Tag: જોરાવરસિંહ જાદવ
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીના ગામડાંઓનું લોકજીવન આજે ઝડપી વિકાસના કેડે ચડીને યંત્રયુગની આંધિમાં ઉડાઉડ કરી રહ્યું છે. જૂના કાળે ભાંડ, ભવાયા, વાદી- મદારી, નટ- બજાણિયા, રાવણહથ્થાવાળા અને રામલીલા …
લોકવાણીમાં રમતી એક કહેવત રોજબરોજ સાંભળીએ છીએ ‘ભૂત મરે ને પલિત જાગે.’ આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે આ ભૂત અને પલિત છે શું? ભૂતથી ભય પામીને લોકહૈયાં પર …
એમ કહેવાય છે કે ધરતીનું મંડાણ થયું તે દિ’થી શક્તિપૂજા થતી આવી છે. કણમાંથી મણ અનાજ આપનારી ધરતીમાં કોઈ શક્તિ છે. કોઈ વિલસતું પરમ ચેતનતત્ત્વ છે તે અનેકવિધ સ્વરૂપે …
દિવાળીનું સપરમું પરબ રૂમઝૂમ કરતું વહી જાય, કારતક સુદ અગિયારસના તુલસીવિવાહનો લોકોત્સવ ઉજવાઈ જાય તી કેડ્યે લોકજીવનમાં વિવાડો ઉમટી પડે. ઢોલીડાના ઢોલ ધડૂકવા માંડે, શરણાયુંના સૂર વાતાવરણમાં નવો ઉછરંગ …
લોકવિદ્યાના મહત્ત્વના અંગોમાં લોકસાહિત્યની સાથે લોકસંગીતનો સમાવેશ થાય છે. લોકસંગીતનો વિનિયોગ ગીત અને નૃત્યમાં થાય છે. ગુજરાતમાં મેઘાણીભાઈથી માંડીને આજપર્યંત લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને વિવેચન થતું આવ્યું છે પણ …
ભારતીય પૂજાના પ્રકારોમાં નાગપૂજા અત્યંત પ્રાચીન ગણાય છે. આ નાગપૂજાની પરંપરાનું પગેરું છેક વેદકાળથી પણ આગળ જાય છે. શ્રી પી.જી. દેવરસ લખે છે કે વેદોના સમય પહેલાં પણ ભારતમાં …
ગોપ સંસ્કૃતિના વારસદાર સૌરાષ્ટ્રના ભરવાડો તરણેતરીઆ મેળામાં કે ગોકળ આઠમના વારપરબે હુડારાસ રમતા ગાય છે: સોનાની સાંકળે બાંધ્યો હિંચોળો આંબાની ડાળ રૂપાનાં કડાં ચાર વા’લો મારો હીંચકે રે આંબાની …
જૂના કાળે વિવિધ વરણના રહેઠાણ કે મહોલ્લા, વાડા, પાડા કે પોળોના નામે ઓળખાતા ૮૪ શાખમાં વહેંચાયેલા વાણિયાવાડાની ઓળખ લોકવાણીમાં આ રીતે અપાતી ઃ ‘નાજુક નાર ને ઘરેણાં ભારી, કાલી …
મોરલીના મઘુરા સ્વરે ફણિધર નાગને નચાવનાર ગારુડી (મદારી) મૂળે તો ભેરિયા ગારુડીના ચેલાના વંશજો ગણાય છે, પણ હકીકતે આ ભેરિયો ગારુડી જન્મે કંઈ મદારી નહોતો. એ તો હતો જેસલમેરના …
કહેવત છે ‘દુબળો જેઠ દિયરમાં લેખાય.’ જેમ સોળ શણગાર નારીના રૃપને નિખાર આપે છે એમ કહેવત ભાષાને શણગારે છે. કહેવત લોકબોલીનું સૌંદર્ય વધારે છે. ભાષાને સમૃદ્ધ કરે છે. વિશ્વની …