Tag: લોકવાર્તા
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સીમાને સાંધતી ડુંગરમાળ વચ્ચે મા અંબાના બેસણાં. લાખો યાત્રીઓ ભાવપૂર્વક શ્રધ્ધા સાથે અવિરત આવતા રહે છે. જ્યાં કટાવ અને ઓગડનાથના ધર્મ સ્થાનકો લોકહૃદયમાં સદાય રમતા …
નિરાકાર નિરંજનમાં જ અમર જન્મને જોતા જોગીની ઘેધૂર આંખ જેવો આથમતો ભાણ ભગવો ઝંડો ફરકાવી રહ્યો છે. પુણ્યવતી ભગવતી ભાગીરથીની ધારા જેવો શેલ નદીનો જળપ્રવાહ અપ્રતિહત ગતિથી ગમન કરી …
મુંબઇના મહાસાગરના મોતી વીણવા બેઠો છું. સંશોધનના ખજાનામાંથી સો વર્ષ પૂર્વેનું એક સંભારણું સરી પડે છે. નેકબખ્ત નામ છે કાસમ મીઠા. એમના દાદાનું મૂળ વતન જામનગર જિલ્લાનું ભાણવડ ગામ. …
ભાઈશંકરભાઈ! ભલા થઈને મારી વાત માનો તો સારુ, બાંધી મુઠી લાખની ગણાશે. તમારી લાખ વાત માનવા તૈયાર છું પણ આ બાબતમાં તમે બોલશો મા. બોલવા જેવું છે એટલે તો, …
ડુંગરાની ગાળિયુંમાં ફાગણ મહિનામાં ખીલેલા ખાખરાની ડાળી માથે બુલબુલ આવીને બેસી જાય એમ મરુભોમ (મારવાડ)ની કન્યા મારવણી-મારુના અંગ માથે રૂમઝૂમતું જોબનિયું આવીને બેસી ગયું છે. અષાઢ મહિનામાં આકાશમાં વર્ષાના …
‘જશજીવન અપજશ મરન કરે દેખો સબ કોઇ કહાં લંકાપતિ લે ગયો કરણ ગયો શું ખોઇ’ ધંધુકા પરગણાનું સારીંગપુર ગામ, એટલે સંતનું ધામ. જ્યાં બહુબળીયા બજરંગ બલીના આઠેય પહોર બેસણાં. …
ગરવા ગોહિલવાડની ભોમકા માથે શેત્રુજો ડુંગર જેની માટે ચોવીસ તીર્થકરના બેસણાં હજારો યાત્રાળુઓનો વિસામો દિન દુખીયાનો આશરો. આવા પુનિત પહાડની તળેટીમાં આવેલા પાલીતાણા ગામે ભગવાન સુરજના તાતા તેજ પથરાઈ …
આખો દરિયો ધરી દીધા પછી પણ સૂરજ મા’રાજ ભાવનગરને ધખધખાવી રહ્યા હતા! શહેરની ઇમારતો અને રસ્તાઓ પર તડકો ત્રાડતો હતો એવે સમયે ભાવનગરની બહારના એક ફાર્મમાં ટ્રેક્ટર ગાજતું હતું. …
‘ને ક નામદાર, નેકીના કરનાર શેઠશ્રી કલ્યાણભાઇને માલૂમ થાય કે, ‘મને વારાહ સ્વરૂપની જગ્યા પાસે આવીને મળી જાવ. મારે તમારું ખાસ કામ છે, કાગને ડોળે વાટ જોઉં છું. તમે …
ધર્મ, અર્થ, કામ અન મોક્ષને સિધ્ધ કરવાના સાધનરુપ સુર્યદેવ ઝેકોળો કરી રહયો છે. ભગવાન શ્રીકૃષ્ણની વેણુના નાદે કાલીદીના કાંઠે વિહવળ થયેલી વ્રજનારીઓના ઉર જેવી ભોમકામાંથી વરાળું ઉઠી રહી છે. …