Tag: ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

27. આત્મબલિદાન – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

એ હાહાકાર એ વેળાએ મુરાદેવીને કલ્પાંતના હાહાકાર સમાન ભાસ્યો. તેના મનમાં એવી પૂરેપૂરી આશા હતી કે, “બરાબર અણીના અવસરે પહોંચીને હું મારા પતિના જીવનનું અને મારા સૌભાગ્યનું રક્ષણ કરી …

26. પતિ કે પુત્ર ? – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

રાજાનો નિશ્ચય ફેરવવા અને તેને આજે રાજસભામાં જતો અટકાવવા માટેના મુરાદેવીના બધા પ્રયત્નો નિષ્ફળ થયા. રાજા ધનાનન્દે તેનું કાંઈ પણ સાંભળ્યું નહિ. તેણે તો પોતાનો હઠ પકડી જ રાખ્યો …

25. ભત્રીજો કે પુત્ર? – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

અત્યારે ચાણક્યને શામાટે બોલાવવામાં આવ્યો છે અને નવીન બનાવ શો બન્યો છે, એ સઘળું સુમતિકાએ ચાણક્યને કહી સંભળાવ્યું હતું. મુરાદેવીના આજસુધીના વર્તનને જોતાં તેનું મન ખરી અણીની વેળાએ એકાએક …

24. નિશ્ચય ચળી ગયો – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

રાજા ધનાનન્દના સ્વપ્નનો સાર જાણતાં જ મુરાદેવીના શરીરમાં એકાએક કંપનો આવિર્ભાવ થતાં તેનું સમસ્ત શરીર તત્કાળ સ્વેદથી ભીંજાઈ ગયું, “રાજાને મારાં બધાં કાવત્રાંની જાણ થઈ ગઈ છે, અને તેથી …

23. ચિત્તની ચંચળતા – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ચાણક્યના જવા પછી મુરાદેવીના મનમાં પ્રથમ તો થોડીકવાર શાંતિ રહી. “ઘણા દિવસની, મહત્ત્વાકાંક્ષા નહિ, કિન્તુ વૈર વાળવાની ઇચ્છા હવે તૃપ્ત થશે અને મારા પુત્રને સર્વથા અન્યાયથી નાશ કરીને મને …

22. મુરાદેવીનું કારસ્થાન – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

પોતાની પ્રાર્થનાને માન આપીને રાજાએ આવતીકાલે રાજસભામાં આવવાનું કબૂલ કર્યું એથી અમાત્ય રાક્ષસના મનમાં ઘણો જ આનન્દ થયો. રાજા ધનાનન્દ એકવાર મુરાદેવીના અંત:પુરમાંથી બહાર નીકળે અને ક્ષણમાત્ર પણ તેનાથી …

21. અમાત્યે શું કર્યું? – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

સુમતિકે ! ગમેતેમ થાય, તો પણ આ વેળાએ પોતાના રાજાના જીવના સંરક્ષણ માટે તારા જીવને તું જોખમમાં નાંખીશ, તો તેમાં તારું આલોક અને પરલોક ઉભયલોકમાં ભલું થશે. ગમે તેમ …

20. ઈન્દ્રજાળ વિદ્યા – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

પોતાના પરાજય માટે પાટલિપુત્રમાં કેવા કેવા પ્રપંચોની રચના થતી હતી, તે અમાત્ય બિચારો જરાપણ જાણતો નહોતો. અમાત્ય જો કે ઘણો જ ચતુર અને સર્વદા સાવધ રહેનારો પુરુષ હતો, છતાં …

19. પ્રસ્તાવ – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

સેનાપતિ ભાગુરાયણ અને ચાણક્યનું પરસ્પર શું ભાષણ થયું અને પાસેથી સેનાપતિને શી નવીન માહિતી મળી, તે કાંઈ આપણાથી અત્યારે કહી શકાય તેમ નથી; પરંતુ સંગમના સામા તીરે જઈને ગુપ્ત …

18. અપરાધી કોણ? – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

અમાત્ય રાક્ષસ પોતાનાં બન્ને કાર્યોમાં જોઈએ તેવા યોગો આવી મળવાથી મનમાં ઘણો જ સંતુષ્ટ થયો. ચન્દ્રગુપ્ત ખરેખર કોણ હશે, એ વિશે તેના મનમાં જે સંશય હતો, તે પણ દૂર …
error: Content is protected !!