ગરવો ગીરનાર એટલે નવનાથ અને ચોરાશી સિધ્ધોની ભૂમી, ગુરૂદ્ત્તની સાથે અનેક તપસ્વીયો ના આસન આ ભૂમીમાં મંડાળા છે. આ ગેબી ગીરનારનાં ખોળામાં જુનાગઢ ભવ્યનગર. અહીં મહાદેવ ભોળાનાથ ભવનાથ દાદા, દામોદર રાયજીએ બીરાજી આ ભૂમીને પાવન કરી છે. ભક્તકવિ નરસીંહ મેહતાની પણ આ નગરી કર્મભૂમી રહી છે. આ જુનાગઢ શહેરમાં ભગાવાન સ્વામિનારાયણ સાથે રાધારમણદેવ અને દેવાધિદેવ શ્રી સિધ્ધેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર સ્વામીનારાયણ ભગવાનની ઇચ્છાથી પુજય પાદ શ્રી બ્રહ્મમાનંદ સ્વામી તેમજ અનેક હરિભક્તોના દિવ્ય સંક્લ્પનું સાકાર પરીણામ છે.
જુનાગઢના જવાહર ચોકમાં આવેલ આ ભવ્યતીભવ્ય મંદિર બ્રહ્માનંદ સ્વામી ઉર્ફે લાડુદાનજી આશીયા ખાણગાવ શીરોહી રાજસ્થાન દ્રારા નિર્મીત થયેલ છે. સોરઠમાં ઉતમકોટીના હરિભક્તોનું સ્વામીનારાયણ સંપ્રદાયમાં આગવુ નામ છે. જેમાં જીણાભાઇ ગગાભાઇ નામના એક ભક્ત હતાં. જીણાભાઇને રાત દિવસ શ્રીહરિની મૂર્તી વિસરતા નહીં. સાથે પર્વતભાઇ, રાજાભાઇ, ભીમભાઇ, જેઠાભાઇમહેર, ગોરધનભાઇ, હિરાભાઇ, તેમજ માણાવદરના જે જે હરિભક્તો હતાં તે સ્તસંગની મૂર્તી સમાન હતા. શ્રી હરિના વચન પ્રમાણે વર્તતા. શ્રી હરિ સ્વામિનારાયણગઢપુરમાં ઉતમ રાજાના ભવનમાં સોરઠના ભક્તોનાં નિર્મળમન, વિશ્વાસીપણું, સત્સંગમાં દ્રઢતા વગેરે ગુણોની પ્રશંશા કરેલી હતી.
જુનાગઢનાં નવાબની પણ શ્રીહરિ પ્રત્યે ઉંચી સમજણ હતી. નવાબ કહેતાકે મદ્ય, માંસ, ચોરી જેવા પાપો તેમને માનનારા લોકો કરતા નથી, એ પણ તેમનો મોટો પ્રતાપ છે. પાપ ત્યજે અને ગમે તેવી સિધ્ધીઓ દેખાડે તો પણ તેને પયગંબર કેહવાય નહિં. ભગવાન શ્રીહરિ સ્વામીનારાયણ કરામત ન દેખાડે તો પણ તેમનામાં બધી કરામત રહી છે. એમ હું માનુ છું. આખી ભૂમીનું રાજ તેમને કોઈ દે તો પણ તેમને લેવાનો લોભ કરે નહિં. ચૌદ લોકના સુખને પણ વિષ સમાન દેખે છે. સ્ત્રી તેમના માટે માતા અને શક્તિ તુલ્ય છે. વસન ભૂષણમાં તેમને પ્રિતી નથી. આ પ્રમાણે શ્રી હરિ પ્રત્યેનો પુજ્યભાવ પ્રગટ કર્યો. જુનાગઢમાં શ્રીહરિ પધારેલા તે સમયે નાગરોએ નવાબને ઘણી કાન ભંભેરણી કરી હતી, પરંતુ નવાબ તેમાં લેવાયા નહિ. શ્રીહરિ જુનાગઢ પધાર્યા ત્યારે પાખંડ રૂચિના જે સિધ્ધો હતા તે સૌ ગિરનારમાં ભાગી ગયા. નિઃદંભી સંતો હતા તેમને માન્યું કે અનંત જ્ન્મના ફ્ળ્યા તે શ્રીજી દર્શન દેવા પધાર્યા છે.
નવાબે તેના નાગર દીવાન વતી શ્રીજીની પુજા કરાવી તથા ભવ્ય સ્વાગત કર્યુ. તેઓ શ્રીજીને કેહતા કે ભગવન આપે અમારો હાથ ગ્રહ્યો છે તે ક્દી છોડતા નહીં. અમારી જ્ઞાતી ખળમાં ખળ છે. તેને તમે સત્સંગ કરાવ્યો. નરસિંહ મેહતા ભક્ત થયા તેને પણ આમારી જ્ઞાતી બહાર કર્યા. કોઇ પણ ભક્ત નાગરમાં થાય તેને સૌ ભેગા થઇને ડારાવે છે. જેથી કોઇ સ્તસંગ કરતુ નથી. અને હરિથી વિમુખ રહીને મરે છે. શીવજીની ભકતિ સૌ કર છે પરંતુ ભગવાનનું નામ સુધા પણ લેતા નથી.
સ્વામીનારાયણ ભગવાન જુનાગઢમાં પધાર્યા ત્યારે દ્રેષી લોકોએ અનેકેન પ્રયાસ કરી નવાબને તેમના વિરુધ્ધ ઉષ્કેર્યા. પરંતુ ઉશ્કેરણી સદંતર નિષ્ફ્ળ ગઇ. પ્રસંગ એવો બન્યો કે પ્રભુના દર્શન કરવા જુનાગઢ શહેરમાંથી માણસો ઉમટ્યા. નાના, મોટા, વૃધ્ધો, બાળકો સૌ કોઇ રસ્તા પર આવી ગયા છે.ત્યાં કોઇ કાક્ડીનું ગાડુ વેંચવા માટે પસાર થયું. નાના બાળકને તેના પીતાએ કાક્ડી લાવી આપી. આ બાળકના હાથમાં કાક્ડી હતી અને નજર સ્વામિનારાયણ ભગવાન સામું હતી. સ્વામિનારાયણ ભગવાન સામે આ છોકરો જોયાજ કરે છે. કેટલાક લોકો હાર પેહરાવે છે, પુષ્પ આપે છે આ બાળક આ બધું નિહાળે છે. તેના મનમાં પણ ઉર્મી જાગી એટલે તે ભીડ વચ્ચે જઇને માથા ભરાવી ભગવાનની નજીક જઇ ઉભો રહ્યો. એને પણ પોતાની કાક્ડી ભગવાનને આપવી હતી. ભગવાન માણકી નામની ઘોડી ઉપર અસવાર હતા.
બાળક માણકીની બાજુ બાજુમાં ચાલે છે ને હાથ ઉચો કર્યો. ભગવાન ભક્ત વત્સલ છે. પ્રભુ ભાવનાના ભુખ્યા છે. શ્રીજીની દ્રષ્ટી આ બાળક ઉપર પડી અને તેમના હાથમાંથી કાક્ડી લઇ લીધી. બાળક હજુ ખસતો નથી, જોડે જોડે ચાલે છે. એને બીક છે કે આ બધા ભક્તો ભેટ આપે છે અને ભગવાન બીજાને આપી દે છે. તેમ મારી કાક્ડી બીજાને હમણાં જ આપી દેશે. પ્રભુ એના મનનાં સંકલ્પ જાણીને ભરી અસ્વારીએ, હજારો માણસો જ્યાં દર્શન કરતા હોય, ગુલાલ ઉડતો હોય, વાજીંત્રો વાગતા હોય, જય જયકાર થતો હોય અને બાળક્નાં મનને રાજી કરવા સ્વામિનારાયણ ભગવાન કાક્ડી આરોગવા લાગ્યા. શ્રીજી કોઇની દરકાર કર્યા વગર, કોઇની ચિંતા કર્યા વગર ,બાળકના મનને રાજી કરવા સ્વામિનારાયણ ભગવાન કાક્ડી આરોગવા લાગ્યા. ભગવાન કોઇની દરકાર કર્યા વગર, કોઇની ચિંતા કર્યા વગર, બાળક્નું ભકતિરસથી ભરેલુ મન પ્રસન્ન કરવા ભગવાને કાક્ડી મુખે લગાડી અને ઇર્ષ્યાળુ વ્યક્તિઓએ નવાબને કહ્યું, નવાબ જુઓ, જુઓ તમે કહો છો સ્વામિનારાયણ ખુદા છે. આટલા બધા માણસો વચ્ચે કાક્ડી જમ્યા કરે છે. તુચ્છ વસ્તુ કાક્ડી કોઇની દરકાર કર્યા વગર આરોગે છે અને તમે કહો છો ખુદા છે!
નવાબે પોતાના રાજમહેલના ઝરુખા માંથી જોયુ કે ભગવાન કાક્ડી આરોગે છે. નવાબ કહે મારે નીચે ઉતરવુ છે. સ્વામિનારાયણના ચરણમાં જઇ મારે બંદગી કરવી છે. કારણકે મને ખાતરી થઇ ગઇ કે સ્વામિનારાયણ ખુદા છે. આટલા માણસો જય જયકાર કરે છે. આ બધાની વચ્ચે બેસીને કોણ ખાઇ શકે! કાં તો ગાંડો માણસ ખાઇ શકે અને કાં તો ખુદાજ ખાઇ શકે. ખુદાને કોઇની પડી ન હોય એ તો મુહ્બ્બત અને ભાવનાના ભુખ્યા છે. નવાબે સ્વામિનારાયણ પાસે આવી નમસ્કાર કર્યા.
જીણાભાઇના ભવનમાં પ્રભુએ નિવાસ રાખ્યો. મહાપ્રભુ ભવનાથ મહાદેવ તેમજ હાટકેશ્વર મહાદેવના દર્શને પધાર્યા. ત્યાં અનેક નાગરોને ધણી ધણી દક્ષિણા આપી. શ્રીજી મહારાજ જીણાભાઇ ને ત્યાં આવીને કહે કે જીણાભાઇ! હવેતો તમે ખુશ થયાને? મહારાજ! મારા મનનો એક સંક્લ્પ બાકી રહી જાય છે. અમદાવાદ, મૂળી, વડતાલમાં જે તમે મંદિરો કર્યા છે, એ પ્રમાણે મહારાજ મારા મનની ઇરછા છે, આપ જુનાગઢમાં પણ એક સુંદર મંદિર તૈયાર કરાવો. મારો આ દરબાર ગઢ આખો સમર્પી દઉ. તથાસ્તુઃ સ્વામિનારાયણ ભગવાને હા પાડી બ્રહ્માનંદ સ્વામીને કહયું સ્વામી આ કામ તમારે ઝડપી લેવાનું છે. સ્વામી એ હા પાડી. કવિરાજ બ્રહ્માનંદ સ્વામીએ જુનાગઢમાં પોતાની ઝોળી ભરાવી. સોરઠના હરિભક્ત સતસંગીઓને એક્ઠા કરી મંદિરનું કામ ચાલુ કરાવ્યું.
નવાબ સરકારને સ્વામી અવાર નવાર મળવા જતા. એકવાર નવાબે બ્રહ્માનંદ સ્વામીની આગળ કહ્યુ કે મે સાંભળ્યું છે કે તમારી કવિતા અજબની છે.અને બ્રહ્માનંદ સ્વામી એ ‘રાજ ભયો કહાં કાજ સર્યો’ સવૈયો સંભળાવ્યો. સ્વામી કહે છે કે રાજા થયા એટલે કાંઇ કામ થયુ નથી કામતો ભકતિ કરો પછી પુરુ થાય. નવાબ કવિતાનો ચાહક હતો. વાહ બ્રહ્માનંદ વાહ ! સુંદર કાવ્ય સંભળાવ્યું ! બ્રહ્માનંદજી મારા નામની એક કવિતા કરી આપો તો હું આ સ્વામિનારાયણ ભગવાનનું આખું મંદિર મારી તીજોરી માંથી કરી આપું. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે આ મુખ શાકર ચાવવા માટે છે, કોલસા ચાવવા માટે નહિં. આ જીભ છે એ ઇશ્વરના ગુણ ગાવા માટે છે રાજા મહારાજાના ગુણ ગાવા માટે નહિ. જેને મોક્ષ જોઇતો હોય તેને કોઇ દહાડો માણસની સ્તુતી ન કરવી. સ્તુતીતો પરમાત્માની જ કરવી. માણસની સ્તુતી કરવી કોલસા ચાવવા બરોબર છે. મારી સામે આવો સચોટ જવાબ આપનાર કોણ હોય! બ્રહ્માનંદ તો ઓલીયો છે. ઓલીયો એટલે સિધ્ધપુરૂષ! મારી સામે આવો સ્પષ્ટ જવાબ બીજા કોઈ સામાન્ય માણસો આપી ના શકે. છતા પણ નવાબે કહ્યુ કે હું જુનાગઢ મંદિર નિર્માણમાં સેવા આપીશ. બ્રહમાનંદ સ્વામી કહે, તમારે લાયક સેવા હશે તો જરૂર જણાવીશ. બાકી રાજ્યની તીજોરીનાં પૈસા અમારે નથી જોઇતા. અમારા મંદિરો જે બન્યા છે અને હવે જે બનશે તે સત્સંગીઓના પ્રેમથી અને સમર્પણથી જે કાંઇ મળે તેનાથી બનશે. બાકી સતાધારીઓ ની સંપતિની આવશ્યકતા નથી.
ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજતા હતા, ત્યાં જુનાગઢથી બ્રહ્માનંદ સ્વામીનો પત્ર આવ્યો કે હે દયાળુ ! આપ જુનાગઢ પધારો અને દેવ પ્રતિષ્ઠા કરો. આપની ઇરછા પ્રમાણે રાધારમણદેવ અને સિધ્ધેશ્વર મહાદેવની મૂર્તીઓ બહું સુંદર તૈયાર કરાવી છે. શ્રીજી મહારાજે મુહૂર્ત જોવરાવ્યું. ઇ.સ. ૧૮૮૪ વૈશાખ વદ બીજના શુભ દિવસે શ્રીજી મહારાજે હજારો ભક્તો અને સંતોના મોટા સમુદાય વચ્ચે જુનાગઢમાં રાધારમણદેવ અને સિધ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી. આરતી ઉતારી. રાધારમણદેવનો મહિમા કહ્યો. સોરઠના સતસંગીઓને કહ્યું કે હે ભક્તજનો ! તમેં અહીં આવજો રાધારમણદેવના દર્શન કરજો. અમે અહીં આ સ્વરુપે બીરાજશું.
ગોપાળાનંદ સ્વામીનું પણ વરદાન છે કે જુનાગઢમાં સિધ્ધેશ્વર મહાદેવની સમક્ષ જે કોઇ મહા પુજા કરે-કરાવે છે તેના સક્ળ મનોરથ પરિપૂર્ણ થાય છે. તે સમયે ગોપાળાનંદ સ્વામીએ મહાપુજાના બે રૂપીયા ઠેરાવ્યા હતા. હાલ મોંધવારી પ્રમાણે સમયોચિત પંદર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જેનો અનેક ભક્તજનો લાભ લે છે.
दुहो
पारवति पति अति प्रबल, विमल सदा नरवेश ।
नंदि संग उमंग नीत, समरत जेहि गुन शेष ।।
छंद त्रिभंगी
समरत जेहि शेषा, दिपत सुरेशा, पुत्र गुणेशा, निज प्यारा ।
ब्रह्मांड प्रवेशा, प्रसिध्ध परेशा,अजर उमेशा, उघ्धारा ।।
बेहद नरवेसा, क्रत सिर केशा,टलत अशेषा, अधरेशा ।
जयदेव सिध्धेशा, हरन कलेशा ,मगन हमेशा, माहेशा ।।1।।
भक्तन थट भारी, हलक हजारी ,कनक अहारी, सुखकारी ।
सिर गंग सुंधारी, द्रढ ब्रह्मचारी, हरदुख हारी, त्रिपुरारी ।।
रहे ध्यान खुमारी, ब्रह्म विहारी, गिरजा प्यारी, जोगेशा ।
जयदेव सिध्धेशा, हरन कलेशा, मगन हमेशा, माहेशा ।।2।।
कैलाश निवासी, जोग अध्यासी, रिध्धि सिध्धि दासी, प्रति कासी ।
चित व्योम विलासी, हित जुत हासी, रटत प्रकासी, सुखरासी ।।
मुनि सहस्त्र अठयासी,कहि अविनासी, जेही दुख त्रासी, उपदेशा ।
जयदेव सिध्धेशा, हरन कलेशा, मगन हमेशा, माहेशा ।।3।।
गौरीनीत संगा, अति सुभ अंगा, हार भुजंगा, सिर गंगा ।
रहवत निज रंगा, उठत अवंगा, ज्ञान तरंगा ,अति चंगा ।।
उर होत उमंगा, जयक्रत जंगा, अचल अभंगा, आवेशा ।
जयदेव सिध्धेशा, हरन कलेसा, मगन हमेसा, माहेशा ।।4।।
नाचंत नि:शंका ,मृगमद पंका, घमघम घमका, घुघरू का ।
ढोलु का धमका, होव हमका ,डम डम डमका, डमरु का ।।
रणतुर रणंका, भेर भणंका, गगन झणंका, गहरेशा ।
जयदेव सिध्धेशा, हरन कलेशा, मगन हमेशा माहेशा ।।5।।
मणिधर गल माळा ,भुप भुजाळा, शिश जटाळा ,चरिताळा ।
जगभुल प्रजाळा, शुळ हथाळा, जन प्रतिपाळा, जोराळा ।।
दंग तुतिय कराळा, हार कुणाळा, रहत कपाळा, राकेशा ।
जयदेव सिध्धेशा, हरन कलेशा, मगन हमेशा, माहेशा ।।6।।
खळकत शिर निरा, अदल अमिरा, पिरन पिरा, हर पिरा ।
विहरत संग विरा, ध्यावत धीरा, गौर सरीरा, गंभीरा ।।
दातार रधिरा, जहाज बुध्धिरा, कांत सिध्धिरा, शिर केशा ।
जयदेव सिध्धेशा, हरन कलेशा, मगन हमेशा, माहेशा ।।7।।
नररुप बनाया, अकळ अमाया, कायम काया, जगराया ।
तनकाम जलाया, साब सुहाया, मुनिउर लाया, मनभाया ।।
सिध्धेसर छाया, जनसुख पाया, मुनि ब्रह्म गाया, गुण लेशा ।
जयदेव सिध्धेशा हरन कलेशा, मगन हमेशा माहेशा ।।8।।
? छप्पय ?
जय जय देव सिध्धेश, शेष निश दिन गुण गावे ।
दरश परस दुखदुर, सुरजन अंतर लावे ।।
अणभय अकळ अपार, सार सुंदर जग स्वामी ।
अगणित कीन उध्धार, नार नर चेतन धामी ।।
नररूप मुर्ति नवल, नहि शंख्या जेहि नाम की ।
कहे ब्रह्म मुनि बलिहारी मे, शिध्धेशर जग सामकी ।।
~ *ब्रह्मानंद स्वामी उर्फे लाडुदानजी आशिया*
શીવ-સ્તુતિ સાભારઃ કવિશ્રી નરપતદાન આશિયા-વૈતાલિક
પોસ્ટ-સંદર્ભઃ સત્સંગ સેતુ પુસ્તકમાંથી
સંકલન-ટાઇપઃ મયુર સિધ્ધપુરા-જામનગર
9725630698
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ
– શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ
– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા
– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી
– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ
– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો