Tag: ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
રાક્ષસ પોતાના મંદિરમાં ચિંતામાં નિમગ્ન થએલો બેઠો હતો. પોતાની આવી દુર્દશા શાથી થઈ એનો વિચાર સદાના નિયમ પ્રમાણે તેના મનમાં ચાલતો હતો, “હું આવો અંધ કેમ બની ગયો ? …
ચાણક્ય પોતાની પર્ણકુટિકામાં સિદ્ધાર્થક સાથે વાતચિત કરતો બેઠો હતો. સિદ્ધાર્થકે હમણાં જ તેને એક નવી ખબર આપી હતી અને તે સાંભળીને ચાણક્ય કાંઈક આશ્ચર્યમાં પડી ગયો હતો. તેની મુખમુદ્રામાં …
અદ્યાપિ રાક્ષસે પાટલિપુત્રનો ત્યાગ કર્યો નહોતો, એટલું જ નહિ, પણ તે ધૈર્યથી પાછો પોતાનાં સ્ત્રી અને બાળકોને લઈને પોતાના જ ઘરમાં જઈ રહ્યો હતો. ચન્દનદાસને જે સમયે ચન્દ્રગુપ્તે છોડી …
શાકલાયન પોતે કાંઈ ચતુરતામાં ન્યૂન હોય, તેવો બ્રાહ્મણ હતો નહિ. પોતે સલૂક્ષસ અને મલયકેતુના દૂતનું કર્મ કરવા માટે તો ખાસ આવેલો જ હતો. પરંતુ એટલું જ કાર્ય કરીને ચાલ્યા …
મિત્રનો મરણસંકટમાંથી છૂટકો કરવા માટે રાક્ષસ મારી આજ્ઞાનો સ્વીકાર કરશે જ અને ચન્દ્રગુપ્તને મગધનો રાજા માનીને તેના મંત્રિ૫દને પણ વિભૂષિત કરશે.” એવી ચાણક્યને પૂરેપૂરી આશા હતી. પણ તે આશા …
શકટદાસના શબ્દોનો રાક્ષસના હૃદયમાં વજ્રાઘાત સમાન આઘાત થયો. ચન્દનદાસને છોડવી લાવવાનું વચન આપીને તેને તે વધસ્થાનમાં લઈ ગયો હતો. “મારાં સ્ત્રી અને બાળકો માટે વ્યર્થ તું તારો જીવ ન …
શકટદાસે માત્ર અત્યંત આશ્ચર્ય જ નહિ, કિન્તુ અવિશ્વાસ પણ દેખાડ્યો અને તે કહેવા લાગ્યો કે, “મહારાજાના અને તેના કુળનો વિધ્વંસ કરવાનો તેણે જે યત્ન કર્યો હતો તે તો સફળ …
રાક્ષસનું એ ભાષણ સાંભળીને ભાગુરાયણ થોડીક વાર ચુપ થઈને બેસી રહ્યો. એને શું ઉત્તર આપવું, તે તેને સૂજ્યું નહિ, પરંતુ “જો મૌન ધારી બેસી રહીશ, તો એ બધો અપરાધ …
પર્વતેશ્વરનું એ ભાષણ સાંભળીને રાક્ષસ તો કોપથી લાલ હીંગળા જેવો થઈ ગયો અને એકધ્યાનથી તેના મુખને તાકી રહ્યો. તેનો સંતાપ એટલો બધો વધી ગયો કે, બોલવાની પણ તેનામાં શક્તિ …
રાક્ષસને પ્રમુખ નીમવાની યુક્તિમાં ચાણક્યના મનનો હેતુ એટલો જ હતો કે, તેને એકવાર ગમે તેમ કરીને પણ તેના અજ્ઞાતવાસમાંથી બહાર કાઢવો અને ખુલ્લા મેદાનમાં લાવવો, ત્યારપછી તેની સારીરીતે ફજેતી …