વિકરાળબનેલી સિંહણ સામે બાથભીડનાર બે ભડવીર ભરવાડ

આજથી સાતેક પેઢી જેટલો સમય થયો છે. આ સત્ય ઘટના ને. ભાલ ની ધરતી છે અને બાવળીયાળી ની આસપાસ સિંહો ની થોડી ઘણી વસ્તી જોવા મળતી હતી એ સમયે.

આ ભાલની ધરતી એટલેકે સંત શ્રી નગાલાખા બાપાની તપોભૂમિ. નગાલાખાની પેઢીમાં જ એક સંત શ્રી પાંચાબાપા નામે તપોબળિયા સંત થય ગયા. પાંચાબાપા ગાયોને બહું હેત કરતાં અને આજ ગુણો પાંચાભગત મા જે ભાલ ની રણ જેવી ધરતી મા તુ હી ઠાકર તુ હી ઠાકર નો જાપ જપતા જપતા ગાયો ચારે અને સેવા કરે તેમ જ પોતે ગાયો ના ડોકે બાંધવાના કાંડા બનાવીને ગાયોને શણગારતા અને ઠાકર ની સેવા મા જીવન જીવતા.

એવામા એક દિવસ એમને સૌથી વધુ ગમતી ગાય ચરવા ગયેલી અને ઈ વગડા મા થોડી દુર વઈ ગયેલી. એવા મા બાવળ નીચે બેઠેલી એક સુવાવડી અને ભૂખી સિંહણે છંલાગ મારી ઈ ગાય નું મારણ કર્યું અને ગાય ના મારણ ની આ વાત પાંચાબાપાને ખબર પડતાં બાપા સિંહણ ના પણ ડર વિના પોતાની ગમતી ગાય માટે ઈ ગાય પાસે દોડી ગયા. અને આ ટાણે પ્રસુતિની પીડા એટલે એવા સમયે સિંહણ એક કાળ જાળ બની જતી હોય છે. અને પાછી ભુખી સિંહણે પાંચાબાપા ને જોતા જ પાંચાબાપા પર હુમલો કર્યો. અને એ હૂમલો પાંચાબાપા માટે પ્રાણઘાતક નીવડ્યો પરંતુ બન્યું એવું બાપા તો ઠાકર ના ભક્ત હતાં અને પોતે ગાય માટે સિંહણ સામા ગયેલા માટે પોતાના તપોબળના અને ઠાકર ભક્તિ ના કારણે સિંહણે પાંચાબાપા પર હુમલો કરયા બાદ સિંહણ ગાન્ડીતુર કાળ જાળ બની ગઈ. અને બાપાના પાર્થિવ દેહની આસપાસ ફરવા લાગી. અને આ વાત બાવળીયાળી તથા ફરતાં ગામો મા થવા લાગી અને જોતજોતામાં આ ખબર આખા ભાલ પંથકમાં પ્રસરી ગઈ.

ઘણા બધા સમાજના લોકો એકઠા થઈ ગયા પણ કોઈની હિંમત નહોતી કે વિકરાળ સિંહણ સાથે બાથ ભીડી શકે અને પાંચાબાપા ના દેહ ને લાવી શકે એવા સમયે હેબતપુર ગામ અને ગામ મા કાનમિયા આલગોતર રહે અને આ વાત ઈ બે કુંટુંબી કાનમિયા ભાયો ના કાને પડી અને આ વાત સાંભળ તાજ આગળ આવ્યા અને બાવળીયાળી ની સીમ મા પોગયા ત્યાં થી દુર ઈ વિકરાળ બનેલી સિંહણ ને જોઈને એક ભાઈએ બીજા ભાઈને કીધું કે ભાઈ હું સિંહણ સાથે બાથ ભીડી લઉં અને સિંહણને પકડી લઉં પછી તમે સિંહણને મારો આવું નક્કી કરી બંને ભાઈઓ કાળ સામા હાકલા પડકારા કરતા સિંહણ સામે જાય છે.

એક ભાઈએ હાથ ફરતો ધાબળો વીંટીને સિંહણ સામે દોટ મૂકી અને ગાન્ડીતુર બનેલી સિંહણે પણ છલાંગ મારી અને બંને બથામ્બથી આવી ગયા. અને અંતે ધાબળો વિટેલો હાથ સિંહણના મુખમાં નાખી તેની જજીભ ઈ ભરવાડે જાલી લીધી. બીજા ભાઈએ પણ મોકો જોયને સિંહણ પર વાર કરયો. અને સિંહણને મારી નાખી. પણ આતો કાળ સામે બાથ ભીડી હતી સિંહણ ને જે ભાઈ એ મોઢામાં ધાબળો વીંટેલો હાથ દીધો તો ઈ હાથ ધાબળા સહિત ઈ સિંહણ ચાવી ગઈ હતી. એટલે તેઓને તરત હેબતપુર ગામ મા લાવતા જ વચ્ચે વીરગતી પામ્યા હતા.

ત્યાર પછી પાંચાબાપાના પાર્થિવ દેહને બાવળીયાળી ગામે લાવીને સમાધિ આપવામાં આવે છે.. બીજા દિવસે પાંચાબાપાએ જે તે સમયના ગાદીપતિને સપના મા આવીને કીધું કે કાનમિયા ભાઈઓએ મારા માટે બલિદાન આપ્યુ છે. તેથી હવેથી બાવળીયાળી તેમજ હવે પછી નગાલાખાના વંશના જે ઠાકર દૂવારા બને તેના પાટવી શિષ્ય કે કોટવાળ કાનમિયાને બનાવજો અને નવમીના દિવસે ઉપવાસ છુટો કરવા મારી દોદળી નાત બેસે તે દિવસના પારણાં મારા કાનમિયા ભાઈઓના હાથે કરાવજો આવું કહ્યા બાદ આ વાત પર અમલ કરવામાં આવે છે. અને ત્યારથી માંડીને આજ સુધી ગોકૂળ આઠમના દિવસે રાત્રે પાઠ નવડાવા માથે પાટ ઉપાડીને તેમજ પારણાં છોડતા પહેલા કાનમિયા ભાઈઓના હાથે જ પીરસવાની શરૂઆત કરવામા આવે છે.

આવી રીતે કાનમિયા ભાઈઓ અને બાવળયાળીના નગાલાખાના વંશના ભગતોનો જૂનો નાતો અને સાંસ્કૃતિક પરંપરા ચાલી આવી છે.

હાલ સિંધુરથી ત્રબકતી ખાંભી બવાળીયાળી ગામે આ વાતની યાદ અપાવતી ઊભી છે

ફોટો માહિતી ગોપલભાઇ ભુરખી

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!