , હેમભા સિવુંભા,બટુક સિંહ સિવુંભા , મંગલસંગ સિવુંભા અને રૂપસંગ સિવુંભા પોતાના વડવાઓના ગરાસ ખેડી વટથી જીવે છે.

માહિતી સૌજન્ય-
જાડેજા ભગીરથસિંહ ઘનશ્યામસિંહ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!