પિણ્ડજપ્રવરારૂઢા ચન્દકોપાસ્ત્રકૈર્યુતા ।
પ્રસાદં તનુતે મહ્યં ચન્દ્રઘણ્ટેતિ વિશ્રુતા ॥
માં દુર્ગાજીની ત્રીજી શક્તિનુંનામ ‘ચંદ્રઘણ્ટા’ છે. નવરાત્રિની ઉપાસનાના ત્રીજા દિવસે એમના આજ સ્વરૂપનું પૂજન-આરાધન કરવામાં આવેછે. તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે. તેમના મસ્તિષ્કમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એજ કારણે તેમને ચંદ્રઘણ્ટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે. તેમના દસ હાથ છે. તેમના દસેય હાથમાં ખડગ આદિ શસ્ત્ર તથા બાણ આદિ શસ્ત્ર શોભાયમાન છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્યત રહેનારી હોય છે. તેમના ઘંટ જેવા ભયાનક ચંડધ્વનિ થી અત્યાચારી દાનવ-દૈત્ય-રાક્ષસ સદાય પ્રકંપિત રહે છે.
નવરાત્રિની દુર્ગા- ઉપાસનામાં ત્રીજા દિવસની પુજાનું મહત્ત્વ અત્યાધિક છે. આ દિવસે સાધકનું મન ‘મણિપુર’ ચક્રમાં પ્રવિષ્ટ થાય છે. માં ચંદ્રઘણ્ટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટેની હોય છે.
માં ચંદ્રઘણ્ટાની કૃપાથી સાધકના સમસ્ત પાપ અને વિધ્નો ટળી જાય છે. તેમની આરાધના સદ્ય: ફળદાયી છે. તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહેવાની હોય છે, તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે છે. તેમનું વાહન સિંહ છે, માટે તેમનો ઉપાસક સિંહ જેવો પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે. તેમના ઘંટનો ઘ્વનિ કરતાંવેત શરણાગતની રક્ષા માટે આ ઘંટનો ઘ્વનિ નીનાદિત થઇ ઉઠે છે.
દુષ્ટોના દમણ અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય એમનું સ્વરૂપ દર્શક અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુજ મોટો સદગુણ એ પણ છે કે સાધક માં વીરતા-નિર્ભયતાની સાથેજ સૌમ્યતા અને વિનમ્રતાનોય વિકાસ થાય છે. તેના મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઇ જાય છે. માં ચંદ્રઘણ્ટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને શુખનો અનુભવ કરે છે. આવા સાધક ના શરીર માંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદ્રશ્ય વિકિરણ થતું રહે છે. આ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુઓથી દેખાતી નથી, પરંતુ સાધક અને એના સંપર્કમાં આવનારા લોકો આનો અનુભવ સુપેરે કરતા રહે છે.
આપણા મન, વચન, કર્મ અને કાયાને વિહિત વિધિવિધાન મુજબ સંપૂર્ણ પરિશુદ્ધ અને પવિત્ર કરીને, માં ચંદ્રઘણ્ટાના શરણાગત થઇ આપણે તેમની ઉપાસના-આરાધનામાં તત્પર થવું જોઈએ. તેમની ઉપાસનાથી આપણે સમસ્ત સાંસારિક કષ્ટોથી વિમુક્ત થઈને સહેજે જ પરમપદના અધિકારી બની શકીયે છીએ. આપણે નિરંતર તેમના પવિત્ર સ્વરૂપને ધ્યાનમાં રાખીને સાધના તરફ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા આલોક અને પરલોક બંનેય માટે એમનું ધ્યાન પરમકલ્યાણકારી અને સદગતિ આપનારું છે.
યા દેવી સર્વભૂતેષુ માંઁચંદ્રઘણ્ટારૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
બીજ મંત્રઃ ‘ऐं श्रीं शक्तयै नम:’
? પ્રેષિત-સંક્લન:
મયુર.સિધ્ધપુરા-જામનગર
જો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી
– નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- બ્રહ્મચારિણી
– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા
– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી
– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ
– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો