વીર પુરૂષ પનરાજજી ભાટી

એક એવો વીર પુરૂષ જે ગૌરક્ષક તરીકે પુજાઇ છે જેમના પાળીયા જેસલમેર છે તો બીજા પાકિસ્તાન ના બહાવલપુર મા છે જ્યા બંડીયા પીર કા મોડીયા પીર તરીકે ઓળખાય છે તેમના ધર્મ ની બહેન અને બ્રાહ્મણોની ગાયો માટે બાર કોષ સુધી વગર મસ્તકે લડવા વાળો ગૌરક્ષક વીર પનરાજ જી ભાટી જેમના અડીખમ ખાંભીઓ આ ઇતિહાસ ની સાક્ષી પુરતી ઊભી છે

રાજા વિજય લાંજા જેમને ઉતર ભડ કિવાડની પદવી મળી હતી. જેમના દ્વિતીય પુત્ર રાહડજી ( રાવલ ભોજદેવ ના નાના ભાઇ ) રાહડજીના ભુપતજી ભુપતજીના અરડકજી ને અરડકજીના કાંગણજી અને કાંગણજી અને દેવકુવરના પુત્ર રૂપે વીર પનરાજ જી નો જન્મ ૧૩મી સદી ના અંતમા થયો. પનરાજ મહારાવલ ધડશીને સમકાલીન હતા ને તેમના સલાહકાર પણ હતા. પનરાજે ૧૩૭૮ બંગાલ અભિયાન મા ભાગ લઈ ગઝની બુખારાના બાદશાહ નો એકકાની સાથે મલલ્કુસતીમા એના હાથ ઉખાડી નાખ્યા હતા જેમને ઉપર ખુશ થઈ ધડશીને ખીતાબ દિધો.

મુળ પાત્ર તરફ જતા એક દિવસની વાત છે. કાઠોડી ગામમા પનરાજ જીએ ધર્મની માનેલ પાલીવળ બ્રાહ્મણ બહેન રહેતી હતી. પનરાજજી એક દિવસ ધર્મની બહેન ને મળવા કાઠોડી જાય છે. એમને જોયુ મુસ્લિમો ત્યા ખુલ્લે આમ લુટ કરતા હતા અને ગાયને ઘર ધરથી બહાર કાઢી લઈ જતા હતા. આમ લોકોને હેરાન અને રોતા કકળતા જોઈ ને તેમની ધર્મ ની બેનને રોતી જોઈ તેની ભૃકુટી બદલાઇ, ક્રૌધ ચડયો આંખોમા અંગારા ઝરવા લાગ્યા ને પનરાજ જીએ ત્યાના લોકો અને બહેન ને વચન આપ્યુ કે હુ તમારી બધી ગાયો અને લુટનો સામાન પાછો લઈને આવીશ પણ એમની બ્રાહ્મણ બેને પનરાજીને જવાની ના પાડી.

રોકવા માટે ઘણી કરગરી પણ આતો ક્ષત્રિય ની પરીક્ષા હતી અને પનરાજ જેવો વીર નર કેવી રીતે પાછો વળે ને પનરાજ તેમના નવલખા ઘોડા પર સવાર થઈ દુશ્મન માર્ગ તરફ હાલ્યા અને જોત જોતા યવનનો ભેટો થયો ને લોહીની તરસી પનરાજ ની તલવાર દુશમન નો દાટ વાળતી હતી. એકલો વીર ઝઝુમી રહ્યો છે પણ સીચાણો બાજ ચકલા ની માથે ઝપટ કરે એમ દુશ્મન પર પનરાજ ત્રાટકી રહ્યો છે ને આ જોઈ દુશ્મન મા ભાગદોડ થઈ ને મોત ભાળી ગાયોને મુકી ભાગવા લાગ્યા. પનરાજ બધી ગાયોને છોડાવી વિજય થઈ પાછા આવતા હતા. તેની બહેન તેનો ભાઈ વિજય થયો એની જીતથી ગાંડીઘેલી થઇ પણ વિધાતાએ લખેલ ને કોણ મિથ્યા કરી શકે કુદરત ને જુદુજ મંજૂર હતુ.

ગામ તરફ એકલા આવતા પનરાજ જી ને પાછળથી છળ કપટથી એક તૃર્કે પનરાજ જીની ગરદન માથે ઘા કર્યો ને માથું ધડથી અલગ થયુ પણ આ શુ પનરાજ નુ ધડ બે હાથમા તલવાર લઈ શત્રુઓ માટે પ્રલય સાબિત થયુ. દુશ્મનનો દાટ વાળતુ ધડ બાર કોષ સુધી બહાવલપુર પાકિસ્તાન સુધી જતુ રહ્યુ ને વીર પનરાજ ની તલવાર જાણે હજુ લોહીતરસી હોય એમ ઝપટે ચડે એનો દાટ બોલાવે છે. તુર્કો અલ્હા યા અલ્લાહ તોબા પોકારી ગયા પણ ધડ હજુ ધીંગાણુ મેલતુ નથી પણ કોઈ બુઝર્ગ માણસે ગળી નાખવાનો ઉપાય કિધો ને પનરાજ ના શરીર પર ગળી છાંટી ને શરીર ઠંડુ થયુ ને ધડ ધરતીના ખોળે સમાઈ ગયુ.

આજે બહાવલપુર મા જ્યા ધડ પડયુ ત્યા પનરાજ નુ સ્મારક સ્થાન છે. જ્યા મુસ્લિમ તેમને મોડીયા પીર કે બંડીયા પીર તરીકે માને છે. આવો નરવીર ગૌરક્ષક બ્રાહ્મણની ગાયો માટે ક્ષાત્ર ધર્મનુ પાલન કરતા વીરનરને સાઝે એવા મોતને વરી સ્વર્ગ ની વાટ પકડી

મહારાવલ ધડશીને જેસલમેરની ગાદીએ બેસડવામા પનરાજજીની મુખ્ય ભુમીકા હતી. ધડશીએ પનરાજ નુ સન્માન કરતા સોનાર ગઢની ઉતરમા સુળી ડુંગર પર પનરાજ દેવસ્થાન બન્યુ છે.

રાહડ ભાટમા પનરાજ જીએ એક તળાવ ગળાવ્યુ. જ્યા એમનુ માથું પડ્યુ હતુ જે આજે પનરાજસર તળાવ છે જ્યા તેમની પાળીયા કે મુર્તિ સ્વયં પ્રગટ થઈ છે. ત્યા બીજા અનેક શુરવીરોના પણ પાળીયાઓ ઊભા છે

ભાદરવા મા અને માહ માસમા દર વર્ષ ભવ્ય મેળો ભરાઇ છે ને આ વીરના બલિદાન ને યાદ કરવા હજારો માણસોની મેદની ઉમટે છે…. ૨૦૦૯ ની પોસ્ટ માથી
જય પનરાજ જી

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!